________________
અધ્યયન ચોથું ].
૩૫ સૂકાવા માંડે છે. મનુષ્યની જેમ વનસ્પતિ પણ આહાર-પાણું લે છે, તે મળે તો જીવે–વધે છે. અનેક સારવાર છતાં આયુષ્ય પૂર્ણ થતાં મનુષ્ય જીવી શકતો નથી તેમ વનસ્પતિનું પણ રક્ષણ કરવા છતાં અમુક સ્વ-સ્વકાળ પૂર્ણ થતાં અચિત્ત બને જ છે. તેને પણ મનુષ્યની જેમ વિવિધ રોગો થાય છે અને ચિકિત્સાથી મટે પણ છે. મનુષ્યના અવયવોમાં ખેડ-ખાંપણ આવે છે તેમ વૃક્ષોમાં પણ કેઇન પત્રો ખરી જાય છે, કેઈની શાખા-પ્રશાખાઓ વાંકી વળી જાય છે. લકવાની જેમ વૃક્ષ જીવતું હોવા છતાં કોઈ શાખા સુકાય છે, વધ્યા સ્ત્રીની જેમ કેઈ વૃક્ષોને ફળ આવતાં જ નથી. વૃક્ષોની કેટલીય જાતિઓમાં નેર-માદાને ભેદ પણ હોય છે. ઇત્યાદિ વૃક્ષોમાં અનેક લક્ષણે મનુષ્યના જેવાં સ્પષ્ટ દેખાય છે. જન્મ, બાલ્યકાળ, યૌવન, વૃદ્ધત્વ, મરણ, લજ્જા, હર્ષ, શાક, રોગ, સંજ્ઞા, શીતાદિ અનુકૂળ-પ્રતિકૂળ સ્પર્શેની અસર, ઈત્યાદિ છવત્વની સિદ્ધિનાં ઘણાં પ્રમાણ વનસ્પતિમાં સ્પષ્ટ હોય છે. આધુનિક વૈજ્ઞાનિક તે પૃથ્વી આદિ પાંચેય એકેન્દ્રિમાં છવ માને છે. છે. એ પાંચ જ્યાં સુધી શસ્ત્રથી હણય નહિ ત્યાં સુધી સજીવ હોય છે. આ શસ્ત્ર ત્રણ પ્રકારનાં કહ્યાં છે, ૧-સ્વકાય, ૨- પરકાય અને ૩-ઉભયકાય. તેમાં કાળી પૃથ્વીને લાલ પૃથ્વી, ખારા પાણીને મીઠું કે ઉષ્ણને ઠંડુ પાણી હણે છે, માટે તેનું તે સ્વકીય શસ્ત્ર છે. પૃથ્વીને પાણું–અગ્નિ-વાયુ વગેરેના, પાણીને અગ્નિ-માટી-વાયુ વગેરેના, અગ્નિને પાણી–પૃથવીવાયુ વગેરેના, વાયુને પૃથ્વી-પાણી-અગ્નિ આદિના, અને વનસ્પતિને પૃથ્વી–જળ–અગ્નિ-વાયુ આદિના બળવાન પ્રત્યાઘાત લાગતાં તે હણાય છે, તે તેઓનું પરકાય શસ્ત્ર છે અને પૃથ્વીને કાદવવાળું પાણી, કે પાણીને ભીની માટી હણે છે તે તેનું (સ્વ–પર ઉભય અંગે હોવાથી) ઉભયકાય શસ્ત્ર કહેવાય છે. છે. મનુષ્યને આહાર જીવાડનાર છતાં પ્રમાણાતીત હોય તો જીવલેણ બને, તેવું એકેન્દ્રિયમાં પણ છે. અગ્નિ વાયુથી જીવે છે, પણ આકરે વાયુ લાગે તે નાશ પામે છે. પાણી, વાયુ, વગેરે પૃથ્વીને ખેરાક છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org