________________
મધ્યયન આઠમું].
૨૪૫ प्रसंदिद्ध मेअं, इच्छियमेअं, पडिच्छियमेअं, इन्छि पडिच्छि. બ, of, gણમ સે તુજે વય ”િ અર્થાત , આ એમ જ છે, તેમ જ છે, સત્ય છે, સંદેહ વિનાનું છે, હું એ જ ઈચ્છું છું, વારંવાર ઈચ્છું છું, ઈચ્છું છું અને વારંવાર ઈચ્છું છું, આ સાચું જ છે કે જે તમે કહો છો વગેરે કલ્પસૂત્રાદિ મૂળ આગમોના શબ્દો વિનયરૂપ છે. વિનયથી તુર્ત વિદનભૂત અંતરાયો તૂટે છે અને કાર્ય નિર્વિદને પૂર્ણ થાય છે. ઉત્તમ ગુર્વાદિનું વચન ઉત્તમ છતાં તેને સ્વીકાર કે અમલ કરવાની આવડત ન હોય તે તે નિષ્ફળ મને એટલું જ નહિ, અનાદરથી-અનાદરનામની આશાતનાદ્વારા મેહનીયાદિ કર્મોને બંધ પણ થાય છે. વ્યાખ્યાન સાંભળતાં શ્રાવકે ગુરુના વચનને વિનયપૂર્વક સ્વીકાર કરવા માટે “છ” “જી” વગેરે બોલે છે. દશ પ્રકારની સામાચારીમાં ‘તહકાર” સામાચારી પણ આ કારણે કહી છે. માટે ગુરુના વચનને નિષ્કપટભાવે આદરપૂર્વક સ્વીકારવું અને એ પ્રમાણે આચરવું, એ સાધુતાને સફળ કરવા માટે ઘણું જરૂરી છે. સંપૂર્ણશ્રમધર શ્રીગૌતમસ્વામીજી પણ વારંવાર પ્રભુ મહાવીરદેવને પૂછતા અને ઉત્તર સાંભળીને “તહત્તિ' કહેતા, તે સામાન્ય આત્માએ તો અવશ્ય તેમ કરવું જોઈએ.] ૩૭૦) પુર્વ કવિ નર્ચા, સિદ્ધિમાં વિશાળવા
विणिअट्टिज्ज भोएसु, आउं परिमिअमप्पणो ॥८-३४॥
જીવિતને (જીવનને) મધુવં=અનિત્ય જાણીને અને (એ અનિત્ય જીવનમાંથી મુક્ત થવા માટે શ્રીજિનેશ્વરદેવોએ કહેલા સમ્યગૂ દર્શન-જ્ઞાન–ચારિત્રરૂ૫) સિદ્ધિના મુક્તિના) માગને વિભાળિગા=જાણીને (સમજીને કર્મબઘમાં હેતુભૂત) ભોગોથી વિપત્તિ નિવૃત્ત થવું (અનાસક્ત રહેવું), કારણ કે qો આપણું આયુષ્ય પરિમિત છે. (૩૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org