________________
પાંચમું પિંડેષણ અધ્યયન
આ અધયયનમાં fપંe એટલે આહાર-વસ્ત્ર-પાત્ર-વસતિ વગેરે સંયમ અને શરીર માટે ઉપકારક પદાર્થોને મેળવવાને gs નિર્દોષ માર્ગ બતાવેલ હોવાથી તેનું જિંદgg= પિંડેષણ એવું નામ છે. પિંડશુદ્ધિ સાથે જવું–આવવુંબાલવું-ભૂજન કરવું વગેરેને પણ ઉત્તમ વિધિ અને પ્રત્યેક પ્રવૃત્તિ કરતાં શરીર, સંયમ અને શાસનની રક્ષા થાય તેવા વિશિષ્ટ ઉપાયે કહેલા છે –
[બીજાને લેશ પણ દુઃખ ન થાય, એ રીતે આત્મવિકાસમાં અનન્યસાધનભૂત માનવદેહને ટકાવવાના ધ્યેયથી અનાસક્તભાવે અન્નાદિ મેળવવું તેને ભિક્ષા કહેવાય છે. સર્વપરિગ્રહને ત્યાગી સાધુવર્ગ આવી ભિક્ષા મેળવવાનો અધિકારી બને છે. એને ભિક્ષા આપવાથી ગૃહસ્થને પણ ધર્મની સિદ્ધિ અને પાપથી શુદ્ધિ થાય છે. કારણ કે સર્વજીવોની દયા-રક્ષા કરનારા સાધુઓ જીવમાત્રના ઉપકારી છે. એની સેવા કરવાને એક પ્રકાર ભિક્ષા આપવી તે પણ છે. કોઈને દુઃખ ન થાય, કે ન્હાનામાં ન્હાના જીવની પણ હિંસા ન થાય, એ રીતે ભિક્ષા મેળવીને જીવનનિર્વાહ કરવો, તે ખાંડાની ધાર ઉપર ચાલવા તુલ્ય કિલષ્ટતમ કાર્ય છે. તેમાંથી કેવી રીતે પાર ઉતરવું તે આ અધ્યયનમાં વિરતારથી--શકય બને તે રીતે જણાવેલું છે. સંયમની રક્ષા માટે ઉપરના અધ્યયનમાં કહ્યું, હવે સંયમ જેટલી જ અગત્ય દેહરૂપ સાધનની પણ હોવાથી અહીં તેના નિર્વાહનો ઉપાય બતાવે છે. અથવા ચોથા અધ્યયનમાં પ્રાણુતિપાત વિરમણાદિ મૂળ ગુણ કહ્યા અને આમાં ઉત્તરગુણ કહે છે, એમ ચોથા પાંચમાને સંબંધ સમજ.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org