________________
૨૯૦
[ દશ વૈકાલિક ગુરુની પાસે (આસેવનાશિક્ષારૂપ) વિનયને જ્ઞ સિવ= શીખતા (મેળવતા) નથી, સો ચેવ=તે જ અવિનય તÆ=તે સાધુને (જેમ) છીબલ=વશવૃક્ષનું ફળ (વંશના) વાચ= નાશ માટે થાય તેમ તેને અમૂમાવો-અભૂતિભાવરૂપ (ગુણસમ્પત્તિના અભાવ-દરિદ્રતારૂપ) દ્દો-થાય છે. (૧–૧)
[સાધુએ જ્ઞાન અને વિનય ગુરુ પાસેથી શીખવાં તે ગ્રહણુશિક્ષા અને આસેવનશિક્ષા કહેવાય છે. અહીં કહેલા માન-ક્રોધમાયા અને પ્રમાદ વિનયના ધાતક કહેવાથી તેવા દોષવાળા ગુરુ પાસે આસેવન શિક્ષા લઈ શકે નહિ તેથી નિધનની જેમ ગુણથી તે રિદ્ર જ રહે અને ગુણના અભાવે જીવન નિષ્ફળ ને, નાશ થાય. જેમ વાંસને ફળ આવે એટલે વાંસના નાશ થાય છે તેમ જીવમાં પ્રગટેલા દાષા જ તેના જીવનના (ભાવપ્રાણાના) નાશ કરે છે. તે તે ઉચ્ચાતિ– કુળ વગેરેના નિમિત્તે પ્રગટેલા મદથી હું એને કેમ નમું' એમ માનથી, કાઈ પ્રસંગે ગુરુએ કઠાર વચન કહેવાથી કે સારણા-વારાદિ કરવાથી થએલા ખેદ, સંતાપ કે અક્ષમા વગેરે ક્રોધથી, ‘મારું શિર દુઃખે છે, શૂલથી પીડા થાય છે' વગેરે કપટ કરવાથી અથવા નિદ્રા, વિકથા વગેરે પ્રમાથી તેમ થવાના સંભવ છે. તેમાં પણ માની વિનય ન કરે ત્યારે ગુરુ સારણા-વારણાદિ કરે અને તેથી ક્રોધ પ્રગટે, પછી વિનય ન કરવાના બચાવમાં કપટ કરે અને વિનયના અભાવે નિદ્રા-વિકથાદિ પ્રમાદ પણ થાય. એમ માન વગેરે તે તે ક્રમે પ્રગટતા હોવાથી અહીં એ ક્રમ જણાવ્યા છે. ગૃહસ્થને ધનસમ્પત્તિની જેમ સાધુને ગુણસમ્પત્તિ એ જ સાચું ધન છે, વિનયના અભાવે તે ન મળવાથી સાધુ દરિદ્ર (ગુણુહીન) રહે અને એ ગુણુહીનતા જ (ઉપલક્ષણથી અવગુણા જ) તેના જન્મને નાશ કરે-નિષ્ફળ બનાવે, માટે આત્મા એ ગુરુની આગળ માન મૂકીને વિનય કરવા-શીખવા જોઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org