________________
૧૮૮
[દશ વૈકાલિક યોગ્ય આત્મા મનુષ્ય જીવનમાં જિનાજ્ઞાને બળે ત્રણે યોગને સદુપયોગ કરી શકે છે, માટે જિનેશ્વર દેવોએ એ માર્ગ તેને ઉપદેશ્યો છે.
જેમ કાયાને સદાચારી બનાવવાના ઉપાયે કહ્યા છે, તેમ વચનને કુશળ બનાવવાને માર્ગ પણ બતાવ્યો છે. આ અધ્યયનમાં ભાષા, તેના પ્રકારો, વગેરે વર્ણવીને કયારે કેવા સંયોગોમાં કેટલું કેવું બોલવું કે ન બોલવું વગેરે સમજાવ્યું છે. ઉત્સર્ગ–અપવાદના પ્રસંગે બલવાના ન બોલવાના વિધિ-નિષેધે જણાવીને સાધુ જીવનને સફળ કરવાને એકાન્ત કલ્યાણકારી માર્ગ બતાવ્યું છે.
ચારિત્રને જન્મ આપી તેનું રક્ષણ પાલન અને પોષણ કરનારી આઠ પ્રવચનમાતાઓ ખરેખર ! સાધુની માતા છે. તેમાંની ભાષાસમિતિ અને વચનગુપ્તિ એ બેનું પાલન આ અધ્યયનના અભ્યાસથી જ થઈ શકે તેમ છે. જેમ નેત્રોના અભાવે અંધ જોઈ શકતો નથી, કાન વિના બહેરે સાંભળી શકતો નથી, તેમ આ અધ્યયન ભણ્યા વિના સત્ય વચન બેલી શકાય તેમ નથી. જેઓ આના અભ્યાસ વિના બોલે છે તેઓ દુઃસાહસ કરે છે અને સ્વ-પરનું અહિત કરીને દુર્ગતિને નોંતરે છે.
સામાન્ય રીતે સાધુ ઉપદેશક મનાય છે, બીજાની અપેક્ષાએ ઉપદેશકનું સ્થાન ઊંચું હોય છે, કારણ કે તે સ્વ–પર ઉપકાર કરી શકે છે. લેક પણ તેનું બહુમાન સવિશેષ કરે છે, તેથી તેની જવાબદારી પણ મોટી છે. કહેવાય છે કે “જીભમાં અમૃત અને ઝેર બને રહેલાં છે શ્રોતાના કષાયો શમે, જડની વાસના ઘટે અને નિષ્પાપ જીવનને પક્ષ વધે, એવું બોલવું એ જવાનું અમૃત છે, એથી વિરુદ્ધ કષાય, વાસનાઓ અને પાપવૃત્તિ વધે એવું બોલવું તે છવાનું ઝેર છે. બીજાં ઝેર એક જ જન્મને નાશ કરે છે અને જિહવાનું ઝેર
સ્વ-પરના અનેક જન્મોનો નાશ કરે છે. મનની દુષ્ટતાથી બહુધા પિતાને હાનિ થાય છે અને દુષ્ટ વચનથી તે બીજા પણ અનેકાનેક આત્માઓને હાનિ થાય છે. ઈત્યાદિ બોલવાની જવાબદારી (જોખમ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org