________________
અધ્યયન નવમું]
સ્થૂલદષ્ટિએ જોતાં વિનય કરવામાં બીજાને માન અપાતું દેખાય છે, પણ વસ્તુતઃ તેમ નથી, વિનય કરવાથી પોતાનું માનમહત્ત્વ વધે છે, આત્મસમ્પત્તિને વિકાસ થાય છે અને શિષ્ટ લેકમાં તે મહાપુરુષ તરીકે લેખાય છે એટલું જ નહિ તે મહાપુરુષ બની જાય છે. અનેક આત્માઓ તેને આશ્રય-શરણું સ્વીકારે છે. અને તે સર્વને માગે દેરવાની-સુખી કરવાની શકિત વિનીતમાં પ્રગટ થાય છે. વગેરે જેવી વિશિષ્ટતા છે કે વિનયગુણને યથાર્થ સ્વરૂપે વર્ણવવાની શકિત મનુષ્યમાં હોતી નથી.
વૈરીને પણ વશ કરવાની શકિત વિનયમાં છે. શાસ્ત્રમાં વિનયનું વર્ણન વિવિધ રીતે કરેલું છે, તે સઘળું અહીં કરી શકાય તેવું નથી. છતાં બાળ જીવોને ઉપકારક થાય તે રીતે વિનયનું ટુંકું પણ સુંદર વર્ણન ગ્રન્થકારે આ અધ્યયનમાં કરેલું છે, તેને આત્માથી ભવ્યજીવો યથામતિ સમજે અને જીવનમાં પ્રગટાવી માનવભવમાં પણ સર્વશ્રેષ્ઠ સાધુધર્મને પામીને આત્મકલ્યાણ સાધે એ કર્તવ્ય છે.
મનુષ્ય માત્રને સાચે શણગાર વિનય છે, તે સાધુતા જેવા ઉચ્ચપદે રહેલા આત્માને માટે તે કહેવું જ શું ? રાયસિંહાસનાધિરૂઢ ચક્રવતી પિતાની છ ખંડની ઋદ્ધિથી જેટલે ભક્તિ નથી તેથી અધિક શભા ગુરુની સામે નતમસ્તકે ઉભો રહેલો વિનીત. સાધુ પામે છે. રાજા મહારાજાઓ પણ સાધુઓને નમે છે તેનું એ પણ કારણ છે કે સાધુમાં જે વિનય હોય છે તે દેવ-દાનમાં કે રાજા-મહારાજાઓમાં પણ દુર્લભ છે.
દ્રવ્યવિનય અને ભાવવિનય એમ વિનયન બે પ્રકારે પડે છે. તેમાં નેતર, સુવર્ણ વગેરે જે વસ્તુઓ નમે, વાળી વળે. તે તે વસ્તુઓને દ્રવ્યવિનય સમજો. ભાવવિનયના પાંચ પ્રકારે છે–૧ લેકનું આવજન, ઔચિત્ય, વગેરે કરવા માટે લેાકને અનુસરવું, અર્થાત ઊભા. થવું, હાથ જોડવા, આસન આપવું, અતિથિઓને પ્રજવા, કે વૈભવને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org