________________
૨૯
અધ્યયન આઠમું] તે પ્રાયઃ ક્રોધાદિ ત્રણેને ઉત્પાદક હોવાથી પ્રીતિ, વિનય, મિત્રી અને બીજા પણ સર્વગુણનો ઘાત કરે, એ ઘટિત છે જ.] (૩૭૫) રમેળ હું, મા મવથા
मायं चऽज्जवभावेण, लोभं संतोसओ जिणे ॥८-३९॥
(માટે) કોધને ઉપશમભાવથી હણ, માનને (માવથી) (નમ્રતાથી) જીતવું, માયાને આfવભાવથી (સરળતાથી) જીતવી અને લોભને સંતોષથી જીત. (૩૯)
[ ક્રોધાદિ ભાવે કર્મજન્ય હોવાથી જડ છે અને ઉપશમ વગેરે કર્મની મંદતાથી પ્રગટેલા આત્માના ચૈતન્યરૂ૫ છે, ઘાસની મોટી ગંજીને એક ચિનગારી બાળી મૂકે તેમ ચેતન્યનો અંશ પણ જડભાવનો નાશ કરવા સમર્થ છે, માટે ઉદયમાં નહિ આવેલા ક્રોધાદિને ઉદય રેકીને અને ઉદયમાં આવેલાને નિષ્ફળ કરીને જીતવા. વસ્તુતઃ સામાના કેધ-માન-માયા કે લભ આપણામાં ક્રોધાદિ ભાવો હોય તો જ ખટકે છે. આપણું ક્રોધાદિ પરિણામે મંદ થયા હય, ઉપશમાદિ ચૈતન્ય પ્રગટયું હોય, તો સામાન ક્રોધાદિથી ઊલટ અધિક લાભ થાય છે. સંગમ અને ચંડકૌશિક જેવા ક્રોધીઓના ક્રોધની સામે પ્રભુ મહાવીરદેવ નિરકુળ રહી શકયા, તેમાં તેમનું ઉપશમ બળ સહાયક હતું. ક્રોધની સામે ક્રોધ, કે માનની સામે માન, વગેરે દુર્ગણની સામે દુર્ગણને અથડાવવાથી બન્નેમાં દુર્ગુણ વધે અને દુર્ગણી સામે ગુણનું શસ્ત્ર ધરવાથી પોતાનામાં રહેલા ઘોડા-નિબળ પણ દેશે મૂળમાંથી નાશ થાય અને સામાના પણ દુર્ગુણોને રક્ષણ નહિ મળવાથી ઉઘાડા પડી નાશ પામે. ચંડકૌશિક, સંગમ, કે કમઠ જેવાને જાજ્વલ્યમાન ક્રોધ, બાહુબલીનું પર્વત જેવું માન, વગેરે નાશ પામ્યા તેનું કારણ એ હતું કે સામે ગુણનું શસ્ત્ર ધરવામાં આવ્યું હતું. માટે સ્વ-પર કલ્યાણને ઈચ્છનારે દેશને બદલો ગુણથી વાળવો એ જ શ્રેયસ્કર છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org