________________
૧૬૦
વિકસાવતા યાવત સંસારથી મુક્તિ પણ મેળવે છે.
શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ પણ વીર્યરક્ષાને આધીન છે, માટે અન્યધર્મીઓ બ્રહ્મચર્યાશ્રમને પહેલા માને છે અને એ અવસ્થામાં સર્વ કળાઓનું જ્ઞાન આપે છે. સકાળે સર્વ દેશેામાં વિદ્યાભ્યાસ માટે પ્રાથમિક વય ચેગ્ય મનાઈ છે તેનું મુખ્ય કારણ એ અવસ્થામાંઅબ્રહ્મનેા અભાવ (બ્રહ્મચર્ય) છે. કામ ક્રોધાદિ અંતરંગ શત્રુએ ઉપર વિજય મેળવવા પણુ વીર્યનું રક્ષણ અતિ આવશ્યક છે, વગેરે અનેક કારણે બ્રહ્મચર્યનું અને તે માટે બાળદીક્ષાનું મહત્ત્વ છે.
વીના રક્ષણની સાથે તેની શુદ્ધિ માટે આહાર પણ નિર્દોષ, અહિંસક અને પવિત્ર જોઈએ. માટે જૈન સાધુની ભિક્ષાના વિધિ સથી વિશિષ્ટ-નિર્દોષ અને અહિંસક કહ્યો છે. આહારશુદ્ધિ ન હોય તા બ્રહ્મચર્યથી વી રક્ષા કરવા છતાં એ જ વીર્યથી કામ ક્રોધાદિને વશ થઈ બ્રહ્મચર્યના નાશ કરે છે. અતિશયાક્તિ વિના એમ કહી શકાય કે સવ આશાઓ અને ઈચ્છાઓના જય કરવા માટે બ્રહ્મચર્ય એક અમેધ અને સશ્રેષ્ઠ ઉપાય છે.
[દશ વૈકાલિક
કર્મસાહિત્યમાં ‘ વીર્યાન્તરાય ' નામનું કર્મ માન્યું છે, તેના ક્ષયેાપશમાદિ બ્રહ્મચર્ય થી થાય છે, વિનય, વૈયાવચ્ચ, કે અનશનઉપવાસાદિ તપ વગેરે પણ અપેક્ષાએ બ્રહ્મચર્યના જ અંશા છે. માટે તેનાથી વીર્યાન્તરાયના ક્ષયાપશમ વગેરે થાય છે. સ્પર્શનેન્દ્રિયના જયની સાથે પાંચે ઇન્દ્રિયાનેા જય કરવાથી બ્રહ્મસ્વરૂપ પ્રગટે છે, માટે પૂર્ણ બ્રહ્મચર્ય પાંચ ઇન્દ્રિયાના વિજયરૂપ છે.
વી જેમ મૈથુનથી નાશ પામે છે, તેમ શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શી વગેરે વિષયામાં આસક્તિથી, રાગ-દ્વેષ કરવાથી, કષાયેાથી, ચિંતાથી, વગેરે અનેક દાષાથી નાશ થાય છે. કામની ખાવીશું અવસ્થાએમાં દશ અસંપ્રાપ્ત કામની અને બાર સપ્રાપ્ત કામની છે, તે દરેકથી બ્રહ્મચર્યના નાશ થાય છે. એનું સ્વરૂપ અન્ય ગ્રન્થાથી જાણીને બ્રહ્મચર્યનું પાલન કરવું અતિ આવશ્યક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org