________________
૨૪.
[ દશ વૈકાલિક સંહીળા-એક આશ્રયમાં સ્થિર રહે છે, એમ સુરમદિયા (જ્ઞાનાદિ ગુણોને પ્રાપ્ત-સફળ કરવામાં તત્પર હોય છે. (૧૨)
એ રીતે પરિતા (ક્ષુધા-પિપાસા-શીત-ઉષ્ણાદિ) પરિષહરૂપ શત્રુઓને પરાભવ કરનારા, ધૂમો મહિને (ઉદયને) નિષ્ફળ કરનારા અને જિતેંદ્રિય (અનુકૂળ કે પ્રતિકૂળ વિષયોમાં રાગ-દ્વેષ નહિ કરનારા તે) મહર્ષિએ સવ્વGળા =સર્વદુઃખના ક્ષય માટે ઉમંતિ-પ્રવર્તે છે. (૧૩)
[૧૧ મી ગાથામાં કહેલા ગુણે પરસ્પર અપેક્ષાવાળા હોવાથી એક હોય ત્યાં બીજા પણ હોય જ. એ રીતે મુનિજીવનમાં સાચે એક પણ ગુણ સર્વ ગુણોને પ્રકટ કરે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે સાચો એક ગુણ પણ મુક્તિ આપવા સમર્થ છે, તે યથાર્થ છે. બારમી ગાથામાં ધનના અને લાભ થાય તેમ લેભ વધે એ રીતે સંયમનો અથી જેમ જેમ ગુણે પ્રગટે તેમ તેમ નિર્જરાને વિશેષ પ્રયત્ન કરે છે. જે શીત–ઉણાદિ પ્રસંગો જગતને મુંઝવે છે તેને સામનો કરીને ઉત્તમમુનિ સર્વદુઃખોના મૂળભૂત અનુકૂળતાના રાગને અને પ્રતિકૂળતાના દ્વેષને જય કરે અને પ્રાપ્ત થએલાં જ્ઞાનાદિને એ રીતે સફળ કરે. વસ્તુતઃ જ્ઞાનાદિની પ્રાપ્તિ તેને કહેવાય કે જે જ્ઞાનાદિના બળે કર્મોની નિજર કરી તેને સફળ કરે. “પ્રાપ્ત થયેલા જ્ઞાન પ્રમાણે શક્તિ છતાં વર્તે નહિ, તેને જ્ઞાન પ્રાપ્ત થયું કહેવાય નહિ એ અહીં ગર્ભિત સૂચન છે પછી તેરમી ગાથામાં મુનિના ધ્યેયનું વર્ણન કરવા સાથે અપ્રમત્તતા વર્ણવેલી છે, ધ્યેય વિનાનો ઉદ્યમ કે ઉદ્યમ વિનાનું ધ્યેય નિરર્થક છે, માટે સાધુએ એક કર્મઘાતના ધ્યેયથી અપ્રમત્તપણે જીવવું જોઈએ. ૧૧-૧૨-૧૩)
હવે આવા ચારિત્રનું ફળ શું મળે? તે કહે છે– (૩૦) કુવારું વારિત્તા , દુસારું સદે ય |
के इत्थ देवलोएसु, केइ सिझंति नीरया ॥३-१४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org