________________
[દશ વૈકાલિક [ચારિત્રની નિર્મળ આરાધનાથી બંધાએલું પુણ્ય ભેગવવા છતાં તે મોહનું પિષક બનતું નથી, એ કારણે દેવલોકમાં દૈવી સુખે. ભેગવવા છતાં પુનઃ મનુષ્યભવ પામીને મુક્તિની આરાધના કરીને નિર્વાણ પામે છે. કષ્ટોને સમાધિથી ભોગવતાં બંધાએલા પુણ્યને ભેગવવા છતાં નિરપેક્ષ રહી શકાય છે. દુઃખમાં જે સમાધિ રાખી શકે નહિ, તેને સુખમાં સમાધિ રહે જ નહિ. માટે સુખમાં પણ સમાધિ ટકાવવાની ઈચ્છાવાળાએ પહેલાં કોને સમાધિથી સહન કરવાં જોઈએ. શ્રી જિનશાસનમાં ધર્માનુષ્ઠાને કષ્ટકારક હોવાથી તેના અભ્યાસથી જીવ સુખને પચાવવાની કળા (સમાધિ) પ્રાપ્ત કરી શકે છે અને દુઃખ-સુખ ઉભયમાં સમાધિને સાચવીને તે અવશ્ય મુકિતમાં જાય છે. સુખ-દુઃખનાં નિમિત્ત આવે ત્યારે રાગ-દ્વેષ નહિ કરતાં અનિત્યાદિ ભાવનાઓના બળે અને અંતે આત્માના સહજસ્વભાવબળે તેને ભેગવી લેવાં તેને સમાધિ કહેવાય છે. સાધુજીવનનું સાધ્ય આ સમાધિ જ છે અને તે વ્યવહારસામાયિકાદિના બળે સિદ્ધ કરી શકાય છે, માટે જ મુકિતનું અનંતર કારણું ચારિત્ર કહ્યું છે. જ્ઞાન-દર્શન મુકિતમાં પરંપર કારણ છે. ૧૫]
તૃતીયમ્ અધ્યયન સમાપ્તમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org