________________
નવમું વિનયસમાધિ અધ્યયન
[ સાતમા અધ્યયનમાં વચનશુદ્ધિનું સ્વરૂપ જણાવ્યું, તે વચનશુદ્ધિ આચારમાં સ્થિર હોય તેને જ પ્રાપ્ત થાય, આચારબળ વિના તે પ્રાપ્ત થવી દુર્લભ હોવાથી આઠમા અધ્યયનમાં આચારમાં સ્થિર થવા જણાવ્યું. એ આચારસ્થિરતા વિનય વિના પ્રગટતી નથી, માટે હવે આ નવમા અધ્યયનમાં વિનયનું સ્વરૂપ વર્ણવી તેના બળે આચારમાં આત્મસમાધિ પ્રગટાવવાના ઉપદેશ કરેલા છે, માટે તેનું નામ વિનયસમાધિ છે. એ રીતે પૂર્વ અધ્યયનની સાથે નવમા અધ્યયનના સબંધ સમજવા.
વિનય એટલે પાતે માન મૂકીને બીજાને માન આપવું સન્માનનું દાન કરવું' એમ અપેક્ષાએ કહી શકીએ તેા વિનય ઔદાર્ય વિના કરી શકાય નહિ. બાહ્ય સમ્પત્તિરૂપ ધન ધાન્યા દિનાં મેટાં દાન કરવાં જેને સહેલાં છે, તેને પણ સન્માનનુ દાન કરવું દુષ્કર છે. કારણ કે બાહ્ય સમ્પત્તિના દાનમાં માન મૂકવું પડતું નથી, અર્થાત્ પોતાનું માન એછું થતું નથી, ઉલટુ વધે છે, વિનયમાં પેાતાનું માન જતું કરી અન્યનું માન વધારવાનું હોય છે.
સામાન્યતયા મનુષ્ય માનના અથી હોય છે, માન મેળવવા વિવિધ કો વેઠે છે, વહાલી વસ્તુઓ પણ આપી શકે છે અને ખીન માટા લાભને પણુ જતા કરી શકે છે. પ્રાય: મેાટા ગણાતા માણસા પણ ખીજાને માન આપવામાં કૃપણુ હાય છે. એક રાજા ખીજા રાજાની સામે યુદ્ધ ખેલે, યુદ્ધમાં અનેક મનુષ્યા વગેરેના નાશ થાય, રાજ્ય ગુમાવે, જંગલમાં નાસી છૂટે, પણ હાર કબૂલ કરી શકતા નથી. શાસ્ત્રકારે પણ ચારે ગતિના જીવામાં મનુષ્યને સૌથી અધિક માની કહે છે. સમ્યગ્ જ્ઞાન વિનાના અજ્ઞાનીને ખીન્નના વિનય કરવામાં પેાતાની માનહાનિ થતી દેખાય છે, તેથી તેને વિનય કરવા દુષ્કર બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org