Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
રાગ નામના દસમા પાપસ્થાનકની સજ્ઝાય
ભય પામ્યા વિના જીવે છે અને પોતાની ધર્મપ્રતિજ્ઞાઓથી જરા પણ ચલિત થતો નથી.
મોહરાજાની સામે ધર્મરાજાનું બળ મળવાથી અને વિવેક જાગૃત થવાથી આ જીવ મોહરાજાના પરિવારથી જરા પણ ડરતો નથી અને પોતાની પ્રતિજ્ઞામાં બરાબર વર્તે છે. ॥ ૩ ॥
બીજા તો સવિ રાગે વાહ્યા રે,
એકાદશ ગુણઠાણે ઉમાહ્યા રે । રાગે પાડ્યા તે પણ ખૂતા રે,
નરક નિગોદે મહાદુ:ખ જુત્તા રે ॥ ૪ ॥
શબ્દાર્થ - બીજા તો સવિ - બાકીના બીજા તો સર્વે, રામે વાહ્યા - રાગમાં ફસાયેલા છે. એકાદશ ગુણઠાણે - અગ્યાર અગ્યાર ગુણસ્થાનક ઉપર, ઉમાહ્યા - ચઢેલા જીવોને પણ, રાગે પાડ્યા રાગદશાએ પછાડ્યા છે. ખુતા - ડુબેલા છે. નરકનિગોદે નરક અને નિગોદમાં, મહાદુ:ખજુત્તા - ઘણા ઘણા દુઃખથી યુક્ત. ॥ ૪ ॥ ગાથાર્થ - બીજા તો સંસારી સઘળા જીવો રાગમાં ફસાયા છે પરંતુ અગ્યાર અગ્યાર ગુણસ્થાનક ઉપર ચઢેલા જીવોને પણ આ રાગદશાએ પછાડ્યા છે અને મહાદુઃખથી યુક્ત થયા છતા નરક અને નિગોદમાં ખુંચેલા (ડુબેલા) છે. ॥ ૪ ॥
૧૧૭
Jain Education International
-
વિવેચન - જે જીવો સત્શાસ્ત્રોના અભ્યાસને વશ છે, અપ્રમાદ દશાવાળા છે, તત્ત્વજ્ઞાનમાં લયલીન છે, પરિપક્વપણે જેઓએ ભેદજ્ઞાન મેળવ્યું છે, તે વિનાના બાકીના સર્વે જીવો રાગમાં ફસાયેલા છે. કારણ કે આ સંસાર રાગ અને દ્વેષથી ભરેલો છે. શુદ્ધ આત્મતત્ત્વની પિછાણ બહુ જ અલ્પ જીવોને જ થાય છે. પરદ્રવ્યને મોહથી પોતાનું માની તેના ઉપર રાગાન્ધ થનારા લગભગ સઘળા જીવો છે. કોઈ
For Private & Personal Use Only
www.jainelibrary.org