________________
અધ્યયન પાંચમું] .
[જો કે સાધુને વિવિધ અચિત્ત પાણી લેવાનું શાસ્ત્રોમાં વિધાન છે, તે પણ લેનાર-આપનારના ભાવધર્મની રક્ષાના ધ્યેયથી કે અન્ય કારણોથી આ વિધિ વૃદ્ધપરંપરાથી બંધ થએલો દેખાય છે. વર્તમાનમાં તો કેવળ ત્રણ ઉકાળા આવે તે રીતે પર્ણ ઉકાળેલું શુદ્ધ પાણી લેવાય છે. ગોળ-સાકરાદિનાં ધાવણ, દ્રાક્ષાદિનું કે ફળનું પાણી તૈયાર કરવાથી અથવા લેવામાં લુપતા થવાથી આધાકર્મ આદિ દોષોનો સંભવ છે તેમ ઉકાળેલા પાણીમાં પણ બહુધા આધાકર્મ વગેરે દોષો લાગે છે, તો પણ ઉકાળેલું પાણી લેવામાં રસલુપતાથી બચવારૂપ ભાવધર્મની રક્ષા શક્ય છે. હા, જોઈતા પ્રમાણમાં મળવાથી તેની વપરાશ વધે તે હિતકર નથી, માટે આભાર્થી સાધુએ વિવેક કરવો આવશ્યક છે. ગૃહસ્થજીવનમાં ધનની મુખ્યતા હોવાથી જેમાં ધનખર્ચ ન થાય કે ઓછો થાય તે વસ્તુના દાનની ગૃહસ્થ કદાચ બહુ કિંમત ન કરી શકે, પણ સાધુજીવનમાં ધર્મની મુખ્યતા હોવાથી સંયમધર્મ હણાય તેવી વસ્તુ બહુમૂલ્યવાળી હોય તો પણ કિમત વિનાની અને સંયમમાં ઉપકારી અ૫–મૂલ્યવાળી હેય તો પણ બહુ કિંમતવાળી માનવી જોઈએ. અર્થાત સાધુને ઘી કે પાણી નિર્દોષ હોય તો બન્ને સમાન ઉપકારક છે. દેષિત આહારની જેમ દેષિત પાણી પણ સંયમને હાનિ કરે જ છે, છતાં અનિવાર્ય હોવાથી દોષિત લેવું પડે, ત્યારે તો તેની વપરાશ બને તેટલી ઓછી કરવી જોઈએ. પૂર્વકાળના મહર્ષિએ અલ્પજરૂરીઆતવાળા હેવાથી ફળાદિનાં કે ધોવણ આદિનાં અલ્પ પ્રમાણમાં મળતાં પાણીને ઘેરઘેરથી મેળવી નિર્વાહ કરતા અને એથી સંયમની પણ નિર્મળતા રહેતી. એ વિધિ નષ્ટ થતાં ઉકાળેલું પાણી વધુ પ્રમાણમાં મળવાથી જરૂરીઆત પણ વધતી ગઈ, પ્રાયઃ દેષિત હોવાથી સંયમ મલિન થવા લાગ્યું અને આશીર્વાદરૂપ સાધુજીવન ગૃહસ્થને પણ ભારરૂપ બનતું ગયું. એમ લાભને બદલે હાનિ થવાના પ્રસંગને વિચારીને સંયમના ખપી આત્માએ એનો વિવેક કરવો ઘટે. ઘી હોય કે પાણી હોય, તેનું એક બિન્દુ પણ નિરર્થક વાપરવામાં કે પરઠવવામાં સમાન દેશ છે. એ વચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org