Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૬
અઢાર પાપસ્થાનક
ખુલ્લું ન થાય તે માટે મનમાં ગોઠવાતી જાલથી, મનના સંકલ્પ અને વિકલ્પોથી માનસિક થાક, બીજું કંઈ ન સૂઝવું, આવો ખેદ દોષ પણ થાય છે. (૩) અવિશ્વાસ-પરસ્પર વિશ્વાસ-શ્રદ્ધા પ્રેમ ન રહેવો. આવા પ્રકારના ઘણા-ઘણા દોષો મૃષાવાદથી ઉત્પન્ન થાય છે.
- તથા વળી જૂઠું બોલવાથી રોજે-રોજ દોષોનો જ અભ્યાસ થાય છે એટલે કે દોષોની જ વૃદ્ધિ થાય છે. જૂઠું બોલેલું છૂપાવવાના તથા તેના માટે તર્ક જાળ ગોઠવવાના તથા વળી તેને જ સત્ય છે એવું સિદ્ધ કરવાના જ નવા નવા ભાવો હૈયામાં પેદા થાય છે. આ રીતે આ જીવ મોહના દોષોની વૃદ્ધિમાં જ વધતો રહે છે. જીવનમાં દોષના આવેશો ઘટતા નથી. જેમ અપથ્ય ભોજનથી રોગ જાય નહીં પણ વધે, તેમ મૃષાવાદ સેવવાથી જીવનમાં દોષો જાય નહીં પણ તેની વૃદ્ધિ જ થાય. માટે મૃષાવાદ છોડી દેવું જોઈએ / ૨ / રહેવું કાલિક સૂરિ, પરિ જનવચન તે ભૂરિ / આજે હો સહવું રે, નવિ કહવું જૂઠ ભયાદિકે જી
શબ્દાર્થ - કાલિકસૂરિ પરિ - કાલિકાચાર્યની પેઠે, જનવચન - લોકોનાં વચનો, ભૂરિ - ઘણાં, ભયાદિકે - ભય વગેરે કારણોથી. || 3 ||
ગાથાર્થ - ક્રોધાદિના કારણે બોલાતાં ઘણાં લોકવચનો શ્રી કાલિકાચાર્યની પેઠે સહન કરીને રહેલું પણ ભય-સા-દંડ આદિના કારણે પણ જૂઠું ન બોલવું / ૩ /
વિવેચન - સાંસારિક લોકો ક્રોધાવેશમાં આવે ત્યારે, પોતાનો સ્વાર્થ ન સધાય ત્યારે પોતાને નુકસાન થતું હોય ત્યારે અથવા કોઈ પણ જાતની મોહદશાને કારણે ઘણાં ઘણાં હલકાં વચનો પણ બોલે, આવેશવાળાં વચનો પણ બોલે, અપશબ્દો પણ બોલે, અપમાન આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org