________________
૧૨૨
[ દશ વૈકાલિક ઉભયની શુદ્ધિ જોઈએ. ભોજન કરનારની શુભાશુભ વૃત્તિઓ ભજનથી પિવાય છે. માટે આહાર મેળવવાની જેમ વાપરતાં પણ ઉપશમભાવ કેળવવો જોઈએ. એ કારણે જ ગ્રાસેષણાના પાંચ દોષો જુદા કહ્યા છે. મંત્ર તંત્રાદિ પ્રયોગ કે બલાત્કારાદિ કર્યા વિના મેળવેલું પણ જડ લાલસાને પોષવાના ધ્યેય વિના કેવળ ધર્મના સાધનભૂત કાયાને ટકાવવાના ધ્યેયથી વાપરવું જોઈએ ] (૧૬૦) દુહા ૩ મુઠ્ઠીવાર્ડ, મુહાનવી વિ ટુદ્દા |
मुहादाई मुहाजीवी, दो वि गच्छंति सुग्गइं-त्ति बेमि
પ્રાયઃ સર્વત્ર મુધાદાયી દુર્લભ છે અને મુધાળવી પણ દુલભ છે. સુધાદાયી અને સુધાળવી બને (પત પિતાના તે ગુણેથી) સદગતિને પામે છે, એમ હું કહું છું. (૧–૧૦૦)
[કોઈપણ બદલાની આશા વિના કેવળ સ્વધર્મ સમજીને આપનારો મુધાદાયી અને પોતાની જાતિ-ગુણ–બુદ્ધિ-જ્ઞાન કે કળા વગેરે સવ આલંબનને તજીને દીનતા કે બદલો આપવાની ભાવના વિના કેવળ સ્વગુણોના બળે જીવનારે મુધાજીવી સમજવો. નિષ્કામ વૃત્તિવાળા તે બને પિતાના એ મહાન ગુણથી નિર્દોષ જીવન જીવીને સદ્ગતિને પામે છે. મુધાદાયી માટે કહ્યું છે કે કઈ વૈષ્ણવે પિતાના ત્યાં એક પરિવ્રાજકને સેવાનો કોઈપણ બદલે નહિ આપવાની શરતે ચોમાસું રાખે અને પોતે સ્વધર્મ સમજીને તેની સેવા કરવા લાગ્યો. એકદા તેનો ઘોડો ચેરે લઈ ગયા, પ્રભાત થઈ જવાથી ચોરોએ તેને આગળ ન લઈ જતાં નદી કાંઠે છોડી દીધો, સવારે પરિવ્રાજક સ્નાન માટે નદીએ ગયો, ત્યાં તેણે ઘેડ જોયો, પણ શરત કરેલી હોવાથી વૈષ્ણવને કહી શકાય તેમ ન હોવાથી “મારું વસ્ત્ર નદી ઉપર રહી ગયું છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org