________________
અધ્યયન આઠમુ' ]
૨૩૩
ભાષાન્તર ભાગ બીજના પૃ-૧૬૪ થી છે, તે ઉપરાંત સ્થાડિલ માટે બીજો પણ વિધિ જાણવા યોગ્ય છે, તે ત્યાંથી જોઈ લેવા. સવ વસ્ત્રો કહેવા છતાં સંથારા જુદા કહ્યો, તેથી સંથારાનું એટલે તૃણુ કે પાટનું પડિલેહણુ સમજવું અને આસનથી પાટલા વગેરે સમજવા.
‘પ્રતિલેખના' સંસ્કૃત અને ‘પડિલેહણા' પ્રાકૃત ભાષાના જૈનાના પારિભાષિક શબ્દ છે, તે વસ્ત્ર-પાત્રાદિ વસ્તુને વારંવાર જોવાના અમાં વપરાય છે. આ ક્રિયાનું મહત્ત્વ-રહસ્ય ધણુ' છે, વર્તમાનમાં પ્રતિદિન પ્રતિલેખન કરનારા જૈનેામાં પણ તેને સમજનારા એછા થતા જાય છે. કેટલાક તે તેને માત્ર કાયકલેશ સમજવાથી કરવા છતાં ફળથી વ ંચિત રહે છે. પ્રતિલેખનામાં સામાન્ય હેતુએ ‘જીવરક્ષા અને જિનાજ્ઞાનુ પાલન’છે અને મુખ્ય હેતુ મન મર્કટને વશ કરવું' તે છે. મનને વશ કરવા માટે વસ્ત્રાદિની પ્રતિલેખના કરતી વેળા તે તે ખેલેા ખેલવાનું વિધાન છે, તે ૫૦ ખેલા કયા, કેવી રીતે, કયા સ્થાનને સ્પર્શીને ખેલવા ? તેનું વન ધ સંગ્રહ વગેરે અન્ય ગ્રન્થામાંથી જાણી લેવું. અહીં એનું રહસ્ય કંઈક માત્ર કહીએ છીએ. સૂત્ર-અર્થ તત્ત્વ કરી સહું' વગેરે ૫૦ ખેાલને સામાન્ય અર્થ વિચારતાં સમાય તેવું છે કે—એ માત્ર ખેલ નથી, પણ આત્મશુદ્ધિ સાથે આત્માને સયમમાં સ્થિર કરનારા મહામત્રો છે, પ્રતિલેખના માત્ર વસ્ત્ર-પાત્રને લાગેલી જ વગેરે દૂર કરવા પૂરતી જ નથી. જિનેશ્વરાએ કહેલાં પ્રત્યેક અનુષ્ઠાનામાં આત્મશુદ્ધિના ઉદ્દેશ રહેલા છે. શ્રી જિનેશ્વરાએ કહેલી અને ગણધરભગવ ંતેાથી માંડીને આજ સુધીના મહાન ઋષિએએ-જ્ઞાનીઓએ આચરેલી એ ક્રિયા કાઈ વિશિષ્ટ રહસ્યપૂર્ણ હોવી જોઇએ' એટલી શ્રદ્ધા તે અવશ્ય જોઇએ. પ્રતિલેખના કરતાં તે તે અંગાને વસ્ત્રના સ્પ કરવા પૂર્વક ખેલાતા ખેાલેમાં ‘પરિહરુ' શબ્દ તે તે દોષોને નાશ અને આદર્’શબ્દ ગુણાના પ્રાદુર્ભાવ કરનાર છે. જીવને હાસ્ય, શાક, રતિ, અતિ, ભય, દુંછા વગેરે ભાવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org