________________
૨૬૮
[દશ વૈકાલિક અનુસારે ઇષ્ટ દેવની પૂજા વગેરે કરવું, તે લકેપચાર વિનય, ૨ધન મેળવવા માટે રાજા, શેઠ વગેરેને વિનય કરવો તે અર્થવિનય, ૩-કામવાસનાને વશ થઈ વેશ્યા, પરસ્ત્રી કે સ્વત્રી વગેરેને અનુકુળ કરવા વિનય કરવો તે કામવિનય, ૪-ભયથી તે તે વ્યક્તિને વિનય કરવો તે ભયવિનય, અને ૫-મોક્ષ માટે વિનય કરવો તે મેક્ષવિનય, તેમાં લેકોપચાર વિનય ઔચિત્યરૂપ છે, બાકીના ત્રણ મેહના ઉદયરૂપ હોવાથી અહિતકર છે. અને ક્ષવિનય આત્માને સર્વ દુઃખોમાંથી મુક્ત કરનાર હોવાથી ઉપાદેય-આત્માને ઉપકારક છે.
આ મેક્ષિવિનયના પાંચ પ્રકારે છે. જિનેશ્વરોએ સર્વ ભાવોને જે જે સ્વરૂપે જણાવ્યા છે તેને તે તે રીતે સત્ય માનવા તે પહેલો કશનવિનય, આત્મોપકારક જ્ઞાનને ભણવું, ગણવું અને તેને અનુસારે સર્વ કાર્યો કરવાં, કે જેથી નવાં કર્મો ન બંધાય અને જૂનાં છૂટી જાય તે બીજે જ્ઞાનવિનય, આઠ પ્રકારનું પૂર્વે બાંધેલું કર્મ હલકું-ઓછું થાય અને બીજું નવું સંસારવર્ધક કર્મ ન બંધાય તે તે પ્રકારની ક્રિયારૂપ ચારિત્રમાં પ્રયત્ન કરવો તે ત્રીજો ચારિત્રવિનય, જે જે તપથી અજ્ઞાન ટળે અને આત્મા મોક્ષની નજીક થતું જાય તેવા તે તે તપને આચરવામાં દઢનિશ્ચયી થવું તે ચોથે તપવિનય, અને મન વચન કાયાના યોગોને ઉચિત માર્ગે જોડવા અને પૂજ્યપદની અશાતના ન કરવી એ બે પ્રકારે પાંચમો ઉપચારવિનય જાણો.
આ ઉપચાર વિનયમાં કાયિકવિનય આઠ પ્રકારનો, વાચિક ચાર પ્રકારને અને માનસિક બે પ્રકારનું છે. કાયાથી પૂજ્યોની સામે ઊભા રહેવું, બે હાથ જોડવા, આસન આપવું, ગુરૂઆદેશને અનુસરવાને અભિગ્રહ કરવો, વન્દન કરવું, વિધિપૂર્વક સેવા કરવી, આવતાની સામે જવું અને જતાની પાછળ વળાવવા જવું, એ આઠ પ્રકારે વિનય થાય, પરિણામે હિતકર, થોડા અક્ષરોમાં મિત, સદ્દભાવ પૂર્વક, કમળ અને વિચારીને બોલવું તે ચાર પ્રકારે વચનથી થાય અને આ વગેરે દુષ્ટ ધ્યાનના ત્યાગરૂપ અકુશળ મનને નિષેધ તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org