Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પર-પરિવાદ નામના સોળમા પાપસ્થાનકની સઝાય
૧૯૩ છે તેઓ) તેમની નિંદા કરતા હોય છે. આ રીતે અન્યના દોષો જોવાવાળી દૃષ્ટિ જ્યારે આ જીવમાં આવે છે ત્યારે તે નિંદા કરવા તરફ પ્રેરાય છે. અને ગુણો જોવાવાળી દૃષ્ટિ જ્યારે આ જીવમાં આવે છે ત્યારે તે પ્રશંસા કરવા તરફ પ્રેરાય છે. આવા પ્રકારનું આ જગત છે. વાસ્તવિકપણે તો આખું આ જગત ગુણ-દોષ એમ બન્નેથી ભરેલું છે.
જેમ ગળામાં પહેરવા માટે કરાતું “માદળીયું” ઉપર-ઉપરથી સોના-રૂપાનું હોય છે. પરંતુ તે માદળીયાની અંદર લાખ જેવી બીનકિંમતી ચીજ પણ હોય છે અને સોના-રૂપા જેવી કિંમતી ચીજ પણ હોય છે. તેવી રીતે જગતના તમામ જીવોમાં યથોચિત ગુણો પણ હોય છે. અને યથાયોગ્ય દોષો પણ હોય છે. આ રીતે ગુણદોષોના માદળીયાથી આખું આ જગત મઢેલું છે. સર્વથા એકલા ગુણમાત્રવાળા તો વીતરાગ પ્રભુ જ છે.
તેથી હે જીવ ! તું જેવી નજર રાખીશ, તેવો તને તે પદાર્થ દેખાશે. તું તારી નજર ગુણગ્રાહિણી બનાવ, દોષગ્રાહિણી ન બનાવ. તેથી નિંદા કરવાનો પરિણામ ચાલ્યો જશે અને તું પાપોના બંધથી બચી જઈશ.
જે મહાત્મા પુરુષો પોતાના આત્માના ગુણોના આનંદ-મસ્તી, રૂપ સુખ માણવારૂપી સોનાના કંચોળાઓ વડે બીજાના પણ ગુણો જ ગ્રહણ કરે છે. એટલું જ નહીં પરંતુ નિંદક (હલકા) પુરુષોમાં પણ જે દોષો છે. તેને છોડી દઈને તેઓમાં પણ ગુણોની જે પરિમલ છે. અર્થાત્ ગુણો છે. તેને જ ગ્રહણ કરે છે. ગુણોના આનંદથી ટેવાયેલા મહાત્માઓ જ્યાં ત્યાં ગુણો જ જોવારૂપી સોનાના કંચોળા વડે હલકા માણસોના પણ ગુણોનું જ પાન કરે છે. તેવા પરના ઘણા ગુણોને જ ગ્રહણ કરનારા પુરુષો આ સંસારમાં કોઈ કોઈ જ છે. અર્થાત્ વિરલ માત્ર જ છે. હે જીવ! પરના ગુણગ્રાહી થવું પરંતુ પરના દોષગ્રાહી ન થવું. ગુણગ્રાહી જો થશો તો ગુણી મહાત્માઓ
જ
છે ગુણોની જે
ન જ ગ્રહણ કરે
મહાત્માઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org