________________
૧૪૮
[દશ વૈકાલિક થાળ રાજાઓ, ચમશ=રાજાના અમાત્યો (મંત્રીઓ), માળા=બ્રાહ્મણ, કટુવ અને વત્તિના ક્ષત્રિય શેઠીઆઓ સેનાપતિઓ વગેરે) નિggiળો-શાક્તચિત્તવાળા (અર્થાત્ ભ્રમરહિત બે હાથથી અંજલિ કરીને) પૂછે છે કે- (હે ભગવંત!)આપને આચારો-આચાર વિષય (અર્થાત્ ક્રિયારૂપ આચાર) વરું? કેવો છે.
[પહેલી ગાથામાં ગચ્છાધિપતિ આચાર્યનું સ્વરૂપ જણાવ્યું છે અને બીજી ગાથામાં રાજા વગેરે ધર્મના સ્વરૂપને પૂછે છે. એમાં એ સાર છે કે-રાજા-મંત્રી–શેઠ-શાહુકાર દરેકે પોતપોતાના કર્તવ્યને ધર્મગુરુદ્વારા સમજવું જોઈએ. ધર્મગુરુ માનવજાતિને નેતા છે, સર્વને પિતાના પૂર્વકૃતકર્મોના ઉદયથી મળેલી ભિન્નભિન્ન અવસ્થાઓ અને પ્રાપ્ત થએલા સુખ-દુઃખનાં નિમિત્તોને આત્મોપકારક બનવા માર્ગ બતાવનારે છેઆર્યરાજાઓ રાજ્યતંત્ર ચલાવવામાં ગુરુની સલાહને અનુસરે તે તેઓનું રાજ્યસંચાલન ધર્મરૂપ બને, રાજ્યધર્મ અખંડ રહે અને રાજ્ય ચલાવવા છતાં સદ્ગતિને પામે. અન્યથા રાજ્ય સરક જેવી માઠી ગતિનું કારણ બને. ભૂતકાળના રાજાઓને ઈતિહાસ આ હકીકતથી ભરપૂર છે. તે કાળની પ્રજા અને રાજાના સંબંધ પિતા પુત્ર જેવા હતા અને ન્યાય, નીતિ, સદાચાર, ધર્મવ્યવહાર, નિર્વિદને પળાતા, તેમાં ધર્મગુરુઓની સલાહ મુખ્ય રહેતી. સર્વ જીવો પ્રાયઃ સુખ-દુઃખને ભોગવવાની આવડત વિનાના હોય છે, બહુધા મનુષ્ય સુખમાં ઉન્માદી-અભિમાની અને દુઃખમાં દીન બની જાય છે, તેને સુખ-દુઃખમાં સમભાવ કેળવીને સ્વ-સ્વ અવસ્થાને ઉચિત કર્તવ્ય શિખવાડવું એ ગુરુનું કર્તવ્ય છે, માટે ગુરુપદને પામેલો આત્મા વિશિષ્ટ જ્ઞાની અને નિર્મળ–નિર્દોષ આચારવાળો તથા જીવમાત્રના કલ્યાણની ભાવનાવાળે હોવો જોઈએ, એવા વિશિષ્ટ ગુણવાળો કે તેવા ગુણવાનની આજ્ઞામાં જીવનારો સાધુ સ્વ–પરનું હિત સાધી શકે છે, અન્યથા. સાધુ પણ કર્તવ્યભ્રષ્ટ થવાથી સદ્ગતિને પામી શકતા નથી.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org