________________
-
૨૩૦
[દશ વૈકાલિક વિવિધ જીવો રહે છે અને પ–ભમરા ભમરીઓનાં દરે-ઘરે. એમ અહીં પાંચ પ્રકારો કહ્યા, તો પણ ઉપલક્ષણથી વિવિધ જાતિના છે પૃથ્વીમાં વિવિધ પ્રકારનાં દર કરીને રહે છે, તેના ખૂણાઓમાં લાકડા વગેરેની કેરણમાં, ઇત્યાદિ ખાંચાવાળા અનેક સ્થાનમાં જાળાં બાંધીને, માટીનાં ઘર બનાવીને અથવા બીજી પણ રચના કરીને રહેતા વિવિધ જીવો સૂક્ષ્મદષ્ટિએ જેવાથી દેખાય તેવા હોય છે. પ-સૂક્ષ્મ પનક, તે પણ પુના કહ્યા તેવા પાંચ વર્ણવાળી અને એકેક વર્ણના હજારે પેટા વર્ણવાળી હોય છે. પનકને “લીલફુગ” કહેવાય છે, તે જે જે પદાર્થમાં જળને અંશ હોય, કે વર્ષોની ભીની હવા જેને લાગી હોય તે તે પદાર્થમાં ઉપજે છે. તેને વર્ણ પદાર્થના વર્ણ જેવો હોવાથી તેને ઓળખવી મુશ્કેલ છે. વસ્ત્રાદિનાં મેલાં પાણીથી કે સ્નાનનાં પાણીથી ભીંજાએલી જે જમીન સૂકાયા વિનાની ભીની રહે છે અને શ્યામ બની જાય છે ત્યાં શ્યામવર્ણની પનક હોય છે. સૂર્યને તાપ પડતાં તે લીલા વર્ણની થઈ જાય છે બહુધા લીલાવર્ણવાળીને પનક માનવાને વ્યવહાર હોવાથી શ્યામવર્ણની, કે પાપડ વગેરે પૂર્ણ સૂકાયા વિના ડબબા વગેરેમાં ઢાંકી દેવાથી તેમાં થતી, ચેપડ વગેરે ભરવાનાં પાત્રો ઉપર થતી તે તે વર્ણવાળી, કેળાં કેરી વગેરે ફળે અધિક પાકી (સડી) જતાં તેના ઉપર થતી સફેદ વર્ણવાળી અને કાચી ચાસણીવાળાં (નરમ કણસાઈ, લાખણસાઈ, પેડા, બરફી, વગેરે) મિષ્ટાનમાં થતી, એમ પનક પૃથ્વીમાં, કાષ્ઠાદિમાં અને મિષ્ટાન્નાદિ અનેક પદાર્થોમાં થાય છે. કણસાઈ કે ચૂરમાના પૂર્ણ તળાયા વિનાના લાડુ બે ત્રણ દિવસ પછી ભાંગતાં વચ્ચે સફેદ વર્ણ દેખાય છે તે પણ પનક હોય છે, એમ પનક વિવિધ વસ્તુઓમાં વિવિધ વર્ણવાળી હોય છે, તેને ઓળખવી જોઈએ. ૬સૂક્ષ્મબીજેપણ પાંચ મૂળ વર્ણ તથા હજારો અવાન્તર વર્ણવાળાં– તે તે વનસ્પતિના વર્ણ જેવાં હોય છે. વખદાનાં, વડનાં અને કેટલાંક પુષ્પઝાડનાં બીજ એવાં સૂક્ષ્મ હોય છે કે બારીક દૃષ્ટિએ જોવાથી જ ઓળખાય. મૂળવર્ણોની અપેક્ષાએ તેના પાંચ પ્રકારે કહ્યા છે, ધાન્યના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org