________________
અધ્યયન
]
૧૬૩
6
[ આ ગાથામાં પ્રાકૃતશૈલીથી મને ના અર્થ કહે છે ’ એવા કરેલા છે. સંનિધિ રાખનાર બાહ્વષ્ટિએ સાધુના વેષ ધારણ કરવા છતાં તત્ત્વષ્ટિએ ‘સંનિધિરૂપ ગૃહસ્થને ઉચિત કાર્ય કરતા હોવાથી ગૃહસ્થ છે' એમ અહીંં કહ્યું, તેમાં એ હેતુ જણાવ્યા છે કે પ્રત્રજિત (સાધુ) દુર્ગતિમાં જાય નહિ અને સંનિધિથી દુર્ગતિ થાય માટે તે પ્રત્રજિત ગણાય નહિ. વસ્તુતઃ સંનિધિની ઈચ્છા લાભરૂપ છે અને લાભ એવા દુષ્ટ કષાય છે કે તેના સૂક્ષ્મ વિકાર પણ આત્માને શ્રેણીથી ભ્રષ્ટ કરે છે.] અહી કોઈ પૂછે કે તે વસ્ત્રાદિ કેમ રખાય ? તેને કહે છે કે-શાસ્ત્રોક્ત રીતે લૈં પિ=જે પણ વસ્ત્ર, કે પાત્ર, અથવા કામળ કે રજોહરણને પારંતિ=રાખે છે અથવા પતિરૃતિ=પહેરે છે(ભાગવે છે) તે સંયમ અને લજ્જાથે છે. (૨૦)
[પાત્ર વગેરેને સયમ માટે અને વસ્ત્રોને લેાકવ્યવહારરૂપ લજ્જાને અથે રાખવાં આવશ્યક છે. પાત્ર વિનાના કે ગૃહસ્થનાં ભાજનને વાપરનારા સાધુ સંયમ પાલી શકતા નથી. પાત્ર વિના આહારમાં ભક્ષ્ય-અભક્ષ્ય વસ્તુના વિવેક કે ક્રાઈ ત્રસજીવ હોય તે તેની રક્ષા થઈ શકે જ નહિ. પાત્ર ભોજનની અનુકૂળતા માટે નથી, પણ જીવરક્ષા અને સિ ભક્ષિતાદિ વિધિપૂર્વક ભોજન માટે આવશ્યક છે. વસ્ત્રો વિના સ્ત્રીઆદિની હાજરીમાં લાને નાશ (નિર્લજ્જતા) થાય. સંયમીને લગ્ન ગુણુ વ્યવહારનયથી ઉપકારક છે. નિશ્ચયદષ્ટિએ વિશિષ્ટ જ્ઞાનીઓને લજ્જ હોતી નથી, તા પણ લેાકવ્યવહારને અનુસરીને તેએ વસ્ત્રના ઉપભાગ કરે છે. હા, એમાં શરીરને આરામ આપવાનું ધ્યેય ન હોવું જોઈએ. ખૂદ તીર્થંકર ભગવંતા પણ બહુધા સચેલક હતા. ઈન્દ્રના કલ્પ પ્રમાણે તે લક્ષમૂલ્ય દેવદુષ્ય વસ્ત્ર તીર્થંકરાના ખાંધે દીક્ષા વખતે સ્થાપન કરે છે અને ગુહ્યુ ભાગ ઢંકાય તે રીતે તે રહે છે, એ જગપ્રસિદ્ધ છે. વસ્તુતઃ તીથ કરદેવાના ગુહભાગ શરીરમાં ગુપ્ત (અદૃશ્ય) હાય છે, તેઓના કલ્પ વિશિષ્ટ છે, તથાપિ વ્યવહારને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org