________________
આઠમું “આચારપ્રણિધિ” અધ્યયન
[પૂર્વે ભુલ્લકાચાર અને મહાચારWા અધ્યયનમાં કહ્યા તે આચારનો પ્રણિધિ એટલે સંગ્રહ કેવી રીતે કરવો ? તે આ અધ્યયનમાં કહેલું હોવાથી એનું “આચારપ્રણિધિ” નામ છે. આ ચારે ક્રિયા રૂપ છે, તેને સંગ્રહ થઈ શકે નહિ, માટે એના આલંબને આત્મધર્મને સંગ્રહ કરવો તેને અહીં આચારપ્રણિધિ સમજવો. પ્રત્યેક આચારના બળે ધર્મધનને એટલે આત્મસ્વરૂપને પ્રગટાવવું જોઈએ. વ્યાપારી હાના મોટા પ્રમાણમાં ક્રય-વિક્રય કરવા છતાં ધનની કમાણી ન થાય તે પ્રસન્ન થતું નથી. તેનું લક્ષ્ય ધન-મેળવવાનું હોય છે, એ રીતે સાધુએ તપ જપ વગેરે ન્હાનાં-મોટાં અનુષ્ઠાનમાં જ સંતોષ નહિ માનતાં એના આલંબને સમ્યજ્ઞાનાદિ આત્મગુણેને પ્રગટાવવાનું લક્ષ્ય નિશ્ચિત કરવું જોઈએ. ક્રિયા કષ્ટ આપનારી છે, આનંદને અનુભવ તો ગુણે જ કરાવી શકે છે. માટે સુખની ઇચ્છાવાળા આત્માએ ગુણોને પ્રગટાવવા એ જ તેનું કર્તવ્ય છે. આ ગુણના પ્રગટીકરણમાં વિદનકારક (અકુશળ) ઈન્દ્રિયેને અને મનને વિજય કરીને એ જ ઈન્દ્રિયોને તથા મનને ગુણે પ્રગટાવવા માટે સાધનભૂત (કુશળ) બનાવવાં જોઈએ. ઇન્દ્રિોને અને મનને આવો વિજય (સંયમ) તે તે આચારોના પાલન વિના શક્ય નથી, એથી જ્ઞાનાદિ ગુણોના જેટલી જ મહત્તા અને આવશ્યકતા આચારોની પણ છે. પૂર્વનાં અધ્યયનમાં કાયસંયમ અને વચનસંયમ દ્વારા કાયાને અને વચનને શુદ્ધ બનાવવાને ઉપાય કહ્યો. અહીં એ વચનને આચારમાં ઉતારવું જોઈએ, અર્થાત વાણું અને વર્તન તુલ્ય બનાવવા જોઈએ, એમ કહી એના બળે મને સંયમ કરી મનની શુદ્ધિ કેવી રીતે કરી શકાય તે જણાવેલું છે. એ જ વાત હવે તેના ઉપાયભૂત આચારોને વર્ણન દ્વારા અહીં ક્રમશઃ જણાવે છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org