________________
અધ્યયન છ]
૧૭૭ [સાધુધર્મની હલકાઈથી જૈનશાસનની હલકાઈ છે. એના જેવો બીજો અધમ નથી અને શાસનની પ્રભાવને જેવો કઈ શ્રેષ્ઠ ધર્મ નથી. ગૃહસ્થના જેવા વ્યવહારથી છકાય જીવોની વિરાધના થાય માટે એવા વ્યવહારો કરવાથી સાધુનું અહિંસાવ્રત સચવાય નહિ, વગેરે જાણુને જ્ઞાનીઓએ ગૃહસ્થનાં ભાજનનો નિષેધ કર્યો છે. પૂર્વકાળે લાકડાના પાત્રમાં લાવેલું પાણી તેવું જ વાપરવાને વ્યવહાર હતો અને આજે પણ સંયમના અથી કઈ કે એનું યથાશક્ય પાલન કરતા દેખાય છે.]
તત્વ=તેમાં (ગૃહસ્થના પાત્રમાં ભેજન કરવામાં) પશ્ચાત્કર્મ અને પુરકમ દોષ સિચા થાય, તે સાધુઓને ન પૂરૂ ન કપે એ કારણે નિ9 મુનિએ ગૃહસ્થના ભાજનમાં ભજન કરતા નથી. (૫૩)
[પશ્ચાત્ કર્મ-પુરકર્મનું સ્વરૂપ પાંચમા અધ્યયનની ૩૨-૩૫ ગાથામાં કહ્યું છે. ભોજન કર્યા પછી ભાજન ધેવાથી પશ્ચાતકર્મ સ્પષ્ટ છે અને સાધુઓને ભોજન કરાવીને પછી ભોજન કરવાની ભાવનાવાળા ગૃહસ્થના ભાજનમાં પહેલું ભોજન કરવાથી પુરકમ પણ લાગે. સાધુને ગૃહસ્થના ભાજનમાં કે ગૃહસ્થભાજનના આકાર જેવા લાકડા વગેરેના ભજનમાં પણ ભોજન કરવું ઉચિત નથી, કારણ કે એથી સાધુ ગૃહસ્થ તુલ્ય દેખાય. સ્થૂલદષ્ટિએ જોતાં આ દોષ સામાન્ય લાગે તેવો હોવા છતાં વિશેષમોટા દેનું કારણ હોવાથી તજવાનું વિધાન છે. જેમ કિલ્લાની એક ઈંટ નીકળ્યા પછી કિલ્લાની, સ્ટીમરમાં નાનું છિદ્ર પડતાં સ્ટીમરની કે શરીરમાં ન્હાને રોગ થતાં શરીરની સલામતી રહેતી નથી, તેમ જીવનમાં એક નાનો પણ દેશ ધીમે ધીમે અનેક નાના દોષોને અને પરિણામે મોટા દોષોને પ્રગટાવી આખરે સંચમનો નાશ કરે છે. “ઝાઝી કીડીઓ સાપને તાણે” તેમ નાના પણ દોષની ઉપેક્ષા એ સંયમની ઉપેક્ષા છે.].
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org