Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
Catalog link: https://jainqq.org/explore/005112/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પાપી થાનકની લીશ્રી વિવેચક ધીરજલાલ ડાહ્યાલાલા મહેતા Page #2 -------------------------------------------------------------------------- ________________ નમોત્થણે સમણસ્સ ભગવઓ મહાવીરસ્ટ ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ-મહામહોપાધ્યાય પરમ પૂજ્ય શ્રી યશોવિજયજી મ.સા. વિરચિત પરિસ્થાન ઝાય : વિવેચક : ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા : પ્રકાશક શ્રી જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ ૭૦૨, રામસા ટાવર્સ, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૩૯૫૦૦૯. (India) ફોન : ૨૭૮૮૯૪૩ www iainelibrareorg Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક શ્રી જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ ૭૦૨, રામસા ટાવર, ગંગાજમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૩૯૫૦૦૯. Guj. (INDIA). ફોનઃ (૦૨૬૧) ૨૭૮૮૯૪૩ પ્રાપ્તિસ્થાનો ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા એ-૬૦૨, પાર્થદર્શન કોપ્લેક્ષ, નવયુગ કોલેજ સામે, ન્યુ રાંદેર રોડ, સુરત-૩૯૫૦૦૯ Guj. (INDIA). ફોન : (૦૨૬૧) ૨૭૮૮૯૪૩ તોના (ટીન (હું) શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા સ્ટેશન રોડ, રંગ મહોલના નાકે, મહેસાણા. (ઉત્તર ગુજરાત) સેવંતીલાલ વી. જૈન ૨૦, મહાજન ગલી, ઝવેરી બજાર, મુંબઈ-૪૦૦ ૦૦૨. ફોન (૦૨૨) ૨૨૪૧૨૪૪૫ સોમચંદ ડી. શાહ સુઘોષા કાર્યાલય, જીવનનિવાસ સામે, પાલીતાણા-૩૬૪૨૭૦. (મો) : ૯૮૨૫૮૮૧૧૧૨. સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના, રતનપોળ, અમદાવાદ-૧. ફોન (૦૭૯) ૨૫૩૫૬૬૯૨ જૈન પ્રકાશન મંદિર દોશીવાડાની પોળ, અમદાવાદ-૧. ફોન (૦૭૯) ૨૫૩૫૬૮૦૬ વિક્રમ સંવત - ૨૦૬૨ કિંમત રૂા. ૭૫/ | વીર સંવત - ૨૫૩૨ ઈસ્વીસન - ૨૦૦૬ પ્રથમ આવૃત્તિ Education International મુદ્રક - ભરત ગ્રાફિક્સ, ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧. ફોન (૦૭૯) ૨૨૧૩૪૧૭૬, ૨૨૧૨૪૭૨૩, (મો.) ૯૯૨૫૦૨૦૧૦૬ vate Personal use www.jainelibrar arg Page #4 -------------------------------------------------------------------------- ________________ અમારા લખાયેલા પ્રકાશિત થયેલાં પુસ્તકો ૧. યોગવિંશિકા:- ઉપાધ્યાયજી કૃત ટીકાના અનુવાદ સાથે. ગુજરાતી વિવેચન. ૨. યોગશતક - સ્વોપલ્લટીકા તથા ટીકાના અનુવાદ સાથે ગુજરાતી વિવેચન. ૩. શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્ત - નવકારથી સામાઇયવયજુરો સુધીના સૂત્રો ઉપર વિવેચન. નવતત્ત્વ, ચૌદ ગુણસ્થાનકો, કર્મના ૧૫૮ ભેદો, સાત નયો, સપ્તભંગી અને કાલાદિ પાંચ સમવાયી કારણો ઉપર સરળ ગુજરાતી વિવેચન. ૪. શ્રી જેન તત્ત્વ પ્રકાશ :- દેવસી-રાઇઅ પ્રતિક્રમણનાં સૂત્રો ઉપર સરળ ગુજરાતી વિવેચન. ૫. જેન ધાર્મિક પારિભાષિક શબ્દકોષ - જૈન શાસ્ત્રોમાં વારંવાર વપરાતા પારિભાષિક ધાર્મિક શબ્દોના અર્થો, ધાર્મિક શબ્દકોશ. ૬. જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માલા - પ્રૌઢ સ્ત્રી-પુરુષોને ઉપયોગી ચારસો પ્રશ્ન ઉત્તરોનો સુંદર સંગ્રહ. ૭. પ્રથમ કર્મગ્રન્થ (કર્મવિપાક):- સરળ ગુજરાતી વિવેચન. ૮. દ્વિતીય કર્મગ્રન્થ (કર્મસ્તવ)-સરળ ગુજરાતી વિવેચન. ૯. તૃતીય કર્મગ્રન્થ (બંધરવામિત્વ)-સરળ ગુજરાતી વિવેચન. ૧૦. ચતુર્થ કર્મગ્રન્થ (ષડશીતિ) -સરળ ગુજરાતી વિવેચન. ૧૧. પંચમ કર્મગ્રન્થ (શતક):- પૂજ્યપાદ આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા. કૃત સો ગાથાના શતક નામના પાંચમા કર્મગ્રન્થનું ગાથા-ગાથાર્થ-શબ્દાર્થ-સંસ્કૃત છાયા સાથે ગુજરાતી સરળ વિવેચન. ૧૨. છઠ્ઠો કર્મગ્રન્થ (સપ્તતિકા) - છઠ્ઠા કર્મગ્રન્થનું ગાથા-ગાથાર્થ-શબ્દાર્થ-સંસ્કૃત છાયા સાથે ગુજરાતી સરળ વિવેચન. ૧૩. પૂજા સંગ્રહ સાર્થઃ- પંચકલ્યાણક, અંતરાયકર્મ નિવારણ, પિસ્તાલીસ આગમની પૂજા આદિ પૂજાઓ સુંદર ભાવવાહી અર્થ સાથે. ૧૪. નાગપૂજા સાથે -પૂ.વીરવિજયજી કૃત સ્નાત્રપૂજા અર્થ સાથે. ૧૫. સખ્યત્વના સડસઠ બોલની સક્ઝાય - ઘણી જ રોચક કથાઓ સાથે તથા સમ્યક્ત સપ્તતિકાની ગાથાઓ સાથે સડસઠ ગુણોનું વર્ણન. ૧૬. નવસ્મરણ:- મૂળ ગાથાઓ, ગુજરાતીમાં ગાથાઓના સરળ અર્થ, ઇંગ્લીશમાં મૂળ ગાથાઓ અને ઇંગ્લીશમાં તે ગાથાઓના અર્થ. ૧૭. રત્નાકરાવતારિકા (ભાગ-૧) : પ્રમાણનયતત્તાલોક ઉપરની પૂ. રત્નપ્રભાચાર્ય રચિત ટીકા તથા ટીકાનો ગુજરાતી અર્થ. (પરિચ્છેદ ૧-૨) Main Education International Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૮. રત્નાકરાવતારિકા (ભાગ-૨) : પૂ. વાદિદેવસૂરિજી રચિત પ્રમાણનયતત્ત્વાલોક ઉપરની પૂ. રત્નપ્રભાચાર્ય રચિત ટીકા તથા તે ટીકાનો ગુજરાતીમાં અર્થ. (પરિચ્છેદ ૩-૪-૫) Chess ૧૯. રત્નાકરાવતારિકા (ભાગ-૩) :- પરિચ્છેદ ૬-૭-૮. પૂ. રત્નપ્રભાચાર્ય મ.સા. રચિત ટીકા તથા તેનું સરળ ગુજરાતી વિવેચન. ૨૦. આઠ દૃષ્ટિની સજ્ઝાય ઃ- પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સા. કૃત આઠ દૃષ્ટિની સજ્ઝાયના સરળ ગુજરાતી અર્થો. ૨૧. યોગદૃષ્ટિ સમુચ્ચય :- પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કૃત સ્વોપજ્ઞ ટીકા સાથે ટીકાનું અતિશય સરળ ગુજરાતી વિવેચન. ૨૨. તત્ત્વાર્થાધિગમ સૂત્રઃ- સૂત્રોનું સરળ, રોચક તથા સંક્ષિપ્ત વિવેચન. ૨૩. શ્રી વાસ્તુપૂજા સાર્થ :- પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી કૃત વાસ્તુપૂજાનું સુંદર-સરળ તથા જૈન વિધિ સહ ગુજરાતી ભાષાંતર. ૨૪. શ્રી સમ્યક્ત્વ મૂલ બારવ્રત ઃ- વિવેચન સહ. ૨૫. સવાસો ગાથાનું સ્તવન :- પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મ.સા. કૃત, શ્રી સીમંધરસ્વામી પરમાત્માને વિનંતિ કરવારૂપે નિશ્ચયનય અને વ્યવહારનય ગર્ભિત સવાસો ગાથાનું સ્તવન ગુજરાતી અર્થ વિવેચન સાથે. ૨૬. દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ :- પૂ. ઉ. શ્રી યશોવિજયજી મ. શ્રી કૃત ગુજરાતી ટબા સાથે તથા ટબાની તમામ પંક્તિઓના વિવેચન યુક્ત અર્થ સાથે. ભાગ-૧-૨. ૨૭. અઢાર પાપસ્થાનકની સજ્ઝાય ઃ- અર્થ-વિવેચન સાથે. ભાવિમાં લખવાની ભાવના ૨૮. અમૃતવેલની સજ્ઝાયના અર્થ, ૨૯. સમ્મતિ પ્રકરણ :- પૂજ્ય આ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી કૃત સમ્મતિ પ્રકરણનું પાઠ્ય પુસ્તકરૂપે ગુજરાતી વિવેચન. ૩૦. જ્ઞાનસાર અષ્ટક :- દ્રવ્યાનુયોગના પ્રખરાભ્યાસી શ્રી દેવચંદ્રજી મ. કૃત ટીકા તથા ટીકાના વિવેચન સાથે સરળ ગુજરાતી જ્ઞાનસારાષ્ટકનું વિવેચન. ૩૧. જૈનદર્શનનો સંક્ષિપ્ત પરિચય : For Private & Persલિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા www.lai library.org Page #6 -------------------------------------------------------------------------- ________________ { પ્રસ્તાવના સંસારવર્તી સર્વે જીવો અનાદિ કાળથી મિથ્યાત્વ અવિરતિ કષાય આદિ દુષિત ભાવોથી નિરંતર કર્મ બાંધે છે. તેના કારણે ભવોભવમાં જન્મમરણની પરંપરામાં રખડે છે. અને અનંત દુ:ખો પામે છે. પાપકાર્ય આચરવાં તે પાપબંધનું કારણ છે. અને દુ:ખોની પ્રાપ્તિ એ પાપોનું ફળ છે. આ વાત સમજીને જીવનમાં દુઃખો ન આવે તે માટે પાપોનું આચરણ ત્યજી દેવું જોઈએ. કેવાં કેવા પાપો આચરનારા જીવો કેવા કેવાં દુઃખો પામ્યા? તે વાત સમજાવવા માટે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીએ ૧૮ પાપસ્થાનકોની વર્ણનને સમજાવતી સુંદર સઝાય બનાવી છે. તેની ૧૮ ઢાળો છે. (૧) પ્રાણાતિપાત - બીજા જીવના પ્રાણોનો નાશ કરવો, હત્યા કરવી, કોઈનું મન દુભાવવું, માનસિક પીડા ઉપજાવવી, વ્યંગ વચનો બોલી દુઃખ આપવાં, કાયાથી માર મારવો, મારામારી કરવી ઈત્યાદિ. (૨) મૃષાવાદ - જુઠું બોલવું, ખોટું બોલી વાત છુપાવવી, અસત્ય ભાષણ કરવું. (૩) અદત્તાદાન - કોઈની પણ માલિકીની વસ્તુ તે માલિકના આપ્યા વિના લેવી, લેવાની બુદ્ધિ પણ કરવી. (૪) મૈથુન - સંસારક્રીડા કરવી, સંભોગ કરવો, સ્ત્રી-પુરુષની સંસાર ક્રિયા. (૫) પરિગ્રહ - મમતા-મૂછ, આસક્તિ-ઈચ્છા તે ભાવપરિગ્રહ. અને ધન-ધાન્યાદિનો સંગ્રહ કરવો તે નવવિધ દ્રવ્યપરિગ્રહ. (૬) ક્રોધ - આવેશ-ગુસ્સો-તપી જવું. (૭) માન - અહંકાર, અભિમાન, મોટાઈ. (૮) માયા - કપટ, છેતરપિંડી, હૈયામાં જુદા ભાવ અને હોઠમાં જુદા ભાવ, બનાવટ. (૯) લોભ - આસક્તિ, મમતા, મૂછ, મારાપણું. (૧૦)રાગ - પ્રેમ, સ્નેહ, લાગણીવાળાપણું. (૧૧)ષ - દાઝ, અદેખાઈ, અણગમો, નાખુશીભાવ. (૧૨)કલેશ - ઝઘડો, કડવાશ, બોલાચાલી. (૧૩)અભ્યાખ્યાન - ખોટું કોઈના ઉપર આળ દેવું, કલંક ચઢાવવું, કોઈનો પણ જુઠો પ્રચાર કરવો. Page #7 -------------------------------------------------------------------------- ________________ (૧૪)પૈશુન્ય - ચાડી ખાવી (૧૫)તિ-અતિ - હૃદયમાં રહેલી પ્રીતિ-અપ્રીતિ, ગમો-અણગમો, ખુશી નાખુશી ભાવ. (૧૬)પરપરિવાદ - પારકાની નિંદા કરવી, હલકાઈ ગાવી, બીજાને દોષિત ચીતરવો, કોઈનું પણ બુરું બોલવું. (૧૭)માયા-મૃષાવાદ - માયા-કપટ રાખીને, તે પૂર્વક જુઠું બોલવું. (૧૮)મિથ્યાત્વશલ્ય - અવળી બુદ્ધિ, ઉંધી દષ્ટિ, સારાં તત્ત્વોને ખોટાં તત્ત્વો માનવાં, અને ખોટાં તત્ત્વોને સારા તત્ત્વો માનવાં. ઉપર મુજબ કુલ ૧૮ પાપસ્થાનક છે. સવાર-સાંજના પ્રતિક્રમણમાં દરરોજ બોલાય છે. આ અઢારે પાપસ્થાનક ત્યજવા જેવાં છે. તેથી તેને બરાબર ઓળખવાં જોઈએ. જો ઓળખીએ, જાણીએ તો જ છોડી શકાય. માટે જ ઉપાધ્યાયજી મહારાજશ્રીએ આ ૧૮ સજ્ઝાયો બનાવી છે. તેના વિશેષ અર્થો આપણને બરાબર સમજાય તેટલા માટે જ અમે આ વિવેચન સરળ ગુજરાતી ભાષામાં તૈયાર કરેલ છે. આ વિવેચન ચિંતન-મનન કરવા જેવું છે. વારંવાર અભ્યાસથી આ પાપસ્થાનકોને દૂર કરી શકાય છે. આ સજ્ઝાયમાં કેટલાંક શબ્દો અને વાક્યો અટપટીયા છે. જલ્દી અર્થો ન બેસે તેવા પણ છે. યથાશક્તિ અમે અર્થો ખોલ્યા છે. તથા ઘણા ઘણા સ્થાનોએ અર્થો ખોલવામાં પ.પૂ. આ. મ. શ્રી કુલચંદ્રસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આ. મ. શ્રી યશોવિજયસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આ. મ. શ્રી મુનિચન્દ્રસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આ. મ. શ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. આ. મ. શ્રી શીલચંદ્રસૂરીશ્વરજી મ.સા. અને પ.પૂ. આ. મ. સા. શ્રી જયસુંદરસૂરીશ્વરજી મ.સા. આદિ મહાત્મા પુરુષોએ સાથ-સહકાર આપ્યો છે. તથા પરિશ્રમ લીધો છે તે બદલ ઉપરોક્ત સર્વે ગુરુભગવતોનો હું ઘણો જ આભાર અને ઉપકાર માનું છું. ઉત્તમ-મુમુક્ષુ આત્માઓ આ સજ્ઝાય તથા તેના અર્થો ભણીને આત્મકલ્યાણ સાધે એ જ આશા. લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ફોન : (૦૨૬૧) ૨૭૮૮૯૪૩ ઠેકાણું - એ-૬૦૨, પાર્શ્વદર્શન કોમ્પ્લેક્ષ, કોલેજ સામે, ન્યુ રાંદેર રોડ, નવયુગ Educatસુરત-૩૯૫૦૦૯, (India)or Private & Personal Use U1 wearelibrary.org Page #8 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથના પ્રકાશનમાં નીચેના ભાઈ-બહેનો અને સંસ્થા તરફથી યથાયોગ્ય આર્થિક સહકાર મળેલ છે. તેમાંથી પૂજ્ય સાધુ-સાધ્વીજી મ. સાહેબોને યથાયોગ્ય આ પુસ્તક ભેટ અપાશે - - - - (૧) સ્વ.માતુશ્રી વિમળાબેન હરિલાલના સ્મરણાર્થે શ્રી અશોકભાઈ-રેખાબેન, એડીશન,યુ.એસ.એ. (૨) અનીલાબેન મહેન્દ્રભાઈ મહેતા, એડીશન, યુ.એસ.એ. (૩) વિનોદભાઈ રસિલાબેન,ચેરિખિલ્લયુ.એસ.એ. (૪) ધનાબેન,ચેરિહિલ,યુ.એસ.એ. (૫) લીલાબેન તથા ડો.ચંદ્રકાન્તભાઈ ચીમનલાલભાઈ, એલંટાઉન,યુ.એસ.એ. કીરીટભાઈ-જયશ્રીબેન, રાલે, નોર્થ કેરેલા, થયો યુ.એસ.એ. ઉપરોક્ત મહાનુભાવો તરફથી આ પુસ્તકના પ્રકાશનમાં મળેલા સહકાર બદલ આભાર માનું છું. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા Jait Education international For Ravate Personal use only winelibrary.org Page #9 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા વિષય પ્રાણાતિપાત - પહેલું પાપસ્થાનક મૃષાવાદ - બીજું પાપસ્થાનક. ૧. ૨. ૩. અદત્તાદાન - ત્રીજું પાપસ્થાનક ૪. મૈથુન - ચોથું પાપસ્થાનક...... ૫. પરિગ્રહ - પાંચમું પાપસ્થાનક. ૮. ૬. ક્રોધ - છઠ્ઠું પાપસ્થાનક ૭. ........ માન - સાતમું પાપસ્થાનક.. માયા - આઠમું પાપસ્થાનક લોભ - નવમું પાપસ્થાનક........... ૯. ૧૦. રાગ - દસમું પાપસ્થાનક ૧૧. દ્વેષ - અગિયારમું પાપસ્થાનક ૧૨. કલહ - બારમું પાપસ્થાનક ૧૩. અભ્યાખ્યાન - તેરમું ૧૪. પૈશુન્ય - ચૌદમું પાપસ્થાનક પાના નંબર .૧ થી ૧૩ .૧૪થી ૨૪ .........૨૫ થી ૩૪ .૩૫ થી ૫૧ .૫૨ થી ૭૦ .............૭૧ થી ૭૯ ............૮૦ થી ૯૦ ...........૯૧ થી ૧૦૦ ....૧૦૧ થી ૧૧૧ .................૧૨ થી ૧૩૧ .૧૩૨ થી ૧૪૨ ........... .૧૪૩થી ૧૫૪ પાપસ્થા..........................૫૫ થી ૧૬૨ .............. ૧૬૩ થી ૧૭૦ ૧૫. રિત-અતિ-પંદરમું પાપસ્થા..........................૭૦૧ થી ૧૮૨ ૧૬. પર-પરિવાદ - સોળમું પાપસ્થાનક. ૧૮૩થી ૧૯૫ ..૧૯૬ થી ૨૦૮ .૨૦૯થી ૨૩૨ ૧૭. માયા મૃષાવાદ - સત્તરમું પાપસ્થાનક.. ૧૮. મિથ્યાત્વશલ્ય - અઢારમું પાપસ્થાન............... www.celibrary.org Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ન્યાયાચાર્ય ન્યાયવિશારદ મહામહોપાધ્યાય પરમ પૂજ્ય શ્રી યશોવિજયજી ગણિ વિરચિત અઢાર પાપસ્થાનકની સઝાય અનાદિ કાલીન મોહરાજા દ્વારા કરાયેલી મલીનતાના કારણે સંસારી સર્વે જીવો હિંસા-જુઠ-ચોરી વગેરે જુદા જુદા પ્રકારનાં અનેક પાપસ્થાનો સેવે છે. “જેનાથી આત્માને પાપો(પાપકર્મો) લાગે તેવાં સ્થાનો (કાર્યો) તેને પાપસ્થાનક કહેવાય છે.” આવાં પાપ સ્થાનકો અસંખ્ય પ્રકારનાં હોય છે. જ્ઞાની મહર્ષિ પુરુષોએ તે સર્વે પાપસ્થાનકોનો ૧૮માં સમાવેશ કર્યો છે. આ અઢારે પાપસ્થાનકો હેય છે. છોડવા જેવાં છે. વર્તમાન જીવનને બરબાદ કરનારાં છે અને ભાવિમાં પણ નરક-નિગોદની અવસ્થાનાં સર્જક છે. તેથી બરાબર ઓળખીને-જાણીને જીવનમાંથી દૂર કરવા જેવાં છે. સાપ કરડે તો મરી જઈએ એમ ખબર છે એટલે સાપ પાસે કોઈ જતું નથી. સિંહ હિંસક છે એમ ખબર છે એટલે કોઈ સિંહ પાસે જતું નથી. એમ અઢાર પાપસ્થાનક આત્માના શુદ્ધસ્વરૂપના ઘાતક છે. મારક છે. આમ જો ખબર હોય તો કોઈ આત્માર્થી જીવ તેની પાસે જાય નહીં તે માટે છોડવા લાયક વસ્તુને પણ સર્પાદિની જેમ બરાબર જાણી લેવી જોઈએ. જેમ સારા સંસ્કારો અને ગુણો લાવવા માટે સારી સોબત કરવા સારૂં સજ્જનને ઓળખીએ, તેમ દુર્ગુણો ન આવી જાય, કોઈની Page #11 -------------------------------------------------------------------------- ________________ ૨ માયાજાળમાં ન ફસાઈ જઈએ, આપણું કમાયેલું ધન વગેરે લુંટાઈ ન જાય તે માટે હેય એવા દુર્જનોને પણ બરાબર જાણવા જોઈએ તથા ઉપકારી તત્ત્વોને જેમ ઓળખીએ-જાણીએ, તેમ અપકારી (આત્મતત્ત્વને નુકસાન કરનારાં) એવાં પાપસ્થાનકોને પણ બરાબર હેયભાવે ઓળખી લેવાં જોઈએ. જાણી લેવાં જોઈએ. તે માટે પાપસ્થાનકોથી બચવા સારૂં આ સજ્ઝાયના અર્થો લખાય છે. જે ઘણું મનન-ચિંતન કરવા જેવા છે. તેનાથી આત્મતત્ત્વ નિર્મળ થાય છે. અશુદ્ધિ દૂર થાય છે અને આત્મહિત સાધી શકાય છે. હિંસા નામના પ્રથમ પાપસ્થાનકની સજ્ઝાય પાપસ્થાનક પહિલું કહ્યું રે, હિંસા નામે દુરંત । મારે જે જગ જીવને રે, તે લહે મરણ અનંત રે ॥૧॥ શબ્દાર્થ - પહિલું - પ્રથમ, દુરંત - દુઃખે કાઢી શકાય તેવું, મારે - હણે, ઘાત કરે, જગજીવને જગતના જીવોને, તે લહે તે પામશે. II ૧ || ૧. પ્રાણાતિપાત-હિંસા કરવી ૨. મૃષાવાદ-જુઠું બોલવું ૩. અદત્તાદાન-ચોરી કરવી ૪. મૈથુન-સંસારસેવન કરવું ૫. પરિગ્રહ-મમતા-મૂર્છા ૬. ક્રોધ-આવેશ-ગુસ્સો - ગાથાર્થ - જીવનમાંથી દુઃખે દૂર કરાય એવું હિંસા નામનું પહેલું પાપસ્થાનક શાસ્ત્રોમાં કહ્યું છે. જગતના જીવોને જે મારશે (હણશે) તે પોતે અનંત મરણને પામશે. || ૧ || વિવેચન - સંક્ષેપમાં પાપનાં સ્થાનક ૧૮ છે તે આ પ્રમાણે ૧૦. રાગ-પ્રેમ કરવો ૧૧. દ્વેષ-ઇર્ષ્યા-અદેખાઈ-નાખુશીભાવ ૧૨. કલહ-કજીયો કરવો ૧૩. અભ્યાખ્યાન-ખોટું આળ દેવું ૧૪. પૈશુન્ય-ચાડી ખાવી ૧૫. રતિ-અરતિ-પ્રીતિ-અપ્રીતિના ભાવ અઢાર પાપસ્થાનકે - Page #12 -------------------------------------------------------------------------- ________________ હિંસા નામના પ્રથમ પાપસ્થાનકની સજ્ઝાય ૭. માન-અહંકાર-મોટાઈ ૮. માયા-છળ-કપટ ૯. લોભ-આસક્તિ ૧૬, પરપરિવાદ-પારકાની નિંદા કરવી ૧૭. માયામૃષાવાદ-કપટપૂર્વક જીઠુંબોલવું ૧૮. મિથ્યાત્વશલ્ય-મિથ્યાબુદ્ધિ રાખવી આ અઢાર પાપસ્થાનક છે. તેમાં સૌથી પ્રથમ હિંસા નામનું પાપસ્થાનક છે. તેને પ્રાણાતિપાત પણ કહેવાય છે પ્રાણોનો અતિપાતનાશ કરવો તે પ્રાણાતિપાત, હિંસા નામનું આ પાપ સ્થાનક દુરંત છે. ભયંકર છે અર્થાત્ જીવનમાંથી કાઢવું ઘણું દુષ્કર છે. જગતમાં સ્વતંત્રપણે હરતાં-ફરતાં જીવોને જે મારે છે, હણે છે, ઘાત કરે છે. તે જીવો પોતે અનંતવાર મરણ પામે છે જે બીજાને મારે છે તે પોતે અનંતી વાર મરણ (જન્મ-મરણની જંજાળ) પામે છે. અનંત ભવ રખડે છે. આ સંસારમાં આપણને જેમ આપણો જીવ વહાલો છે. તેમ સૌ કોઈને પોતાનો જીવ વ્હાલો છે તો પરના પ્રાણો કેમ છીનવી લેવાય ? જેમ દરેકને પોતપોતાનું ધન ઘણું વ્હાલું છે. જીવનની જરૂરિયાતરૂપ છે. આજીવિકાના સાધન સ્વરૂપ છે. તેથી કોઈનું પણ ધન છીનવી લઈએ પડાવી લઈએ તો તે જીવને ઘણું-ઘણું દુ:ખ થાય છે તેવી જ રીતે શરીર-ઈન્દ્રિયો શ્વાસોશ્વાસ ઈત્યાદિરૂપ પોતાનું જે જીવન છે તે ધનથી પણ ઘણું વ્હાલું છે તો કોઈનું પણ જીવન કેમ છીનવી લેવાય ? ધન તો આત્માથી ભિન્ન દ્રવ્ય છે પરિવાર પણ ભિન્ન દ્રવ્ય છે. છતાં જો કોઈ ધન લૂંટી જાય અથવા પરિવારનું અપહરણ કરે તો પારાવાર દુઃખ થાય છે તો આયુષ્ય આદિ પ્રાણો તો આત્માની સાથે ઓતપ્રોત દ્રવ્ય છે. તે કોઈના પણ કેમ છીનવી લેવાય ? પ્રાણોની સાથે તો દરેકનો આત્મા એકમેક થયેલો છે. ભિન્નને લેવામાં જો તે જીવને દુઃખ થાય છે તો અભિન્નને લેવામાં તો જીવને ઘણું જ ઘણું દુ:ખ થાય છે. માટે કોઈ પણ જીવની હિંસા ન કરવી Page #13 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક જોઈએ. કોઈ પણ ધર્મોમાં હિંસા આચરવાની કહી નથી. પરંતુ તજવાની જ કહી છે. આવા પ્રકારના ઉત્તમભાવો વાળી જિનેશ્વર પરમાત્માની વાણી હે પ્રાણીઓ ! તમે હૈયામાં ધારણ કરો. // ૧ / માતપિતાને અનંતનાં રે, પામે વિયોગ તે મંદ | દારિદ્રય દોહગ નવિ ટલે રે, મિલે ન વલ્લભવૃંદ રે. પ્રાણી ! જિનવાણી ધરો ચિત્ત. |ર || શબ્દાર્થ - તે મંદ - પાપના ઉદયવાળો હોવાથી મંદબુદ્ધિવાળો એવો તે, દારિદ્રય - નિર્ધનદશા, દોહગ - દૌર્ભાગ્ય દશા, વલ્લભવૃંદ - વ્હાલા પરિવારાદિનો સમૂહ. I ૨ || ગાથાર્થ - હિંસા કરનારો મંદબુદ્ધિવાળો તે જીવ પોતાનાં માતા-પિતાદિ સ્વજનપાત્રોનો અનંતવાર વિયોગ પામે છે. ભવોભવમાં નિર્ધનદશા અને દૌભાંગ્યદશા પામે છે. તથા પોતાનાં હાલાં પની આદિ પાત્રોનો સમૂહ પ્રાપ્ત ન થાય તેવી દશા પામે છે / ૨ / વિવેચન - હિંસા કેવી બૂરી ચીજ છે તે ઉપર સમજાવે છે કે હિંસામાં લયલીન રહેનારા જીવો એટલે કે તજવાલાયક પાપને જ આદરવા લાયક માનીને અવળી બુદ્ધિવાળા બન્યા છે એટલે જ મંદ છે અર્થાત્ પાપકારિણી મતિવાળા છે. તે જીવો હિંસા કરીને એવાં એવાં પાપકર્મો બાંધે છે કે જ્યારે જ્યારે તે પાપકર્મોનો ઉદય થાય છે ત્યારે ભવોભવમાં બાલ્યવયથી જ માતાનો વિયોગ, પિતાનો વિયોગ વગેરે કુટુંબીઓનો વિયોગ પામે છે. એકવાર નહીં, બે વાર નહીં પણ અનંતીવાર વિયોગ પામે છે. જો આપણે કોઈ જીવની હિંસા કરીને તે જીવને તેના પરિવારથી છુટો પાડીએ તો ભવાન્તરોમાં આપણો આત્મા પણ આપણા પરિવારથી વિયોગ પામે જ છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ હિંસા નામના પ્રથમ પાપસ્થાનકની સજઝાય તથા વળી બાંધેલા આ પાપથી નિર્ધનદશા અને દૌર્ભાગ્યદશા આ જીવ પામે છે. જ્યાં ત્યાં ભીખ માગવા છતાં પણ પેટ ન ભરાય એવી બુરી દશા પામે છે અને જ્યાં જાય ત્યાં તિરસ્કાર પામે છે. કોઈ પણ જીવો ચાહના ન કરે તેવી ભયંકર દુર્દશા આ જીવ પામે છે. વળી આવા પાપનાં કાર્યથી ભવાન્તરમાં પોતાને પત્ની પુત્રાદિક પોતાના વ્હાલા પરિવારની પણ અપ્રાપ્તિ થાય છે. કોઈ સાંસારિક વ્યવહાર કરે નહીં, છોકરા-છોકરી આપે કે નહીં. પરિવાર થાય નહીં. હિંસાજન્ય પાપ આ જીવને આવાં ઘણાં દુઃખો આપનાર બને છે. ૨ | હોએ વિપાકે દશગણું રે, એકવાર કિયું કર્મ | શત સહસ્ત્ર કોડિ ગમે રે, તીવ્ર ભાવના મર્મ રે / ૩ /. પ્રાણી ! જિનવાણી ધરો ચિત્ત શબ્દાર્થ - હોએ - હોય, વિપાકે - ફળ આપવામાં, કિયું કર્મ - કરેલું કર્મ, શત - સો ગણું, સહસ્ત્ર - હજારગણું, કોડિ ગમે - ક્રોડગણું, તીવ્ર ભાવના - તીવ્રભાવે રાચી માચીને બાંધેલા પાપોના ભાવોનાં, મર્મ - રહસ્ય. | 3 | ગાથા - એકવાર કરેલું પાપકર્મ ફળ આપવામાં દશગણું થાય છે અને તીવ્રભાવથી કરેલા કર્મનું રહસ્ય (ફળ) એવું છે કે જે સોગણું-હજારગણું અને ક્રોડગણું પણ ફળ આપનાર બને છે / ૩ વિવેચન - જેમ ખેતરોમાં વાવેલા ધાન્યમાં એક એક દાણા અનેકગણા દાણાને આપનારા બને છે. તેવી રીતે હિંસા આદિથી કરેલાં આ પાપો ભવાન્તરમાં દસ ગણા ફળને આપનારાં બને છે. અને તેમાં પણ જો તીવ્રભાવે, તીવ્રતરભાવે અને તીવ્રતમભાવે પાપકર્મ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૬ અઢાર પાપસ્થાનક કર્યા હોય તો ૧૦૦ ગણા 1000 ગણા અને ક્રોડગણાં ફળને આપનારાં પણ તે પાપો બને છે. યશોધર રાજાએ પોતાની માતાને આવેલા દુઃસ્વપ્નને નિવારવા તેની માતાના સંતોષ ખાતર અનિચ્છાએ લોટના બનાવેલા કુકડાની હત્યા કરીને હોમ(યજ્ઞ) કરેલો. તેના ફળરૂપે ભવોભવમાં કપાવાપણું, અગ્નિમાં રંધાવાપણું, અંગ-ઉપાંગોનું છેદાવાપણું તે જીવ પામ્યો છે આવા તો અનેક ઉદાહરણો શાસ્ત્રોમાં છે. માટે હે જીવ ! હિંસા નામનું આ પાપ સ્થાનક જીવનમાંથી વર્જવા જેવું છે / ૩ / “મર” કહેતાં પણ દુઃખ હુવે રે, મારે કિમ નહિ હોય ! હિંસા ભગિની અતિ બુરી રે, વૈશ્વાનરની જોય રે / ૪ / પ્રાણી ! જિનવાણી ધરો ચિત્ત. શબ્દાર્થ - મરમરી જા, મારે-મારતાં, ભગિની - બહેનપણી, અતિભુરી - ઘણી ભયંકર, વૈશ્વાનર - અગ્રિની-આગની. II 8 || ગાથાર્થ - “તું મરી ” આવો અપશબ્દ બોલવા માત્રથી જો સામેના જીવને દુઃખ થાય છે તો વાસ્તવિકરૂપે માર મારતાં અથવા મારી નાખતાં દુ:ખ કેમ ન થાય ! “હિંસા” એ ખરેખર આગની બહેનપણી છે અને તે અતિશય ભયંકર છે | ૪ | વિવેચન - કોઈ માણસ કોઈના ઉપર ગુસ્સામાં આવે અને મારપીટ કર્યા વિના, તેના શરીરને સ્પર્યા વિના દૂર રહ્યા છતા વચનમાત્રથી આવા પ્રકારના હલકા શબ્દો બોલે કે (૧) જા, સાલા મર, (૨) તું મારી પાસેથી દૂર ખસ, (૩) તારૂ મોઢું મને ન દેખાડ, (૪) આના કરતાં તું મરી ગયો હોત તો સારું હતું. આવા પ્રકારનાં બિભત્સ શબ્દપ્રયોગવાળાં વાક્યો માત્રનું ઉચ્ચારણ જો કરે, તો તે ઉચ્ચારણ પણ અન્ય જીવને ઘણા જ દુઃખનું કારણ બને છે તો Page #16 -------------------------------------------------------------------------- ________________ હિંસા નામના પ્રથમ પાપસ્થાનકની સક્ઝાય ખરેખર તેના શરીર ઉપર કરાતી મારપીટ, તાડન-ઘાત અને છેલ્લે “મારે તેના પ્રાણનો નાશ કરવા સ્વરૂપ મૃત્યુ પમાડતાં તે જીવને દુઃખ કેમ ન થાય ? અર્થાત્ અવશ્ય થાય જ. માટે હે જીવ ! આવી હિંસાના પાપથી તું વિરામ પામ. તથા વળી આ હિંસા નામનું પાપ સ્થાનક અગ્નિની ભગિની છે. જેમાં અગ્નિ જ્યાં લાગે છે ત્યાંની સર્વ વસ્તુઓને તે બાળીને ખાખ કરે છે. સર્વશૂન્ય કરે છે તેમ જ્યાં જ્યાં હિંસા ચાલે છે ત્યાં ત્યાં પરસ્પર લડાઈઓ થતાં એક-બીજાનાં ખૂન થતાં અતિશય વધેલા વૈમનસ્ય અને વેરઝેરના કારણે તે સઘળાં કુટુંબો લઢી લઢીને સર્વથા નાશ પામે છે. માટે આ હિંસા તે, જાણે અગ્નિની બહેનપણી જ હોય તેમ સર્વવિનાશક છે. હિંસા શબ્દ સ્ત્રીલિંગ હોવાથી ભગિની બહેનપણીની એટલે સ્ત્રીરૂપે ઉપમા ઘટાવવામાં આવી છે. તથા વળી આ હિંસા અગ્નિની બહેનપણી જ છે. એટલું જ નહીં પણ અતિબુરી-અતિશય ભયંકર છે. કારણ કે અગ્નિ તો પાણીથી બુઝવી પણ શકાય છે. જ્યારે આ હિંસા નામની આગ, તથા તેનાથી પરસ્પર રોપાયેલું વેરઝેર પાછલા પરિવારોમાં પણ ઉતરે છે અને બાપદાદાનું વૈર વાળવા પાછલા સંતાનો પણ પરસ્પર લઢીને વિનાશક બને છે. તેથી ભાવિની પ્રજા પણ લઢવા દ્વારા વિનાશ પામનારી બને છે તેથી આ હિંસા તે આગ કરતાં પણ અતિશય બૂરી અતિશય ભયંકર વસ્તુ છે. || ૪ || તેહને જોરે જે હુઆ રે, રૌદ્ર ધ્યાન પ્રમત્ત / નરક અતિથિ તે નૃપ હુઆ રે, જિમ સુભૂમ બ્રહ્મદત્ત રે પા પ્રાણી ! જિનવાણી ધરો ચિત્ત. શબ્દાર્થ - તેહને જોરે - તે હિંસા નામના પાપથાનકને Page #17 -------------------------------------------------------------------------- ________________ ८ પરવશ થવાથી, જે હુઆ - જે થયા, રૌદ્ર ધ્યાન પ્રમત્ત - રૌદ્ર ધ્યાન કરનારા થયા અને તેના કારણે ઘણા પ્રમાદી થયા. નરક અતિથિ નરકના મહેમાન, તે નૃપ હુઆ - તે રાજાઓ થયા. ॥ ૫ ॥ અઢાર પાપસ્થાનક ગાથાર્થ - હિંસા નામના પાપસ્થાનકને પરવશ થવાથી, જે રાજાઓ રૌદ્રધ્યાનવાળા અને પ્રમાદી થયા તેથી તે રાજાઓ નરકના અતિથિ બન્યા. જેમ કે રાજા સુભૂમ અને બ્રહ્મદત્ત. I॥ ૫ ॥ વિવેચન - ભૂતકાળમાં જે જે રાજાઓ, ચક્રવર્તી હતા અથવા વાસુદેવ હતા, અથવા તેમના જેવા સમર્થ હતા. છતાં હિંસાને પરવશ થયા. ક્રોધને છોડયો નહિં. પરંતુ કષાયોના આવેશને પરવશ થયા છતા હિંસાના પરિણામથી ધમધમેલા રૌદ્રધ્યાનવાળા બન્યા. ભયંકર લડાઈઓ કરી, અનેક જીવોની હત્યા કરી. કષાયોની આધીનતારૂપ તીવ્ર પ્રમાદવાળા બન્યા. તેવા જીવો ભારે કર્મો કરી મરીને નરકના અતિથિ બન્યા. અર્થાત્ નરકમાં જનારા બન્યા. જેમકે સુભૂમ ચક્રવર્તી અને બ્રહ્મદત્ત ચક્રવર્તી. આ બન્નેની કથા સંક્ષેપમાં આ પ્રમાણે છે અરનાથ પ્રભુના શાસનમાં સુભૂમ નામના આઠમા ચક્રવર્તી થયા. હસ્તિનાપુર નગરમાં અનંતવીર્ય રાજાના પુત્ર કૃતવીર્ય અને તેમનાં પત્ની તારાદેવીની કુક્ષિએ તાપસોના આશ્રમમાં ભોંયરામાં જેનો જન્મ અને ઉછેર થયો તે સૂભુમ ચક્રવર્તી આઠમા જાણવા. પરશુરામના હાથે અનંતવીર્ય મરાયા. ત્યારબાદ પ્રધાન પુરુષોએ બાલ હોવા છતાં તેના પુત્ર કૃતવીર્યને રાજા બનાવ્યો. જ્યારે કૃતવીર્ય મોટા થયા ત્યારે પોતાની માતા પાસેથી જાણ્યું કે પરશુરામે પોતાના પિતા અનંતવીર્યની હત્યા કરી છે ત્યારે ક્રોધાયમાન થયેલા કૃતવીર્ય પરશુરામના પિતા જગદગ્નિની હત્યા કરી તેથી ગુસ્સે ભરાયેલા પરશુરામે હસ્તિનાપુર ઉપર ચઢાઈ કરી કૃતવીર્યને હણ્યો અને રાજ્ય લઈ લીધું. તેનાથી ભયભીત થયેલી કૃતવીર્યની પત્ની તારા જે સગર્ભા Page #18 -------------------------------------------------------------------------- ________________ હિંસા નામના પ્રથમ પાપસ્થાનકની સઝાય હતી તે ભાગી ગઈ અને તાપસીના આશ્રમે શરણમાં રહી. તાપસીએ તે તારાને ભોંયરામાં રાખી. પૂર્ણ દિવસે તારાએ પુત્રરત્નને જન્મ આપ્યો. તેનું સુભૂમ એવું નામ પાડ્યું. સુભૂમ મોટો થયો, પરશુરામે પૃથ્વી ઉપર ઘણા ક્ષત્રિયોને હણીને સાત વાર પૃથ્વીને “અક્ષત્રિયા” કરી. અને મારેલા ક્ષત્રિયોની દાઢાઓનો એક થાળ ભર્યો અને ત્યાં એક સિંહાસન ગોઠવ્યું. તેણે પોતાના મોત વિષે એક નિમિત્તિયાને પૂછયું, નિમિત્તિયાએ કહ્યું કે જે પુરુષ આ સિંહાસન ઉપર બેસશે અને જેને જોઈને આ દાઢાઓ ખીર થઈ જશે અને તે ખીરનું જે પુરુષ પાન કરશે તેનાથી તમારૂ મૃત્યુ થશે. પરશુરામે એક દાનશાળા ખોલાવી. આ બાજુ તાપસીના આશ્રમના ભોંયરામાં ભૂમ મોટા થયા. મેઘનાદ વિદ્યાધરે પોતાની પુત્રી સુભૂમને પરણાવી. ભૂમે પોતાના પિતા કૃતવીર્યને કોણે અને કયારે હયા? તે પૂછતાં તેની માતા તારાએ બધી હકીકત કહી. તે ભોંયરામાંથી બહાર આવ્યો અને પરશુરામની દાનશાળામાં ગયો. ત્યાંના સિંહાસન ઉપર બેઠો. તેને જોતાં જ દાઢાઓ ખીર બની ગઈ. તે ખીરને સુલૂમ પી ગયો, તેથી પરશુરામને ઘણો ગુસ્સો આવ્યો. બન્નેની લડાઈ થઈ અને સુભૂમના હાથે પરશુરામ મરાયા. તેના ઉપરના વૈરના કારણે સુભૂમે ૨૧ વાર પૃથ્વીને બ્રાહ્મણો વિનાની “અબ્રાહ્મણા” કરી. ઘણા બ્રાહ્મણોની હિંસા કરી. છ ખંડ જીતીને ચક્રવર્તી રાજા બન્યા. સાએઠ હજાર વર્ષના આયુષ્યવાળા સુભૂમે અનેક યુદ્ધો કર્યા. ઘણો જ ઘણો નરસંહાર કર્યો. હિંસાના જ પરિણામવાળા તે મૃત્યુ પામીને સાતમી નરકે ગયા. કાંપિલ્યપુર નગરમાં બ્રહ્મરાજાની “યુલની” રાણીની કુક્ષિએ ચૌદ સ્વપ્નથી સુચિત, પાછલા ભવમાં જે સુભૂતિમુનિ હતા, અને નિયાણું કર્યું હતું તે જીવ ચક્રવર્તી તરીકે ઉત્પન્ન થયા. માતાપિતાએ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અઢાર પાપસ્થાનક તેનું બ્રહ્મદત્ત નામ રાખ્યું. ધીમેધીમે બ્રહ્મદત્ત બાર વર્ષના થયા. તેમના પિતા બ્રહ્મરાજાને જુદા જુદા દેશના ચાર રાજા પ્રિય મિત્રો હતા (૧) કાશી દેશનો રાજા કટક, (૨) હસ્તિનાપુરનો રાજા કણેરૂદત્ત, (૩) કૌશલ દેશનો રાજા દીર્ઘ અને (૪) ચંપા નગરીનો રાજા પુષ્પચૂલ. બ્રહ્મરાજા માથાની તીવ્રવેદનાથી મૃત્યુ પામ્યો. ચારે મિત્રોએ બાલક એવા બ્રહ્મદત્તની રક્ષા માટે એક એક વર્ષ કપિલ્યનગરમાં રહેવાનું વિચાર્યું. પ્રથમ કૌશલ દેશનો રાજા દીર્ઘ ત્યાં રહ્યો. ત્યાં રહેતાં દીર્ઘ રાજા અને ચુલની રાણી (મિત્રની પત્ની) વચ્ચે પ્રેમ બંધાયો. તેઓ અકાર્ય કરવા લાગ્યા. બ્રહ્મદર રાજાના મંત્રી ધનુને આ બાબતની ખબર પડી ગઈ. તેણે પોતાના પુત્ર “વરધનુને આ વાત કહી અને બ્રહ્મદત્તને વાકેફ કરવા, સજાગ રહેવા જણાવવાનું કહ્યું અને તેની સુરક્ષા કરવાનું કામ પોતાના પુત્ર વરધનુને સોંપ્યું. વરધનુએ બ્રહ્મદત્તને સઘળી વાત જણાવી, સાવધ કર્યો. બ્રહ્મદત્ત પોતાની માતા ચલણી ઉપર અને દીર્ઘરાજા ઉપર કોપાયમાન થયો. તેના વિપરીત વર્તનની ગંધ દીર્ઘરાજાને પણ આવી ગઈ. કામાસક્ત દીર્ઘરાજાએ બ્રહ્મદત્તને મારી નાખવાનો ઘાટ ઘડવાની વિચારણા ચલણી સાથે કરી તે બ્રહ્મદત્તનાં લગ્ન કરવાં, એક લાક્ષાગૃહ બનાવવું, તે લાક્ષાગૃહમાં પતિ-પત્ની શયન કરવા જાય, ત્યારે લાક્ષાગૃહ બાળી નાખવું. જેથી તે બન્ને બળીને મરી જાય, તેવો વિચાર કરી લાક્ષાગૃહ બનાવ્યું. ધનુ નામના મંત્રીને આ લાક્ષાગૃહ જોઈને ગંધ આવી કે આ કામાન્ધ રાજા અને ચલણીરાણી (મિત્રપત્ની) ગમે ત્યારે બ્રહ્મદત્તને આમાં શયન કરાવીને બાળીને મારી નાખશે. તે મંત્રીએ તે કારણે ગુપ્ત રીતે લાક્ષાગૃહથી ગામ બહાર નીકળી જવાય તેવી સુરંગ બનાવી. પોતાના પુત્ર વરધનુને સઘળી વાત કરી અને બ્રહ્મદત્તની સાથે જ રહેવા સુચના કરી. દીર્ઘરાજાએ Page #20 -------------------------------------------------------------------------- ________________ હિંસા નામના પ્રથમ પાપસ્થાનકની સઝાય ૧૧ અને ચલણીએ કોઈ એક કન્યા સાથે તેનાં લગ્ન કરાવ્યાં, અને લાક્ષાગૃહમાં શયન માટે મોકલ્યાં, વરધનુ તેનો મિત્ર હોવાથી તેની સાથે ગયો. વાર્તાલાપમાં જ અર્ધરાત્રી ગઈ, દીર્ઘરાજાએ લાક્ષાગૃહ સળગાવ્યું. વરધનુએ કરેલા સંકેત પ્રમાણે સુરંગ દ્વારા બન્ને મિત્રો બચી ગયા. અને ગામ બહાર નીકળી ગયા. તે બન્ને મિત્રો ઘણા ગામ ભટક્યા, ઘણાં દુઃખો પામ્યાં, પરાક્રમથી ઘણી કન્યાઓને બ્રહ્મદત્ત પરણતા ગયા. ઘણા સમય પછી કાશી દેશના રાજા કટકને ત્યાં આવ્યા. કટકે બ્રહ્મદત્તનો સત્કાર કર્યો. પોતાની પુત્રી પરણાવી અને ઘણું સૈન્ય આપ્યું. હવે બ્રહ્મદરે દીર્ઘરાજા ઉપર ચઢાઈ કરી. બન્નેનું યુધ્ધ થયું. દીર્ઘરાજા મરાયો. ચલણીએ વૈરાગ્ય પામી દીક્ષા લીધી. બ્રહ્મદત્ત ચક્રવર્તી બન્યા. છ ખંડનું રાજ્ય સાધ્યું. અરણ્યમાં ભટક્તાં ભટક્તાં પરાક્રમથી પ્રાપ્ત થયેલી સઘળી પત્નીઓને રાજ્યમાં બોલાવી લીધી. એક વખત પૂર્વપરિચિત એવા એક બ્રાહ્મણે રાજા પાસે “તમે જે જમો છો તે ભોજન મને આપો” આવું અન્નદાન માંગ્યું. રાજાએ તેને તેના પરિવાર સાથે જમાડ્યો. ચક્રવર્તીના અતિશય માદક ભોજનને ખાવાથી બ્રાહ્મણ તથા તેનું કુટુંબ કામવાસનાથી અંધ બન્યું. ગમે તેમ પરસ્પર કામભોગ ભોગવ્યા. પ્રભાત થતાં વિવેક આવ્યો કે આપણે આ ઘણું ખોટું કામ કર્યું. રાજાએ એવું ભોજન ખવરાવ્યું કે જેથી તીવ્ર કામવાસના જન્મી. તેનું વૈર વાળવા એક કલાકાર ભરવાડને તેણે કહ્યું કે રાજા જ્યારે હાથી ઉપર બેસીને ગામ બહાર ફરવા નીકળે ત્યારે તારે તેની બન્ને આંખો પત્થરના ઘા વડે ફોડી નાખવી. હું તને અમુક ધન આપીશ. તે ભરવાડે તેમ કર્યું. રાજા અંધ બન્યો, ભરવાડને પકડયો, તેણે બ્રાહ્મણનું નામ આપ્યું. આ બ્રાહ્મણને તો રાજાએ મરાવી નાખ્યો Page #21 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક પણ બ્રાહ્મણ જાતિ ઉપર ક્રોધ વર્યો. પોતાના મંત્રીને કહ્યું કે હજારો બ્રાહ્મણોની બન્ને આંખો કઢાવીને થાળ ભરીને મારી પાસે લાવો. આવી ભયંકર હિંસા કરવાના પરિણામ થયા. મંત્રી બુદ્ધિશાળી હતો. તેણે નેત્ર જેવાં પોચાં અને અંદરથી કીકીના જેવાં ઠળીયો નીકળે તેવાં મોટા ગુંદોનો થાળ ભરીને મુક્યો અને કહ્યું કે આ હજારો બ્રાહ્મણોની આંખોનો થાળ છે. આંખોથી અંધ, વિવેકથી અંધ એવા તે રાજાએ એક એક ગુંદાને બન્ને હથેળીમાં મસળી મસળીને ભાંગ્યા અને ઘણો જ રાજી થયો અને મનમાં હર્ષ થયો કે મેં ઘણું સારું કામ કર્યું કે જે આટલા બ્રાહ્મણોને તો અંધ બનાવ્યા. આવી હિંસાની ક્રુર વૃત્તિથી મરીને સાતમી નરકે ગયા. આ પ્રમાણે હિંસા નામનું પાપસ્થાનક આચરનારા સુભૂમ અને બ્રહ્મદત્ત નરકે ગયા. / ૫ | રાય વિવેક કન્યા ક્ષમા રે, પરણાવે જસ સાય ! તેહ થકી દૂરે ટલે રે, હિંસા નામ બલાય રે / ૬ // પ્રાણી ! જિન વાણી ધરો ચિત્ત. શબ્દાર્થ - રાય વિવેક - વિવેકરૂપી રાજા, કન્યા ક્ષમા - ક્ષમારૂપી કન્યાને, હિંસા નામ બલાય - હિંસા નામની બલા. || 5 || ગાથાર્થ - વિવેકરૂપી રાજ જ્યારે આ આત્માની સાથે ક્ષમા નામની કન્યાને પરણાવશે. ત્યારે જ આ આત્મામાંથી હિંસા નામની વળગેલી બલા દૂર ટળશે. ક વિવેચન - હિંસાના પરિણામ એ એક જાતની બલા છે. ભૂત છે. અનાદિ કાળથી આ બલા જીવને વળગેલી છે. જ્યારે આ જીવમાં વિવેકદશા પ્રગટશે અને તે વિવેકદશા રૂપી રાજા આ આત્માનાં ક્ષમા નામની કન્યા સાથે લગ્ન કરશે. સારાંશ કે આ આત્મા ક્ષમાશીલ બનશે. ત્યારે અનાદિકાળથી આ આત્માને વળગેલી આ હિંસા નામની Page #22 -------------------------------------------------------------------------- ________________ હિંસા નામના પ્રથમ પાપસ્થાનકની સજઝાય ૧૩ બલા દૂર ટળી જશે. ક્ષમા એ હિંસાની વિરોધિની છે અને બળવાન છે. તે આવવાથી હિંસા દૂર જ ચાલી જાય છે. આ ઉપમા ઉપમિતિ ભવ પ્રપંચમાં વિસ્તારથી છે. ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે. તથા “પરણાવે જસ સાય” પદમાં જસ શબ્દ લખીને ગ્રંથકારશ્રીએ કર્તા તરીકે પોતાનું “શ્રી યશોવિજયજી” એવું નામ પણ ગર્ભિત રીતે સૂચવ્યું છે. તે ૬ ! આ પ્રમાણે હિંસા નામના પહેલા પાપસ્થાનકની પહેલી સક્ઝાય સમાપ્ત થઈ. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અઢાર પાપસ્થાનક મૃષાવાદ નામના બીજા પાપસ્થાનકની સઝાય - બીજુ પાપનું સ્થાન, મૃષાવાદ દુર્થાન | આજ હો છંડો રે, ભાવિ મંડો ધર્મશું પ્રીતડીજી ૧/l. શબ્દાર્થ - મૃષાવાદ - જૂઠું બોલવું તે, દુર્બાન - દુષ્ટ વિચારો, ખરાબ ધ્યાન, આજ હો જીંડો - આજે જ છોડી દો, ભવિ - હે ભવ્યજીવો, મંડો - માંડો, શરૂ કરો. | ૧ | ગાથાર્થ - જૂઠું બોલવું” તે મૃષાવાદ નામનું બીજું પાપસ્થાનક છે. તે અત્યંત દુર્બાન સ્વરૂપ છે. તેને આજે જ છોડી દો, અને હે ભવ્ય જીવો! તમે ધર્મની સાથે પ્રીતિ શરૂ કરો II II વિવેચન - જૂઠું બોલવું, કંઈક ઉમેરીને બોલવું, ખોટું ભાષણ કરવું, વાસ્તવિક્તા છુપાવીને બોલવું જેવા પ્રકારના સંજોગોમાં જે બન્યું હોય તેવા પ્રકારના તે સંજોગોને છુપાવીને વાત રજુ કરવી. ચંગ વચન બોલવાં આ બધું મૃષાવાદ જાણવું. આવા પ્રકારનું મૃષાવાદનું પાપ કરવાથી આ જીવ સદા કાલ ચિંતા વાળો રહે છે. મારૂં જૂઠું બોલેલું ઉઘાડું પડશે તો મારું શું થશે ? કોઈ સાચું જાણી જશે તો હું શું કરીશ ? આમ સદા કાલ આ જીવ ચિંતામાં જ ડુબેલો રહે છે. આ ચિંતાના કારણે જ્યાંથી જ્યાંથી મૃષાવાદ ઉઘાડું થવાની સંભાવના હોય તેના તરફ આ જીવ સદા દુર્ગાન વાળો જ રહે છે. તેના તરફ કષાયોના આવેશથી જ ભરપૂર ભરેલો જ રહે છે. સતત ચિંતા, કષાયોના આવેશ, મનમાં ખોટી ખોટી કલ્પનાઓ, દિનપ્રતિદિન વધતી જ જાય છેઆવા પ્રકારનું દુર્થાન આ જીવને સદા વર્તે છે. તે કારણે આ મૃષાવાદ નામનું પાપસ્થાનક આજે જ છોડવા Page #24 -------------------------------------------------------------------------- ________________ મૃષાવાદ નામના બીજા પાપસ્થાનકની સઝાય ૧૫ લાયક છે. એક દિવસ પણ રાખવા જેવું નથી જેમ સાપ ઘરમાં સંઘરવા જેવો નથી સંઘરીએ તો ડંખ દીધા વિના રહે નહીં. તેમ આ મૃષાવાદનું પાપસ્થાનક એક દિવસ અથવા એક કલાક પણ સંઘરવા જેવું નથી આજે જ છોડી દો અને તે ભવ્યજીવો ? અનંત ઉપકારી એવા શ્રી વીતરાગ પરમાત્માના ધર્મની સાથે પ્રીતડી (પ્રીતલડી-પ્રેમ) માંડો (આજથી જ શરૂ કરો) આ ધર્મ જ સંસાર સાગરથી તારનાર છે. માનવજીવન ધર્મની પ્રાપ્તિ માટે મળેલ છે. સંસારના વ્યવહારો તો બધા જ ભવોમાં કર્યા છે તેથી તે માટે મૃષાવાદનું સેવન કરવું તે ઉચિત નથી. માટે તે બધું ગૌણ કરીને ધર્મની સાથે જોડાઈ જાઓ + ૧ વૈરખેદ-અવિશ્વાસ, એહથી દોષ અભ્યાસ / આજ હો થાયે રે, નવિ જાએ વ્યાધિ અપથ્યથીજી || ૨ | શબ્દાર્થ - વૈર - વેરઝેર, ખેદ - થાક, માનસિક પરિશ્રમ, અવિશ્વાસ - પરસ્પર વિશ્વાસ ન રહેવો, એહથી - આ મૃષાવાદથી, અભ્યાસ - વૃદ્ધિ નવિ જાઓ - જાય નહીં, વ્યાધિ - રોગ, અપધ્યથી - અહિતકારી ખાવાથી. | ૨ ગાથાર્થ - આ મૃષાવાદથી વેરઝેર, માનસિક થાક અને પરસ્પર અવિશ્વાસ આમ દોષોની જ વૃદ્ધિ થાય છે પણ અપથ્ય ખાવાથી જેમ રોગો ન જાય તેમ દોષો જતા નથી. (અર્થાત્ વધે જ છે.) ૨ I વિવેચન = મૃષાવાદ નામનું આ બીજું પાપસ્થાનક કેટલું દુઃખદાયી છે. તે સમજાવે છે કે (૧) જૂઠું બોલવાથી જ્યારે તે જૂઠું બોલેલું વચન ખુલ્લું થાય અને સત્ય બહાર આવે ત્યારે જેની સામે જૂઠું વચન બોલ્યા હોઈએ તેની સાથે વેરઝેર-વૈમનસ્ય-મનદુઃખ અને પરસ્પર અપ્રીતિ ના દોષો થાય છે. (૨) તથા જૂઠું બોલેલું વચન Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અઢાર પાપસ્થાનક ખુલ્લું ન થાય તે માટે મનમાં ગોઠવાતી જાલથી, મનના સંકલ્પ અને વિકલ્પોથી માનસિક થાક, બીજું કંઈ ન સૂઝવું, આવો ખેદ દોષ પણ થાય છે. (૩) અવિશ્વાસ-પરસ્પર વિશ્વાસ-શ્રદ્ધા પ્રેમ ન રહેવો. આવા પ્રકારના ઘણા-ઘણા દોષો મૃષાવાદથી ઉત્પન્ન થાય છે. - તથા વળી જૂઠું બોલવાથી રોજે-રોજ દોષોનો જ અભ્યાસ થાય છે એટલે કે દોષોની જ વૃદ્ધિ થાય છે. જૂઠું બોલેલું છૂપાવવાના તથા તેના માટે તર્ક જાળ ગોઠવવાના તથા વળી તેને જ સત્ય છે એવું સિદ્ધ કરવાના જ નવા નવા ભાવો હૈયામાં પેદા થાય છે. આ રીતે આ જીવ મોહના દોષોની વૃદ્ધિમાં જ વધતો રહે છે. જીવનમાં દોષના આવેશો ઘટતા નથી. જેમ અપથ્ય ભોજનથી રોગ જાય નહીં પણ વધે, તેમ મૃષાવાદ સેવવાથી જીવનમાં દોષો જાય નહીં પણ તેની વૃદ્ધિ જ થાય. માટે મૃષાવાદ છોડી દેવું જોઈએ / ૨ / રહેવું કાલિક સૂરિ, પરિ જનવચન તે ભૂરિ / આજે હો સહવું રે, નવિ કહવું જૂઠ ભયાદિકે જી શબ્દાર્થ - કાલિકસૂરિ પરિ - કાલિકાચાર્યની પેઠે, જનવચન - લોકોનાં વચનો, ભૂરિ - ઘણાં, ભયાદિકે - ભય વગેરે કારણોથી. || 3 || ગાથાર્થ - ક્રોધાદિના કારણે બોલાતાં ઘણાં લોકવચનો શ્રી કાલિકાચાર્યની પેઠે સહન કરીને રહેલું પણ ભય-સા-દંડ આદિના કારણે પણ જૂઠું ન બોલવું / ૩ / વિવેચન - સાંસારિક લોકો ક્રોધાવેશમાં આવે ત્યારે, પોતાનો સ્વાર્થ ન સધાય ત્યારે પોતાને નુકસાન થતું હોય ત્યારે અથવા કોઈ પણ જાતની મોહદશાને કારણે ઘણાં ઘણાં હલકાં વચનો પણ બોલે, આવેશવાળાં વચનો પણ બોલે, અપશબ્દો પણ બોલે, અપમાન આદિ Page #26 -------------------------------------------------------------------------- ________________ મૃષાવાદ નામના બીજા પાપસ્થાનકની સઝાય ૧૭ પણ કરે, ઘણા ભયો પણ બતાવે તો પણ ક્યારેય જૂઠું બોલવું નહીં જેમ કે કાલિકાચાર્યને તેઓના ભાણેજ “દત્ત” તરફથી ભય-ત્રાસદંડ-સજા આદિ થવા છતાં જૂઠું બોલ્યા ન હતા, તેની જેમ ત્રાસાદિ સહન કરવા પણ જૂઠું ન બોલવું. તે કાલિકાચાર્યની કથા આ પ્રમાણે છે આ મૃત્યુલોકમાં “તુરમણી” નામની એક નગરી હતી. ત્યાં ગુણીયલ “જિતશત્રુ” રાજા હતો, તેજ ગામમાં રુદ્રા નામની બ્રાહ્મણીનો “દત્ત” નામનો પુત્ર હતો, આ દત્ત અત્યંત ઉશૃંખલ, જુગારી અને મદ્યપાનાદિનો વ્યસની હતો, રાજાની સેવા કરવામાં જોડાયો, સેવા કરતાં કરતાં પ્રજામાં ભેદ કરાવી રાજાને દેશવટો અપાવ્યો, હલકા માણસો પોતાના આશ્રયનો જ નાશ કરે છે તેમ પોતે જ રાજગાદી ઉપર ચડી બેઠો, ધર્મબુદ્ધિથી મોટા યક્ષો, હોમ હવન, અને ઘણા જીવોનો હોમ કરવા લાગ્યો. એક વખત આ દત્તના મામા શ્રીકાલિકાચાર્ય વિચરતા વિચરતા ત્યાં આવ્યા. દત્ત હિંસાખોર અને મિથ્યાત્વથી વાસિત હોવાથી આચાર્યને વંદન કરવા જવાની તેની ઈચ્છા ન હતી પણ માતાના આગ્રહથી જવું પડ્યું. મદ્યપાન કરેલા પુરુષની જેમ ઉદ્ભટપણે તેણે આચાર્યને પૂછયું કે હે આચાર્ય ! જો તમે જાણકાર હો, તો યજ્ઞોનું ફળ કહો. કાલિકાચાર્યે કહ્યું કે જો તું ધર્મ પૂછે જ છે તો સાંભળ. પોતાને જે અપ્રિય હોય તે બીજા પ્રત્યે ન આચરવું.” અરે મહારાજ ! હું તમને યજ્ઞનું ફળ પૂછું છું મારે તમારા ઉપદેશની જરૂર નથી એટલે આચાર્યે કહ્યું કે “હિંસાદિ કાર્યો કલ્યાણ કરનારાં નથી પણ પાપ બંધાવનારા છે.” દુબુદ્ધિવાળા એવા તેણે યજ્ઞના ફળનો તે જ પ્રશ્ન ફરીથી આવેશપૂર્વક પૂછો, છતાં આચાર્ય સજ્જનતાપૂર્વક ઉત્તર આપ્યો કે “યજ્ઞનું ફળ નરક છે.” ક્રોધમાં Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ધમધમેલા દત્તે પૂછ્યું કે આ વાતમાં પ્રમાણ શું ? આચાર્યે કહ્યું કે આજથી સાતમા દિવસે તું ચંડાલની કુંભીમાં રંધાઈશ. કોપથી ભવાં ચડાવી લાલ આંખ કરીને દત્તે કહ્યું કે આ વાતમાં શું પ્રમાણ ? આચાર્યે કહ્યું કે ચંડાલની કુંભીમાં રંધાવા પૂર્વે અણધારી તારા મુખમાં વિષ્ટાનો પ્રવેશ થશે. આવા પ્રકારના સાચા ઉત્તરથી ક્રોધિત થયેલા દત્તે સેવકોને આજ્ઞા કરી કે આ દુર્બુદ્ધિક આચાર્યને પકડી લો, દત્તની આજ્ઞા થતાં જ સેવકોએ આચાર્યને પકડી કેદ કર્યા. અઢાર પાપસ્થાનક હવે પાપકર્મી એવા દત્તથી કંટાળીને સામંતોએ પહેલાંના રાજાને બોલાવી તેને રાજ્ય અર્પણ કરવાનો નિર્ણય કર્યો. હવે સામંતો મને કાઢી મુકશે એવી શંકાથી દત્ત, સિંહની ગર્જનાથી ત્રાસ પામેલો હાથી જેમ ઝાડીમાં સંતાઈ જાય તેમ ઘરમાં જ છુપાઈ ગયો. ઘરમાં રહેવાથી સાતમો દિવસ કયો ? તેનો ખ્યાલ ન રહેવાથી સાતમા દિવસે જ રાજમાર્ગો ઉપર ચોકીપહેરો ગોઠવીને બહાર નીકળ્યો. ત્યાં જ તે રાજમાર્ગ ઉપર એક માળી ફૂલોનો કરંડીયો લઈને આવતો હતો, તેને ઉતાવળે ઝાડો લાગવાથી રસ્તામાં જ વિષ્ટા કરી અને તેને કરંડીયાના ફુલોથી ઢાંકી દીધી. “સાતમા દિવસે દુષ્ટ એવા તે મુનિને હણીશ.'' આવા હલકા વિચારો કરતો કરતો ઘોડેસવારો સાથે ઘોડા ઉપર જતાં ઘોડાની ખરીથી ઉછળેલી વિષ્ટા તે દત્તના મુખમાં પડી. “વ્રતધારી સંયમી મુનિની વાણી કદાપિ અસત્ય હોતી નથી.” એમ જાણી મનમાં વિલખો થયેલો તે ઘર તરફ પાછો ફર્યો. ત્યારે ઘરમાં પ્રવેશ કરે તે પહેલાં જ પ્રજા લોકોએ તેને બાંધીને પડયો. પ્રભાત થતાં જેમ તેજથી સૂર્ય પ્રગટે તેમ પહેલાંનો રાજા પ્રગટ થયો. કરંડીયામાંથી છૂટેલા સાપની જેમ ક્રોધથી ધમધમેલા પહેલાના રાજાએ નરકની કુંભી સમાન ચંડાલોની કુંભીમાં તે દત્તને નાખ્યો. નીચેથી અગ્નિ સળગાવ્યો. અગ્નિથી તપેલી તે કુંભીમાં દત્તને ઓગાળી ઓગાળીને મારી નાખ્યો. Page #28 -------------------------------------------------------------------------- ________________ મૃષાવાદ નામના બીજા પાપસ્થાનકની સજ્ઝાય આ પ્રમાણે દત્ત રાજાનો ભય અને ત્રાસ હોવા છતાં પણ તેના આગ્રહને વશ ન થતાં સત્યવ્રતનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞાવાળા કાલિકાચાર્ય જેમ કદાપિ જાઠું ન બોલ્યા, તેમ સત્યવ્રતની પ્રતિજ્ઞાવાળાએ રાજાના ભયાદિ કારણોએ પણ જૂઠું ન બોલવું જોઈએ. યોગશાસ્ત્રમાં કહ્યું છે કે - ब्रुयाद् भियोपरोधाद्वा नासत्यं कालिकार्यवत् । यस्तु ब्रुते स नरकं प्रयाति वसुराजवत् ।। ૧૯ દ્વિતીય પ્રકાશ શ્લોક-૬૦ || ૩ || આસન ધરત આકાશ, વસુ ગૃપ હુઓ સુપ્રકાશ | આજ હો જુઠે રે, સુર રૂઠે ઘાલ્યો રસાતલે જી || ૪ || શબ્દાર્થ - આસન - બેસવા માટેનું આસન, ધરત-આકાશ આકાશમાં નિરાધાર અદ્ધર રહેવું, વસુરૃપ - વસુ નામનો રાજા, હુઓ - થયો, સુપ્રકાશ - સારી રીતે પ્રસિદ્ધ, જૂઠે રે - જૂઠું બોલવાથી, સુર રૂઠે - દેવ કોપાયમાન થયો, ઘાલ્યો નાખ્યો, રસાતલે - પૃથ્વીતલ ઉપર, ભોંય ઉપર. || ૪ || નીચે ગાથાર્થ - પૃથ્વી ઉપર સારી રીતે પ્રસિદ્ધ એવો વસુ નામનો રાજા હતો, કે જેનું આસન સત્ય બોલવાના પ્રભાવથી આકાશમાં અદ્ધર રહેતું હતું, પરંતુ જૂઠ્ઠું બોલવાથી દેવ કોપાયમાન થયો અને આસન ઉપરથી ભોંય ઉપર તે રાજાને પછાડ્યો II ૪ || વિવેચન - આ દુનિયા ઉપર “વસુ” નામનો એક રાજા થયો. જેનું આસન અદ્ધર આકાશમાં સત્યના પ્રભાવથી રહેતું હતું. તેનું સત્ય બોલવાનું અને સત્ય જીવવાનું જે વ્રત હતું. તેનાથી દેવો તેના ઉપર અત્યંત પ્રસન્ન હતા. પરંતુ એક વખત પોતાના ગુરુ પુત્રના મોહથી સંકટપ્રસંગે કંઈક જૂઠું બોલ્યા. તેથી આસનને અદ્ધર Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૦. અઢાર પાપસ્થાનક પકડી ચાલનારા દેવો રોષાયમાન થયા અને જે તમારા સત્યના પ્રભાવથી આકર્ષાઈને અમે તમારું આસન અદ્ધર રાખીએ છીએ એ જ તમે આવું જૂઠું બોલો છો? તમારું વ્રત-નિયમ ક્યાં રહ્યા ? એમ કહીને દેવો ઘણા ગુસ્સે થયા અને અદ્ધર ચાલતું તેનું આસન ધરતી ઉપર થઈ ગયું. અદ્ધર આકાશમાં આસન ઉપર બેસનાર તે રાજા વ્રતભંગના કારણે પૃથ્વીતલ ઉપર ચાલનારા બની ગયા. તેની સંક્ષેપમાં કથા આ પ્રમાણે છે “વસુ” નામનો આ મહારાજા એક વખત ભૂતકાળમાં બહુ જ “સત્યવાદી” તરીકે પ્રસિદ્ધ હતો. તેને પોતાની સાથે ભણનારાસહાધ્યાયી એવા બે પરમમિત્ર હતા. (૧) નારદ, અને (૨) પોતાના ગુરુનો પુત્ર પર્વત. આ ત્રણે એક જ ગુરુની પાસે એક જ વર્ગમાં સાથે ભણતા હતા. ધીમે ધીમે મોટા થતાં “વસુ” એ રાજા બન્યો. ગુરુપુત્ર “પર્વત” તાપસીના આશ્રમનો કુલપતિ બન્યો. તે બાલ તાપસીને પિતાની જેમ ભણાવતો હતો. તે જ કાલે “નારદ” તેને મળવા માટે ત્યાં આવ્યા. ગુરુપુત્ર પર્વત ભણાવતો હતો તેમાં “મન શબ્દ આવ્યો. તેણે મન નો અર્થ બકરો કર્યો અને વિદ્યાર્થીઓને કહ્યું કે યજ્ઞકુંડમાં હોમ કરતી વખતે મા-બકરાને મારીને તેનો હોમ-હવન કરવો. તેમ કરવાથી સ્વર્ગ રાજ્ય આદિની સંપત્તિ મળે છે. આ સાંભળીને વિદ્યાર્થીઓમાં ખળભળાટ થયો, માંહોમાંહે જોવા લાગ્યા. આકુળ-વ્યાકુળ થયા. આવો હિંસામય અર્થ દરેકના મનમાં બેઠો નહીં. પાસે બેઠેલા ચતુર નારદ સમજી ગયા. તેમણે કહ્યું કે અહીં મન-શબ્દનો અર્થ જેમાંથી ફરી અનાજ ઉગે નહીં તેવું ધાન્ય અર્થાત્ ફોતરાં વિનાની જાની ડાંગર, નિર્બીજ ધાન્ય, એવો અર્થ કરવાનો છે અને આપણને ભણાવતી વેળાએ ગુરુજીએ પણ આ જ અર્થ સમજાવેલો છે અને તે બરાબર યાદ છે. નારદે ફરીથી પણ કહ્યું કે Page #30 -------------------------------------------------------------------------- ________________ મૃષાવાદ નામના બીજા પાપસ્થાનકની સઝાય ૨૧ હે પર્વત ! તારી ભૂલ છે. સુધારી લે. પર્વતને નારદની વાત સ્વીકારવામાં અને પોતાની ભૂલ સ્વીકારવામાં અપમાન લાગ્યું. તેથી બન્ને વચ્ચે વિવાદ થયો. નારદે કહ્યું કે ચાલો, આપણે વસુરાજા પાસે જઈએ. તે આપણા સહાધ્યાયી છે. તેઓએ આપણી સાથે જ ગુરુ પાસે અધ્યયન કર્યું છે. તે જે કહે તે પ્રમાણે કબૂલ રાખવું. આ બાબતમાં બન્ને સહમત થયા. તેઓએ પરસ્પર એક શરત કરી કે જેનું ખોટું પડે તેની જીભ કાપી નાખવી. પર્વત ઘરે ગયો, પોતાની માતાને વાત કરી, તેની માતાએ કહ્યું કે હે પુત્ર ! તે આ શું કર્યું ? મોટી ભૂલ કરી. તારા પિતા ભણાવતા હતા ત્યારે મેં પણ સાંભળ્યું છે કે “મન” નો અર્થ જાની ડાંગર કરવો પણ બકરો અર્થ ન કરવો. હવે તારું શું થશે ? તારી જીભ કપાશે ! પુત્ર ઉપરના પ્રેમથી માતા (ગુરુપત્ની) વસુરાજા પાસે ગયાં. જે ગુરુજી પાસે નારદ અને પર્વતની સાથે વસુરાજા ભણતો હતો તે જ ગુરુજીનાં આ પત્ની હતાં. એટલે ગુરુજી ઉપરના બહુમાનને લીધે ગુરુપત્ની ઉપર પણ ઘણું જ માન અને લાગણી રાજાને હતી. ગુરુપત્નીએ વસુરાજાને પર્વત અને નારદના વિવાદની વાત કરી. અને અજનો અર્થ જાની ડાંગર ન કરતાં બકરો અર્થ કરવા માટે દબાણ કર્યુ. વસુરાજા ગુરુમાતા પ્રત્યેના પ્રેમથી જૂઠું બોલવા તૈયાર થયો. ત્રીજા દિવસે નારદ અને પર્વત આ બન્ને વસુરાજા પાસે આવ્યા. પોતપોતાની વાત રજા કરીને સત્યવાત કહેવા વિનંતી કરી. વસુરાજા ગુપત્ની ઉપરના બહુમાનથી જૂઠું બોલવા તૈયાર થયા અને પર્વતનો પક્ષ સ્વીકારીને અજનો અર્થ બકરો થાય, ગુરુજી બકરો જ અર્થ સમજાવતા હતા એમ કહ્યું. આ મૃષાવાદથી દેવો કોપાયમાન થયા, સિંહાસન ઉપરથી રાજાને ભૂમિ ઉપર પટક્યો અને લોહી Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૨ વમતો કર્યો. જે રાજા સત્યવાદી તરીકે પ્રસિદ્ધ હતો તે જ રાજા મૃષાવાદી તરીકે જાહેર થયો. પર્વત પણ ત્યાંથી ભાગી ગયો. વસુરાજા મૃષાવાદથી રાજ્યભ્રષ્ટ અને માનભ્રષ્ટ બન્યો. યુધિષ્ઠિર રાજાનું પણ નરો વા જ્જરો વા'' મિશ્રવચન બોલવાથી અદ્ધર ચાલતું આસન નીચે થઈ ગયાનું વિધાન લોક વ્યવહારમાં જાણીતું છે. આવા પ્રકારનાં અનેક ઉદાહરણો છે કે સત્યનો પ્રભાવ ગુમાવી બેસનારા રાજાઓ ભોંયભેગા થયા હોય માટે ઉત્તમ આત્માઓએ સત્યવચન (સાચું બોલવાનો નિયમ) અને સત્ય જીવન જીવવાનો નિયમ જરા પણ છોડવો જોઈએ નહીં. ॥ ૪ ॥ જે સત્યવ્રત ધરે ચિત્ત, હોય જગમાંહિં પવિત્ત । આજ હો તેહને રે, નવિ ભય સુર વ્યંતર યક્ષથીજી ||૫|| શબ્દાર્થ સાચું બોલવાનું અને સત્યજીવન જીવવાનું, જગમાંહિં - જગતની અંદર, પવિત્ત - પવિત્ર, તેહને તેને, નતિભય - ભય થતો નથી, સુર વ્યંતર યક્ષથીજી - દેવોથી દાનવોથી અને યક્ષ યક્ષિણીઓથી. ॥ ૫ ॥ સત્યવત - અઢાર પાપસ્થાનક " ગાથાર્થ - જે જે આત્માઓ પોતાના ચિત્તમાં ‘“સત્યપણાનું’ A વ્રત ધારણ કરે છે. તે તે આત્માઓ આ જગતમાં અત્યંત પવિત્ર છે. તેવા આત્માને દેવો-દાનવો અને યક્ષ-યક્ષિણીઓથી પણ ભય થતો નથી. ॥ ૫ ॥ – વિવેચન “સદા સત્ય બોલવું” તથા “સદા સત્યજીવન જીવવું” આવું વ્રત જે જે આત્માઓ ચિત્તમાં ધારણ કરે છે. જરા પણ ગોટાળો કરતા નથી. મનમાં સત્યાસત્યની મિશ્રતા કરતા નથી. મૃષાવાદનો પૂર્ણપણે નાખુશીભાવપૂર્વક ત્યાગ કરે છે. તે તરફ જેનું મન અલ્પ પણ લલચાતું નથી. આવા મહાત્મા પુરૂષો જ આ જગતમાં - Page #32 -------------------------------------------------------------------------- ________________ મૃષાવાદ નામના બીજા પાપસ્થાનકની સઝાય ૨૩ પવિત્ર છે. ધન્ય છે. નિકટકાલમાં કલ્યાણ પ્રાપ્ત કરનારા છે આમ જાણવું. તથા સત્યવ્રતમાં જ ચાલનારા આવા મહાત્મા પુરુષોને દેવો (એટલે વૈમાનિક-જ્યોતિષી દેવો), વ્યંતર (એટલે વ્યંતર-વાણ વ્યંતર દેવો) અને યક્ષો (ભવનપતિ દેવ-દેવીઓ એટલે કે યક્ષ-યક્ષિણીઓ) એમ ચારે નિકાયના કોઈપણ દેવોથી ભય હોતો નથી કારણ કે પોતાની વ્રતમાં જે સ્થિરતા છે તે સ્થિરતા જ આવા દેવોનો પરાભવ કરવામાં સમર્થ છે. તે માટે સત્યવ્રતના પ્રભાવથી આવા દેવો રોષાયમાન થતાં નથી અને કદાચ થાય તો પણ સત્યવ્રતીને તે દેવોથી ભય થતો નથી. જેમ કે પરમાત્મા મહાવીર પ્રભુને સુરપાણિ યક્ષનો ભય હતો નહીં. પાર્શ્વનાથ પ્રભુને મેઘમાલીનો ભય હતો નહીં, અને વિદ્યાસાધક ઘણા પુરુષોને છેલ્લી રાત્રિઓમાં વેતાલ આદિ તુચ્છ દેવોના ઉપદ્રવોથી ભય હોતો નથી. અથવા આવા સત્યવ્રતીને દેવો-દાનવો અને યક્ષ-યક્ષિણીઓથી ભય થતો નથી. દેવો-દાનવો અને યક્ષો જ તેના વ્રતની સ્થિરતા જોઈને ગુણના પ્રભાવથી જ હત-પ્રહત થયા છતા ઉપસર્ગો કરવાની ઇચ્છા જ છોડી દે છે. તેથી ભયો આવતા જ નથી. માટે સત્યવ્રતના આગ્રહી બનવું જોઈએ. | ૫ | જે નવિ ભાખે અલીક, બોલે ઠાવું ઠીક ! આજ હો ટેકે રે, સુવિવેકે સુજસ તે સુખ વરે જી ||૬|| શબ્દાર્થ - નવિ ભાખે - બોલે નહિ, અલીક - જૂઠું, કાવું - સ્થાને સ્થાને, ઠીક - યોગ્ય ઉચિત, ટેક - નિયમ-ટેવ, સુવિવેક - ઉત્તમ વિવેકપૂર્વક, સુજસ - સારો ચશ, સુખ વરે - સુખ પ્રાપ્ત કરે. || ૬ || Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ગાથાર્થ - જે જે આત્માઓ જૂઠ્ઠું બોલતા નથી. યોગ્ય યોગ્ય સ્થાને ઉચિત જ બોલે છે. આવું સત્ય બોલવાનું વ્રત (નિયમ) જે રાખે છે. તેઓ ઉત્તમ વિવેકપૂર્વક જીવન જીવતા છતા સારો યશ અને આત્મસુખને વરે છે. || ૬ II અઢાર પાપસ્થાનક વિવેચન – “સત્યવ્રતનો” ઉત્તમ પ્રભાવ છે. તેનાથી જીવન ધન્ય બને છે. નિર્ભય બને છે. લોક-લોકોત્તર માર્ગમાં વિશ્વસનીય બને છે. કર્મોની નિર્જરા કરાવનારૂં અને બંધની અલ્પતા કરનારું બને છે. તે માટે “સત્ય” બોલવાનું અને સત્ય જીવન જીવવાનું માણસે વ્રત પાળવું જોઈએ. તો જ તે ઉત્તમ કલ્યાણ કરનાર અને મોક્ષસાધક બને છે. જે જે મહાત્મા પુરુષો અલીકવચન (મિથ્યાવચનો) બોલતા નથી અને સ્થાને સ્થાને (અવસરે અવસરે) ઉચિત અને યથાર્થ વચન બોલે છે. તે મહાત્મા પુરુષો આવા પ્રકારની ટેકથી (ટેવથી) વિના પ્રયત્ને ઉત્તમ વિવેકવાળા જ થઈ જાય છે. વિવેકવાળા બનાવવા પડતા નથી પણ સ્વયં બની જાય છે તથા દુનિયાના લોકોમાં પણ તેઓનો “સુયશ” સારો યશ સ્વયં પ્રસરે છે અને સત્યવ્રતમાં વર્તવાપણાનો, તેના દ્વારા પોતાના જીવનને ધન્ય બનાવવાપણાનો જે આનંદ થાય છે. તે આનંદના સુખને વરનારા બને છે તેના કારણે કર્મબંધની અલ્પતા અને નિર્જરાની અધિકતા થતાં કાલાન્તરે મોક્ષસુખને વરનારા પણ બને છે. તથા “સુજસ” શબ્દ વાપરીને પૂજ્ય ગ્રંથકારશ્રીએ પોતાનું “યશોવિજયજી” એવું નામ પણ ગર્ભિતપણે સૂચવ્યું છે ॥ ૬ ॥ આ પ્રમાણે “મૃષાવાદ” નામનું જે બી પાપસ્થાનક છે તેની સજ્ઝાય સમાપ્ત થઈ. Page #34 -------------------------------------------------------------------------- ________________ અદત્તાદાન નામના ત્રીજા પાપસ્થાનકની સઝાય અદત્તાદાન નામના ત્રીજા પાપસ્થાનકની સઝાય ચોરી વ્યસન નિવારીયે, પાપસ્થાનક હો ત્રીજું કશું ઘોર કે ઇહભવે પરભવે દુઃખ ઘણાં, એહ વ્યસને તો પામે જગ ચોર કો. ચોરી વ્યસન નિવારીયે | ૧ | શબ્દાર્થ - ચોરી વ્યસન - ચોરી કરવાનું વ્યસન-ટેવ, નિવારીયે - રોકીએ, ઘોર • ભયંકર, ઈહભવે - આ ભવમાં, પરભવે - આવતા ભવમાં, એહ વ્યસને - આ વ્યસનથી, જગ - જગતમાં, ચોર - ચોરી કરનાર જીવ. || ૧ | ગાથાર્થ “બીજાના ધનની ચોરી કરવાનું ત્રીજું પાપાનક સેવવાનું વ્યસન જીવનમાંથી દૂર કરવું જોઈએ, આ વ્યસન અતિશય ભયંકર છે. ચોરી કરનારો ચોરપુરુષ આ જગતમાં આ ચોરીના વ્યસનથી આ ભવમાં અને પરભવમાં ઘણાં ઘણાં દુ:ખ પામે છે શિll વિવેચન - ચોરી એટલે અન્યની માલિકીની કોઈપણ વસ્તુ, તેને પૂછયા વિના, તેની સંમતિ વિના લેવી. આ એક મોટો દોષ છે. આ દોષની ટેવ પડ્યા પછી તે જીવ તે દોષમાં જ આગળ વધે છે અને મહાચોર બને છે. આ ચોરીનો દોષ એવો સહજ થઈ જાય છે કે તેને ભય રહેતો નથી. નિર્ભય બનીને ચોરી કરવામાં જ પોતાના જીવનની સફળતા માને છે. જેમ બીડી પીવાનું વ્યસન, દારૂ પીવાનું વ્યસન, જુગાર રમવાનું વ્યસન આ જીવમાં એકવાર પ્રવેશ્યા પછી કાઢવું તો મુશ્કેલ છે જ, પરંતુ દિન-પ્રતિદિન વધતું જ જાય છે. તેથી આ સઘળાં વ્યસનો ઘોર છે. ભયંકર છે. જીવને નીચે જ ઉતારનારાં છે. તેમ ચોરીનું વ્યસન પણ અતિશય ભયંકર છે. આ ચોરીના વ્યસનથી જ અપયશ, અવિશ્વાસ, મનદુઃખ, અર્થહાનિ, દયનીય દશા, તાડન-મારણ અને કારાવાસ, આવા પ્રકારનાં Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ઘણાં ઘણાં દુ:ખો જીવ આ ભવમાં જ પામે છે અને ભવાન્તરમાં નરક-નિગોદના ભવો પામીને ઈન્દ્રિયહાનિ, ચૈતન્યહાનિ, શારીરિક પારાવાર દુઃખ, પરમાધામી દેવો દ્વારા તાડન-મારણ આદિનાં અનંતઅનંત દુઃખોને આ જીવ આ વ્યસનથી પામે છે. માટે હે જીવ ! ચોરીનું વ્યસન ત્યજવા જેવું છે ॥ ૧ ॥ ચોર તે પ્રાયે દરિદ્રી હુએ, ચોરીથી હો ધન ન ઠહરે નેટ કે ચોરનો કોઈ ધણી નહીં, પ્રાયે ભૂખ્યું હો રહે ચોરનું પેટ કે ચોરી વ્યસન નિવારીએ ॥ ૨ ॥ શબ્દાર્થ - ચોર તે ઘણું કરીને, દરિદ્રી હુએ - નહી-સ્થિર રહે નહી, નેટ નક્કી, સત્ય સ્વામી-માલીક, ભૂખ્યું - ખાધા વિનાનું. ॥ ૨ ॥ - અઢાર પાપસ્થાનક જે ચોરી કરે છે તે પુરુષ, પ્રાયે - નિર્ધન જ હોય છે. ન ઠહરે 1 ઠેરે સદાકાલ, ઘણી . - ગાથાર્થ - જે ચોર હોય છે તે ઘણું કરીને દરિદ્રી હોય છે. ચોરીની પ્રક્રિયાથી મળેલું ધન લાંબો ટાઈમ ટકતું નથી. ચોરનો કોઈ માલિક હોતો નથી. ઘણું કરીને ચોરનું પેટ નક્કી ભૂખ્યું જ રહે છે. II ૨ II - વિવેચન - જેને પોતાના જીવનમાં ચોરીનું વ્યસન જ પડી ગયું છે તે વાસ્તવિક ધંધે (સાચા ધંધે) લાગતો નથી, નોકરી વિગેરે સુયોગ્ય આજીવિકાના વ્યવહાર કરતો નથી. કાયમી આવક કરતો નથી. તેની બુદ્ધિ પારકાનું ધન છીનવી લેવામાં જ દોડતી હોય છે. તેનો લાગ કયારેક મળે ક્યારેક ન પણ મળે તથા વળી કદાચ ચોરી કરીને કેટલુંક ધન લાવે તો પણ ચોરી કરનારા ભાગીદારો અંદરોઅંદર લડી પડે, જેથી તે ધન કોઈના ભાગે બહુ ન આવે. આમ ચોરી કરનારો પુરુષ સદા દરિદ્રી જ રહે છે. નિર્ધન જ રહે છે. ભિખારી Page #36 -------------------------------------------------------------------------- ________________ અદત્તાદાન નામના ત્રીજા પાપસ્થાનકની સઝાય દશામાં જ રહે છે. અરણ્યમાં ભટકતાં જ રહેવાનું બને છે. ચડ્ડી અને બનીયનધારી થઈને રખડતા રહેવાનું જ થાય છે. મકાન વિનાના, પરિવાર વિનાના, ધન વિનાના, અને દુનિયાદારીના ઉચિત જીવન વિનાના આ જીવો સદા રખડતા-ભટકતા દરિદ્રી જ હોય છે. “ચોરીથી હો ધન ન ઠહરે નેટ” - ચોરીથી લાવેલું ધન નેટ-નક્કી કાયમ ટકતું નથી. કારણ કે જાગારાદિનાં વ્યસનોથી, ઈન્દ્રિયોના મોજશોખનાં વ્યસનોથી અને પરસ્પરની લઢવાની વૃત્તિઓથી તે ધન ઘણું ખરું ચાલ્યું જ જાય છે. ઠહેરતું નથી અને કદાચ ઠહરે તો પણ ઘણો કાળ ઠહેરતું નથી. ચોરનો કોઈ ધણી નહીં” જેની ચોરી કરવાની જ વૃત્તિ હોય છે. તેને પોતાના ધંધામાં કોઈ ક્યાંય નોકરીએ બેસાડતું નથી. કદાચ બેસાડે તો લાંબો ટાઈમ રાખતું નથી. એટલે કે આવા ચોરનો શેઠ થવા કોઈ તૈયાર થતો નથી. તેથી કોઈ માલિક થતો નથી. સ્વચ્છંદપણે આ જીવ જંગલોમાં જ ભટક્તો જ રહે છે અને તેના કારણે ચોરનું પેટ સદા ભૂખ્યું જ રહે છે. ખાવાનું ઠેકાણું નહીં, પીવાનું ઠેકાણું નહીં. રહેવાનું ઠેકાણું નહીં, કપડાં-લત્તાનું ઠેકાણું નહીં આવું દુઃખી દુઃખી જીવન ચોરનું હોય છે. સમાજમાં આવવાનું નહીં, કોઈ જાતની પ્રતિષ્ઠા નહીં, કોઈ કન્યા આપે નહીં, આપે તો લાંબો ટાઈમ ટકે નહીં આવાં આવાં અનેક અનેક દુઃખો આ ભવમાં ચોરીના વ્યસનવાળા જીવને હોય છે !ારા જિમ જલમાંહે નાખીઓ, તલે આવે તો જલને અયગોલ કી ચોર કઠોર કરમ કરી, જાયે નરકે હો તિમ નિપટ નિટોલ કા ચોરી વ્યસન નિવારીએ | ૩ || શબ્દાર્થ - જલમાંહે - પાણીમાં, નાખીઓ – નાખેલો, તલે Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આવે - તળીયે બેસે, જલને - પાણીના, અયગોલ - લોઢાનો ગોળો, કઠોર કરમ કરી ભયંકર કર્મો કરીને, જાયે નરકે નરકમાં જાય છે, નિપટ - નિર્વસ્ત્ર, નિર્લજ્જ, નિટોલ - નઠોર, અનુચિત કામ કરનારો. ॥ ૩ ॥ · અઢાર પાપસ્થાનક ગાથાર્થ - જેમ પાણીમાં નાંખેલો લોઢાનો ગોળો પાણીના તળીયે બેસી જાય છે. તેમ નિર્લજ્જ અને નઠોર એવો તે ચોરી કરનારો જીવ કઠોર (ભયંકર) કર્મો કરીને નક્કી અવશ્ય નરકે જ જાય છે. II ૩ || વિવેચન - લોઢાનો ગોળો” જે નક્કર છે. વજનદાર છે તેને નદી-તળાવ કે સમુદ્રના પાણીની સપાટી ઉપર નાખો તો પણ તે સપાટી ઉપર ન રહેતા અવશ્ય પાણીના તળીયે જ જાય છે. અને તળીયે જઈને જ બેસે છે તેવી રીતે ચોરી કરનારો ચોર પુરુષ પણ ચોરી કરવાનાં ભયંકર કર્મો દ્વારા “ભારે કર્મી” થયો છતો અવશ્ય નીચે જ જાય છે અર્થાત્ નરક-નિગોદમાં જ જાય છે તેની કદાપિ ઉર્ધ્વગતિ થતી નથી પણ અધોગતિ જ થાય છે. આવા પ્રકારની ચોરી કરનારો આ જીવ નિર્વસ્ત્ર અર્થાત્ નિર્લજ્જ હોય છે. તથા પાપકર્મ કરવામાં નઠોર-કઠણ કાળજાવાળો હોય છે. માટે હે જીવ ! ચોરી કરવાનું આ વ્યસન ત્યજવા જેવું છે તેની ટેવ સારી નથી. જગતમાં પણ અવિશ્વાસનું જ કારણ બને છે. અપયશ અને નિંદાની જ વૃદ્ધિ કરનારૂં આ વ્યસન છે || ૩ || નાઠું-પડ્યું-વલી વિસર્યું,-રહ્યું-રાખ્યું-હો થાપણ કર્યું જેહ કે તૃણ-તુસ માત્ર ન લીજીએ, અણદીધું હો કિહાં કોઈનું તેહ કે।। ચોરી વ્યસન નિવારીએ ॥ ૪ ॥ શબ્દાર્થ - નાડું - નાશી ગયેલું, ભાગી ગયેલું, અથવા Page #38 -------------------------------------------------------------------------- ________________ અદત્તાદાન નામના ત્રીજા પાપસ્થાનકની સજ્ઝાય ખોવાઈ ગયેલું, પડ્યું રસ્તામાં પડી ગયેલું, વિસર્યું - ભૂલી જવાયેલું, રહ્યું - આપણે ઘરે રહી ગયેલું, રાખ્યું - આપણે ઘેર થાપણરૂપે કોઈએ રાખેલું - મુકેલું, થાપણ કર્યું જેહ . જે ધન થાપણરૂપે કર્યું હોય, તૃણતુસમાત્ર ઘાસના તણખલા જેટલું પણ, અણદીધું - ન આપેલું, કિહાં ક્યાંય પણ. | ૪ || - ગાથાર્થ - ભાગી ગયેલું, ખોવાઈ ગયેલું, પડી ગયેલું, વિસરી ગયેલું, રહી ગયેલું, રાખી મુકેલું જે કોઈ ધન (થાપણ) હોય, તે ધન ઘાસના તણખલા જેટલું પણ માલિકે આપ્યા વિના ક્યાંય પણ કોઈનું પણ લેવું નહીં. || ૪ || ૨૯ વિવેચન - નીચે જણાવેલા પ્રકારોમાંની કોઈ પણ જાતની, કોઈની પણ, ક્યાંય પણ થાપણ મળી હોય તો માલિકની સમ્મતિ વિના લેવી નહીં. (૧) નાઠું-કોઈ ખેડુત પોતાના પશુઓને (ગાય-ભેંસ-બકરાં કે ઘેટાં ઈત્યાદિ) ચરવા માટે લઈ ગયો અને ખેતરોમાં છૂટાં મૂક્યાં, તેમાંથી કોઈ પશુ નાસીને-ભાગીને બીજા ટોળામાં આવી ગયું. તો બીજા ટોળાના માલિકે પ્રથમ ટોળાના માલિકની સંમતિ વિના રાખી લેવું જોઈએ નહીં, અન્યથા ચોરીનો દોષ લાગે, એવી જ રીતે કોઈના ઘરમાંથી ચોરી આદિ કોઈ ગુન્હો કરીને નાશેલા-ભાગેલા માણસને બીજાએ સંઘરવો નહીં. જો તે તેને રાખે તો તેના ઉપર આવા દોષનો આરોપ આવે. આ વાત સચેતન આશ્રયી કરી. અથવા કોઈનું ખોવાઈ ગયેલું, પાકીટ-પૈસા આદિ ધન રસ્તામાંથી જડે તો પણ માલિકે આપ્યા વિના લેવું નહીં. કારણ કે એમ કરવાથી પણ અદત્તનો દોષ લાગે. આ અચેતન આશ્રયી સમજાવ્યું. ઘણીવાર કોઈનું ખોવાઈ ગયેલું ધન-પાકીટ-પૈસા અલંકાર Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૦ અઢાર પાપસ્થાનક આદિ કોઈ પણ વસ્તુ જો આપણને રસ્તામાંથી જતાં-આવતાં જડે તો માલિક મળશે ત્યારે તેને આપી દઈશું, નહીં મળે તો દેરાસરમાં મુકી દઈશું, કોઈ ગરીબને આપી દઈશું આવા આવા વિચારોથી આ જીવ લઈ લે છે. તે પણ ઉચિત માર્ગ નથી કારણ કે કોઈની ખોવાયેલી વસ્તુને હાથ અડાડીએ અને લઈએ તે જ વખતે તેનો માલિક આવે તો અથવા લોકો દેખે તો અંદરની બુદ્ધિ સારી હતી તે દેખાડી શકાતી નથી અને વસ્તુ લીધી છે તે માલિક અથવા લોકો દેખે છે જેથી ચોરીનો દોષારોપણ આવે છે તથા માલિકે ખોવાયેલી વસ્તુની સરકારી દફતરે ખબર આપી હોય અને શોધતાં શોધતાં તે વસ્તુ આપણા ઘરે નીકળે ત્યારે મારી આવી સારી બુદ્ધિ હતી તે દેખાડી શકાતી નથી પણ વસ્તુ ઘરેથી નીકળવાના કારણે ગુન્હો લાગુ પડે છે. તેથી વધારે સજા અને ધર્મની નિંદાનો ભય રહેલો છે માટે કોઈની ખોવાયેલી વસ્તુને પણ હાથ અડાડવો નહીં. (૨) પડ્યું- એવી જ રીતે કોઈનું પણ ધન રસ્તામાં પડી ગયું હોય અને તે પડેલું મળે તો પણ તે સ્વામી અદત્ત હોવાથી લેવું ઉચિત નથી કોઈનું પડી ગયું છે એમ સમજીને આપણે લઈએ, તો પણ વસ્તુ આપણા પાસે નીકળવાથી ચોરીના દોષનો, ચોરાયેલા માલને લેવાના દોષનો આરોપ આપણા ઉપર આવવાનો ભય છે. (૩) વિસર્યું. કોઈ માણસ ક્યાંક બેઠો હોય અને ત્યાં તે પોતાની વસ્તુ મુકીને ચાલ્યો ગયો, વસ્તુ ભૂલી ગયો, તેને તે વસ્તુ ત્યાં રહી ગઈ છે એવું યાદ ન રહ્યું. તે વસ્તુ આપણે લઈએ તો પણ સ્વામી અદત્તનો દોષ લાગે અને વસ્તુ આપણે ઘરે નીકળવાથી આપણા ઉપર ચોરીનો આરોપ આવી શકે છે. (૪) રહ્યું- આપણે ઘરે કોઈની કોઈ વસ્તુ રહી ગઈ અને તેને લઈએ તો તે પણ સ્વામી અદત્ત હોવાથી દોષનું કારણ છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ અદત્તાદાન નામના ત્રીજા પાપસ્થાનકની સજઝાય ૩૧ (૫) સખ્યું- કોઈએ વ્યાજ ખાવા માટે અથવા સાચવવા માટે ધન-અલંકારાદિ આપણે ઘેર થાપણરૂપે રાખ્યા, તેને પચાવી પાડીએ તો તે પણ વિશ્વાસઘાતરૂપ હોવાથી અનેક દોષોનું કારણ છે યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશમાં આ જ ભાવાર્થને સુચવતો શ્લોક આ પ્રમાણે છે पतितं विस्मृतिं नष्टं, स्थितं स्थापितमाहितम् । अदत्तं नाददीत स्वं, परकीयं क्वचित्सुधीः ।। આ રીતે અનેક પ્રકારે પ્રાપ્ત થતું પરધન કે પારકી વસ્તુ તૃણસુ (ઘાસના તણખલા જેટલું) પણ લેવું નહીં | ૪ || દૂરે અનર્થ સકલ ટલે, મીલે વાહલા હો સઘલે જસ થાય કે સુર સુખનાં હુએ ભેંટણાં, વ્રત ત્રીજે હો આવે જસ દાય કે ચોરી વ્યસન નિવારીએ | ૫ | શબ્દાર્થ - દૂરે - દૂર, અનાર્થસકલ • સઘળી મૂશ્કેલીઓ, ટલે - ટલી જાય-ચાલી જાય, મીલે વાહલા - ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય, સઘલે જશ થાય - સર્વત્ર જસ થાય-ચશ વ્યાપે, સુરસુખનાં - દેવતાઈ સુખોનાં, હુએ ભેટમાં - પ્રાપ્તિ થાય, જસ દાય - જેને વહાલું લાગે તેને. | ૫ | ગાથાર્થ - જેને ત્રીજું વ્રત દાય આવે (ગમી જાય) તેને સઘળી મુશ્કેલીઓ દૂર ચાલી જાય, ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય, સર્વત્ર જશ ફેલાય, અને અંતે દૈવિક સુખોની ભેટ પ્રાપ્ત થાય IIull - વિવેચન - “વ્રત ત્રીજાં હો આવે જસ દાય” જે જે આત્માઓને પરની માલિકીની વસ્તુ તેણે આપ્યા વિના લેવી નહી. આવા પ્રકારનું અદત્તાદાન વિરમણ વ્રત નામનું આ ત્રીજું વ્રત ગમી Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જાય છે. હૈયાથી સ્વીકારી લે છે. તૃણતૃસ જેટલું પણ પરધન મનવચન-કાયાથી ખપતું નથી. સ્વીકારવું જ નથી તેવા પ્રકારના ત્રીજા વ્રતધારીઓને વ્રતના પ્રભાવથી અઢાર પાપસ્થાનક (૧) સઘળા અનર્થો (મુશ્કેલીઓ) દૂર ટળે છે કોઈ પણ જાતની આપત્તિઓ રહેતી નથી. આપત્તિઓ આવતી નથી. (૨) વહાલા પદાર્થો અને વહાલા માણસો મળે છે એટલે કે મનગમતી ઇષ્ટવસ્તુઓનો આપોઆપ સંયોગ થાય છે. માણસો પણ તેવા જ મળે છે કે જે હૃદયથી સજ્જન હોય, આપણા ઉપર હિતકારી સ્નેહ-વહાલ વરસાવે-કલ્યાણના રસ્તે જોડે, સન્માર્ગે ચઢવામાં સહાય કરે. (૩) સઘળે જસ થાય-સાચા માર્ગે ચાલવાથી અને કોઈનું પણ અદત્ત ન લેવાથી સર્વ સ્થાને વિના માગ્યે યશ ફેલાય છે. (૪) કાળાન્તરે આવા પ્રકારના વ્રતપાલન દ્વારા બંધાયેલા પુણ્યનો જ્યારે ઉદય થાય છે ત્યારે સુરસુખનાં એટલે કે દેવતાઈ સુખનાં ભેટણાં આ જીવને પ્રાપ્ત થાય છે. દૈવિક સુખોની પ્રાપ્તિ થાય છે || ૫ ॥ ત્યજી ચોરપણું ચોર તો, હુએ દેવતા હો રોહિણીઓ જેમ કે। એહ વ્રતથી સુખ જસ લહે, વળી પ્રાણી હો વહે પુણ્યસ્યું પ્રેમ કે।। ચોરી વ્યસન નિવારીએ ।। ૬ ।। શબ્દાર્થ - ત્યજી - છોડી દઈને, ચોરપણું - ચોરી કરવાની ટેવ, ચોર તો - જે ચોર હોય છે તે ચોર પણ, હુએ દેવતા - દેવ (૧) કોઈ કોઈ પુસ્તકોમાં “ત્યજી ચોરપણું ચોર તે” આવો પાઠ છે. તેનો અર્થ આ રીતે કરવો કે જે ચોર હોય છે તે જો ચોરપણું ત્યજી દે, તો તે ચોર રોહિણીયા ચોરની જેમ દેવ થાય છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ અદત્તાદાન નામના ત્રીજા પાપસ્થાનકની સજઝાય હોય છે, રોહિણીઓ જેમ - જેમ કે રોહિણીયો ચોર, એહ વ્રતથીઆ વ્રતના પ્રભાવથી, સુખ જસ લહે - સુખ અને યશ પ્રાપ્ત કરે, વહે પુણ્યસ્ય પ્રેમ - પુણ્યની સાથે પ્રેમ પ્રાપ્ત કરે. I ૬ II ગાથાર્થ - જે ચોર હોય છે. તે ચોરપુરુષ ચોરીકરવાપણું જે છોડી દે તો તે ચોરી છોડવાના પુણ્ય પ્રભાવથી દેવ થાય છે જેમ કે રોહિણીયો ચોર, માટે આ વ્રતપાલનથી જીવ સુખ અને યશ પામે છે તથા પુણ્યકર્મની સાથે પ્રેમ બાંધે છે . ૬ I વિવેચન - જે જે જીવો પ્રથમ જીવનમાં ચોરી કરતા હોય, આવા પ્રકારની કુટેવોથી જેનું જીવન ચોરીના વ્યસનવાળું બન્યું હોય ખરાબ રસ્તે ચઢી ગયા હોય. તે ચોર જીવો પણ જ્યારે “ચોરીપણું” એટલે ચોરી કરવાની માનસિક વૃત્તિ છોડી દે છે. ચોરી કરવાના પાપથી રહિત બને છે. તો તેવા ચોર જીવો પણ (જે પૂર્વકાલમાં ચોરી કરતા હતા, છતાં પણ જીવન સુધરી જવાથી) પુણ્યાઈ વધી જવાથી કાલાન્તરે વૈમાનિકાદિક દેવલોકના દેવભવને પામે છે. ખોટા રસ્તે ગયેલા માણસનો જ્યારે ખોટો રસ્તો છૂટી જાય છે ત્યારે સાચે રસ્તે આવતાં જરૂર કલ્યાણ થાય છે. તેમ અહીં સમજવું. આ બાબતમાં રોહિણીયા ચોરનું ઉદાહરણ જાણવું રોહિણીયા ચોરના પિતાએ મૃત્યુશધ્યાએ હતા ત્યારે પુત્રને એક શિખામણ ખાસ આપેલી કે ગમે તેવા સંજોગો થાય તો પણ ભગવાન મહાવીર પ્રભુની દેશના તારે સાંભળવી નહિ. પુત્રે પિતાનું વચન સ્વીકાર્યું. પિતા સ્વર્ગવાસ પામ્યા. રોહિણીયો ચોર પોતાના ચોરી કરવાના કામમાં લાગ્યો. એક વખત શ્રેણીક રાજાને ત્યાં ચોરી કરવા ગયો. રસ્તામાં જતાં જતાં ભગવાન જ્યાં દેશના આપે છે તે માર્ગ આવ્યો. પિતાનું વચન યાદ આવ્યું. બન્ને કાનમાં હાથની આંગળીઓ નાખીને ભગવાનનું વચન ન Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જ સંભળાય તેમ ચાલ્યો પણ આગળ જતાં પગમાં જોરદાર મોટો કાંટો વાગ્યો. હવે શું કરવું? કાંટો કાઢ્યા વિના આગળ જવાય તેમ પણ ન હતું અને આંગળીઓ કાઢી નાખીને કાન ખુલ્લા કરે તો ભગવાનની વાણી સંભળાઈ જાય તે પણ પાલવે તેમ ન હતું. તેથી મૂંઝાયો. આખરે કાંટાની વેદના વધારે હોવાથી કાનમાંથી આંગળીઓ કાઢી. બેસીને બન્ને હાથની મહેનતથી કાંટો કાઢવાનો પ્રયત્ન કર્યો. બન્ને કાનને પગની ઘૂંટણ નીચે દાબી રાખ્યા તો પણ અનાયાસે ભગવાનની વાણી નીચે મુજબની કાને પડી ગઈ. અઢાર પાપસ્થાનક “દેવો સદા અનિમેષનયણી હોય છે. મનથી કાર્ય કરનારા હોય છે. કરમાય નહીં તેવી ફુલની માળાવાળા હોય છે અને સદા ધરતીથી ચાર આંગળ અધ્ધર ચાલનારા હોય છે.” શ્રેણીક રાજાને ત્યાં ચોરી કરવા ગયો પણ કંઈ ન મળવાથી પાછા ફરતાં કોટવાળોએ પકડી લીધો. રાજ્યસભામાં હાજર કર્યો. ચોરીનો કંઈ માલ ન હોવાથી શ્રેણીકરાજાએ છોડી મૂક્યો પણ વિશેષ તપાસ માટે અભયકુમારને સોંપ્યો. અભયકુમારે એક રાજમહેલ જેવા મકાનમાં તેને રાખ્યો. દેવાંગનાઓ જેવી અનેક દાસીઓ ત્યાં મુકી. મદિરાપાન કરાવ્યું. દાસીઓના મનમાં હતું કે તે સાચું બોલી જશે કે હું ચોરી કરવા અહીં આવેલો. મદિરાપાન કરાવ્યા પછી દાસીઓએ કહ્યું કે ઉઠો, સ્વામીનાથ ! આ સ્વર્ગલોક છે. અમે દેવાંગનાઓ છીએ અમારી સાથે દૈવિક સુખ ભોગવો. કેવાં પુણ્ય કર્યા હશે ત્યારે તમે અહીં જન્મ્યા છો. ઇત્યાદિ, પરંતુ મદિરાપાનનો નશો ઉતરતાં રોહિણીયા ચોરને એકદમ ભગવાનની વાણીનું સ્મરણ થયું. દેવો તો અનિમેષનયણી હોય છે. ધરતીથી ચાર આંગલ અધ્ધર ચાલે છે અને આ સ્ત્રીઓમાં તો તેવું દેખાતું નથી માટે જરૂર આ માયાજાળ છે. કંઈ જવાબ ન આપ્યો. એટલે અભયકુમારે છોડી મુક્યો પણ રોહિણીયા ચોરના મનનું પરિવર્તન થયું. Page #44 -------------------------------------------------------------------------- ________________ અદત્તાદાન નામના ત્રીજા પાપસ્થાનકની સઝાય ૩પ અનિચ્છાએ ભગવાનનાં બે વચનોએ મારા પ્રાણ બચાવ્યા તો સમગ્ર દેશના સાંભળું તો મારું કલ્યાણ જ થાય એમ વિચારી પ્રભુ પાસે ગયો. દેશના સાંભળી સમર્પિત ભાવવાળો થઈને દિક્ષીત થયો અને મરીને દેવ થયો. આ રીતે આ અદત્તાદાનવિરમણવ્રત નામના વ્રતપાલનથી આ જીવ સુખને પામે છે, યશને પામે છે અને પુણ્યકર્મને બાંધનાર બને છે. અર્થાત્ દોષમુક્ત થવાના કારણે તે જીવની ચઢતી થાય છે. આવા પ્રકારના દોષોનો ત્યાગ એ જ આત્મકલ્યાણનું પરમ કારણ બને છે. તથા “સુખ જસ લહે” આ પદમાં જસ શબ્દ લખીને પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીએ પોતાનું “યશોવિજયજી” આવું નામ પણ ગર્ભિતપણે સૂચવ્યું છે | ૬ | આ પ્રમાણે “અદત્તાદાન” નામનું જે ત્રીજું પાપસ્થાનક છે તેની સઝાય સમાપ્ત થઈ. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૬ “મૈથુન” નામના ચોથા પાપસ્થાનકની સજ્ઝાય પાપસ્થાનક ચોથું વર્જિએ, દુર્ગતિ મૂલ અબંભ । જગ વિ મૂંઝ્યો છે એહમાં, છાંડે તેહ અચંભ ॥ ૧ ॥ પાપસ્થાનક ચોથું વર્જીએ. B શબ્દાર્થ - વર્ષિએ - તજીએ, દુર્ગતિ - નરક-નિગોદનું, પ્રધાન કારણ છે, અલંભ - મૈથુન, જગ સવિ - આખું ય જગત, મુંઝયા છે - મોહિત થયો છે. એહમાં - આ મૈથુન ક્રીડામાં, છાંડે જે જીવો મૈથુનને છોડે છે, તેહ અચંભ - તેજ ખરેખર આશ્ચર્ય છે. II ૧ || · અઢાર પાપસ્થાનક ગાથાર્થ - મૈથુન નામનું ચોથું પાપસ્થાનક વર્જી દેવું જોઈએ, કારણ કે આ મૈથુન એ જ દુર્ગતિનું પ્રધાન કારણ છે. આ ક્રિયામાં આખું જગત મોહાંધ બનેલું છે જે જીવો છોડે છે તે જ આશ્ચર્ય છે. ॥ ૧ ॥ વિવેચન - “મૈથુન” એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. મિથુન એટલે જોડકું-યુગલ, પતિ-પત્ની, તે બન્નેની જે સાંસારિક ક્રિયા છે. તેને મૈથુન કહેવાય છે. મૈથુનસેવન એ ચોથું પાપસ્થાનક છે. તેને વર્જવું જોઈએ. કારણ કે એક તો અગણિત જીવોની હિંસાનું કારણ છે અને બીજું વિષયવિકારોની, વાસનાની અને રાગાદિદોષોની વૃદ્ધિનું કારણ છે. હિંસા અને વાસનાની વૃદ્ધિ જીવને નરક-નિગોદ આદિરૂપ દુર્ગતિમાં લઈ જનાર છે. આ રીતે “વુÎત્તિ મૂર્ત્ત સવંમ” અબ્રહ્મચર્ય એટલે કે મૈથુનક્રીડા તે હિંસાત્મક હોવાથી અને વિકારો તથા વાસનાની વૃદ્ધિનું કારણ હોવાથી દુર્ગતિનું મૂલ છે. આખું જગત આ પાપમાં મૂંઝાયેલું છે એટલે કે મોહાન્ધ બનેલું છે. સંસારમાં એવો કોઈ જીવ નથી કે જે યુવાવસ્થામાં આવ્યો છતો વિકાર વિનાનો હોય. શાસ્ત્રમાં કહ્યું છે કે Page #46 -------------------------------------------------------------------------- ________________ મૈથુન નામના ચોથા પાપસ્થાનકની સજ્ઝાય अङ्गं गलितं, मुण्डं पलितं, दशनविहीनं जातं तुण्डं । वृद्धो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चत्याशापिण्डम् ॥ १ ॥ શરીર ગળી જાય, માથે ધોળા વાળ આવે, મુખ દાંતો વિનાનું થાય, ઘરડો થયેલો તે પુરુષ લાકડી લઈને ચાલે તો પણ ભોગની આશાનો પિંડ આ જીવ છોડતો નથી. ।। ૧ || આ કારણે મૈથુનમાં મોહાન્ધ બનેલું આખું જગત છે. જે જીવો આ મૈથુનને છોડીને, નિર્વિકારી બનીને, બ્રહ્મચર્યાદિ ગુણમાં વર્તે છે. તે જ ખરેખર આશ્ચર્ય છે. સારાંશ કે અબ્રહ્મમાં-મૈથુનમાં તો સઘળી દુનિયા લપેટાયેલી છે પણ જે લોકો આ વિકારોને જીતીને નિર્વિકારી થઈને બ્રહ્મચારીપણે વર્તે છે તે જ એક મોટું આશ્ચર્ય છે. ॥ ૧ ॥ રૂડું લાગે રે એ ધૂરે, પરિણામે અતિ અતિ ક્રૂર | ફલ કિંપાકની સારિખું, વરજે સજ્જન દૂર ॥ ૨ ॥ શબ્દાર્થ રૂડુ લાગે - મીઠું લાગે - સુખદાયી લાગે સારૂં લાગે, એ - આ મૈથુન ક્રીડા, ઘૂરે - પ્રારંભમાં, પરિણામે - કાલાન્તરે, અતિ અતિ ક્રૂર અતિશયથી અતિશય ભયંકર, ફલ કિંપાકની - કિંપાકના લ, સરિખુ - સદ્દશ, વરજે ત્યજે, સજ્જન દૂર - સજ્જન પુરુષો દૂરથી જ. | ૨ || ૩૭ - - - ગાથાર્થ આ મૈથુન ક્રીડા પ્રારંભમાં મીઠી લાગે પણ પરિણામે અતિશય અતિશય ભયંકર છે. કિપાકના ફલ સમાન છે તેથી સજ્જન પુરુષો તેને દૂરથી જ વર્ષે છે. || ૨ || - વિવેચન - અબ્રહ્મચર્યમાં એટલે મૈથુનક્રીડામાં જોડાતાં પ્રારંભમાં સારૂં લાગે, મીઠું લાગે, સુખદાયી લાગે, પરંતુ ઘણી જીવહિંસા હોવાથી, અને રાગની-વિષય વાસનાની વૃદ્ધિ કરનાર હોવાથી Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ અઢાર પાપસ્થાનક તેમાં અંજાયેલો જીવ વિવેકશુન્ય બનવાથી ઘણાં પાપો બાંધનારો બને છે અને મરીને નરક-નિગોદના ઘણા ભવોમાં રખડનાર બને છે. આ રીતે કાલાન્તરે અતિશય ઘણું ભયંકર હોવાથી આ અબ્રહ્મચર્ય કિપાકના ફલ સરખું છે. જેમ કિંપાકનું ફલ ખાતી વખતે પ્રારંભમાં મીઠું-મધ જેવું લાગે છે પરંતુ વિષમય હોવાથી કાલાન્તરે અવશ્ય મૃત્યુ જ કરાવે છે તેમ આ અબ્રહ્મચર્યનું સેવન આત્માને અવિવેકશૂન્ય કરે છે તેથી આ આત્મા ઘણાં પાપકર્મો કરીને ભવભ્રમણમાં રખડનાર બને છે તેથી ઉત્તમ પુરુષો દૂરથી જ આ અબ્રહ્મચર્યને વર્જી દે છે તે ક્રિીડા કરવા તરફ ગમન કરતા નથી જેમ સર્પ મૃત્યુદંડ આપનાર હોવાથી તેને દેખીને જીવ દૂર ભાગે છે તેમ અબ્રહ્મચર્ય ભવોભવમાં રખડાવનાર હોવાથી સજ્જન પુરુષો તેનાથી દૂર રહે છે. ર અધર વિદ્યુમ સ્મિત ફુલડાં, કુચ ફલ કઠીન વિશાલ ! રામા દેખી ન રાચીએ, એ વિષવેલી રસાલ | ૩ || શબ્દાર્થ - અધર - હોઠ, વિદ્વમ - પરવાળાં, સ્મિત - હાસ્ય, કુલડાં - પુષ્પ, કુચ - સ્ત્રીના શરીરના છાતીના બે સ્તન ભાગ, કુલ કઠીન - કઠણ ફળતુલ્ય, રામા - સ્ત્રી, દેખી - જોઈને, ન સચીએ - ન હરખાઈએ, એ - આ સ્ત્રી (પુરુષને આશ્રયી, અને સ્ત્રીને આશ્રયી પુરુષ), વિષવેલી - વિષની વેલડી સમાન, રસાલ - રસથી ભરેલી. II 3 II ગાથાર્થ - જે સ્ત્રીના હોઠ પરવાળા જેવા લાલચોળ છે જે સ્ત્રીનું હાસ્ય મુખમાંથી કુલડાં ઝરતા હોય તેવું છે. જે સ્ત્રીના સ્તન ભાગ કઠણ અને વિશાળ ફલ હોય તેવા છે. આવી રૂપાળી સ્ત્રીને જોઈને હે આત્મા! કદાપિ રાયતું નહીં રોગાન્ધ બનવું નહીં કારણ Page #48 -------------------------------------------------------------------------- ________________ મૈથુન નામના ચોથા પાપસ્થાનકની સઝાય ૩૯ કે આ સ્ત્રીનું શરીર વિષના રસથી ભરેલી વિષની વેલડી તુલ્ય છે (તે જ રીતે સ્ત્રી જીવને પુરુષનું શરીર વિષવેલી તુલ્ય છે.) I 3 II વિવેચન - આ ગાથામાં પુરુષનો રાગ ઓછો કરાવવા અને પુરુષનું મન વૈરાગ્ય વાસિત બનાવવા સ્ત્રીના શરીરનું વર્ણન કરેલું છે તે જ રીતે સ્ત્રીના જીવને પુરુષનું શરીર જોઈને રાગ થાય છે તેથી તેનો રાગ ઘટાડવા અને વૈરાગ્ય પમાડવા માટે પુરુષના શરીરનું વર્ણન પણ આવું જ સમજી લેવું. સામાન્યથી યુવાવસ્થામાં આવેલી અને કામદેવના જેવા રૂપ વાલી સ્ત્રીનું શરીર આવા પ્રકારનું હોય છે કે જેના બન્ને હોઠ પરવાળાના જેવા અત્યંત લાલ છે. જેનું મુખ અત્યંત હાસ્યયુક્ત હોવાના કારણે જાણે તેમાંથી ફુલડાં જ ઝરતાં હોય તેવું ગમી જાય એવું છે. છાતીના સ્તનનો ભાગ જાણે કઠણ અને વિશાલ બે મોટાં ફળો હોય તેવો છે. આવા પ્રકારના રૂપવાલી સ્ત્રીને દેખીને (સ્ત્રીને આશ્રયી રૂપાળા પુરુષને દેખીને) હે જીવ! ન રાચીએ, આનંદ ન માનીએ, કારણ કે મોહની વૃદ્ધિનો હેતુ હોવાથી ભયંકર કાલકૂટ વિષથી ભરેલી આ વિષવેલડી સમાન છે. આપણા જીવને રાગાધ બનાવી, વિવેકશૂન્ય કરી, ઘણાં કુકર્મો તથા અનંત મૃત્યુ અપાવનારી આ સ્ત્રી છે. એમ જાણવું તેથી હે જીવ ! દૂરથી જ ત્યાજ્ય છે || ૩ | પ્રબલ જ્વલિત અયપૂતલી, આલિંગન ભલું તંત ! નરક-દુવાર નિતંબની, જઘન સેવન તે દુરંત / ૪ / શબ્દાર્થ - પ્રબલ - તીવ્ર, જ્વલિત - સળગતી, અયપૂતલી - લોઢાની પૂતળી, આલિંગન - શારીરિક સંબંધ, ભલું - સારું, તંત - અને છેવટે અને શાસ્ત્ર, નકદુવાર - નરકનું જ દ્વાર, નિતંગિની - બીના, જઘનસેવન - ગુપ્ત ભાગની સાથેનો સંભોગ, તે દુરત - તે અતિશય વધારે ભયંકર છે. | ૪ | Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૦ અઢાર પાપસ્થાનક ગાથાર્થ - તીવ્ર આગવાળી (તપેલી) લોઢાની પુતલીનું આલિંગન કરવું તે છેવટે ઘણું સારું, પણ નરકના દ્વાર ખુલ્ય સ્ત્રીના શરીરનું સેવન (સ્ત્રીને આશ્રયી પુરુષના શરીરનું સેવન) અતિશય ભયંકર છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. / ૪ I વિવેચન - આગથી તપેલી લોઢાની પૂતળીનું આલિંગન કોઈ કરે નહીં કારણ કે દાઝી જવાય, બળી જવાય, મૃત્યુ થઈ જાય પરંતુ સ્ત્રીના શરીરની સાથેના (સ્ત્રીને આશ્રયી પુરુષના શરીરની સાથેના) આલિંગનની સાથે જો તેને સરખાઈએ તો તપેલી પૂતળીનું આલિંગન કરવું ખરેખર છેવટે સારું કારણ કે તે એક જ વાર બાળે અને એક જ વાર મારે, જ્યારે આ સ્ત્રીના શરીર સાથેનું આલિંગન આ જીવને રાગાધ બનાવી, વિવેકશૂન્ય બનાવી અનેક પાપકર્મ કરાવી, નરકનિગોદમાં રખડાવી અનેક પ્રકારનાં દુઃખો આપીને અનેકવાર દઝાડનાર અને અનેકવાર મારનાર બને છે તેથી તે મૈથુનસેવન અતિશય ઘણું ભયંકર છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે. તે જ છે દાવાનલ ગુણવન તણો, કુલ-મશીકૂર્ચક એહ ! રાજધાની મોહરાયની, પાતક-કાનન-મેહ | ૫ || શબ્દાર્થ - દાવાનલ - આગતુલ્ય, ગુણ-વનતણો - ગુણોરૂપી ઉધાનને (બાળવામાં), કુલ - પોતાના કુળને (કલંકિત કરવામાં), મશીકુર્ચક- સાહીના કુચડાતુલ્ય, એહ - આ મૈથુન ક્રિયા, રાજધાની - રાજ્યતુલ્ય, મોહરાયની - મોહ રાજાના, પાતક - પાપોરૂપી, કાનન - જંગલને (નવપલ્લિત રાખવામાં), મેહ - મેઘતુલ્ય છે. II II ગાથાર્થ - આ સ્ત્રી સાથેનો સંભોગ, ગુણોરૂપી વનને બાળવામાં દાવાનલ તુલ્ય છે. પોતાના કુળને કલંકિત કરવામાં મશીના કુચડા સમાન છે. મોહરાજાની રાજધાની તુલ્ય છે, અને પાપોના બગીચાને નવપલ્લવિત રાખવામાં મેઘસમાન છે. I ૫ / Page #50 -------------------------------------------------------------------------- ________________ મૈથુન નામના ચોથા પાપસ્થાનકની સઝાય ૪૧ વિવેચન - સ્ત્રીના શરીર સાથેની સંભોગ ક્રિયા (તથા સ્ત્રીને આશ્રયી પુરુષના શરીર સાથેના સંભોગની ક્રિયા) કેટલી દુઃખદાયી છે. જીવનું અધઃપતન કરાવનારી છે. આ વાત જુદા જુદા ચાર ઉદાહરણોથી ગ્રંથકાર સમજાવે છે. (૧) આ આત્મામાં વિનય-વિવેક-ત્યાગ કે વૈરાગ્ય આદિ જે કોઈ ગુણો આવ્યા હોય, તે ગુણોનો જે વિકાસ થયો હોય, ગુણો ફાલ્યાફુલ્યા બન્યા હોય, તેવા પ્રકારના ગુણોના વનને બાળીને ભસ્મ કરનાર આ સંભોગક્રિયા છે. તેથી દાવાનલતુલ્ય છે. (૨) પોતાનું જે ઉત્તમકુળ છે, ઉંચુ ગોત્ર છે. ઉંચુ માનવંતુ ઘર છે. તેને કલંકિત કરવામાં કાળી સહીનો કુચડો ફેરવવા તુલ્ય છે. (૩) રાગ-આસક્તિ-વિકારો અને વાસનાઓ રૂપી મોહરાજાને રમવા માટે, આનંદ માણવા માટે જાણે પોતાનું રાજ્ય જ હોય, આ મૈથુનક્રિયા પોતાની રાજધાની હોય તેવી છે. (૪) હિંસા-જુઠ-ચોરી આદિ બીજાં અનેક પાપોના સેવન રૂપી અરણ્યને, પાપાચરણ રૂપી વનરાજીથી ભરપૂર લીલુછમ રાખવા માટે મેઘ (વરસાદ) તુલ્ય છે. જેમ વરસાદથી અરણ્ય લીલુછમ રહે છે તેમ મૈથુનક્રીડાથી પાપાચરણો વધતાં જ રહે છે. લીલાંછમ રહે છે. || ૫ પ્રભુતાએ હરિ સારિખો, રૂપે મયણ અવતાર | સીતાએ રે રાવણ યથા, છાંડવો પર નર-નાર છે ૬ / દશ શીર રજમાંહે (રણમાંહે) રોલીયાં, રાવણ વિવશ અખંભા રામે ન્યાયે રે આપણો, રોપ્યો જગ જય થંભ | ૭ | શબ્દાર્થ - પ્રભુતાએ - પ્રભુતામાં-પ્રભાવમાં, હરિસારિખો - Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ઇંદ્રતુલ્ય, રૂપે રૂપમાં, મચણ અવતાર જાણે કામદેવનો જ અવતાર હોય તેમ, સીતાએ સીતામાં આસક્ત બનેલા, રાવણ રાવણ રાજા, યથા - જેમ, છાંડવો - ત્યજી દેવો જોઈએ, પરનરનાર - પરપુરુષને અને પરસ્ત્રીને. ॥ ૬ ॥ - - · દશ શીર - દશ મસ્તકો, રજમાંહે - ધૂળમાં, રોલીયાં - આળોટ્યાં-અર્થાત્ રઝળ્યાં, રાવણ રાવણ રાજા, વિવશ - પરવશ, અબંભ - અબ્રહ્મચર્ય, રામે - રામચંદ્રજીએ, ન્યાય કરવાપૂર્વક, આપણો - પોતાનો, રોપ્યો - થાપ્યો, જગ - જગતમાં, જયરંભ વિજયનો સ્તંભ. || ૭ || ન્યાય - . - અઢાર પાપસ્થાનક ગાથાર્થ પ્રભાવમાં ઇંદ્ર સમાન, અને રૂપમાં કામદેવના અવતાર સમાન એવા રાવણ રાજા સીતામાં આસક્ત બન્યા અને અબ્રહ્મચર્યને પરવશ થયા. જેના કારણે પોતાનાં દશે મસ્તકો ધૂળમાં પડ્યાં (યુદ્ધમાં છેદાયાં) રામચંદ્રજીએ યુદ્ધ કરીને તેને મૃત્યુદંડ આપવા દ્વારા ન્યાય ચલાવવા સ્વરૂપ પોતાનો વિજયસ્તંભ જગતમાં રોપ્યો. માટે દરેક જીવોએ પરનરને અને પરનારીને છોડી દેવી જોઈએ. II ૬-૭ || વિવેચન આ ગાથામાં રાવણરાજા પરનારીમાં આસક્ત બન્યા તો વિનાશને પામ્યા તેનું ઉદાહરણ સમજાવે છે. જે રાવણ રાજા પ્રભાવમાં ઈન્દ્રતુલ્ય હતા, રૂપાળાપણામાં કામદેવના અવતાર સમાન હતા, છતાં સીતામાં (પરનારીમાં) આસક્ત બન્યા, અબ્રહ્મચર્યને (વ્યભિચારને) આધીન થયા તેથી કરીને રામ અને રાવણનું યુદ્ધ થયું. રાવણરાજા મરાયા, દશે મસ્તકો છેદાયાં અને ધૂળમાં પડ્યાં, (યુદ્ધમાં દશે મસ્તકો છેદાયાં) કુટુંબ બધું હણાયું, બહુ રાક્ષસોનો વિનાશ થયો, લંકાનગરી બળી અને દેશની છિન્નભિન્ન દશા થઈ. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૩ મૈથુન નામના ચોથા પાપસ્થાનકની સઝાય રામચંદ્રજીએ પરદારાની ઇચ્છા માત્ર કરનારને આવો મૃત્યુદંડ આપીને ન્યાય ચલાવ્યો. સજ્જનોનું રક્ષણ કરવું અને દુર્જનોને દંડવા એ જ રાજનીતિ છે માટે પાપ કરનારાને સજા કરીને પોતાના વિજયનો સ્તંભ જગતમાં પ્રસ્થાપિત કર્યો. માટે તે ઉત્તમ પુરુષો અને સન્નારીઓ ! પરનર કે પરનારીનો સમાગમ તો કરવો જ નહીં પણ તેની ઇચ્છા માત્ર પણ ન કરવી કારણ કે આ પાપ અતિ ભયંકર છે ૬-૭ || પાપ બંધાએ રે અતિઘણાં, સુકૃત સકલ ક્ષય જાય ! અબ્રહ્મચારીનું ચિંતવ્યું, કદીય સફલ નવિ થાય || ૮ | શબ્દાર્થ - સુકૃત-કરેલાં સત્કાર્યો, ક્ષય જાય-નાશ પામે liki ગાથાર્થ - અબ્રહાચર્યમાં વર્તવાથી અતિશય ઘણાં પાપો બંધાય. સઘળાં કરેલાં સત્કાર્યો અને (અને તજજન્ય પુણ્ય) ક્ષય પામે, તેથી બ્રહ્મચારીએ જે વિચાર્યું હોય તે ક્યારેય પણ સફળ બને નહીં I & I વિવેચન - અબ્રહ્મચર્યમાં (વ્યભિચારાદિ દુરાચારમાં) આસક્ત બનેલા જીવો મોહને વશ થયા છતાં વિવેકશૂન્ય બનવાથી અતિશય ઘણાં પાપકર્મો કરે છે. પૂર્વે ભૂતકાળમાં પોતાનાં કરેલાં સઘળાં સત્કાર્યો વિનાશને પામે છે. પુણ્ય ખાલી થઈ જાય છે અને પાપ ભરાઈ જાય છે જેથી ભવાન્તરોમાં દુઃખી દુઃખી થાય છે. તથા આવા દુરાચારી જીવે મનમાં જે કંઈ વિચાર્યું હોય તે ક્યારેય પણ સફળ થતું નથી. કારણ કે પાપોનો ઉદય મનમાં ગોઠવેલાં કાર્યોનું સાફલ્ય આપતું નથી જેમ કે રાવણે પરનારીની ઇચ્છા કરી, પરંતુ તેમાં સફળતા મળી નહીં અને પોતાનો અને કુટુંબનો તથા પોતાના રાજ્યનો પણ નાશ થયો માટે ઉત્તમ આત્માઓએ પરનરનું અને પરનારીનું વર્જન કરવું જોઈએ || ૮ || Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૪ મંત્ર લે ગિ જસ વધે, દેવ કરે રે સાનિધ બ્રહ્મચર્ય ધરે જે નરા, તે પામે નવનિધ || ૯ || શબ્દાર્થ મંત્ર લે યશ વધે, સાનિધ જગતમાં, જસવધે નવે નિધાન || ૯ - || - અઢાર પાપસ્થાનક મંત્ર ફલીભૂત થાય, જગિ સાક્ષાત્કાર, નવનિધ ગાથાર્થ - જે સ્ત્રી-પુરુષો બ્રહ્મચર્યગુણને ધારણ કરે છે તેઓનો જપેલો મંત્ર ફળે છે. જગતમાં યશ વધે છે, દેવો પ્રત્યક્ષ થાય છે અને નવે નિધિઓ પ્રાપ્ત થાય છે. II ૯ || - વિવેચન - જે જે આત્માઓ બ્રહ્મચર્ય એ જ આત્માનું કલ્યાણ કરનાર છે આમ સમજે છે અને તેથી જ તે વ્રતનો સ્વીકાર કરે છે તેઓના બ્રહ્મચર્યના ગુણના પ્રતાપે જાપ કરેલો મંત્ર ફળે છે જેમ કે શ્રીમતી સતીએ ગણેલા નવકારમંત્રના પ્રભાવથી જે ઘડામાં સાસુએ સર્પ મુક્યો હતો, તે જ ઘડામાંથી તે સ્ત્રી ફુલની માળા લાવી. સુભદ્રા સતીએ નવકારમંત્ર ગણીને કાચા તાંતણાએ ચાલણી બાંધીને કુવામાંથી પાણી કાઢ્યું. આવા અનેક જીવોને બ્રહ્મચર્યના ગુણના પ્રતાપે મંત્રજાપ ફલ્યા છે તેના જ કારણે બ્રહ્મચર્ય વ્રત પાળનારાને યશપ્રાપ્તિની જરા પણ ઇચ્છા ન હોય તો પણ જગતમાં તેનો જશ વધે છે. લોકો તે આત્માની સર્વત્ર પ્રશંસા જ કરે છે, બ્રહ્મચર્ય ગુણના પ્રતાપે દેવ-દેવીઓ પણ સાક્ષાત્કાર થાય છે અને પાતાળમાં રહેલી નવે નિધિઓ તેને પ્રાપ્ત થાય છે. પૂજ્ય વીરવિજયજી મ.સા. બારવ્રતની પૂજામાં કહે છે કે “એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે, એ વ્રત જગમાં દીવો.” || ૯ || શેઠ સુદર્શનને ટલી, ફૂલિ સિંહાસન હોય । ગુણ ગાયે ગગને દેવતા, મહિમા શીલનો જોય || ૧૦ || Page #54 -------------------------------------------------------------------------- ________________ મૈથુન નામના ચોથા પાપસ્થાનકની સજ્ઝાય શબ્દાર્થ ટલી ૪૫ દૂર થઈ, શૈલિ - ફાંસી, ગગને આકાશમાં || ૧૦ || ગાથાર્થ . બ્રહ્મચર્યગુણના પ્રતાપે સુદર્શનશેઠને શૂલી દૂર થઈ ગઈ અને સુંદર સિંહાસન થયું. આકાશમાં દેવો જેમના ગુણ ગાય છે. શીયળનો મહિમા તો તમે જુઓ || ૧૦ || વિવેચન - સુદર્શન શેઠ પોતાના બ્રહ્મચર્યવ્રતમાં સ્થિર રહ્યા, તો રાણી દ્વારા કરાયેલા ખોટા આક્ષેપોના તોફાનથી પ્રેરાયેલા રાજાએ શૂલીની સજા કરી, પણ વ્રતના પ્રભાવથી શૈલિનું સિંહાસન થઈ ગયું. તેની સંક્ષેપમાં વાર્તા આ પ્રમાણે છે . અંગદેશમાં ચંપાપુરીનગરીમાં દધિવાહન નામે રાજા, અને તેમનાં અભયા નામે રાણી હતાં, તે જ ગામમાં અત્યંત શીલવાન અને રૂપવાન સુદર્શન શેઠ અને તેનાં મનોરમા નામે પત્ની પણ રહેતાં હતાં, શેઠને રાજાના પુરોહિત સાથે ગાઢ મૈત્રી હતી. એક વખત પુરોહિતનાં પત્ની કપિલાએ પુરોહિતને પૂછ્યું કે ઘણો ખરો સમય તમે બહાર ક્યાં વીતાવો છો ? તેના ઉત્તરમાં પુરોહિતે સુદર્શન શેઠની સાથે મૈત્રીની વાત કરી અને શેઠના શીલગુણની અને રૂપગુણની પ્રશંસા કરી. આ સાંભળીને મંત્રીની પત્ની કપિલા, સુદર્શન શેઠ ઉપર કામવિહ્નલ બની. ઉપાય શોધવા લાગી. એક દિવસ રાજાનો હુકમ થવાથી, પુરોહિતને બહારગામ જવાનું થયું. અવસર પ્રાપ્ત થયો છે એમ સમજીને કપિલા શેઠને ઘરે ગઈ અને કહ્યું કે તમારા મિત્ર અતિશય બિમાર થયા છે અને તમને તુરત બોલાવે છે. ભદ્રિક સ્વભાવવાળા શેઠ તુરત જ મિત્ર સ્નેહના કારણે કપિલાની સાથે તેના ઘરે ગયા. ધીરે ધીરે કપિલા તે શેઠને ઉંડા પોતાના શયનખંડમાં લઈ ગઈ અને શેઠ જેવા અંદર આવ્યા એટલે અંદરથી ઓરડો બંધ કરી દીધો. સહશયનની અને ભોગની Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૩ અઢાર પાપસ્થાનક માગણી કરી. કામવર્ધક ચેનચાળા કરવા લાગી. આ જોઈને શેઠ બધી બાજી સમજી ગયા. પણ હવે બળ વાપરવામાં નુકસાન છે. એમ સમજીને કળ વાપરી. કપિલાને કહ્યું કે, તે આ કામ માટે મને લાવ્યો તે ઘણી ભૂલ કરી છે કારણ કે હું છું પુરુષના વેશમાં, પણ નપુંસક છું. તારું ધાર્યું કાર્ય સિદ્ધ નહીં થાય. આ વાત જાણીને કપિલા ઠંડી પડી ગઈ. શેઠને ઘર બહાર કાઢી મૂક્યા. શેઠ પોતાને ઘેર આવ્યા અને મનમાં પ્રતિજ્ઞા કરી કે એકલા કોઈ દિવસ કોઈને ઘરે ન જવું. એકવાર ગામ બહાર ઈન્દ્ર મહોત્સવ હતો, સઘળું ગામ આનંદ માણવા આવ્યું હતું ત્યાં કપિલાએ સુદર્શન શેઠને તેમનાં પત્ની મનોરમા તથા પોતાના છ પુત્રો સાથે આનંદ કરતા જોયા, કપિલાએ પોતાની સાથે રહેલી દધિવાહન રાજાની પત્ની અભયાને પૂછયું કે, આ છ છોકરાઓ અને તેની સાથે તેનાં માતા-પિતા કોણ છે? રાણી અભયાએ કહ્યું કે તને ખબર નથી. આ શેઠ સુદર્શન છે. તેનાં પત્ની મનોરમા છે અને તેઓનાં ૬ પુત્રો છે. કપિલા કહે છે કે આમ બને નહીં. આ બાબતમાં મને આશ્ચર્ય થાય છે. રાણી (મૂલ વાતની અજાણ હતી એટલે) કહે છે. તેમાં આશ્ચર્ય શું છે સ્વાધીનપતિવાળી પતિવ્રતા સ્ત્રી હોય, તેને અનેક બાળકો થાય ! તેમાં આશ્ચર્ય શું ? કપિલાએ કહ્યું કે સુદર્શન શેઠને તો પુરુષનો વેષ જ છે. પણ હકીકતથી તે નપુંસક છે તો આ છે બાળકો થયાં કેવી રીતે ? રાણી અભયાએ કહ્યું કે તે કેવી રીતે જાણ્યું કે આ નપુંસક છે ! ત્યારે કપિલાએ પોતે આચરેલી બધી જ હકીકત કહી અને કહ્યું કે મેં તેની સાથે ભોગ ભોગવવા મહેનત કરી પણ તેણે કહ્યું કે હું “નપુંસક એટલે મારી બધી મહેનત નિષ્ફળ ગઈ. રાણી અભયાએ કહ્યું કે કપિલા ! તમે છેતરાયા. Page #56 -------------------------------------------------------------------------- ________________ મૈથુન નામના ચોથા પાપસ્થાનકની સજઝાય ૪૭ શીલવાન હોવાથી પરસ્ત્રી માટે જ તે નપુંસક છે. બાકી વાસ્તવિક તો તે પુરુષ જ છે. કપિલાને ખેદ થયો, હૃદયમાં ઈષ્ય જન્મી, રાણી અભયાને કહ્યું કે હું તો છેતરાઈ પણ તમારી વાત તો સાચી હોય તો તમે તો બુદ્ધિશાળી છો. એકવાર પ્રયત્ન અજમાવો અને આ શેઠ સાથે ભોગ ભોગવો. તો જ તમે સાચાં અભયા. અભયાએ કહ્યું કે હે કપિલા ! હું રાગથી જેનો હાથ પકડું તે પાણી-પાણી થાય. પત્થર પણ ઓગળી જાય. તો આ સુદર્શન તો શું હિસાબમાં ? કપિલાએ કહ્યું કે હે અભયા રાણી ! અભિમાન ન કરો. બોલવું સહેલું છે, કરવું ઘણું અઘરું છે. જો તમે સાચાં હો તો સુદર્શન શેઠ સાથે એક વાર રતિક્રીડા કરો, તો જ સાચાં. રાણી અભયાએ ગર્વમાં જ પ્રતિજ્ઞા કરી કે હું સુદર્શન શેઠને ફસાવીશ જ, અને તેની સાથે રતિક્રીડા કરીશ જ. મહોત્સવ પૂરો થતાં જ સૌ પોતપોતાને ઘેર ગયાં. અભયાએ પોતાની પ્રતિજ્ઞાની વાત પોતાની ધાવમાતા “પંડિતા” ને કહી. પંડિતાએ કહ્યું કે તે આ ખોટી પ્રતિજ્ઞા કરી. સુદર્શન શેઠ અચલિત શીલ સંપન્ન છે. તે ફસાસે નહિ. આ કાર્ય અશક્ય છે, અભયાએ કહ્યું કે એકવાર તું ગમે તે ઉપાયે તે શેઠને અહીં લાવ, પછી હું સંભાળી લઈશ. એકવખત દધિવાહન રાજાનું ફરમાન બહાર પડ્યું કે આ દિવસે કૌમુદી મહોત્સવ ઉજવવાનો છે. તેથી દરેકે ગામ બહાર ઉદ્યાનમાં આવવું. તે દિવસે પર્વનો દિવસ હોવાથી સુદર્શન શેઠે ગામમાં કોઈ એક શૂન્ય ઘરમાં કાયોત્સર્ગ રહેવાની રાજા પાસે રજા માગી. રાજાએ શેઠ ધાર્મિક પુરુષ છે એમ સમજીને રજા આપી. આ બાજા પંડિતા નામની ધાવમાતાને આ વાતની ખબર પડી. એટલે અભયારણીને કહ્યું કે સુદર્શન શેઠ ગામમાં જ પૌષધવ્રત લઈ Page #57 -------------------------------------------------------------------------- ________________ ४८ અઢાર પાપસ્થાનક કાયોત્સર્ગમાં રહેવાના છે. તેને ઉપાડી લાવવાની આ તક સારી છે. તમે કૌમુદી મહોત્સવ માણવા નગર બહાર જતાં નહીં. અભયા રાણીએ તેમ કર્યું. રાજા ભદ્રિકભાવવાળો હોવાથી તેણીને અંતઃપુરમાં જ રહેવાની છુટ આપી. પોતે કૌમુદી મહોત્સવ માણવા નગર બહાર ગયો. આ બાજા પંડિતાએ પોતાની કામગીરી અજમાવી. ઘણી મૂર્તિઓ કપડાથી ઢાંકીને રાજમહેલમાં લાવવાની છે એમ કહીને મૂર્તિઓની સાથે સુદર્શન શેઠને પણ કપડાથી ઢાંકેલી હાલતમાં રાજસેવકો દ્વારા રાજમહેલમાં લાવ્યા. સુદર્શન શેઠ કાયોત્સર્ગમાં અને મૌનધારી હોવાથી રાજસેવકોને ખબર ન પડી કે આ જીવંત વ્યક્તિ છે કે કોઈ મૂર્તિ છે ? સુદર્શન શેઠને રાજમહેલમાં રાણીવાસમાં લાવ્યા પછી પંડિતા ખસી ગઈ. અભયાએ રૂમના દરવાજા અંદરથી બંધ કર્યા. પ્રથમ કામભોગ માટે સુદર્શન શેઠને વિનંતી કરી. પછી સમજાવવા પ્રયત્ન કર્યો. પછી અંગસ્પર્શ કર્યો. પછી કામોત્તેજક ચેષ્ટા કરી. પણ સુદર્શન શેઠના એકે રોમમાં કામવિકાર થયો નહીં. મેરૂની જેમ નિશ્ચલ અને નિર્વિકાર રહ્યા. રાણી અભયાએ ઘણી કુટિલતા આદરવા માંડી. બિભત્સ અંગસ્પર્શ અને આલિંગન કર્યું પણ શેઠ સ્થિર અને નિર્વિકારી જ રહ્યા. શેઠે મનમાં પ્રતિજ્ઞા કરી કે “આ ઉપસર્ગ ટળે નહીં, ત્યાં સુધી કાયોત્સર્ગ જ હો અને કાયોત્સર્ગ ન પાળી શકાય તો અનશન હો.” રાણી અભયા આખી રાત કુચેષ્ટા કરવા દ્વારા ઉપસર્ગ કરતી રહી. છેવટે પ્રભાત થવા આવ્યું ત્યારે થાકી, ગભરાણી, અને શેઠ ઉપર કલંક મુકવાનો નિશ્ચય કરીને પોતાના જ હાથે પોતાના શરીરે નનક્ષત આદિ બળાત્કારની નિશાનીઓ કરી. બુમાબુમ કેરી. રડારડી કરી. સેવકો દોડી આવ્યા. રાજા પણ આવી પહોંચ્યો. રાણી અભયા રડતાં રડતાં ગુસ્સાપૂર્વક બોલવા લાગ્યા કે આ નરાધમે મારા રૂમમાં પ્રવેશ Page #58 -------------------------------------------------------------------------- ________________ મૈથુન નામના ચોથા પાપસ્થાનકની સજ્ઝાય કર્યો, મારા ઉપર બળાત્કાર કરવા કોશિશ કરી. મેં તેનો પ્રતિકાર કર્યો. તેણે મારા સાથે કામચેષ્ટા કરવા મોટા મોટા નહોર માર્યા. મેં તેને ધક્કો મારી દૂર ધકેલ્યો. આમ કહીને સ્ત્રીચરિત્ર દાખવતી જોરદાર રડવા લાગી. રાજાએ મનમાં વિચાર્યું કે સુદર્શન શેઠ માટે આ સંભવિત નથી, આમાં કંઈક તથ્ય બીજું જ હોવું જોઈએ. રાજાએ સુદર્શન શેઠને પૂછ્યું કે શેઠ ! સત્ય શું છે ? શેઠ કાયોત્સર્ગમાં હતા એટલે મૌન જ રહ્યા. રાજાએ વારંવાર પૂછયું પણ શેઠ મૌન રહ્યા. શેઠે મનમાં વિચાર કર્યો કે રાજા અને રાજસેવકો આવ્યા છે, પ્રભાત થયું છે એટલે શીયળની તો રક્ષા થઈ જ ગઈ. પરંતુ હવે જો હું સાચું બોલી જાઉં તો આ જ રાજા રાણીને સજા કરે, મૌન રહું તો મને સજા કરે એટલે પોતાના ભોગે પણ બીજાની રક્ષા કરવાનો સુંદર પ્રસંગ આવ્યો છે પરના પ્રાણની રક્ષા ખાતર પણ મારે અહિંસામય સદાચાર પાળવો જોઈએ. એમ વિચારી રાણીના પ્રાણોની રક્ષા માટે શેઠ મૌન જ રહ્યા. કંઈ પણ બોલ્યા નહીં. ૪૯ રાજા ક્રોધાયમાન થયો. શૂલીની સજા ફરમાવી. નગરજનોને દુ:ખ ન થાય તે માટે શહેરમાં સર્વે રસ્તાઓ ઉપર ફેરવી, રાણી ઉપર કરેલી બળાત્કારની કોશિશ બદલ શૈલીની સજા કરાય છે આવો ઢંઢેરો પીટાવીને શૂલી પાસે લવાયા. શેઠ પોતાનો અશુભ કર્મોનો ઉદય વિચારી, સમભાવ રાખી, રાણી ઉપર પણ ભાવકરૂણા કરી કાયોત્સર્ગમાં મૌન જ રહ્યા. શેઠનાં પત્ની મનોરમાએ પણ આ વાત સાંભળી મનમાં વિચાર્યું કે આમ કદાપિ બને જ નહીં. મારા પતિ કદાપિ આવું અકાર્ય ન કરે. આ કંઈક કાવતરૂ જ હશે. તેણીએ પણ પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી મારા પતિ ઉપરનો આ ઉપસર્ગ ટળે નહીં ત્યાં સુધી મારે પણ કાયોત્સર્ગમાં જ રહેવું અને મૌન રહેવું. Page #59 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક મહાસતી મનોરમાની દઢ પ્રતિજ્ઞા અને શેઠનું પવિત્ર શીયળ અંતે જય પામ્યાં. રાજ સેવકોએ શેઠને જેવા શૂલી ઉપર ચઢાવ્યા. તેવી જ તે શૂલી ભાંગી ગઈ. ત્યાં જ સોનાનું સિંહાસન દેખાયું. તેના ઉપર બેઠેલા શેઠ દેખાયા અને સુદર્શન શેઠનો જયજયકાર થયો. શાસનદેવી પ્રગટ થયાં. તે દેવીએ રાણીની માયા ખુલ્લી પાડી. રાણી અભયા ગભરાઈ છતી રાતોરાત પરદેશ પલાયન થઈ ગઈ. રાજાએ શેઠને આદર સાથે નમસ્કાર કર્યા. અપરાધ બદલ રાજાએ શેઠને ખમાવ્યા. પરસ્પર બધાએ ખામણાં કર્યા ત્યારબાદ કાલાન્તરે શેઠ સંયમ લઈ કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા. આ પ્રમાણે સુદર્શન શેઠને વ્રતના પ્રભાવથી શૂલિનું સિંહાસન થયું, તે સમયે આકાશમાં ઘણા દેવો જેના ગુણ ગાનારા હતા અને જણાવતા હતા કે શીયળનો મહિમા જુઓ કેટલો આશ્ચર્યકારી છે. તે ૧૦ || મૂલ ચારિત્રનું એ ભલું, સમકિત વૃદ્ધિ-નિદાન | શીલ સલિલ ધરે જિકે, તસ હુએ સુજસ વખાણ |૧૧| શબ્દાર્થ - મૂલ ચારિત્રનું - ચારિત્રનું મૂલ છે, એ - આ બ્રહ્મચર્ય વ્રત, ભલું - શ્રેષ્ઠ છે, વૃદ્ધિ-નિદાન - વૃદ્ધિનું કારણ છે, શીલ સલિલ - શીયળ રૂપી પાણી, ઘરે જિક . જે જીવ ધારણ કરે, તસ - તેનાં, સુજસ - સારો યશ અને, વખાણ - પ્રશંસા || ૧૧ II ગાથાર્થ - આ બ્રહ્મચર્યવ્રત એ ચારિત્રનું મૂલ છે. સમ્યકત્વની વૃદ્ધિનું કારણ છે. જે જીવો શીયળ રૂપી પાણી ધારણ કરે છે. તેનો સારો યશ અને સારી પ્રસંશા (વિના કર્થે) અવશ્ય થાય છે | ૧૧ વિવેચન - સાધુ-સાધ્વીજી મહાત્માના પાંચ મહાવ્રતોમાં અને શ્રાવક-શ્રાવિકાના ૧૨ વ્રતોમાં આ બ્રહ્મચર્ય વ્રત એ જ ચારિત્રનું Page #60 -------------------------------------------------------------------------- ________________ મૈથુન નામના ચોથા પાપસ્થાનકની સઝાય ૫૧ સર્વશ્રેષ્ઠ મૂલ છે. સર્વશ્રેષ્ઠ વ્રત છે. પૂજ્ય વીરવિજયજી મહારાજશ્રી બારવ્રતની પૂજામાં કહે છે કે - એ વ્રત જગતમાં દીધો મેરે પ્યારે, એ વ્રત જગમાં દીવો, પરમાતમ પૂજીને વિધિશું, ગુરુ આગળ વ્રત લીજે અતિચાર પણ દૂર કરીને, પરદાર દૂર કીજે-મેરે પ્યારે. આ વ્રતપાલનમાં જીવ જેમ જેમ વિકાસ પામે છે તેમ તેમ તેના આત્માની નિર્મળતા ઘણી વધે છે. મોહનો નાશ થાય છે. રાગલેષ આદિ કલેશોનો હ્રાસ થાય છે. ચિત્ત શાંત અને પ્રસન્ન રહે છે. શુદ્ધ આત્મદશાનું લક્ષ્ય આવે છે. અને પરમાત્માનાં વચનો પ્રત્યે પરમશ્રદ્ધા સ્વરૂપ સમ્યકત્વ ગુણની વૃદ્ધિ થાય છે. જે જે આત્માઓ આ બ્રહ્મચર્ય પાલન સ્વરૂપ શીયળ ગુણરૂપી પાણી પોતાના શરીર ઉપર ધારણ કરે છે તે તે આત્માઓનો સારામાં સારો યશ અને ચારે દિશામાં સારી એવી પ્રશંસાઓ ફેલાય છે. વિના કહ્યું ગુણાનુરાગી જીવો આવા આત્માઓના ગુણો ગાય છે. તથા “સુજસ વખાણ” શબ્દ લખીને આ પદમાં વાપરેલાં “જસ” શબ્દથી ગ્રંથકર્તા પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીએ પોતાનું “યશોવિજયજી” આવું નામ પણ ગર્ભિતપણે સૂચવ્યું છે || ૧૧ આ પ્રમાણે “મૈથુન” આવા નામનું જે ચોથું પાપસ્થાનક છે તેની સઝાય સમાપ્ત થઈ. Page #61 -------------------------------------------------------------------------- ________________ પર “પરિગ્રહ” નામના પાંચમા પાપસ્થાનકની સજ્ઝાય પરિગ્રહ મમતા પરિહરો, પરિગ્રહ દોષનું મૂલ સલૂણે | પરિગ્રહ જેહ ધરે ઘણો, તસ તપ-જપ પ્રતિકૂલ સલૂણે || પરિગ્રહ મમતા પરિહરો || ૧ || શબ્દાર્થ પરિહરો ત્યજો, તસ તેનાં, પ્રતિકૂલ - - - અઢાર પાપસ્થાનક - વિરૂદ્ધ, દુઃખદાયી || ૧ || ગાથાર્થ - મમતા સ્વરૂપ પરિગ્રહને તમે ત્યજો, પરિગ્રહ એ દોષનું મૂલ છે જે જીવો ઘણા પરિગ્રહને ધારણ કરે છે. તેનાં તપજપ આદિ ધર્મ અનુષ્ઠાનો પણ (પાપનુબંધી પુણ્યબંધ કરાવવા દ્વારા) પ્રતિકૂલ ફળને આપનારાં બને છે | ૧ || વિવેચન - હવે પાંચમા પરિગ્રહ નામના પાપસ્થાનકની વાત કરે છે ઘણા લોકો “ધનનો સંગ્રહ કરવો, ભેગું કરવું, ઘણું ધન કમાવું” તેને જ પરિગ્રહ કહેવાય આમ સમજે છે અને ધન વિનાનું જીવન તેને જ અપરિગ્રહતા માને છે. આવું સમજવાથી ઘણીવાર આવા જીવો જૈનોની કટાક્ષમાં ટીકા કરતા હોય છે કે જૈનો અપરિગ્રહની મોટી મોટી વાતો કરે છે પણ જૈનો પાસે જ ઘણું ધન હોય છે.” જૈનો જ ઘણા પરિગ્રહવાળા છે. અપરિગ્રહની વાત કરનારા જ બહુ પરિગ્રહવાળા હોય છે. પરંતુ આ વાત તથા જૈનોની આ રીતે કરાયેલી ટીકા સાચી નથી. આ બાબતમાં આવી ટીકા કરનારા જીવો તત્ત્વ સમજ્યા નથી. “જો ધન ન રાખવું કે ધનનો સંચય ન કરવો” એ જ અપરિગ્રહતા હોય તો જેમ મુનિ ધન વિનાના હોવાથી અપરિગ્રહી છે તેમ ભિખારી કે નિર્ધન માણસો પણ ધન વિનાના હોવાથી અપરિગ્રહી જ ઠરશે. તે લોકો પણ વંદનીય અને પૂજનીય થશે. માટે પરિગ્રહનો અર્થ ધનસંગ્રહ નથી પણ ધનની મમતા, ધનની મુર્છા એ પરિગ્રહ છે એવો અર્થ છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ નામના પાંચમા પાપસ્થાનકની સઝાય પ૩ મુનિ ધનની મૂછના ત્યાગી છે માટે અપરિગ્રહી છે અને ભિખારી કે નિર્ધન માણસો ધનની બહુ જ મમતાવાળા છે ઈચ્છા આકાશ જેટલી અનંત છે તેથી ધન ન હોવા છતાં પણ તેઓ પરિગ્રહવાળા છે. જૈનો પુણ્યોદયથી ઘણા ધનવાળા જરૂર છે પરંતુ મંદિરો બંધાવવામાં, ઉપાશ્રયો બનાવવામાં, પાંજરાપોળો ચલાવવામાં, હૉસ્પિટલો અને સ્કૂલો બનાવવામાં, ભિક્ષુક ભોજન આપવામાં, એમ અનેક પ્રકારે ધનનું છુટા હાથે દાન કરનારા હોવાથી ધનની મૂછમમતાના ઘણા ત્યાગી પણ છે. તેથી ધન હોવા છતાં કંઈક અંશે અપરિગ્રહી છે અને તેથી જ ઉપરોક્ત પુણ્યકાર્યો કરતા હોવાથી પુણ્યથી આકર્ષાયેલી લક્ષ્મી જૈનોના ઘરે જ વધારે વસે છે. સારાંશ કે જૈનો બહુ જ ધનવાન છે એટલે પરિગ્રહવાળા છે એમ નહીં, પરંતુ મમતા-મૂછ ઘણી ઓછી છે માટે કંઈક અપરિગ્રહી છે તેના પુણ્યથી આકર્ષાયેલી લક્ષ્મી તેઓના જ ઘરમાં રહેવા ઇચ્છે છે તે માટે જૈનો અલ્પ પરિગ્રહ (મૂછ)વાળા હોવા છતાં પણ દાનાદિ પુણ્યકાર્યોવાળા છે તેથી લક્ષ્મી તેઓને જ વધારે વરે છે આ પ્રમાણે પરિગ્રહનો અર્થ મમતા કરવો જરૂરી છે. હે ભવ્ય જીવો ! મમતારૂપ પરિગ્રહને તમે ત્યજો. આ પરિગ્રહ એટલે મમતા-મૂછ એ જ દોષોનું મૂલ છે કારણ કે તેનાથી જ ક્લેશ-કંકાસ-કડવાશ અને વૈરાદિ વધે છે. નિશ્ચયથી ધનની મમતામૂછ એ જ પરિગ્રહ છે પરંતુ મમતા મૂછનું કારણ ધનસંપત્તિ હોવાથી તેને પણ વ્યવહારનયથી પરિગ્રહ કહેવાય છે તેથી જે જીવો ઘણો વૈભવપરિગ્રહ ધારણ કરે છે તેને ઘણી મૂછ-મમતા હોવાનો સંભવ છે અને ઓછી હોય તો પણ દિન-પ્રતિદિન વધે જ છે અથવા વધવાનો સંભવ છે. તેથી આવા પરિગ્રહવાળા જીવનું તપ અને મંત્રજાપાદિ વધારે પ્રતિકૂલતા આપનાર બને છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ અઢાર પાપસ્થાનક કારણ કે બાહ્યવ્યવહારથી કરાયેલ તપ અને મંત્રજાપદિ ધર્માનુષ્ઠાન શુભક્રિયા હોવાથી પુણ્યબંધ જરૂર કરાવનાર છે અને નિશ્ચયથી તેના આત્મપરિણામ ધનની મૂછવાળા અને ભવાન્તરમાં પણ ધનની વૃદ્ધિ જ થાય એવા હોવાથી મોહનીય કર્મરૂપ પાપનો અનુબંધ કરાવનાર છે તેથી પાપાનુબંધી પુણ્ય બંધાવનારા આ તપ અને મંત્ર જાપાદિ થાય છે આ રીતે તેના ઉદયકાલે જીવ સ્વર્ગાદિ સુખ જરૂર પામે છે પરંતુ ભવનપતિ વ્યંતર જેવા ભવો પામે છે તેથી સુખ મળવા છતાં સાથે સાથે મોહોદયમય પાપ ઉદયમાં આવવાથી સંસારની લોલુપતા વધતાં આત્મકલ્યાણની દૃષ્ટિએ પ્રતિકુલ કાર્ય કરનાર બને છે માટે હે ભવ્ય જીવો ! તમે પરિગ્રહને પરિહરો. (ધન-ધાન્યાદિ નવવિધ જે પરિગ્રહ છે તે વ્યવહારથી પરિગ્રહ છે. અને મમતા-મૂછ-આસક્તિ એ નિશ્ચયથી પરિગ્રહ છે આમ બન્ને પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરો ! ૧ / નવિ પલટે મૂલરાશિથી, માર્ગી કદીય ન હોય ! સલૂણે ! પરિગ્રહ-ગ્રહ છે અભિનવો, સહુને દિએ દુઃખ સો યા સલૂણા. પરિગ્રહ મમતા પરિહરો || ૨ શબ્દાર્થ - નવિ પલટે - બદલાતો નથી, મૂલ રાશિથી - પોતાની ભૂલ સશિથી, માર્ગી - માર્ગે ચાલનાર, અર્થાત્ સીધો ચાલનાર, કદિય ન હોય - ક્યારેય ન હોય, ગ્રહ છે અભિનવો - કોઈ નવો જ ગ્રહ છે. સો ય - તે ગ્રહ || ૨ | ગાથાર્થ - મંગલ-શનિ-બુધ-ગુરૂ વિગેરે આકાશમાં જે ૯ ગ્રહો છે. તેના કરતાં “પરિગ્રહ” નામનો આ (દશમો) ગ્રહ ત્રણ રીતે જુદો પડે છે મૂલરાશિ બદલતો નથી, સીધો ચાલનાર ક્યારેય બનતો નથી, અને સૌને દુઃખ આપે છે. તેથી આ ગ્રહ કોઈ અપૂર્વ-અભૂત (અભિનવ એટલે) નવો જ છે ૨ / Page #64 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ નામના પાંચમા પાપસ્થાનકની સજ્ઝાય (૧) મંગલ-શનિ-બુધ વિગેરે આકાશમાં રહેલા ગ્રહો કન્યા રાશિમાંથી અમુક કાલે તુલા રાશિમાં, તુલા રાશિમાંથી અમુક કાલે ધન રાશિમાં, એમ આ ગ્રહો રાશિ બદલે છે પરંતુ આ પરિગ્રહ નામનો જે ગ્રહ છે તે જે જીવને વળગ્યો, તેની રાશિમાં સદા રહે છે ક્યારેય પણ (તે જીવ મરે ત્યાં સુધી) પલટાતો નથી. માટે કોઈ નવો જ ગ્રહ છે. (૨) આકાશના ગ્રહો અમુક અમુક વર્ષો સુધી જ વાંકા ચાલે છે તેની મુદત પૂરી થયા પછી તે માર્ગ-માર્ગ ઉપર ચાલનાર થાય છે જેમ કે શનિની સાડા સાત વરસની પનોતી પુરી થાય ત્યારે તે પણ સાનુકુળ થાય છે પણ આ પરિગ્રહ નામનો ગ્રહ તો એવો છે કે આપણો આ જીવ જ્યાં સુધી જીવે ત્યાં સુધી ક્યારેય પણ માર્ગી ન હોય, માર્ગ ઉપર ચાલનાર બને નહીં. વાંકો જ ચાલે. (૩) આકાશમાંના ગ્રહો જેને પ્રતિકૂલ હોય, તેને જ દુઃખ આપે છે. બીજાને તે હેરાન કરતા નથી જ્યારે પરિગ્રહરૂપી આ ગ્રહ તો “સહુને દિયે દુઃખ સો ય'' સર્વ સંસારી જીવોને દુઃખ આપનારોપીડનારો બને છે કારણ કે પરિગ્રહનું ભૂત દરેકને વળગેલું છે. તેથી આ રીતે આ ગ્રહ કોઈ અદ્ભુત આશ્ચર્યકારી ગ્રહ છે ॥ ૨ ॥ ૫૫ પરિગ્રહ મદ ગુરુ અત્તણે, ભવ માંહી પડે જંત સલૂણે । યાનપાત્ર જિમ સાયરે, ભારાક્રાન્ત અત્યંત, સલૂણે । પરિગ્રહ મમતા પરિહરો || ૩ || શબ્દાર્થ - પરિગ્રહ મદ - ધનસંપત્તિ આદિ ભૌતિક સામગ્રીનો, જે મદ - અભિમાન છે, તે રૂપી, ગુરુ અત્તણે - (ગુરુત્વેન) ભારેપણાને લીધે, ભવ માંહી પડે - સંસારમાં ડૂબે છે, જંત - જંતુવહાણ, જિમ સાયરે - જેમ દરિયામાં, ભારાક્રાન્ત જીવ, યાનપાત્ર ભારથી દબાયેલું, અત્યંત - અતિશય || 3 || - Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ગાથાર્થ - ધનસંપત્તિ આદિ નવવિધ પરિગ્રહના મદના ભારેપણાને લીધે જીવ, ભવમાં (સંસાર-સાગરમાં) અત્યંત ડૂબે છે જેમ ઘણા ભારથી દબાયેલું વહાણ સાગરમાં ડૂબે છે તેમ II ૩ II વિવેચન - સમુદ્રમાં ચાલતું વહાણ જો પોતાની મર્યાદા કરતાં વધારે ભારથી ભરેલું હોય તો ભારાક્રાન્ત-ભારથી દબાયેલું થયેલું તે વહાણ જેમ સમુદ્રમાં ગમે ત્યાં ડૂબી જાય છે તેવી જ રીતે આઠ જાતના મદમાંથી નવવિવધ પરિગ્રહના મદનો જે મોટો ગુરુ-ભાર છે. ગુરુત્વેન = તેના ભારેપણાને લીધે આ જીવ સંસારસાગરમાં ડુબે છે. અથવા ગુરુ = ભારેપણાને અન્નને-આધીન થયેલો આ જીવ પણ સંસારરૂપી સાગરમાં ડૂબે જ છે. માટે હે આત્મા ! આ પરિગ્રહ કે તેનો મદ, કંઈ જ રાખવા જેવું નથી. પરિગ્રહ પણ ઓછો કર અને તેનો મદ પણ ઓછો કર, ગજા ઉપરાંતનો પરિગ્રહ ન રાખ ॥૩॥ જ્ઞાન-ધ્યાન-હય-ગયવરે, તપ-જપ-શ્રુત-પરિતંત, સલૂણે । છોડી પ્રશમ પ્રભુતા લહી, મુનિ પણ પરિગ્રહ વંત, સલૂણે પરિગ્રહ મમતા પરિહરો || ૪ || - અઢાર પાપસ્થાનક શબ્દાર્થ - જ્ઞાન-ધ્યાન - જ્ઞાન અને ધ્યાનરૂપી, હય-ગયવરે ઘોડા અને શ્રેષ્ઠ હાથી, શ્રુતપરિતંત - શ્રુતજ્ઞાન-શાસ્ત્રાભ્યાસને પરતંત્ર, છોડી પ્રશમ - ઉપશમભાવને છોડીને, પ્રભુતા લહે - ભૌતિક મોટાઈ મેળવે છે. પરિગ્રહવંત - પરિગ્રહવાળા. || ૪ || w ગાથાર્થ - જ્ઞાન-ધ્યાન રૂપી ઘોડા હાથીવાળા, અને તપ (૧) કોઈ કોઈ પુસ્તકોમાં “છોડી પ્રથમ પ્રભુતા લહી” આવો પણ પાઠ છે ત્યાં “મુનિ પણ જો પરિગ્રહવાળા બને તો તે બાહ્યભાવની મોટાઈ મેળવે છે. પણ પ્રથમ મેળવેલ આત્મસાધના છોડી દે છે. આવો અર્થ કરવો. ભાવાર્થ સરખો જ છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ નામના પાંચમા પાપસ્થાનકની સજ્ઝાય જપ તથા શાસ્ત્રાભ્યાસમાં લયલીન એવા પણ મુનિ જો પરિગ્રહવાળા બને તો દુનિયામાં કદાચ મોટાઈ પામે છે પરંતુ આત્મકલ્યાણ કરનારી ઉપશમદશાને તો છોડી દેનારા જ બને છે. ॥ ૪ ॥ વિવેચન- મુનિરાજને “રાજા” ની ઉપમા આપવામાં આવી છે એટલે જ “મહારાજ" સાહેબ કહેવાય છે. જૂના જમાનામાં રાજાને ઘોડા અને હાથીઓ હતા, જ્યારે મુનિરાજ પાસે જ્ઞાન અને ધ્યાન હતું. એટલે કે જ્ઞાન અને ધ્યાનરૂપી ઘોડા અને હાથીવાળા મુનિ મહારાજા હોય છે તથા તપશ્ચર્યા મંત્રજાપ અને શાસ્ત્રાભ્યાસને પરતંત્ર મુનિમહારાજા હોય છે. અર્થાત્ મુનિઓ સદાકાળ તપમાં, જાપમાં અને શાસ્ત્રાભ્યાસમાં ઓતપ્રોત હોય છે. આવા ગુણોમાં જ લયલીન હોય છે. આમ છતાં આવા ઉંચા પદે બીરાજમાન એવા અર્થાત્ પ્રભુતાને પામેલા એવા મુનિ પણ જો પરિગ્રહવાળા બને છે તો આત્માનું કલ્યાણ કરનારા એવા “ઉપશમભાવને” છોડનારા બને છે. કદાચ દુનિયામાં બાહ્યભાવની દૃષ્ટિએ પ્રભુતા પામે પણ આંતરિક દૃષ્ટિએ આવા મુનિ મહારાજા આત્મકલ્યાણને કરનારા ઉપશમ ભાવને તજનારા હારી જનારા બને છે. ઉપશમભાવ રહિત બને છે. પરિગ્રહની પ્રાપ્તિમાં, તેના સંરક્ષણમાં, અને તેની જ વૃદ્ધિમાં રચ્યા પચ્યા રહેલા આ મુનિવર પુરુષો સંસારમાં ડૂબે છે. પરિગ્રહનું પાપ એવું છે કે તે મુનિને પણ ચલિત કરે છે. જે કોઈ આ વિષયમાં લપટાય છે. તે અવશ્ય ઉપશમભાવ સ્થિરતા' ગુમાવે જ. | ૪ || ૫૭ ***** પરિગ્રહ-ગ્રહવશે લિંગિયા, લે કુમિત રજ સીસ, સલૂણે । જિમ તિમ જગિ લગતા ફિરે, ઉનમત્ત હુઈ નિસદીસ, સલૂણે પરિગ્રહ મમતા પરિહરો || ૫ | Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ અઢાર પાપસ્થાનક શબ્દાર્થ - પરિગ્રહગ્રહવશે લિંગિયા - પરિગ્રહરૂપી ભૂતને વશ થયેલા, લિંગીયા - માત્ર બાહ્યથી લિંગ-સાધુવેશ ધારણ કરનારા, લે - લેનારા, કુમતિ રજ - કુબુદ્ધિરૂપી ધૂળ, સીસ - માથા ઉપર, લવતા ફરે - લપલપ બોલ્યા કરે, ઉનમત્ત - ઉન્માદી, હુઈ - થઈને, નિસદિસ - રાતદિવસ. II ૫ II ગાથાર્થ - પરિગ્રહરૂપી ભૂત જેને વળગેલું છે તેવા બહારથી જ માત્ર સાધુવેષ રાખનારા જીવો કુબુદ્ધિરૂપી રજને પોતાના મસ્તક ઉપર લઈને જગતમાં ઉન્માદી માણસની જેમ રાતદિવસ જેમતેમ બોલતાં ફરે છે. લાચારીનાં વચનો ઉચ્ચાર્યા જ કરે છે. અને દીનતા દાખવ્યા જ કરે છે | પI વિવેચન - જે આત્માઓ સંસાર છોડીને સાધુ થયા છે છતાં મોહના ઉદયને પરવશ થયા છતા પરિગ્રહરૂપી ભૂતવાળા બન્યા છે તે જીવો ભૂતની જેમ વિવેકશૂન્ય બને છે એટલે કે જેમ ભૂત-પ્રેત વળગેલું છે જેને એવો જીવ ભૂમિની ધૂળ માથા ઉપર લગાવે છે જેમ તેમ બોલે છે. વિવેકશૂન્ય બને છે. તેમ આ જીવ કુબુદ્ધિરૂપી ધૂળ પોતાના માથા ઉપર લગાવે છે. અર્થાત્ પોતે સ્વીકારેલા પરિગ્રહનો બચાવ કરવામાં જ દલીલો દોડાવે છે. ખોટા ખોટા તર્કો કરે છે પોતાની બુદ્ધિને પરિગ્રહની આવશ્યકતામાં જોડે છે. અને ધનાદિની મમતાને વધારેને વધારે પોષે છે. તથા દારૂના નશામાં ચકચૂર બનેલા માણસો જ્યાં ત્યાં રાતદિવસ જેમ તેમ બબડાટ કરે છે, ધૂળમાં આલોટે છે. તેમ પરિગ્રહના નશામાં ચકચૂર બનેલા આ જીવો જ્યાં-ત્યાં જેમ તેમ લાચારીના અને દીનતાના શબ્દો જ બોલે છે. પરિગ્રહના અર્થી જીવો ગરજવાન થયા છતા “ગધેડાને પણ બાપ કહેવા જેવી” નીતિ-રીતિને અનુસરનારા બને છે. જેમ તેમ બોલે છે વિવેકશૂન્ય બને છે. સર્વ સ્થાનોમાં પૈસા Page #68 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ નામના પાંચમા પાપસ્થાનકની સઝાય પ૯ જ માગતા રહે છે. આવેલા ધન ઉપર પોતાનો સંપૂર્ણ કાબુ રાખે છે. અને નિરંતર તેનું જ ધ્યાન રહે છે અને રાખે છે. શાસ્ત્રોમાં જેઓનું જીવન જ્ઞાનગુણમાં, વાચના લેવામાં અને વાચના આપવામાં જ લયલીન રહેવાનું કહ્યું છે તેઓ જ્યારે બાહ્યભાવમાં જોડાય છે ત્યારે અર્થપ્રધાન દૃષ્ટિવાળા બન્યા છતા અર્થવાન જીવોની આસપાસ જ ફરનારા બને છે. અર્થવાળાને જ વધુ માન આપનારા બને છે. અર્થવાળાની ઘણી અપેક્ષાવાળા બની જાય છે. સવાસો ગાથાના સ્તવનમાં પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રીએ જ કહ્યું છે કે “પરિગ્રહ વશ લિંગિયા લેઈ કુમતિ રજ માથે રે ! નિજગુણ પર અવગુણ લવે, ઈન્દ્રિય વૃષભ ન નાથે રે” ઢાળ છઠ્ઠી ગાથા આઠમી. I ૫ તૃપતો ન જીવ પરિગ્રહ, ઇંધણથી જિમ આગ, સલૂણે ! તૃષ્ણા-દાહ તે ઉપસમે, જલ સમ જ્ઞાન વૈરાગ, સલૂણે ! પરિગ્રહ મમતા પરિહરો | ૬ | શબ્દાર્થ - તૃપતો ન - તૃપ્ત થતો નથી, ઇંધણથી - બળતણથી, તૃષ્ણાદાહ - તૃષ્ણાની આગ, જલસમ - પાણીની સમાન, જ્ઞાનવૈરાગ - જ્ઞાન અને વૈરાગ્યથી II ક | ગાથાર્થ - જેમ ઇંધણથી આગ કદાપિ શાંત થતી નથી, તેમ આ જીવ પરિગ્રહથી કદાપિ તૃપ્ત થતો નથી, તે માટે પાણીની સમાન એવા જ્ઞાન અને વૈરાગ્ય ગુણ વડે તૃષ્ણારૂપી દાહને (આગને) ઉપશમાવવી જોઈએ 1 ક I વિવેચન - કોઈ પણ આગમાં ગમે તેટલાં બળતણ નાંખો, Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૦ અઢાર પાપસ્થાનક ગમે તેટલી વાર બળતણ નાખો, તો પણ આગ કદાપિ તૃપ્ત થતી નથી, આગ ક્યારેય પણ એમ કહેતી નથી કે ના, હવે મારે ઈધણની જરૂર નથી. તેવી રીતે આપણા આ સંસારી જીવો ક્યારેય પણ પરિગ્રહથી ધરાતા નથી. ગમે તેટલો પરિગ્રહ વધે, તો પણ સંતોષ થતો નથી. તે માટે તૃષ્ણાની આ આગને બુઝવનાર જો કોઈ હોય તો જ્ઞાન અને વૈરાગ્યરૂપી પાણી છે. આત્મદશાનું ભાન અને વિભાવદશાનો ત્યાગ, આ પાણી જ તૃષ્ણાની આગને બૂઝવી શકે છે માટે હે આત્મન્ ! તું આત્મદશાનું જ્ઞાન મેળવ, આત્મતત્ત્વને ઓળખ, આત્મા તરફનાં લક્ષ્યવાળો બન, બાહ્યભાવો ઉપરનો રાગ ઘટાડ, બાહ્યભાવોનો રાગ મહાબંધનરૂપ છે. તેના ઉપરનો વૈરાગ્ય જ સંસારથી તારનાર છે. / ૬ તૃપ્તો સગર સૂતે નહીં, ગોધનથી કૂચીકર્ણ, સલૂણે / તિલક શેઠ વલી ધાન્યથી, કનકે નંદ સકર્ણ, સલૂણે / પરિગ્રહ મમતા પરિહરો | ૭ || શબ્દાર્થ - ગોધનથી - પશુઓના ધનથી, કુચીકર્ણ - તે નામનો ગોવાળ, કનકે - સોનારૂપાણી, નંદ - નંદરાજા, સકર્ણ - સાવધાન-સમજુ. || ૭ | ગાથાર્થ - સગર ચક્રવર્તી પુત્રોથી સંતોષ ન પામ્યો, ક્યીકર્ણ નામનો ગોવાળ પશુઓથી સંતોષ ન પાયો, તિલકશેઠ ધાન્યથી સંતોષ ન પામ્યા અને સમજુ એવા નંદરાજ સોના-રૂપાથી સંતોષ ન પામ્યો. | ૭ | વિવેચન - આ ગાથામાં પરિગ્રહ ઉપર ચાર જુદાં જુદાં ઉદાહરણો છે યોગશાસ્ત્રના બીજા પ્રકાશની ૧૧રમી ગાથામાં આ જ ચાર ઉદાહરણો કહેલાં છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૬૧ પરિગ્રહ નામના પાંચમા પાપસ્થાનકની સજઝાય तृप्तो न पुत्रैः सगरः, कूचिकर्णो न गोधनैः । न धान्यैस्तिलकश्रेष्ठी, न नन्दः कनकोत्करैः ।। બીજો પ્રકાશ-શ્લોક ૧૧૨ સગર ચક્રવર્તીની કથા અયોધ્યા નગરીમાં જિતશત્રુ નામનો રાજા અને સુમિત્ર નામનો યુવરાજ બંને પૃથ્વીનું રક્ષણ કરતા હતા. જિતશત્રુ રાજાને અજિતસ્વામી તીર્થકર પુત્ર હતા અને મહાભૂજાવાળા સુમિત્રને સગર ચક્રવર્તી નામના પુત્ર હતા. જિતશત્રુ અને સુમિત્ર બન્નેએ દીક્ષા અંગીકાર કરી ત્યાર પછી અજિતસ્વામી રાજા થયા અને સગર યુવરાજ થયો. કેટલોક કાળ ગયા પછી અજિતસ્વામીએ દીક્ષા લીધી અને ભારતની માફક હવે સગર ચક્રવર્તી રાજા થયો. આશ્રય કરનારા મુસાફરના થાકને દૂર કરનાર મહાવૃક્ષની શાખાઓની માફક તે ચક્રવર્તીને સાઠ હજાર પુત્રો હતા, સગરના સર્વ પુત્રોમાં જહુ નામના મોટા પુત્રે એક વખત પિતાને ગમે તે કારણે સંતોષ પમાડી વરદાન પ્રાપ્ત કર્યું અને વરદાનથી ચક્રવર્તીના દંડાદિક રત્નો સાથે પોતાના બાંધવો સહિત પૃથ્વીના પર્યટન કરવાની ઇચ્છા જહૂનકુમારે પ્રગટ કરી. સગરે પણ તે રત્નો આપ્યાં પિતાની રજા મેળવી તેઓએ ત્યાંથી પ્રયાણ શરૂ કર્યું. તેઓ સૂર્યથી પણ અધિક તેજસ્વી હજારો છત્ર મંડળવાળી મહાત્રદ્ધિથી, મહાભક્તિથી દરેક જિનચૈત્યોની પૂજા કરતા કરતા અને વિચરતા વિચરતા અનુક્રમે અષ્ટાપદ પર્વત પાસે આવ્યા. આઠ યોજન ઊંચા, ચાર યોજન પહોળા એવા તે પર્વત ઉપર પોતાના બંધુઓ અને પરિમિત પરિવાર સાથે જનુએ આરોહણ કર્યું. તેના ઉપર એક યોજન લાંબું, અર્ધ યોજન પહોળું, ત્રણ ગાઉ ઉંચું અને ચાર દ્વારવાળું ચિત્ય હતું, તેમાં પ્રવેશ કર્યો. તે ચૈત્યમાં વર્તમાન ચોવીશીમાં થયેલા ઋષભાદિક ચોવીશે અરિહંતોના તેઓના પોત-પોતાના સંસ્થાન-પ્રમાણ વર્ણવાળા બિંબો સ્થાપન કરેલાં હતાં, તેની ક્રમસર પૂજા કરી. ત્યાર Page #71 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક પછી ભરતના સૌ ભાઈઓના પવિત્ર સૂપોને વંદના કરી અને શ્રદ્ધાવાળા તેણે કંઈક વિચારીને આમ કહ્યું કે, “અષ્ટાપદ સરખું સ્થાન ક્યાંય નથી' એમ માનું છું. માટે હું પણ આના જેવું બીજું ચૈત્ય કરાવું. ભરત ચક્રવર્તી મુક્તિ પામવા છતાં પણ હજુ ભરતખંડનું ચક્રવતીપણું ભરતખંડના સારભૂત એવા આ પર્વતના શિખર ઉપર રહેલ ચૈત્યના બહાનાથી ટકી રહેલું છે એમણે આ ચૈત્ય કરાવ્યું. હવે ભવિષ્યમાં થનારા રાજાઓ આનો વિનાશ કરે નહિં, માટે આપણે તેનું રક્ષણ કરવાનો ઉપાય કરીએ. ત્યાર પછી, હજારો દેવતાઓથી અધિષ્ઠિત દંડરત્નને હાથમાં ગ્રહણ કરી તેણે અષ્ટાપદની ચારે બાજુ ભમાવ્યું, એટલે કહોળા માફક એક હજાર યોજન ભૂમિ ઊંડી ખોદાઈ અને એવી રીતે તેનાથી દંડ ભમાવતાં નાગદેવોનાં ભવનો પણ ભાંગી ગયાં. તે દેવો ભય પામી પોતાના સ્વામી જ્વલનપ્રભુને શરણે ગયા. તેણે અવધિજ્ઞાનથી જાણી જતુ પાસે આવી ક્રોધથી એમ કહ્યું, “અરે ! મત્ત બની તમે નિષ્કારણ અનંત જંતુઓના ઘાતને કરનારૂં આ ભયંકર ભૂમિ-વિદારણ કેમ કર્યું ?” અજિતસ્વામીના ભત્રીજા અને સગર ચક્રીના પુત્રોએ આવું અકાર્ય કરાય? કુલને કલંક લગાડનારા ! તમે આ શું પાપ કર્યું ?” જનકુમારે કહ્યું કે, “મેં તો અહિં આવી ચૈત્યના રક્ષણ માટે આ કર્યું, તમારાં ભવનો વિનાશ પામ્યાં, તે મારા અજાણમાં થયું છે, તો એ સહી લેવા વિનંતિ કરૂં છુ.” જ્વલનપ્રભુ દેવે કહ્યું કે, “અજ્ઞાનથી તારી આ ભૂલ થઈ છે, તે હું સહી લઈ જતો કરું , પણ હવે ફરી આવી ભૂલ ન કરીશ.” એમ કહીને તે પોતાના સ્થાને ગયો. બંધુ સહિત જહ્નકુમારે વિચાર્યું કે, આ ખાઈ તો કરી પણ વખત જશે, તેમ તે ધૂળથી પાછી પૂરાઈ જશે. તેથી તે દંડથી ગંગાનદીને ખેંચી લાવ્યો અને તેનો પ્રવાહ ખાઈમાં વહેવડાવ્યો એટલે તેના જળથી નાગકુમારોનાં ભવનો ફરી ઉપદ્રવવાળાં બન્યાં. નાગકુમારો Page #72 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ નામના પાંચમા પાપસ્થાનકની સજ્ઝાય સાથે ક્રોધ પામેલા જ્વલનપ્રભે ત્યાં આવીને દાવાનલ જેમ વૃક્ષોને બાળે તેમ તે સર્વને બાળીને ભસ્મ કરી નાખ્યા. ‘કાયર એવા આપણા દેખતાં જ આપણા સ્વામીને બાળી નાખ્યા. આપણને ધિક્કાર થાઓ.' એમ ચિંતવતા શરમથી સૈનિકો અયોધ્યા નજીક આવીને રહેલા હતા. આપણા સ્વામીને હવે મુખ પણ કેવી રીતે બતાવવું ? અને આ વાત પણ કેવી રીતે કહેવી ? એ પ્રમાણે તેઓ મંત્રણા કરતા હતા, ત્યારે કોઈક બ્રાહ્મણે તેમને આમ કહ્યું કે, આ વાત રાજાને હું એવી રીતે કહીશ, જેથી તેમને મોહ નહિં થાય અને તમારા પ્રત્યેનો રોષ પણ ઉતરી જશે. તમે ગભરાશો નહિં.' એમ તે સૈનિકોને કહીને એક અનાથ મૃતક લાવીને તે બ્રાહ્મણ રાજદ્વારે ગયો અને પોતાનો પુત્ર મૃત્યુ પામ્યો હોય એમ વિલાપ કરવા લાગ્યો. રાજાએ વિલાપનું કારણ પૂછતાં તેણે કહ્યું કે, મારો એકનો એક પુત્ર સર્પ કરડવાથી ચેષ્ટા વગરનો બની ગયો છે. માટે હે દેવ ! આને જીવતો કરો. પછી રાજાએ સર્પનું ઝેર ઉતારનારા એવા નરેન્દ્રોને આજ્ઞા કરી એટલે તેઓએ પણ પોતાના મંત્ર-કૌશલ્યનો પ્રયોગ કર્યો, પરંતુ રાખમાં નાખેલા ઘીની માફક તે નિષ્ફળ ગયો. આ મરેલાને જીવતો કરવો શક્ય નથી, તેમજ આ બ્રાહ્મણ પણ સીધી રીતે સમજાવી શકાય તેવો નથી એમ વિચારી તેઓએ કહ્યું કે, ‘અત્યાર સુધીમાં પહેલાં જેને ઘેર કોઈ મૃત્યુ પામ્યો ન હોય ત્યાંથી તું ઘણી રાખ લાવ તો તેનાથી અમે આને જીવતો કરીએ.' ત્યાર પછી રાજાના હુકમથી દ્વારપાળો નગરીઓમાં, ગામોમાં તપાસ કરવા ગયા, પણ એવું એક ઘર ન મળ્યું કે અત્યાર સુધી જેને ત્યાં કોઈ મૃત્યુ પામ્યા ન હોય. રાજાએ પણ કહ્યું કે, ‘મારા કુલમાં પણ કુલકરો મૃત્યુ પામ્યા છે. ભગવાન ૠષભસ્વામી, ભરત ચક્રવર્તી, રાજા બાહુબલી,, સૂર્યયશા, સોમયશા અને બીજા અનેક મૃત્યુ પામીને કોઈ મોક્ષે અને કેટલાક સ્વર્ગમાં ગયા. જિતશત્રુ મોક્ષે ગયા, સુમિત્ર દેવલોકે ગયા. મૃત્યુ સર્વ માટે ૬૩ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૪ સાધારણ છે, તો પછી તારા પુત્રનું મૃત્યુ કેમ સહન કરી લેતો નથી ?' બ્રાહ્મણે કહ્યું, તમારી વાત સત્ય છે, પણ મારે આ એક જ પુત્ર છે, માટે તમારે બચાવવો જોઈએ. ‘દીન અનાથનું રક્ષણ કરવું એ સત્પુરુષોનો ધર્મ છે.' હવે ચક્રવર્તીએ કહ્યું, હે બ્રાહ્મણ ! તું મુંઝા નહિ, મરણના દુઃખમાં ભવ-વૈરાગ્ય ભાવના જ માત્ર શરણ છે. ત્યારે બ્રાહ્મણે પણ એ જ પ્રમાણે કહ્યું કે હે પૃથ્વીનાથ ! જો આ પ્રમાણે તમે સમજેલા જ છો તો, સાઠ હજાર પુત્રોના મરણથી તમે પણ મોહ ન પામશો. ત્યાર પછી રાજાએ જેટલામાં પૂછ્યું કે, ‘આ શી હકીકત છે ?’ તેટલામાં સંકેત કરેલા સૈનિકોએ આવી બનેલી સર્વ હકીકત કહી સંભળાવી. ભયંકર એવા આ સમાચારથી સગરરાજા મૂર્છા પામ્યા અને વજ્ર વડે જેમ પર્વત ભૂમિ ઉપર પડે, તેમ રાજા ભૂમિ પર ઢળી પડ્યાં. મૂર્ચ્છ ઉતરી અને રાજાને ભાન આવ્યું, ત્યારે સામાન્ય માનવીની માફક ક્ષણવાર રૂદન કરીને સંસાર તરફ વૈરાગ્ય ઉત્પન્ન થયો અને તે વિચારવા લાગ્યા ‘મારા પુત્રો મારા વંશની શોભા વધારશે, મને આનંદ કરાવશે-એવા પ્રકારની આશા સંસારને અસાર જાણવા છતાં પણ મેં કરી, તો મને ધિક્કાર હો. આટલા પુત્રોથી મને તૃપ્તિ ન થઈ, તો પછી બીજાને બે-ત્રણ કે ત્રણ-ચાર કે ચાર-પાંચ પુત્રોથી તૃપ્તિ કેવી રીતે થાય ? મારા જીવતા આ પ્રમાણે અણધાર્યા તૃપ્તિ પામ્યા વગરનાની આ ગતિ થઈ તો આટલા મારા પુત્રો હોવા છતાં પણ તેઓ મને તૃપ્ત કેવી રીતે કરી શકે ?' પુત્રોથી અતૃપ્તિવાળા તે સગર રાજા આ પ્રમાણે વિચારી, મોટા પુત્રના પુત્ર ભગીરથનો રાજ્યાભિષેક કરી અજિતનાથ ભગવંતની પાસે દીક્ષા અંગીકાર કરી અક્ષયપદ પામ્યા. એ પ્રમાણે સગર ચક્રવર્તીની કથા પૂરી થઈ. અઢાર પાપસ્થાનક કુચિકર્ણની કથા મગધદેશમાં સુઘોષા નામનું ગામ હતું. ત્યાં કુચિકર્ણ નામનો Page #74 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ નામના પાંચમા પાપસ્થાનકની સજ્ઝાય પ્રસિદ્ધ ગ્રામવાસી હતો. ક્રમે કરીને તેને એક લાખ ગાયો એકઠી થયેલી. ટીપે ટીપે સરોવર આખું ભરાઈ જાય તેમ ઘણી ગાયો ભેગી કરી. જુદા જુદા ગોવાળોને પાળવા માટે તે ગાયો અર્પણ કરી, પરંતુ બહાર તે ગોવાળીયાઓ આ સારી ગાય મારી છે, આ તારી નથીએમ માંહોમાંહે એક બીજા લડવા લાગ્યા. કુચિકર્ણે ગાયોના વિભાગ પાડી કોઈકને ધોળી, કોઈકને કાળી, કોઈકને રાતી, કોઈકને પીળી ગાયો પાળવા માટે આપીને એવી રીતે જુદા જુદા અરણ્યોમાં અનેક ગોકુળો સ્થાપન કરીને ત્યાં વાસો કરીને તે દહીં-દૂધનું ભોજન કરતો રહેતો હતો. દરરોજ દરેક ગોકુળોમાં ગોધનની વૃદ્ધિ કરતો હતો. મદિરાનો વ્યસની જેમ મદિરાથી તૃપ્ત ન થાય તેમ દહીં-દૂધથી તે અતૃપ્ત બન્યો. એમ કરતાં તેને નીચે ઉંચે ફરતા રસવાળું અજીર્ણ થયું અને આગની અંદર પડ્યો હોય તેવો, અંદર દાહ ઉત્પન્ન થયો. અરે! મારી ગાયો ! મારા નવા વાછરડાઓ ! અરે મારા બાળકો ! તમને હું પાછો ક્યારે મેળવીશ !' એ પ્રમાણે ગોધનમાં અસંતોષ પામેલો મરીને તે તિર્યચગતિ પામ્યો. એ પ્રમાણે કુચિકર્ણની કથા. તિલકશેઠની કથા પૂર્વકાલમાં અચલપુર નામના નગરમાં તિલક નામનો શેઠ હતો. તે નગરોમાં અને ગામડાઓમાં ધાન્યનો સંગ્રહ કરતો હતો. તે ગ્રાહકોને અડદ, મગ, તલ, ડાંગર, ઘઉં, ચણા વગેરે દોઢું લેવાની શરતથી વેચતો હતો અને મોસમ આવે ત્યારે દોઢું વસુલ કરતો હતો. ધાન્યથી ધાન્ય, ધનથી ધાન્ય, પશુથી ધાન્ય એમ ગમે તે ઉપાયોથી તત્ત્વની માફક ધાન્યનું ધ્યાન કરતો છતો ધાન્ય ખરીદ કરતો હતો. દુકાળના સમયમાં ધાન્યના વેપારમાં ઉપાર્જન કરેલા ઘણા ધન વડે ચારે તરફ ધનના કોઠારો ભરી દીધા. વળી સુકાળ સમયમાં ધાન્ય ખરીદી ખરીદી એકઠું કર્યું. પુરુષે એક વખત સ્વાદ ચાખ્યો હોય, તો પછી તેની આસક્તિ છૂટતી નથી.' ધાન્ય-સંગ્રહમાં ૬૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક ડાઓનો વધાર અનાજના ભજિત જાણનારે તેને સર્વ કરોડો કીડાઓનો વધ પણ ગણકારતો ન હતો, તેમજ પંચેન્દ્રિય જાનવરો અને મનુષ્યોના ઉપર અનાજના ભાર ઉપાડવાની પીડા થાય તો પણ તેને દયા આવતી ન હતી. કોઈ નિમિત્ત જાણનારે તેને કહ્યું કે, “આવતા વર્ષે દુકાળ પડવાનો છે.” એટલે તેણે પોતાના સર્વ ધનથી ધાન્ય ખરીદ કર્યું, તો પણ તેને સંતોષ ન થયો, એટલે વ્યાજે દ્રવ્ય ઉછીનું લઈને અનેક પ્રકારનું ધાન્ય ખરીદ કરી સંગ્રહ કર્યો. સ્થાનના અભાવમાં ઘરમાં પણ ધાન્ય નાખ્યું. “લોભી માણસ શું ન કરે ?” ખાવા-પીવામાં ઉદાસીનતાવાળો અને જગતનો શત્રુ આ દુકાળની મિત્રની જેમ ઇચ્છા કરતો હંમેશા તેની રાહ જોયા કરતો હતો. વર્ષાકાળની શરૂઆતમાં પણ વરસાદ તેના હૃદયને ચીરતો હોય તેમ મોટી ધારા વડે ચારે દિશામાં વરસ્યો. તેના મનમાં સંતાપ થયો કે પોતે સંગ્રહેલાં ઘઉં, ચોખા, ચણા, મકાઈ, અડદ, તલ તથા બીજાં ધાન્ય વિનાશ પામી જશે અત્યારે મારા હાથમાંથી ચાલ્યાં જશે.” એમ હાય હાય કરતો અતૃપ્ત થયો થકો હૃદય ફાટી જવાથી મરણ પામી નરકે ગયો આ પ્રમાણે તિલક શેઠની કથા. નંદ રાજાની કથા પૂર્વકાલમાં અતિમનોહર ઈન્દ્રનગરીનું અનુકરણ કરતું હોય તેવું પાટલીપુત્ર નામનું શ્રેષ્ઠ નગર હતું. ત્યાં શત્રુવર્ગને સ્વાધીન કરવામાં ઇન્દ્ર જેવો ત્રણ ખંડનો સ્વામી નંદ નામનો રાજા હતો. તેણે જ્યાં કર ન હતા, ત્યાં કરી નાખ્યા. કર હતા, ત્યાં મોટા કર કર્યા અને મોટા કર હતા, ત્યાં થોડો વધારો કરી રાજ્યની આવક વધારી. તે ગમે તે કોઈક દોષ ઊભા કરીને ધનિકોનું ધન પડાવી લેતો હતો. રાજાઓના છિદ્રો શોધીને ન્યાયમાં આમ ચલાવી ન લેવાય.' એમ કહીને તેમની પાસેથી પણ ધન ગ્રહણ કરતો હતો. “જળનું પાત્ર જેમ સમુદ્ર છે, તેમ અર્થનું પાત્ર રાજા છે, પણ બીજા નથી' એમ બોલતો તે કૃપા વગરનો બની સર્વ ઉપાયથી લોકો પાસેથી ધન Page #76 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ નામના પાંચમા પાપસ્થાનકની સાય પડાવી લેતો હતો. લોકો પાસેથી ધન લઈ લેવાથી લોકો પણ નિધન બની ગયા. ઘેટાં બકરાંએ ચરેલી ભૂમિમાંથી તણખલું પણ મેળવી શકાતું નથી. તેની જેમ તેણે લોકોના લેવડ-દેવડના વ્યવહારમાં સુવર્ણનાણાનું નામ પણ ઉડાવી દીધું અને ચામડાનાં નાણાંનો વ્યવહાર પ્રવર્તાવ્યો. તે પાખંડીઓનો અને વેશ્યાઓનો દંડ કરીને ધન ગ્રહણ કરતો હતો. “સર્વભક્ષી અગ્નિ કંઈ પણ છોડતો નથી.” તે આ રાજાએ બધેથી ધન ભેગુ કર્યું. લોકવાયકા એવી ચાલી કે, “શ્રીવીર પરમાત્માના નિર્વાણ પછી ઓગણીસસો વર્ષ પછી કલ્કી રાજા થવાનો છે, તે તો આ નહિ હોય ?” આના ગુસ્સાને દેખીને લોકો વાસણમાં ભોજન કરવાને બદલે ભૂમિને ભાજન બનાવી ભોજન કરતા હતા, કેટલાકે નિર્ભયતા માટે ભાજન આપી દીધાં, કારણ કે ભાજન હોય તો ભય થાય ને. તેણે સુવર્ણના પર્વતો બનાવ્યા. તથા કૂવાઓમાં પણ સુવર્ણ પૂર્યું. ભંડારો પણ સુવર્ણથી ભરી દીધા, છતાં પણ ઈચ્છા અપૂર્ણ રહી. અયોધ્યાના હિતૈષી રાજાએ આ સર્વ હકીકત સાંભળીને તેને સમજાવવા માટે એક સારી રીતે બોલનાર દૂતને મોકલ્યો અને તે આવ્યો. સર્વ પ્રકારે સર્વની લક્ષ્મીનું હરણ કરવા છતાં પણ શોભા વગરના તે રાજાને તેણે જોયા અને તે નમસ્કાર કરી આગળ બેઠો. રાજાની રજા લઈને તેણે કહ્યું કે, મારું કથન સાંભળી આપે કોપ ન કરવો, મીઠું બોલનારા હિતકારી હોતા નથી.” લોક-પરંપરાથી આપનો અવર્ણવાદ સાંભળ્યો હતો અને આજે તે પ્રત્યક્ષ અનુભવ્યો. લોકવાયકા સર્વથા નિર્મળ હોતી નથી. “અન્યાયથી મેળવેલ ધનનો અંશ પણ રાજાના સર્વ યશનો વિનાશ કરનાર થાય છે.” તુંબડીના ફળનું એક બીજ પણ ભાર પ્રમાણ વજનના ગોળનો વિનાશ કરે છે. રાજાઓએ પ્રજાને પોતાના આત્મા સરખી ગણવી જોઈએ. રાજાએ પ્રજાનો છેદ કરવો યોગ્ય ન ગણાય. માંસાહારીઓ પણ કદાપિ પોતાનું માંસ ખાતા નથી માટે પ્રજાનું પોષણ કરો. પોલી પ્રજા રાજાનું પોષણ કરે છે. ગરીબ અને સ્વાધીન હોવા છતાં પણ પોષણ કર્યા વગરની ગાય Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૮ અઢાર પાપસ્થાનક દૂધ આપતી નથી. સર્વ દોષોને ઉત્પન્ન કરનાર લોભ છે, સર્વ ગુણોનો નાશ કરનાર પણ લોભ છે, માટે તેનો ત્યાગ કરો. એમ તમારા હિત માટે અમારા રાજાએ સંદેશો કહેવરાવ્યો છે.” દાવાગ્નિથી બળેલી ભૂમિને પાણી જેવી તે દૂતની વાણી હતી, તે વાણીથી ગુસ્સે ભરાયેલા એવા નંદરાજાએ પણ એકદમ જાણે તેને બાળવાની ઇચ્છાથી હોય તેમ ઉષ્ણ વચન વરાળ બહાર કાઢી અને તેને સંભળાવ્યું કે, “તું રાજદૂત હોવાથી અવધ્ય છે.” પછી નંદરાજા ઊભા થઈને માથાની પીડાવાળાની જેમ ગર્ભગૃહની અંદર ગયો. ત્યાર પછી “જવાસો જેમ જળને યોગ્ય નથી તેમ આ સદુપદેશને યોગ્ય નથી.” - એમ વિચારતો દૂત પણ પોતાના રાજા પાસે ગયો. અન્યાયના પાપ વડે ઉત્પન્ન થયેલા ભયંકર વેદના આપનારા રોગો વડે તે નંદરાજાને અહિં પણ પરમાધામીઓએ કરેલી વેદના જેવી વેદના પ્રાપ્ત થઈ, ભયંકર વેદનાથી પીડાતો નંદરાજા જેમ જેમ આક્રંદ કરતો હતો, તેમ તેમ પ્રજા લોક પણ આનંદ અનુભવવા લાગ્યા. જાણે અગ્નિમાં રંધાતો હોય, ચણાની માફક રેતીમાં ભૂંજાતો હોય દાઝતો હોય તેવી વેદના નંદ અનુભવી. તેવા પ્રકારના પાપી મનવાળાને માટે આ સર્વ અલ્પ જ ગણાય.” આ પૃથ્વી પર મેં મારા સુવર્ણના પર્વતો ઊભા કર્યા, તેમ જ બીજા પણ સુવર્ણના ઢગલાઓ સ્થાપન કર્યા છે, હવે તેનો માલિક કોણ થશે ? આ પ્રમાણે મૂછ કરતો કરતો તૃપ્તિ વગરનો નંદરાજા મરીને અંત વગરના ભવના દુઃખને પામ્યો ... એ પ્રમાણે નંદકથાનક. આ પ્રમાણે સગરચક્રવર્તી પુત્રો વડે, કુચીકર્ણ નામનો ગોવાળ ગોધન વડે, તિલકશેઠ ધાન્ય વડે અને નંદરાજા સુવર્ણ વડે જેમ સંતોષ ન પામ્યા અને અંતે મૃત્યુ પામ્યા. તેમ આ જીવ ગમે તેટલો પરિગ્રહ વધે તો પણ સંતોષ પામવાનો નથી. બલ્ક એકઠા કરેલા પરિગ્રહને જોઈને મૃત્યુ સમયે વધારે ને વધારે સુરવાનો છે. રડવાનો છે. દુઃખી થવાનો છે માટે હે જીવ! પરિગ્રહનો ત્યાગ કર | ૭ | Page #78 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ નામના પાંચમા પાપસ્થાનકની સઝાય અસંતુષ્ટ પરિગ્રહ ભર્યા, સુખીયા ન ઈદ નર્વેિદ, સલુણે, સુખી એક અપરિગ્રહી, સાધુ સુજસ-સમ કંદ, સલુણે, પરિગ્રહ મમતા પરિહરો | ૮ | શબ્દાર્થ - અસંતુષ્ટ - સંતોષ નહીં પામેલા, સુજસ-સમકંદ - સારા યશના અને સમતાના મૂલકંદ સમાન || ૮ || ગાથાર્થ - પશ્ચિમથી ભરેલા ઇંદ્ર હોય કે નરેન્દ્ર હોય, પણ બધા જ અસંતોષી છે તેથી જ સખીયા નથી. સુખી તો એક અપરિગ્રહી સાધુ જ છે કે જેઓ સારા યશના અને સમતાના મૂલ છે II & I વિવેચન - આ સંસારમાં ઇંદ્ર મહારાજ હોય, કે માનવોના કોઈ રાજા હોય, પરંતુ પરિગ્રહથી ભરેલા હોવાના કારણે અસંતુષ્ટ હોવાથી સુખીયા નથી. જેમ લખપતિ માણસ કરોડપતિને દેખીને પોતાનું ધન ઓછું લાગવાથી દરરોજ બળ્યા જ કરે છે અર્થાત્ દુઃખી છે. તેમ કરોડપતિ જીવ અબજપતિને જોઈને દુઃખી થાય છે. અબજપતિ મનુષ્ય રાજાના રાજ્યને જોઈને મારે હજુ તેવું રાજ્ય નથી એમ દુઃખી થાય છે. નાનો રાજા મોટા રાજાના રાજ્યને જોઈને દુઃખી થાય છે. મોટો રાજા ચક્રવર્તીના રાજ્યને જોઈને અસંતુષ્ટ થયા છતાં દુઃખી છે અને ચક્રવર્તી રાજા ઇન્દ્રની સમૃદ્ધિ જોઈને દુઃખી થાય છે તથા ઇંદ્ર પણ ઉપર-ઉપરના ઈંદ્રને જોઈને અસંતુષ્ટ થયા છતા દુઃખી થાય છે. આમ સર્વે સુખી જીવો પણ પોતાના સુખને ઓછું દેખતા છતા બીજાના સુખથી બળ્યા છતા દુઃખી દુઃખી જ હોય છે. આ સંસારમાં સાધુ જ એક સુખી છે કે જે અપરિગ્રહી છે. કોઈ પણ જાતની ચિંતા-બળતરા-ઈર્ષ્યા જેઓને નથી તેઓ જ સાચા યશના અને સમતા સુખના મૂલ કંદભૂત છે. જેમનામાં યશ અને સમતાસુખ ભરેલાં છે. તથા દિન પ્રતિદિન જેનો વધારો જ થાય છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ७० આ સંસારમાં સર્વે જીવોને પોતાની સંપત્તિ ઓછી જ છે. બીજાની જ વધારે છે. એમ દેખાય છે. તે જોઈને હંમેશાં બળ્યા જ કરે છે જેથી સંતોષ ન રાખતાં સદા દુ:ખી દુ:ખી જ રહે છે. જ્યારે અપરિગ્રહી એવા સાચા સાધુ પરિગ્રહને જ પાપ માનતા છતા, તેને છોડીને રહેનારા, ચિંતા-ઇર્ષ્યા-દાઝ-મમતા આદિ તમામ દુષણોથી દૂર રહ્યા છતા દુ:ખોથી રહિત છે તેથી ઘણા સુખી છે. નિશ્ચિંત જિંદગીવાળા છે. અઢાર પાપસ્થાનક શ્રી યોગશાસ્ત્રના બીજા પ્રકાશમાં ૧૧૪ ગાથામાં કહ્યું છે કે असंतोषवतः सौक्ख्यं, न शक्रस्य न चक्रिणः । जन्तो: संतोषभाजः, यदभयस्येव जायते ૧૧૪ દ્વિતીય પ્રકાશ ગાથા તથા “સુજસ-સમસ્કંદ” આ પદ લખીને તેમાં લખેલા “જસ''શબ્દથી ગ્રંથકર્તા પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ પોતાનું “યશોવિજયજી”એવું નામ પણ ગર્ભિતપણે સૂચવ્યું છે ॥ ૮ ॥ આ પ્રમાણે “પરિગ્રહ” આવા નામનું જે પાંચમું પાપસ્થાનક છે તેની સજ્ઝાય સમાપ્ત થઈ. - Page #80 -------------------------------------------------------------------------- ________________ ક્રોધ નામના છઠ્ઠા પાપસ્થાનકની સજ્ઝાય ક્રોધ' નામના છઠ્ઠા પાપસ્થાનકની સજ્ઝાય ક્રોધ તે બોનિરોધ છે, ક્રોધ તે સંયમઘાતી રે । ક્રોધ તે નરકનું બારણું, ક્રોધ દુરિત પક્ષપાતી રે ॥ ૧ ॥ ૭૧ 0 - શબ્દાર્થ - બોધનિરોધ - જ્ઞાનને રોકનાર છે, સંયમઘાતી ચારિત્રનો નાશ કરનાર છે, નરકનું બારણું - નરકનું દ્વાર, દુરિત પક્ષપાતી પાપોનો જ પક્ષ ખેંચનાર છે. || ૧ || ગાથાર્થ - ક્રોધ એ જ્ઞાનને રોકનાર છે. ક્રોધ એ સંયમનો નાશ કરનાર છે, ક્રોધ એ નરકનો દરવાજો છે અને ક્રોધ એ પાપોનો પક્ષપાતી છે. ॥ ૧ ॥ વિવેચન - જ્યારે જ્યારે જીવ ક્રોધના આવેશમાં આવે છે, ત્યારે ત્યારે જેના પર ક્રોધ થયો હોય તેને મારવાના, કટુ વચન બોલવાના, બદલો લેવાના, પોતાના થયેલા અપમાનનો બદલો વાળવાના વિચારોમાં અને ચિંતામાં આ જીવ અટવાયેલો હોય છે તેથી તાવ ચડી જાય, ઊંઘ ઉડી જાય, મન ચકડોળે ચડી જાય, આમ અસ્થિરતા વધતાં આ આત્માને સાચી જ્ઞાનદશા મેળવવાના કે જ્ઞાન પ્રાપ્ત કરવાના વિચારો આવતા જ નથી, જ્ઞાનપ્રાપ્તિમાં જોડાય તો પણ ચિત્ત તેમાં જામતું નથી. આવા પ્રકારના આવેશવાળા વિચારોથી પ્રાપ્ત જ્ઞાન પણ નાશ પામે છે. આ રીતે ક્રોધ તે જ્ઞાનનો નિરોધ કરનાર છે. તથા ક્રોધના આવેશમાં આવેલો જીવ જેમ તેમ બોલવામાં, મારામારી કરવામાં મશગુલ હોવાથી લક્ષ્મણરેખાને ઓળંગનાર બને છે તેથી ક્રોધ સંયમનો ઘાત કરનાર પણ છે. આવાં પાપો કરીને અતિશય આવેશોને વશ થયેલા જીવો ચીકણાં કર્મો બાંધીને નરકમાં જ જનારા બને છે. એટલું જ નહીં, પણ આ ક્રોધનો આવેશ જીઠું Page #81 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક બોલાવે, બીજા ઉપર ખોટાં દોષારોપણ કરાવે, કડવી ભાષા બોલાવે, મેણાં ટોણાં અને વ્યંગ વચન બોલાવે, હત્યા કરાવે આમ અનેક દુરિતોનો (પાપોનો) પક્ષપાતી (પક્ષ કરનાર) બને છે માટે ક્રોધ વર્જવા યોગ્ય છે. તથા આ ક્રોધ એ નરકમાં જવાનું પ્રવેશદ્વાર છે. તેથી પણ વર્જવા જેવો છે. તે ૧ / પાપસ્થાનક છઠું પરિહરો, મન ધરી ઉત્તમ ખંતી રે ! ક્રોધ ભુજંગની જાંગુલી, એહ કહી જયવંતી રે / ૨ / શબ્દાર્થ - ભુજંગ-સર્પ, જાંગુલી - ગારૂડિક વિધા II ૨ II ગાથાર્થ - મનમાં ઉત્તમ ક્ષમાને ધારણ કરીને ક્રોધ નામનું છઠું પાપરથાનક ત્યજ, તે ક્ષમા, ક્રોધરૂપ સપને વશ કરવામાં ગારૂડિક વિધા સમાન છે. અવશ્ય વિજય અપાવનાર છે I ૨ ll વિવેચન - ક્રોધ નામનું આ છઠું પાપસ્થાનક ત્યજવા જેવું જ છે. તેને દૂર કરવા માટે તેનો વિરોધી ગુણ જે “ક્ષમા” છે. તેને મનમાં ધારણ કરીને આ ક્રોધને કાઢો. ક્ષમા એટલે સામેના અપરાધીના અપરાધો જતા કરવા. ગમ ખાવી, સહનશીલ બનવું, મનમાં જરા પણ આવેશ ન લાવવો. આ ક્ષમા નામનો ગુણ ગારૂડિક વિદ્યા સમાન છે. જેમ ગારૂડિક વિદ્યા જપવાથી સર્પનું ઝેર ઉતરી જાય છે. તેમ ક્ષમા ધારણ કરવાથી ક્રોધનું ઝેર ઉતરી જાય છે એટલે આ ક્ષમા, ક્રોધરૂપી સર્પને ઉતારવામાં ગારૂડિક વિદ્યા સમાન છે. આ ક્ષમા નામનો ગુણ ક્રોધ ઉપર અવશ્ય વિજય અપાવનારો જ બને છે ૨ પૂરવ કોડી ચરણ-ગુણે, ભાવ્યો છે આતમાં જેણે રે | ક્રોધ વિવશ હતાં દોય ઘડી, હારે સવિ ફલ તેણે રે Iial Page #82 -------------------------------------------------------------------------- ________________ ક્રોધ નામના છઠ્ઠા પાપસ્થાનકની સઝાય ૭૩ શબ્દાર્થ - ચરણ-ગુણે-ચાત્રિ સ્વરૂપ ગુણથી, ક્રોધવિવશ - ક્રોધને પરવશ, દોસઘડી - બે ઘડી, હારે - હારી જાય || ૩ | ગાથાર્થ - જે મહાત્માએ એક પૂર્વકોડ વર્ષો સુધી રાત્રિ પાળીને પોતાના આત્માને ભાવિત (આરાધકો કર્યો છે. તે મહાત્મા પણ બે ઘડી કાલ પુરતા ક્રોધને પરવશ થયા છતા સઘળું ચાસ્ત્રિનું ફળ હારી જાય છે / ૩ / વિવેચન - પરમાત્મા શ્રી મહાવીર પ્રભુને ઉપસર્ગ કરનાર ચંડકૌશિક સર્પનો જીવ પૂર્વે ત્રીજા ભવમાં મુનિવર હતો, ઘણા વર્ષ સુધી ઉત્તમ સાધુપણું પાળીને આત્મહત્ત્વની જેણે આરાધના કરી છે. જેણે આત્મતત્ત્વ સાધ્યું છે. તેવા તે મુનિવર પ્રસંગવશાત્ બે ઘડી કાલમાત્ર ક્રોધને આધીન થયેલા જેના કારણે બધું જ સંયમ ફળ હારી ગયા, અને ક્રોધને વશ થયેલા તેઓ શિષ્યને મારવા માટે જ્યારે દોડે છે, ત્યારે થાંભલા સાથે ભટકાયા છતા મૃત્યુ પામે છે. મરીને ક્રોધી તાપસ થાય છે ત્યાં પણ ઘણો જ ક્રોધ કરતા છતાં આશ્રમમાં રમવા આવતાં છોકરાઓની પાછળ દોડ્યા, અને નીચે રહેલા ઊંડા કૂવામાં પડ્યા ત્યાંથી મરીને ચંડકૌશિક સર્પ થયા. આમ બે ઘડી માત્રના ક્રોધથી ઘણા વર્ષનું સંયમફળ આ જીવ હારી જાય છે. આ જ રીતે પૂર્વકોડ વર્ષ સુધી સંયમ પાળીને બે ઘડી પણ જો આ જીવ ક્રોધના આવેશમાં આવે છે તો પૂર્વક્રોડવર્ષનું પાળેલું સંયમ ફળ પણ હારી જાય છે. માટે હે જીવ! ક્રોધ છોડવા જેવો છે. | ૩ || બાળે તે આશ્રમ આપણો, ભજના અન્યને દાહે રે | ક્રોધ કૃશાનુ સમાન છે, ટાલે પ્રથમ પ્રવાહે રે | ૪ શબ્દાર્થ - ભજના-વિકલ્પના, અન્યને - બીજાને, દાહે - Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૪ અઢાર પાપસ્થાનક બાળે, કૃશાનુ - અશિ, ટાલ - દૂર કરે, પ્રશમપ્રવાહે - ઉપશમ રસના પ્રવાહથી. || ૪ || ગાથાર્થ - તે ક્રોધકષાય આપણો આશ્રમ (પોતાના આત્માને) અવશ્ય બાળે છે. અન્યનું ઘર બાળવામાં ભજના જાણવી. તેથી ક્રોધ એ અગ્રિ સમાન છે. ઉપશમ રસના પ્રવાહથી તે ક્રોધને મહાત્મા પુરુષો ટાળે છે. આ ૪ I વિવેચન - જે જે આત્માઓને ક્રોધ થાય છે તે તે આત્માઓના પોતાના આશ્રમને પોતાના આત્મતત્ત્વની સાધનાને) આ ક્રોધ અવશ્ય બાળે છે. એટલું જ નહીં, પરંતુ આજુ-બાજુના અન્ય આત્માઓની સાધનાને પણ બાળવાની સંભાવના છે. કારણ કે આ કષાય અગ્નિ સમાન છે. જેમ અગ્નિ જે ઘરમાં લાગ્યો હોય તે ઘરને તો ચોક્કસ બાળે જ છે પણ પાણીનો જોગ જો ન મળે તો પાસેના બીજા ઘરોને પણ બાળે એવી સંભાવના છે તેમ અહીં જાણવું આ વિષયમાં પૂજ્ય ઉદયરત્નજી કૃત ક્રોધની સક્ઝાયમાં પણ કહ્યું છે કે “આગ ઉઠે જે ઘર થકી, તે પહેલું ઘર બાળે, જળનો જોગ જો નહિ મળે, તો પાસેનું પરજાળે.” તે માટે અગ્નિને જો ઠારવો હોય તો પાણી જોઈએ, તેમ આ ક્રોધરૂપી અગ્નિને ઠારવો હોય તો ઉપશમભાવરૂપ પાણી જોઈએ તે માટે ઉપશમભાવરૂપ પાણી દ્વારા ક્રોધરૂપી અગ્નિને ટાળો એમ જ્ઞાનીનો ઉપદેશ છે તેથી આત્માને ઉપશમભાવથી જ વધારેમાં વધારે ભાવિત કરવો જોઈએ. પ્રશમભાવ એ જ સાચો તારકમાર્ગ છે || ૪ || આક્રોશ-તર્જના-ઘાતના, ધર્મબંશને ભાવે રે ! અગ્રિમ અગ્રિમ વિરહથી, લાભ તે શુદ્ધ સ્વભાવે રે પી શબ્દાર્થ - આક્રોશ-ગુસ્સો કરવો, તર્જના-માર મારવો, Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૫ ક્રોધ નામના છઠ્ઠા પાપસ્થાનકની સક્ઝાય ઘાતના-હત્યા કરવી, ધર્મભ્રંશ-ધર્મથી ભ્રષ્ટ કરવો, અશ્ચિમ અગ્રિમઆગળ આગળના, વિરહથી-ન હોવાની સંભાવનાથી || ૫ | ગાથાર્થ - આક્રોશ, તર્જના, ઘાતના અને ધર્મભ્રષ્ટ કરવાના પ્રસંગે આગળ-આગળના વિરહથી ઉપશમભાવમાં રહેવું તેમ કરવાથી જ આત્મતત્વના શુદ્ધ સ્વભાવનો લાભ થાય છે 1 " I વિવેચન - આત્માને ઉપશમભાવમાં જો લાવવો હોય અને શુદ્ધ આત્મતત્ત્વના લક્ષ્યનો લાભ જો મેળવેલો હોય તો ક્રોધના જ્યારે જ્યારે આવા પ્રસંગો આવે છે ત્યારે ત્યારે આગળ આગળલાનો (પછી પછીનાનો) વિરહ વિચારવો. જેમ કે કોઈ આપણો શત્રુ, આપણા ઉપર “આક્રોશ” એટલે કે ગુસ્સો કરતો હોય, જેમ તેમ બેફામ ગાળો અથવા અપમાનજનક શબ્દો બોલતો હોય, ત્યારે મનમાં આવું વિચારવું કે આ જીવ હજું આક્રોશ જ કરે છે પણ તર્જના (મારામારી) કે ઘાતના (હત્યા) તો આ જીવ નથી કરતો ને? એમ વિચારવું એવી રીતે ધારો કે “તર્જના” (મારામારી) કરતો હોય તો ઘાતના (મારી હત્યા) કે ધર્મભ્રષ્ટ (મને ધર્મથી પતિત) તો નથી કરતો ને ? પછી શું ચિંતા છે. એવી રીતે “ઘાતના” કરે ત્યારે “ધર્મભ્રંશ” તો નથી કરતો ને! આમ આગળ આગળ લખેલી પ્રક્રિયાનો વિરહ દેખીને પહેલાંની પ્રક્રિયાને લધ્વીમાત્રા રૂપ છે એમ સમજીને નહીવત્ ગણવી. જેથી રોષ આવશે નહીં. અને રોષ આવશે તો પણ મન્દ રોષ થશે. ક્રોધને ઉપશમાવવાનો આ જ સાચો ઉપાય છે ૫ . ન હોય, ને હોય તો ચિર નહીં, ચિર રહે તો ફલછેહો રે | સજ્જન ક્રોધ તે એહવો, જેહવો દુરજન-નેહો રે || ૬ | શબ્દાર્થ - ચિર નહીં - લાંબો ટાઈમ રહે નહીં, ફલાહો Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૬ અઢાર પાપસ્થાનક - ફલમાં છેદ, એહવો - આવો, જેહવો - જેવો, દુરજનનેહો - દુર્જનનો સ્નેહ II II ગાથાર્થ - સજ્જન પુરુષોને ક્રોધ હોય નહીં, અને કદાચ હોય તો લાંબો સમય ટકે નહીં લાંબો સમય રહે તો તેનું ફળ આપે જ એવો નિયમ નહીં આવો સજ્જન પુરુષનો ક્રોધ હોય છે. જેવો દુર્જનનો પુરુષનો નેહ હોય છે તેવો I ૬ I - વિવેચન - આ ગાથામાં સજજનના ક્રોધની અને દુર્જનના સ્નેહની સરખામણી કરવામાં આવી છે જેમ કે જે દુર્જન માણસ હોય છે. તેને સાચો સ્નેહ થતો જ નથી, કારણ કે તે દુર્જન માણસ પોતાનો ઘાટ ઘડવા પુરતો ઉપરછલ્લો જ સ્નેહ બતાવે છે તેથી પહેલી તો વાત એ છે કે દુર્જનને સ્નેહ હોતો જ નથી, અને બીજી વાત એ છે કે કદાચ ઉપરછલ્લો સ્નેહ હોય તો પણ તે ઝાઝો કાલ ટકતો નથી કારણકે જેવો તે પુરુષનો પોતાનો સ્વાર્થ પુરો થાય કે તુરત જ સ્નેહ છૂટી જાય છે અને કદાચ ઘાટ ઘડવામાં સફળતા ન મળે તો સ્વાર્થ સાધવા માટે કદાચ લાંબો ટાઈમ પણ સ્નેહ દાખવે તો પણ સ્નેહનું જે સાચું ફળ આત્મપ્રીતિ થવી તે છે તે તો હોતી જ નથી. આ ઉદાહરણને અનુસારે ઉત્તમ એવા સજ્જન પુરુષોને પહેલાં તો અપરાધી ઉપર પણ ક્રોધ હોતો જ નથી, અને કદાચ “હોય તો ચિર નહીં” ક્રોધ થાય તો લાંબો કાલ તે ક્રોધ રહેતો જ નથી અને “ચિર રહે તો ફલ છેડો રે” કદાચ લાંબો સમય તે ક્રોધ રહે તો તે ક્રોધનાં કડવાં ફળ જે નરક-નિગોદાદિમાં ગમન છે. તેવાં કડવાં ફળનો તો છેદ જ હોય છે. અર્થાત્ આવાં કડવાં ફળ આપે તેવો ક્રોધ કદાપિ સજ્જનને સંભવતો જ નથી. સજ્જન આત્માનું ચિત્ત ઘણું જ નિર્મળ છે. તેથી આ ક્રમ ઘટી શકે છે. વર્તમાનકાલમાં પણ દુર્જનના સ્નેહમાં તથા સજ્જનના ક્રોધમાં આવું અનુભવાય જ છે. | ૬ | Page #86 -------------------------------------------------------------------------- ________________ ક્રોધ નામના છઠ્ઠા પાપસ્થાનકની સઝાય ક્રોધી મુખે કટુ બોલણા, કંટકીઆ કુટ્ટ સાખી રે ! અદીઠ કલ્યાણકરા કહ્યા, દોષ-તરૂ સાખી રે || ૭ | શબ્દાર્થ - કટુ બોલરા-કડવાં વચન બોલવાં, કટકીઆ - કાંટાની જેમ ખૂંચે એવા વચનો બોલવાં, કુટ સાખી - ખોટી સાક્ષી ભરવી, અદીઠ-આવાનું મીલન (દર્શન) ન થાય તે જ, કલ્યાણકરા - કલ્યાણને કરનારું, દોષતા - દોષોનું વૃક્ષ, શતસાખી - સો શાખાવાળું. || ૭ || ગાથાર્થ - ક્રોધી માણસના મુખમાં (૧) કડવાં વચન બોલવાં, (૨) કાંટાની જેમ ખુંચે તેવાં વ્યંગ વચન બોલવાં (૩) ખોટી સાક્ષી ભરવી, આ સ્વભાવો સહજપણે જ હોય છે. તેઓનું મીલન (દર્શન) ન થાય તે જ કલ્યાણ કરનારું સમજવું. કારણ કે આવા જીવો દોષોના સો શાખાવાળા વૃક્ષતુલ્ય હોય છે. [ ૭ II વિવેચન - જે માણસો બહુ જ ગુસ્સાના આવેશમાં હોય છે ક્રોધથી ધમધમેલા મુખવાળા હોય છે તેઓના મુખમાં (૧) કડવાં વચનો બોલવાં, ઝેર ભરેલાં વ્યંગ વચનો બોલવાં (૨) કાંટાની જેમ સાંભળનારાને ખેંચી જાય એવાં વ્યંગ વચન બોલવાં, મેણાં-ટોણાં બોલવાં, કટાક્ષ વચન બોલવાં, (૩) ખોટી સાક્ષી ભરવી-ખોટી વકીલાત કરવી. આવું આવું દોષોથી ભરેલું વર્તન સહજપણે જ હોય છે. તે જીવોનાં મન-વચન-કાયા આ ત્રણે યોગો આવા પાપો કરવાને સહજપણે જ ટેવાયેલાં હોય છે. આવાં વચનો બોલવાં તે ક્રોધનું કાર્ય છે. ક્રોધી માણસમાં હંમેશાં આવા પ્રકારની પાપયુક્ત જ વાણી-વિચાર અને વર્તન હોય છે. તેથી તેનો સમાગમ ન થાય એ જ હિતકારી છે અર્થાત્ તેનું અદર્શન એ જ કલ્યાણને કરનારું કહ્યું છે કારણ કે ક્રોધી માણસ એ દોષોનું બનેલું એક વૃક્ષ જ છે જેની નાની-મોટી સેંકડો શાખાઓ છે એટલે કે આ ક્રોધી માણસ નાના-મોટા અનેક દોષોથી Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૮ અઢાર પાપસ્થાનક ભરેલો હોય છે જેમ મોટા વૃક્ષને અનેક શાખાઓ હોય છે તેમ ક્રોધી માણસમાં જુઠું બોલવું, આક્ષેપો કરવા, વ્યંગવચનો બોલવા આવા અનેક દોષારૂપી અનેક શાખાઓ હોય છે માટે હે જીવ ! ક્રોધ ત્યજવા જેવો છે. | ૭ | કુરગડુ ચઉ તપકર, ચરિત સુણી શમ આણો રે / ઉપશમ સાર છે પ્રવચને, સુજસ વચન એ પ્રમાણો રે IIટા શબ્દાર્થ - કુગડુ - તે નામના એક મહર્ષિ, ચઉ - ચાર વ્યક્તિ, તપાસ - તપશ્ચર્યા કરનારા, શમ આણો - ઉપશમભાવ લાવો, પ્રવચને - જૈન શાસનમાં, એ પ્રમાણો - આ જ વચન પ્રમાણભૂત છે II & II ગાથાર્થ - કુડુ નામના મહર્ષિ અને તપશ્ચર્યા કરનારા બીજા ચાર મુનિ મહારાજાઓનાં ચઝિ સાંભળીને ઉપશમભાવ લાવો, કારણ કે જૈન પ્રવચનમાં “ઉપશમભાવ” એ જ સારભૂત તત્ત્વ કહેલું છે અને જિનેશ્વર પરમાત્માનું આ વચન જ પ્રમાણભૂત છે અને સારા યશને આપનારૂં છે I & II વિવેચન - મહાવીર પ્રભુના શાસનમાં કુરગડુ ઋષિની વાર્તા ઘણી જ જાણીતી છે. “ર-ભાત-ભોજન, અને ગગાડવો ભરીને” ગાડવો (ઘડો) ભરીને ભોજન દરરોજ જોઈએ જેને, તેનું નામ કુરગડુ ઋષિ. આવા એક ઋષિમુનિ થયા કે જેને પ્રતિદિન ગાડવો ભરીને ભોજન જોઈતું હતું. એક પણ દિવસ ઓછા ભોજનથી ચાલતું નહીં. તેથી ઉપવાસાદિ તપ કરવાની વાત તો રહેતી જ નથી. પછી નાનો તપ પણ તેઓ કરી શક્તા ન હતા. તથા તે જ સમુદાયમાં બીજા ચાર મુનિઓ ઘણી ઉગ્ર તપશ્ચર્યા કરનારા પણ હતા. તેથી તે તપસ્વી મુનિઓ હંમેશાં આ કુરગડુ ત્રઢષિને તપ કરવા અને આહાર છોડવા સમજાવતા. પ્રતિદિન સમજાવવા છતાં આ કુરગડુ શ્રષિ કંઈ તપ Page #88 -------------------------------------------------------------------------- ________________ ક્રોધ નામના છઠ્ઠા પાપસ્થાનકની સજ્ઝાય કરતા નહીં. (તેમનાથી થતો જ ન હતો) તેથી ચાર તપસ્વી મુનિઓ તેમના ઉપર ગુસ્સે થતા, ઘણો ક્રોધ કરતા, છતાં કુરગડુ ઋષિ ઉપશમભાવમાં જ રહેતા. તે મહર્ષિ પોતાનો ઉપશમભાવ ક્યારેય પણ છોડતા નહીં. એક વખત પશુસણ પર્વ જેવા દિવસો આવ્યા, કુરગડુ ઋષિ આહાર લાવીને તેને વાપરવા બેઠા, ચાર તપસ્વી મુનિઓ તેમના ઉપર ગુસ્સે થયા, કુરગડુ ઋષિના પાત્રમાં થૂંકવા લાગ્યા. કુરગડુ ઋષિ “આ અમૃત છે” એમ સમજીને આરોગી જવા લાગ્યા. આ રીતે ઉપશમભાવ રાખવાથી કુરગડુ ઋષિ તરી ગયા અને ચાર તપસ્વી મુનિઓ ક્રોધને પરવશ થયા છતાં ડુબી ગયા. આવાં ચરિત્રો જાણીને હે ભવ્ય આત્માઓ ! ક્રોધકષાયને ટાળો, ઉપશમભાવને લાવો, જૈન પ્રવચનમાં આ “ઉપશમભાવ” એ જ કલ્યાણકારી કહ્યો છે. આવા જિનેશ્વરના વચનને પ્રમાણભૂત માનો અને તેનાથી ક્રોધકષાયને ઉપશમાવીને નિર્મળ યશ પ્રાપ્ત કરો. ૭૯ તથા “સુજસ વચન એ પ્રમાણો” એ પદમાં કહેલા “સુજસ” શબ્દથી ગ્રંથકર્તા શ્રી ઉપાધ્યાયજી મહારાજશ્રીએ પોતાનું “યશોવિજયજી” આવું નામ પણ ગર્ભિતપણે સૂચવ્યું છે ॥ ૮ ॥ આ પ્રમાણે ક્રોધ કષાય” આવા નામવાળું જે છઠ્ઠું પાપસ્થાનક છે તેના વર્ણનની સજ્ઝય સમાપ્ત થઈ. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૦ અઢાર પાપસ્થાનક “માન કષાય” નામના સાતમા પાપસ્થાનકની સઝાય - પાપસ્થાનક કહે સાતમું શ્રી જિનરાજ એ, માન માનવને હોય દુરિત-શિરતાજ એ ! આઠ શિખર ગિરિરાજ તણાં આડાં વલે, નાવે વિમલાલોક તિહાં કિમ તમ ટલે કે ૧ | શબ્દાર્થ - જિનરાજ - શ્રી જિનેશ્વર પ્રભુદુરિત-શિરતાજ - પાપોમાં અગ્રેસર, ગિરિરાજતણાં - માન નામના પર્વતનાં, આડાં વલે - આડાં આવે, નાવે - ન આવે-પ્રાપ્ત થાય નહીં, વિમલાલોક - નિર્મળ જ્ઞાન, તમ ટલે - અંધકાર દૂર જાય | ૧ || ગાથાર્થ - જિનેશ્વર ભગવંતો શાસ્ત્રોમાં “માન” નામનું સાતમું પાપથાનક જણાવે છે. તે “માન” માનવમાત્રમાં સર્વપાપોમાં અગ્રેસર હોય છે જ્યાં માનપર્વતનાં આઠ પ્રકારના મદસ્વરૂપ આઠ શિખરો આડાં આવતા હોય છે ત્યાં નિર્મળ જ્ઞાનરૂપી પ્રકાશ આવે નહીં, તેના વિના અજ્ઞાનરૂપી અંધકાર ટળે નહીં I I વિવેચન - હવે જિનેશ્વર ભગવંતો “માન” નામનું સાતમું પાપ સ્થાનક સમજાવે છે. સંસારમાં ચાર ગતિ છે. તેમાં ક્રોધ-માનમાયા અને લોભ કષાયોની સંજ્ઞા સર્વજીવોમાં હોય છે છતાં નારકીમાં ક્રોધ વધારે, તિર્યચોમાં માયા વધારે, દેવોમાં લોભ વધારે અને માનવામાં માન વધારે હોય છે. એટલે માનવમાત્રને “માન” નામનો કષાય બહુ જોરમાં વર્તતો હોય છે. તેના કારણે બીજાં પણ ઘણાં પાપો આ જીવ આચરે છે. તેથી સર્વ દુરિતોમાં (પાપોમાં) શિરતાજ (રાજાસમાન) આ માન કષાય છે અને તે સર્વ માનવમાત્રમાં હોય છે અને સવિશેષપણે હોય છે. જેમ પર્વતનાં ચારે દિશામાં ચાર, અને ચારે વિદિશામાં ચાર Page #90 -------------------------------------------------------------------------- ________________ માન કષાય નામના સાતમા પાપસ્થાનકની સજ્ઝાય એમ આઠે દિશામાં ઊંચા ઊંચા એવાં આઠ શિખરો હોય, તો તેની આડથી સૂર્યનો નિર્મળ પ્રકાશ (વિમલાલોક) વચ્ચેની ભૂમિમાં (નાવે) આવતો નથી. તેથી (કિમ તમ ટલે) અંધકાર કેમ જાય ? એવી રીતે ચારે દિશા અને ચારે વિદિશાની અંદર આઠ પ્રકારના (અભિમાન) મદરૂપી શિખરોવાળો માનકષાય રૂપી પર્વત એવો ઊંચો ઉભો છે જેનાથી સમ્યગજ્ઞાન રૂપી પ્રકાશ આ આત્મામાં આવતો જ નથી. તેથી મિથ્યાત્વ અને અજ્ઞાનરૂપી અંધકાર કેમ દૂર થાય ? સારાંશ કે - ઊંચો આઠ શિખરો વાળો ચોતરફ પર્વત હોય તો વચ્ચે પ્રકાશ આવે નહીં અને અંધકાર ટલે નહીં. તેમ આઠ પ્રકારના મદવાળો માનકષાય રૂપી પર્વત મનુષ્યમાં એટલો ઊંચો છે કે જેનાથી ઢંકાયેલા આ આત્મામાં સભ્યજ્ઞાનરૂપી પ્રકાશ આવતો જ નથી. તેને સાચું શાસ્ત્ર ભણવાનું, સાચા ગુરુનું આલંબન લેવાનું અને સાચું જ્ઞાન મેળવવાનું મન જ થતું નથી. તો અનાદિ કાળથી રૂઢ થયેલું મિથ્યાત્વ અને અજ્ઞાનરૂપી અંધકાર કેમ દૂર થાય ? મિથ્યાત્વ અજ્ઞાન અને કષાયાદિને દૂર કરનાર સાચું કારણ શાન જ છે. તે જો જીવમાં ન આવે તો દોષો કેમ દૂર થાય ? || ૧ || - પ્રજ્ઞામદ-તપમદ વલી ગોત્રમદે ભર્યા, આજીવિકા મદવંત ન મુક્તિ અંગી કર્યા । ક્ષયોપશમ અનુસારે જો એહ ગુણ લહે । શ્યો મદ કરવો એહમાં ? નિર્મદ સુખ લહૈ ॥ ૨ ॥ તપનો શબ્દાર્થ પ્રજ્ઞામદ બુદ્ધિનો અહંકાર, તપમદ અહંકાર, ગોત્રમદ - કુલનો અહંકાર, આજીવિકા મદવંત-ધનના મદવાળો જીવ, એહ ગુણ વહે આ ગુણ પામે, શ્યો મદ કરવો મદ શું કરવો. ॥ ૨ ॥ - ૮૧ w - Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ગાથાર્થ - પ્રજ્ઞામદવાળા, તપમદવાળા, ગોત્રમદવાળા અને ધનના મદવાળા જીવો મુક્તિ પામી શક્તા નથી કારણ કે પ્રજ્ઞા, તપ, કુલ અને ધન આ ચારે પ્રકારના ગુણો (ભાવો) સર્વે જીવોને પોતપોતાના ક્ષયોપશમને અનુસારે અથવા પુણ્યોદયને અનુસારે પ્રાપ્ત થાય જ છે. તેથી તેમાં મદ શું કરવાનો હોય ? જે જીવો નિર્મદ રહે છે તે જ સુખ પામે છે. || 2 || અઢાર પાપસ્થાનક વિવેચન - શાસ્ત્રોમાં મદના આઠ પ્રકાર કહ્યા છે. જીવમાં પ્રાપ્ત થયેલી આઠ જાતની કલાનો જ્યારે તે જીવને અહંકાર જાગે છે ત્યારે તે મદ કહેવાય છે. તે આઠ જાતનો મદ આ પ્રમાણે છે. (૧) જાતિમદ-પોતાને મળેલી જાતિનું (બ્રાહ્મણાદિ જાતિનું) અભિમાન કરવું તે (૨) લાભમદ-ધન, પ્રતિષ્ઠા, મોભો અને માન આદિનો કદાચ લાભ થાય તો તેનું અભિમાન કરવું તે. (૩) કુલમદ- ક્ષત્રિયાદિ ઉત્તમકુલ મળ્યું હોય તો તેનું અભિમાન કરવું તે. (૪) ઐશ્વર્યમદ- વિશિષ્ટ સંપત્તિ અને રાજ્યાદિ મળ્યું હોય તો તેનું અભિમાન કરવું તે. (૫) બલમદ- શારીરિકાદિ બળ મળ્યું હોય તેનું અભિમાન કરવું તે. (૬) રૂપમદ- શરીરના રૂપ-લાવણ્ય-કાન્તિ આદિનું માન કરવું તે. (૭) તપમદ- કરેલા તપનું અભિમાન કરવું તે. (૮) શ્રુતમદ- પ્રાપ્ત થયેલા શ્રુતજ્ઞાનનું અભિમાન કરવું તે. આ આઠ મદોમાંથી આ ગાથામાં ચાર મદનો ઉલ્લેખ કરેલ છે જે જીવો પ્રશાના (બુદ્ધિના) મદવાળા, તપના મદવાળા, ગોત્રના (કુળના) મદવાળા અને આજીવિકા (ધનના) મદવાળા બને છે. તે Page #92 -------------------------------------------------------------------------- ________________ માન કષાય નામના સાતમા પાપસ્થાનકની સઝાય ૮૩ તે જીવો મદના (માનના) કારણે મુક્તિના સુખને પામનારા બનતા નથી. તથા જેનો જેનો મદ કરે છે તે તે પરિસ્થિતિ ભવાન્તરમાં અત્યંત હાનિવાળી જ મળે છે યોગશાસ્ત્રમાં કહ્યું છે કે जातिलाभकुलेश्वर्य, बलरूपतपः श्रुतेः । યુર્વ મવં પુનતાનિ, હીનાનિ નમતે નન: ચતુર્થ પ્રકાશ ગાથા-૧૩ તથા આ ચારે પ્રકારની કલાઓ અને બીજા પણ ચાર ભાવો જીવને જ્ઞાનાવરણીય, મોહનીય અને અંતરાયકર્મના ક્ષયોપશમને અનુસાર તથા ઉચ્ચગોત્ર આદિ પુણ્યકર્મના ઉદયને અનુસાર પ્રાપ્ત થાય છે. જ્યાં કર્માનુસારિણી વસ્તુ પ્રાપ્ત થતી હોય, તેમાં તે આત્મન્ ! મદ કેમ કરાય ? અર્થાત્ ન જ કરાય, માટે મદ ત્યજી દેવો જોઈએ. જે જીવો મદને ત્યજે છે. નિર્મદ થઈને રહે છે તે જ સાચા સુખી બને છે. નિરહંકારીને ચિંતા-વ્યગ્રતા કે ભય વગેરે કંઈ જ હોતાં નથી | | ઉચ્ચ ભાવ દંગ દોષે મદ જ્વર આકરો, હોય તેહનો પ્રતિકાર કહે મુનિવર ખરો ! પુર્વ પુરુષ સિંધુરથી લઘુતા ભાવવું, શુદ્ધ ભાવન તે પાવન શિવ સાધન નવું | ૩ || શબ્દાર્થ - ઉચ્ચભાવ-હું બીજાથી બુદ્ધિ આદિમાં કંઈક ઊંચો છું, વિશિષ્ટ છું આવા પ્રકારની, દગ દોષ - દૃષ્ટિના દોષથી જ, મદાર - માનરૂપી તાવ, આકરો - તીવ્ર, હોય તેહનો પ્રતિકાર - તેનો પ્રતિકાર થઈ શકે છે, કહે મુનિવર - એમ મુનિવર પુરુષો કહે છે, ખરો - ખરેખર, સાચેસાચ, પૂર્ણ પુરુષ સિંધુરથી - પૂર્વ પુરુષોરૂપી હાથીઓથી, લઘુતાભાવવી - નાનાપણું વિચારવું, શુદ્ધભાવન - શુદ્ધ ભાવના ભાવવી, તે પાવન - તે જ પવિત્ર, શિવ સાધન - મુક્તિનું સાધન છે, નવું : અપૂર્વ III Page #93 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક ગાથાર્થ - “બીજાથી હું કંઈક આગળ છું” આવા પ્રકારની ઊચાપણાની દૃષ્ટિના દોષથી માનરૂપી તીવ્ર તાવ આવે છે. તેનો સાચેસાચ (ખરેખર) જે પ્રતિકાર ક્રવો હોય તો થઈ શકે છે એમ મુનિવર પુરુષો કહે છે. પૂર્વ પુરુષોરૂપી હાથીઓથી પોતાની લધુતા વિચારવી જ એક શુદ્ધ ભાવના છે. અને તે મુક્તિનું પવિત્ર સાધન છે અને તે અપૂર્વ માર્ગ છે II 3 I | વિવેચન - આપણો આ જીવ જ્યારે જ્યારે પોતાની જાતને બીજા પુરુષો કરતાં “હું કંઈક ઊંચો છું” હું કંઈક વિશિષ્ટ છું, મેં તે તે વિષયમાં પારંગતતા મેળવી છે આવું મનમાં વિચારે છે ત્યારે ત્યારે આવા પ્રકારની પોતાની જાતને વિષે ઊંચાપણાની દૃષ્ટિના દોષથી “આકરો મદફ્તર” માનરૂપી તાવ તીવ્ર બની જાય છે. આ જીવને મોટું અભિમાન વધી જાય છે અને હું જ સર્વશ્રેષ્ઠ છું એમ મનમાં માની બેસે છે. તે તાવનો ખરેખર-સાચો જો પ્રતિકાર કરવો હોય તો થઈ શકે છે એમ શાસ્ત્રોમાં મુનિવર પુરુષો કહે છે કારણ કે જ્યારે આપણે પુર્વપૂરુષરૂપી હાથીઓથી ઘણા નાના છીએ, ચૌદપૂર્વધારી, લબ્ધિધારી અને ચઉનાણધારી મહાત્માઓની અપેક્ષાએ હું કંઈ જ નથી. આમ જ્યારે વિચારીએ ત્યારે આ અભિમાન ઓગળી જાય છે. આ રીતે પોતાની જાતને લઘુપણે વિચારવી એ અભિમાનને તોડનાર હોવાથી માનના તાવને ઉતારનાર છે તથા આવો વિચાર પરમ પવિત્ર ભાવના રૂપ છે. અર્થાત્ શુદ્ધભાવના છે. આવી પવિત્ર ભાવના જ મુક્તિપ્રાપ્તિનું અદ્ભુત અને પવિત્ર સાધન છે. પોતાની જાતને નાની માનવાથી માન ઓગળી જાય છે અને કષાય હણાવાથી આ જીવ તુરત જ ઉપર આવે છે અને કલ્યાણની પ્રાપ્તિ કરે છે. આવી લઘુપણાની પરમ પવિત્ર ભાવના ભાવવી તે નવુ-અપૂર્વ મુક્તિસાધન છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ માન કષાય નામના સાતમા પાપસ્થાનકની સઝાય ૮૫ માને ખોયું રાજ્ય લંકાનું રાવણે, નરનું માન હરે હરિ આવી ઐરાવણે, સ્થૂલિભદ્ર શ્રતમદથી પામ્યા વિકાર એ, માને જીવને આવે નરક અધિકાર એ. કે ૪ છે. શબ્દાર્થ - હરિ - ઇંદ્ર મહારાજા, નરક અધિકાર - નરકમાં ગમન. || ૪ || ગાથાર્થ - માનના કારણે જ રાવણ રાજાએ લંકાનું રાજ્ય ખોયું, દશાર્ણભદ્ર રાજાનું માન ઇંદ્રમહારાજાએ ઐરાવણ હાથી ઉપર આવીને દૂર કર્યું સ્થૂલિભદ્રજી શ્રુતજ્ઞાનનો મદ કરવા ગયા, તો તેનાથી (સિંહનું રૂપ કરવાના) વિકારને પામ્યા, આ રીતે માનકષાય આ જીવને નરકગમનનો અધિકારી બનાવે છે. / ૪ I વિવેચન - માન કરનારા જીવો માનના કારણે કેવાં કેવાં દુઃખો પામ્યા ? પરાભવ પામ્યાં ? તે ઉપર આ ગાથામાં રાવણનું, દશાર્ણભદ્રનું અને સ્થૂલિભદ્રનું એમ ત્રણ ઉદાહરણો કહ્યાં છે. રાવણ રાજા અભિમાનમાં રહ્યા, તો તેનાથી રામચંદ્રજીની સાથે યુદ્ધ થયું, પોતે મરાયા, કુટુંબ ખેદાન મેદાન થયું, લંકા નગરનું રાજ્ય ગયું, લંકા નગરી બળી, અને લંકાનગરીની શોભા ગઈ. તથા જગતના લોકોમાં અપયશવાળા બન્યા. સર્વત્ર નિંદાને પામ્યા. આ રીતે માનના કારણે ઘણું નુકશાન થયું. ચંપાનગરથી વિહાર કરી પરમાત્મા મહાવીર પ્રભુ દશાર્ણનગરીમાં સમોસર્યા, ઉદ્યાનપાલકે ત્યાંના રાજા દશાર્ણભદ્રને પ્રભુ પધાર્યાની વધામણી આપી. દશાર્ણભદ્ર રાજાએ મનમાં આવો વિચાર કર્યો કે “આજ સુધી કોઈએ વંદન ન કર્યુ હોય તેવા આડંબર સાથે આવતીકાલે આપણે પરમાત્મા મહાવીર પ્રભુને વંદન કરવા જઈશું.” Page #95 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક વંદન કરવા જવું અને તેમાં પણ પરમાત્માને વંદન કરવા જવું તે ઘણું જ સારૂં કામ છે. તેથી રાજકીય સઘળા ઠઠારા સાથે તેઓ બીજા દિવસે વંદન કરવા નીકળ્યા. પરંતુ તેમાં જે આવો ભાવ વર્તે છે કે “આજ સુધી કોઈએ ન કર્યુ હોય તેવું” આ ભાવ સારો નથી. અભિમાન સૂચક છે તેથી ઈન્દ્ર મહારાજાએ અવિધ જ્ઞાનથી આ વાત જાણીને દૈવિક ઋદ્ધિવાળા ઐરાવણ હાથીની વિકુર્વણા કરીને તે ઈન્દ્ર મહારાજા પરમાત્માને વંદન કરવા માટે બીજી બાજુથી આવ્યા. આ રીતે દૈવિક ઋદ્ધિ વધારે વિકુર્તીને દશાર્ણભદ્ર રાજાનું માન તોડ્યું. ૮૬ સ્થૂલિભદ્રજી શ્રુતકેવલી એવા શ્રી ભદ્રબાહુસ્વામીજી પાસે દ્વાદશાંગીનો અભ્યાસ કરતા હતા, દશપૂર્વનો અભ્યાસ થયા પછી દશમા પૂર્વના શાસ્ત્રાભ્યાસના કારણે અનેક લબ્ધિઓ તેઓને પ્રગટ થઈ હતી જ્યારે તેઓની સાત બહેનો વંદન કરવા આવ્યા, ત્યારે શ્રુતનો મદ થયો, સિંહનું રૂપ વિકવ્યું. શ્રુતના મદરૂપ આ વિકારના કારણે વધારે શ્રુત ભદ્રબાહુસ્વામીએ આપ્યું નહીં. આમ માનકષાયે ઘણા જીવોને પરાભવ પમાડ્યો છે. માનની મસ્તીમાં આવેલો આ જીવ ઘણાં કુકર્મો કરીને નરકનો અધિકારી બને છે માટે હે જીવ ! માન ત્યજી દેવું જોઈએ ॥ ૪ ॥ વિનય-શ્રુત-તપ-શીલ-ત્રિવર્ગ હણે સર્વે, માન તે જ્ઞાનનો ભંજક હોવે ભવો ભવે । લૂપક છેક વિવેક-નયનનો માન છે, એહ જે છાંડે તાસ ન દુઃખ રહે પછે ॥ ૫ ॥ (૧) વિવેકનયનનો આ પાઠને બદલે કોઈ કોઈ પુસ્તકોમાં વિવેકરયણનો અથવા વિવેકનયનો આવા પાઠો પણ છે. શબ્દો પ્રમાણે અર્થ સુગમ છે. તે સ્વયં સમજી લેવો. Page #96 -------------------------------------------------------------------------- ________________ માન કષાય નામના સાતમા પાપસ્થાનકની સક્ઝાય ૮૭ શબ્દાર્થ - શીલ - સંસ્કાર, ત્રિવર્ગ - ધર્મ, અર્થ અને કામ, કણેસર્વે - સર્વનો નાશ કરે, ભંજક - ભાંગનાર, હોને - થાય છે, લંપક - લૂંટનાર, છેક - છેલ્લે, વિવેક-નયનનો - વિવેકરૂપી નેત્રનો, એહ જે છાંડે - જે લોકો આ માનને છોડે છે, તાસ - તને, પછે - પછી. || ૫ || ગાથાર્થ - “માન નામનો આ કષાય” વિનયગુણનો, શાસ્ત્રાભ્યાસનો, તપનો, સંસ્કારનો, અને ધર્મ-અર્થ-કામ એમ બિવર્ગનો નાશ કરનાર છે તથા આ માન ભવોભવમાં જ્ઞાનગુણનો ભંજક છે. વિવેક, દશા રૂપી નેત્રનો છેવટે લોપ કરનાર છે. જે જીવો આ માન કષાયને છોડે છે. તેઓને પછી દુઃખ રહેતું નથી / પ વિવેચન - માન કષાય આત્માના કેટલા ગુણોનો નાશ કરે છે. તે વિષય આ ગાળામાં સમજાવ્યો છે. માનવાળો માણસ ક્યાંય નમે નહીં, બધે જ મોટાઈ પૂર્વક અધ્ધર જ ચાલે છે તેથી વિનયગુણ જે નમ્રતાના સ્વભાવવાળો છે. તે ત્યાં ટકે નહીં આ રીતે માનકષાયથી મોટાઈવાળા અને અભિમાની થવાના કારણે સૌથી પ્રથમ વિનયગુણનો નાશ થાય છે. માનકષાયવાળો જીવ ઉદ્ધતભાષી બનવાથી ગુરુની પ્રસન્નતા મેળવી શકતો નથી તેથી તથા સ્વમાન સાચવવાના, અને અપમાન થયું હોય તો તેનાથી થયેલા ક્રોધના આવેશોના વિચારોમાં ચિત્ત વ્યગ્ર રહેવાથી શાસ્ત્રાભ્યાસ પામી શકે નહીં. પ્રાયશ્ચિત કરવું, માફી માગવી, આલોચના કરવી, આવો ભાવ તથા પ્રાયશ્ચિત્તરૂપે તપ તો અક્કડતાના કારણે આવતો જ નથી. ઉદ્ધતભાષણ અને ઉદ્ધત વર્તન હોવાથી સંસ્કારો રહેતા જ નથી. આના કારણે જ ગૃહસ્થજીવનમાં કરવા યોગ્ય એવા ધર્મ, અર્થ અને કામ આમ ત્રણે વર્ગને તે આચરી શકતો નથી. અને યત્કિંચિત્ કદાચ તે ત્રિવર્ગનું આચરણ કરે તો પણ Page #97 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક અહંકારીપણાના કારણે બધે જ સારા સંબંધો તુટતાં આ ત્રણવર્ગનો પણ નાશ થાય છે. મારી ક્યાંય માનહાનિ ન થાય અને મને સર્વત્ર વધારે માન જ મળે આવા અભિપ્રાયમાં અટવાયેલાનું ચિત્ત આકુળ-વ્યાકુળ અને અશાંત હોવાથી પૂર્વે પ્રાપ્ત કરેલું જ્ઞાન પણ ટકતું નથી. બોલવા ચાલવાનો વિવેક અને વર્તનરૂપી નેત્રનો પણ નાશ થાય છે. પોતાના માનમાત્રને જ સાચવવાનું ધ્યેય હોવાથી વિવેકી જીવન જીવવા સ્વરૂપ ન્યાય-નીતિનો પણ નાશ થાય છે. ન્યાય-નીતિને છોડીને પણ તે જીવ માત્ર માનને જ સાચવે છે. આ રીતે માનકષાય વિવેકરૂપી નેત્રનો તથા બીજા પણ અનેક ગુણોનો નાશક હોવાથી દુઃખોને જ આપનારો છે. જે જીવો તે માનકષાયને છોડી દે છે. તે જીવોને હવે પછી દુઃખ રહેતું નથી. કારણ કે નગ્ન થવાના કારણે દરેક ગુણીયલ મહાત્માઓ સાથે સારા સંબંધો રહેવાથી ગુણોનો નાશ તો થતો જ નથી પરંતુ ગુણોની વૃદ્ધિ જ થાય છે | ૫ | વશ થાય જાથી વિવેક માનને જ માને બાહુબલિ વરસ લગે કાઉસ્સગ્ગ રહ્યા, નિર્મદ ચક્રી સેવક દોય મુનિ સમ કહ્યા. સાવધાન ત્યજી માન જે ધ્યાન ધવલ ધરે, પરમા સુજસ-રમા તસ આલિંગન કરે છે ૬ છે. શબ્દાર્થ - નિર્મદ-મદ વિનાના, ચકી-સેવક - ચક્રવર્તી હોય કે સેવા કરનાર સેવક હોય, સાવધાન - જાગૃત થઈને, ધવલ - ઉજ્વલ, પરમા - સૌથી શ્રેષ્ઠ, સુજસ-રમા - સારા યશવાળી મુક્તિરૂપી સ્ત્રી II ક II ગાથાર્થ - માનના કારણે બાહુબલિજી એક વર્ષ સુધી કાઉસ્સગ્નમાં રહ્યા, (પણ કેવલજ્ઞાન થયું નહીં) તેથી મદ વિનાનો Page #98 -------------------------------------------------------------------------- ________________ માન કષાય નામના સાતમા પાપસ્થાનકની સજ્ઝાય જીવ ચક્રવર્તી હોય કે સામાન્ય સેવક હોય પણ તે બન્ને સમતાભાવના કારણે મુનિની સમાન આરાધક છે. માટે હે આત્મા ! જાગૃત થઈને, માનને ત્યજીને, ઉજ્વલ ધ્યાન જે જીવો ધરે છે તે જીવોને સૌથી શ્રેષ્ઠ એવી અને સારા યશવાળી એવી મુક્તિરૂપી સ્ત્રી તુરત આલિંગન કરે છે (પ્રાપ્ત થાય છે) || ૬ || વિવેચન - ૠષભદેવ પ્રભુના પુત્ર બાહુબલીજીના મનમાં હતું કે “લઘુ બાંધવ વાંદુ નહીં” મારા નાના ૯૮ ભાઈઓએ જે દીક્ષા લીધી છે. તેઓ મારાથી પૂર્વે દીક્ષિત થયા છે માટે મારે વંદનીય છે. પણ હું સૌથી મોટો છું. મારાથી તેઓના પગમાં કેમ પડાય ? તે માટે કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહીને પ્રથમ કેવલજ્ઞાન મેળવીને પછી ત્યાં જાઉં. જેથી મારે તેઓને વંદન કરવું ન પડે. આવા પ્રકારના માનમાં રહેવાથી ૧ વર્ષ સુધી કાઉસ્સગ્ગમાં ઉભા રહ્યા. પણ માન હોવાથી કેવલજ્ઞાન ન જ થયું. આ રીતે માનકષાય કેવો છે ? તે આ ઉદાહરણથી ગુરુમહારાજ સમજાવે છે. જ્યારે બ્રાહ્મીસુંદરી નામની તેઓની બન્ને બહેનો ત્યાં આવી, અને “વીરા મોરા ! ગજ થકી ઉતરો'' ઈત્યાદિ વાકયો કહીને પ્રતિબોધ્યા અને માનકષાયને છોડ્યું ત્યારે તુરત જ કેવલજ્ઞાન પ્રગટ થયું. કોઈ ચક્રવર્તી રાજા હોય કે સામાન્ય સેવક હોય, પણ જો નિર્મદ હોય એટલે માનકષાયનો ત્યાગ કરીને નમ્રતાગુણવાળા હોય તો (એક ધનવાન અને બીજો ધનરહિત હોવા છતાં) તે બન્ને મુનિની જેવા (આરાધક) શાસ્ત્રમાં કહ્યા છે તેથી હે મુમુક્ષુ જીવો ! જાગૃત બનો, માનકષાયનો ત્યાગ કરો, અને આત્મદશાની નિર્મળતા વધે તેવું ઉજ્વળ ધ્યાન કરો. આત્મતત્ત્વનું ચિંતન કરો. જેનાથી સર્વેકર્મોનો ક્ષય અવશ્ય થાય છે અને સર્વકર્મોનો ક્ષય થવાથી સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ યશવાળી મુક્તિરૂપી સ્ત્રી આ આત્માનું આલિંગન કરે છે અર્થાત્ મુક્તિની પ્રાપ્તિ થાય છે. 9 ૮૯ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૦ અહીં છેલ્લી ગાથાની છેલ્લી લીટીમાં “પરમા સુજસ-૨મા” પદમાં સુજસ શબ્દ લખીને ગ્રંથકર્તાએ પોતાનું “શ્રી યશોવિજયજી’ આવું નામ પણ ગર્ભિત રીતે સૂચવ્યું છે ॥૬॥ અઢાર પાપસ્થાનક આ પ્રમાણે “માન-કષાય' આવા નામવાળું જે સાતમું પાપસ્થાનક છે તેના વર્ણનની સજ્ઝાય સમાપ્ત થઈ. Page #100 -------------------------------------------------------------------------- ________________ માયા કષાય નામના આઠમા પાપસ્થાનકની સઝાય ૯૧ માયા કષાય” નામના આઠમા પાપથાનકની સઝાય - પાપસ્થાનક આઠમું કહ્યું, સુણો સંતાજી, છાંડો માયા મૂલ, ગુણવંતાજી. / કષ્ટ કરે વ્રત આદરે, સુણો સંતાજી, માયાએ તે પ્રતિકુલ. ગુણવંતાજી. / ૧ / શબ્દાર્થ - માયાએ - માયા હોય તો, તે - તે સેવેલાં ધર્મનાં અનુષ્ઠાનો, પ્રતિકુલ - વિપરીત ફળ આપનારાં જાણવાં. ગાથાર્થ - “માયા” એ આઠમું પાપસ્થાનક કહ્યું છે. તેને મૂલથી જ છોડો, કોઈ જીવ કષ્ટ કરે, વ્રત આદરે, પણ જો માયા સેવે તો તે સઘળાં ધર્મ અનુષ્ઠાનો વિપરીત ફળદાયક થાય છે. II 1 II વિવેચન - “માયા” કરવી, કપટ કરવું, લુચ્ચાઈ કરવી. આ આઠમું પાપસ્થાનક છે. આ માયાને મૂલથી જ ત્યજી દેવી જોઈએ. જો અલ્પમાત્રાએ પણ આ માયા હદયમાં રાખવામાં આવે, તો ઘણાં કષ્ટો (ઉપસર્ગ-પરિષહો) સહન કર્યા હોય, તથા વ્રતનો સ્વીકાર અને પાલન કર્યું હોય, તો તે સઘળું પ્રતિકુલ ફળ આપનાર બને છે. કારણ કે કષ્ટ સહન કરવાથી અને વ્રત પાલનથી વચનયોગ અને કાયયોગની શુભતા થવાથી પુણ્યબંધ થાય છે. અને મનમાં માયાનો રંગ હોવાથી મોહનીયકર્મના બંધરૂપ પાપનો અનુબંધ થાય છે. તેથી પાપનુબંધી પુણ્ય બંધાવાથી દેવલોકાદિ ભવ મળે પણ તે ભવનપતિ વ્યંતર દેવ જેવા ભવ મળે કે જે કમઠ તાપસની જેમ જે ભવો વધારે પાપ જ કરાવે, તેવા ભવો મળે છે, તેથી પ્રતિકુલ ફળ આપનારા બને છે. કમઠે તાપસપણાનું તપ કર્યું હતું. તેથી પુણ્ય બાંધ્યું મૃત્યુ પામીને મેઘમાલી થયો. પણ મેઘમાલી દેવ થયો તો વિર્ભાગજ્ઞાન મળ્યું, Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯ર અઢાર પાપસ્થાનક તેનાથી પાર્શ્વનાથ પ્રભુને જોયા, અને તે જોઈને ઉપસર્ગ કરવા દોડી આવ્યો, એટલે ઘણીવાર આવા પ્રકારનું પુણ્ય પણ સંસારમાં વધારે રખડાવનાર બને છે જો તે તિર્યંચ-મનુષ્યમાં ગયો હોત તો વિર્ભાગજ્ઞાન ન મળવાથી પાર્શ્વનાથ પ્રભુને જોઈ જ ન શકત અને નરકમાં ગયો હોત તો વિર્ભાગજ્ઞાન મળત પણ ચાર ગાઉની સીમાવાળું જ હોવાથી પ્રભુને જાણી જ ન શકત અને અહીં આવી પણ ન શકત માટે વધારે પાપ કરાવે તેવો જ ભવ આવા પુણ્યથી મળ્યો. તેથી તે આત્માર્થી જીવો ! તમારે માયાને જરા પણ સ્થાન ન આપવું. / ૧ / નગન માસ ઉપવાસીયા, સુણો. સીથ લીયે કૃશ અન્ન. ગુણવંતાજી, ગર્ભ અનંતા પામશે, સુણો. જો છે માયા મન. ગુણ. રા. શબ્દાર્થ - નગન - નગ્નપણું માસ ઉપવાસીયા - મહીનાના ઉપવાસવાળાપણું, સીથ લીયે - સિક્ય એટલે એક દાણા જેટલું ભોજન લે. કુશ અન્ના - નિરસ અને તુચ્છ અન્નનું ભોજન કરવું, મારા મન - મનમાં માયા છે તો II ૨ | ગાથાર્થ - ધારો કે નગ્ન થઈને ઉત્કૃષ્ટ સાધુતા પાળે, મહીના, મહીનાના ઉપવાસ કરે, એક દાણાનું ભોજન રે, નિરસ અને તુચ્છ અન્નનું ભોજન કરે, આટલું બધું તીવ્ર તપાદિ કરે તો પણ જે મનમાં માયાનો સ્ન હોય તો અનંત જન્મ-મરણ કરવા રૂપે તે જીવ અનંત ભવભ્રમણ પામે છે I ૨ વિવેચન-માયાના પરિણામ આ આત્માને સંસારમાં કેવા રખડાવે છે તે ઉપર ગ્રંથકારશ્રી કહે છે કે બહારથી ઉચ્ચકોટિની સાધુતા પાળવાના આશયથી કદાચ આ જીવ જેમ પરિવાર અને Page #102 -------------------------------------------------------------------------- ________________ માયા કષાય નામના આઠમા પાપસ્થાનકની સઝાય ૯૩ પૈસાનો ત્યાગ કરે છે તેમ વસ્ત્ર-પાત્રનો પણ ત્યાગ કરીને નગ્રતા ધારણ કરે તેથી આહાર-પાણીનો ત્યાગ કરીને મહીના-મહીનાના ઉપવાસો કદાચ કરે તથા એક દાણા માત્રના ભોજન કરવા જેટલું ઉગ્ર તપ કરીને ધ્યાનાદિ દ્વારા શરીરને અતિશય દુબળુ પાતળું કરે અને પારણા આદિમાં નિરસ તથા (વધેલું ફેંકી દેવા જેવું) તુચ્છ અન્નનું ભોજન કરે, આટલો ઊંચો ત્યાગ જીવનમાં લાવે તો પણ જો મનની અંદર માયા-કપટ અને છેતરપીંડીના જ પરિણામો રમતા હોય તો આટલો બધો ત્યાગ તપ હોવા છતાં પણ તે જીવ સંસારચક્રમાં અનંતી ભવભ્રમણા પામે છે. એટલે કે અનંતીવાર (ગર્ભધારણ)જન્મમરણાદિ પ્રાપ્ત કરશે. માટે હે આત્મન્ ! આ માયા(કપટ) કોઈ પણ રીતે સારી નથી | ૨ | કેશ લોચ-મલધારણા, સુણો. ભૂમિશપ્યા વ્રતયાગ ગુણ. / સુકર સકલ છે સાધુને, સુણો. દુષ્કર માયા ત્યાગ. ગુણ. / શબ્દાર્થ - કેશલોચ - કેશનો (વાળનો) લોચ કરવો, માલધારણા - મેલાં વસ્ત્રો રાખવાં અથવા શારીરિક મેલ ધારણ કરવો, ભૂમિશચ્યા - પૃથ્વી ઉપર શયન કરવું, વત - વ્રતપાલન, ચાગ - પૂજાવિધિ, સુકર - સહેલાં છે, દુષ્કર - દુખે થાય તેવું છે, માયા ત્યાગ - માયાનો ત્યાગ II 3 II ગાથાર્થ - માથાના અને દાઢીમૂછના કેશનો લોચ કરવો, મેલાં વસ્ત્રો રાખવાં અને શારીરિક મેલ ધારણ કરવો. ભૂમિ ઉપર શયન કરવું. વ્રતપાલન કરવું અને દર્શન વંદનાદિ રૂપ ભાવ પૂજા કરવી. આ સઘળું સાધુને સુખે સુખે કરી શકાય તેમ છે પરંતુ માયા કપટનો ત્યાગ કરવો તે ઘણું દુષ્કર છે. I a વિવેચન - દુષ્કર દેખાતાં એવાં પણ ધર્મ અનુષ્ઠાનો જેટલાં સહેલાઈથી થઈ શકે છે. તેટલો માયાનો ત્યાગ સહેલાઈથી થઈ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૪ અઢાર પાપસ્થાનક શકતો નથી. બહારનું ત્યાગમય જીવન પ્રાપ્ત કરવું હજું સહેલું છે પરંતુ અંદર રહેલા મનને કપટ વિનાનું અને સરળ બનાવવું ઘણું જ દુષ્કર છે તે વાત સ્પષ્ટ કરતાં કહે છે કે - મસ્તકના, દાઢીના અને મૂછના કેશનો લોચ કરવો તે કાર્ય કઠીન હોવા છતાં પણ હજુ સહેલું છે. મેલાં વસ્ત્રો રાખવાં અને શારીરિક મેલ ધારણ કરવો. તે પણ સહેલો છે અર્થાત્ સ્નાન. ઉજ્વલવસ્ત્ર, અંગવિભૂષા આદિનો ત્યાગ સુકર છે ભૂમિ ઉપર શય્યા કરવી, દ્રવ્યથી પાંચ મહાવ્રતોનું પાલન કરવું-પરમાત્માનાં સ્તવનો આદિ ગાવા દ્વારા ભક્તિ કરવા સ્વરૂપ ભાવપૂજા કરવી અથવા વ્રતપાલન કરવા સ્વરૂપ ભાવપૂજા કરવી. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરવું. ઉગ્ર વિહારાદિ કરવા. આ સર્વ ધર્મસંબંધી અનુષ્ઠાનો કાયા દ્વારા અને વચન દ્વારા કરવાનાં હોવાથી સહેલાં છે. જો કે આ સર્વ ધર્મ અનુષ્ઠાનો આચરવાં પણ ઘણાં જ દુષ્કર છે કારણ કે સાંસારિક સુખનો અને પૌદુગાલિક ભાવોનો મોહ અનાદિ કાળના સંબંધવાળો હોવાથી ત્યજવો ઘણો જ દુષ્કર છે તો પણ માયાના ત્યાગની અપેક્ષાએ આ ત્યાગ કંઈક સુકર છે કારણ કે અનાદિ કાળની મોહની વાસનાનું જોર ઘણું હોવાના કારણે તથા અર્થ અને કામ જ વધારે પ્રિય હોવાના કારણે તેના માટે કરાતી જે આ માયા છે તેનો ત્યાગ કરવો ઘણો જ દુષ્કર છે. આ જીવનું મન ધર્મ અનુષ્ઠાન આચરતી વખતે પણ માયામાં જ બહુધા રમતું હોય છે. બાહ્યધર્મ અનુષ્ઠાન આચરવું સહેલું છે પણ મનમાં રહેલી માયાનો ત્યાગ કરવો ઘણો જ દુષ્કર છે. આ વિષયમાં અધ્યાત્મસાર ગ્રંથમાં કહ્યું છે કે - केशलोचधराशय्याभिक्षा ब्रह्मव्रतादिकम् । दम्भेन दूष्यते सर्वं, त्रासेनेव महामणिः । દંભત્યાગાધિકાર શ્લોક ૫૮ ઉપર કહેલા અર્થને અનુસરનારો જ અર્થ છે. | ૩ | Page #104 -------------------------------------------------------------------------- ________________ માયા કષાય નામના આઠમા પાપસ્થાનકની સઝાય નયન વચન આકારનું સુણ. ગોપન માયાવંત, ગુણ ! જેહ કરે અસતી પરે સુણો. તે નહી હિતકર તંત. ગુણ જા શબ્દાર્થ - નયન - નેત્ર-આંખ, વચન - મોઢાના બોલ, આકાર - આકૃતિ, હાવભાવ, ગોપન - સંતાડવું, છુપાવવું, માયાવત - માયાવાળો જીવ, અસતીપરે - કુલ્લા સ્ત્રીની પેઠે, હિતકર - કલ્યાણકારી, સંત - છેવટે, અથવા શાસ્ત્ર. || ૪ || ગાથાર્થ - જે માયા કાટવાળા જીવો છે. તે અસતી (વ્યભિચારિણી) સ્ત્રીની જેમ આંખ અને ભાષાના આકારનું ગોપન કરે છે તે પણ છેવટે અત્યંત અહિતકારી છે (હિતકારી નથી) એમ શાસ્ત્ર કહે છે. / ૪ I વિવેચન - જેમ વ્યભિચાર સેવનારી દુષ્ટ સ્ત્રી પોતાના પતિની ગેરહાજરીમાં કામાન્ધ થઈ છતી અનેક પ્રકારની કામલીલા કરે છે પરંતુ પતિની હાજરીના કાલે તે બધા જ હાવભાવોને છુપાવે છે. આંખના મુખના અને ભાષાના હાવભાવો એવા મીઠા કરે છે કે જાણે અતિશય પતિવ્રતા સ્ત્રી જ હોય શું ? દુરાચારની તો ગંધ જ આવવા દેતી નથી. તેવી રીતે માયા કપટ કરનારા જીવો પોતાનો સ્વાર્થ સાધવા અને બીજાને તેમાં ફસાવવા મીઠા હાવભાવો કરતા હોય છે. ઘણી જ આદર બહુમાન અન્યને આપતા હોય છે. પણ અંદરથી સામેનાને લૂંટી લેવાનો જ ઈરાદો હોય છે. અથવા પોતાના પાપને છુપાવવાનો જ પ્રયાસ હોય છે. હૃદયમાં ઝેર અને મુખમાં અમૃત જેવું તેમનું કપટભરેલું વર્તન હોય છે નીતિશાસ્ત્રોમાં કહ્યું છે કે - दुर्जनः परिहर्तव्यः विद्ययाऽलङकृतोऽपि हि । मधु तिष्ठति जिह्वाग्रे, हृदये तु हलाहलम् ॥ વિદ્યાથી અલંકૃત એવો પણ દુર્જન માણસ દૂરથી જ ત્યજવા લાયક છે કારણ કે દુર્જન માણસના જીભના અગ્રભાગ ઉપર મધ Page #105 -------------------------------------------------------------------------- ________________ અઢાર પાપસ્થાનક હોય છે પણ હૃદયમાં હલાહલ ઝેર હોય છે તેથી માયાવાળા જીવનું નેત્ર અને વચનો દ્વારા દુષિતભાવોનું ગોપન વ્યભિચારિણી સ્ત્રીના જેવું હોય છે પણ છેવટે તે હિતકારી થતું નથી એમ શાસ્ત્ર કહે છે. अस्थिरे हृदये चित्रा, वाडनेत्राकारगोपना । पुंश्चल्या इव कल्याण-कारिणी न प्रकीर्तिता । જ્ઞાનસાર અષ્ટક-સ્થિરતાષ્ટકમાં પણ પૂજ્યશ્રીએ આ જ ભાવ લખ્યો છે. તે ૪ | કુસુમપુરે ઘરે શેઠને સુણો. હેઠે રહ્યો સંવિજ્ઞ ગુણ. ઉપરિ તસ બીજો રહ્યો સુણો. મુત્કલ પણ સુગુણજ્ઞ. ગુણ| ૫ // દંભી એક નિંદા કરે સુણો. બીજો ઘરે ગુણ રાગ. ગુણ. પહેલાને ભવ દુસ્તર કહે સુણો. બીજાને કહે વલી તાગ. ગુણo || ૬ || શબ્દાર્થ - કુસુમપુરે - કુસુમપુર નામના નગરમાં, ઘરે શેઠને - એક શેઠને ઘેર, હેઠે રહો - નીચે રહેલો, સંવિજ્ઞ - સંવેગપાક્ષિક, ઉપરિ તસ બીજે રહો - તે શેઠના ઘરની ઉપર બીજા મુનિ ઉતરેલા છે, મુકલ • શારીરિક શક્તિ નહીં હોવાથી આચાર પાલનમાં કંઈક હઠીલો, પણ - પરંતુ, સુગુણજ્ઞ - સારા અને બીજાના ગુણોના જાણનારા II ૫ II દંભી એક નિંદા કરે . પહેલો નીચે ઉતરેલો જીવ દંભી છે. અને ઉપરનાની નિંદા કરે છે, બીજો ઘરે ગુણવત - ઉપર રહેલો બીજો, હૈયામાં બીજાને (નીચેનાને) ગુણવંત તરીકે જુએ છે પહેલાને ભવ દુસ્તર કહે - નીચેના પહેલાને સંસાર દુતર કહ્યો, Page #106 -------------------------------------------------------------------------- ________________ માયા કષાય નામના આઠમા પાપસ્થાનકની સજ્ઝાય બીજાને કહે વલી ત્યાગ ઉપર રહેલા બીજાના ભવનો તાગ, ભવનો અંત થયો એમ જ્ઞાનીઓ કહે છે || ૬ || - ગાથાર્થ - કુસુમપુર નામના નગરમાં એક શેઠને ઘેર નીચે સંવેગી (પણ નિંદક) સાધુ નીચે ઉતરેલા છે અને ઉપરના માલે બીજા આચારપાલનમાં કંઈક ઢીલા પણ ઉત્તમગુણજ્ઞ સાધુ રહેલા છે. એક શેઠને ઘેર ઉપર-નીચે આવી પ્રકૃતિવાળા બે મુનિ ઉતરેલા છે. નીચેના મુનિ દંભી હોવાથી ઉપરનાની નિંદા કરે છે. અને બીજા (ઉપરના) મુનિ નીચેના મુનિના ગુણોનો અનુરાગ હૈયામાં ધરે છે. જ્ઞાની પુરુષો પહેલાને સંસાર દુસ્તર કહે છે અને બીજાને સંસારનો તાગ (છેડો-અંત) કહે છે ॥ ૫-૬ || ૯૭ વિવેચન - કુસુમપુર નામનું એક નગર છે તેમાં એક સુખી શેઠ રહે છે. વિચરતા વિચરતા એક મુનિ પોતાના શિષ્યો સાથે ત્યાં આવે છે ઉતરવા માટે શેઠ તેઓને નીચેના ભાગમાં જગ્યા આપે છે. આ મુનિ સંવેગી છે આચાર પાલન સારું કરે છે. પરંતુ બીજાની નિંદા કરવાની અને છિદ્રો જ જોવાની વૃત્તિવાળા છે તેવામાં વિચરતા વિચરતા બીજા મુનિ પણ ત્યાં આવે છે. શેઠે તેઓને ઉતરવા માટે ઉપરના માળની જગ્યા આપી. તે મુનિ શારીરિક પરિસ્થિતિ આદિના કારણે આચારપાલનમાં કંઈક ઢીલા છે. પરંતુ “સુગુણજ્ઞ” છે બીજાના ગુણોને જ માત્ર જોનારા અને અતિશય ઉત્તમ છે. નીચેના સાધુ નિરંતરપણે ઉપરના સાધુની તેના આચાર પાલનની મંદતાનીઃ નિંદા જ કર્યા કરે છે. પોતે આચારપાલનમાં સારા છે. પરંતુ ઉપરના મુનિની નિંદા જ કરે છે. ગુણોને પણ દોષો રૂપે જ ગાય છે. છિદ્રો જ વધારે દેખે છે. જ્યારે ઉપરના મુનિ નીચેના મુનિના આચારપાલનની પ્રશંસા અને અનુમોદના જ કરે છે. તેઓના ગુણોને જ જુએ છે. કદાચ કોઈ છિદ્ર દેખાય તો પણ તે Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૮ અઢાર પાપસ્થાનક દોષ સંજોગોવશાત્ હશે એમ કહી દોષોની અવગણના કરે છે. આખું ચાતુર્માસ આ રીતે પૂર્ણ થાય છે અને ઉપર-નીચેના બન્ને મુનિઓ સ્વતંત્રપણે બીજે વિહાર કરે છે. એક વખત વિચરતા વિચરતા સર્વજ્ઞ પરમાત્મા ત્યાં પધારે છે. ત્યારે તે શેઠ સર્વજ્ઞ પ્રભુને પૂછે છે કે અહીં વસેલા બન્ને મુનિઓમાં હે પ્રભુ! કોણ ઊંચા અને કોણ નીચા હતા. પ્રભુ કહે છે કે નીચે ઉતરેલા મુનિ આચારપાલનમાં ભલે સારા હતા. પરંતુ માયામય સ્વભાવ હોવાથી નિંદકવૃત્તિના કારણે તેઓને આ સંસાર દુસ્તર બનશે અને બીજા મુનિ કે જેઓ ઉપર ઉતરેલા હતા તેઓને અલ્પકાળમાં જ ભવનો તાગ-છેડો આવશે, અંત આવશે. આવું સર્વજ્ઞ પરમાત્માએ કહ્યું. આ કથા ઉપરથી માયાવી સ્વભાવ જીવને સંસારમાં કેવો રખડાવનાર છે ? તે જાણીને હે જીવ ! માયાનો તું ત્યાગ કર તે ૫-૬ | વિધિ નિષેધ નવિ ઉપદિશે, સુણો એકાંતે ભગવંત ગુણ. કરણીએ નિષ્કપટી હવું સુણો, એ આણા છે તંત. ગુણo || ૭ | શબ્દાર્થ - વિધિ નિષેધ - આમ કરવું અથવા આમ ન જ કરવું, કરણીએ - કરણીમાં આચાર-પાલનમાં, નિષ્કપટી - માયા વિનાના, હવું – થવું, સહેલું તંત - શાસ્ત્ર. || ૭ || ગાથાર્થ - કોઈ પણ વિષયની વિધિનો કે નિષેધનો ભગવંતે એકાંતે ઉપદેશ આપ્યો નથી. પરંતુ ગમે તેવાં કારણો આવે તો પણ કરણીમાં નિકપટી જ રહેવું આવી ભગવંતની આજ્ઞા છે એમ શાસ્ત્ર કહે છે આ ૭ / Page #108 -------------------------------------------------------------------------- ________________ માયા કષાય નામના આઠમા પાપસ્થાનકની સજ્ઝાય વિવેચન - “ગમે તેવાં કારણો ઉપસ્થિત થાય” તો પણ માયા કરવા જેવી નથી જ. આ વાત ઉપર ભાર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે ભગવંતે કોઈ પણ વિષય ઉપર એકાન્તે વિધિ કે એકાંતે નિષેધ કહ્યો નથી પણ માયાની બાબતમાં તો એકાન્તે નિષેધ જ કહ્યો છે અર્થાત્ નિષ્કપટી જ રહેવાનું કહ્યું છે. આ જ પરમાત્માની સાચી આશા છે એમ શાસ્ત્રકાર ભગવંતો કહે છે. જૈન શાસન ઉપર, સાધુ-સાધ્વીજી ઉપર, આગમાદિ પ્રભાવક શાસ્ત્રો ઉપર જ્યારે જ્યારે કોઈ આપત્તિ આવે. કોઈ તરફથી ઉપદ્રવ આવે, ત્યારે ત્યારે તેની રક્ષા કરવા માટે ક્રોધ કરવો પડે, આવેશ બતાવવો પડે તો તેનો એકાન્તે નિષેધ નથી. એવી જ રીતે જૈન શાસન અને તેના અનુયાયી સાચા સાધુસાધ્વીજી સિવાય કોઈપણ વ્યક્તિને હું ભાવથી નમસ્કાર નહીં કરૂં આવું માન કરવાનો પણ ભગવંતે નિષેધ કહ્યો નથી. આવી રીતે કોઈપણ વસ્તુનું એકાન્તે વિધાન કે એકાન્તે નિષેધ જણાવ્યા નથી. સારાંશ કે લાભાલાભ જોઈને ધર્મપ્રભાવના આદિ કારણો કદાચ હોય તો ક્રોધાદિનો નિષેધ નથી. પરંતુ ગમે તેવાં કારણો ઉપસ્થિત થાય તો પણ કરણમાં માયા કરવાનો તો નિષેધ જ છે. એટલે જ કહે છે કે ગમે તેવાં પણ કારણો ઉપસ્થિત થાય તો પણ કરણિમાં-પોતાના જીવન વ્યવહારમાં ક્યારેય પણ માયા કપટ કરવી નહી જ, નિષ્કપટી જ રહેવું. આવી જ પ્રભુની આજ્ઞા છે. એમ શાસ્ત્ર કહે છે તો હે જીવ ! અનાદિ કાળથી લાગી વળગેલી આ માયાને તું છોડ. માયા કરવા જેવી નથી. ॥ ૭ || ૯૯ માયાથી અલગા ટલો, સુણો. જિમ મીલો મુગતિસ્તું રંગ. ગુણવ સુજસ વિલાસ સુખી રહો. સુણો. લક્ષણ આવે અંગ. ગુણ૦ | ૮ ॥ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧00 અઢાર પાપસ્થાનક શબ્દાર્થ - અલગા - દૂર, ટલો - રહો, મુક્તિસ્યું - મુક્તિની સાથે, રંગ - ઉત્સાહ - ઉમંગ. || ૮ || ગાથાર્થ - હે ભવ્ય આત્માઓ ! માયાથી તમે દૂર રહો, જેથી મુક્તિની સાથે ગ (પ્રેમ-ઉત્સાહ) લાગે અને ઉત્તમ લક્ષણો (ગુણો) આ શરીરમાં (શરીરધારી આત્મામાં) આવે. જેથી સદા યશવાળા થયા છતા સ્વભાવદશાના આનંદના વિલાસવાળા થઈને સદાકાળ સુખી જ થઈને રહે I ૮ / વિવેચન - “માયા એ સાક્ષાત્ રાક્ષસી છે' એમ સમજીને તે ભવ્ય જીવો ! માયાથી સદાકાળ દૂર જ રહો. માયા એ સાપથી પણ ભયંકર વસ્તુ છે. સાપ એક ભવમાં મારે છે. માયા ભવોભવમાં આ જીવને સગુણોથી પછાડે છે. તેથી માયાને છોડીને સરળ સજ્જન અને સંત બનો. માયા એ પાપનું જ પોટલું છે એમ સમજીને તેને છોડી દો. જો માયાને છોડશો તો જ સારા યશવાળા બનશો, દુનિયાના કોઈ પણ જીવો તમારી સામે અપયશની આંગળી નહીં ચિંધી શકે. તથા તમે પણ નિશ્ચિત થયા છતા સદા આનંદી અને સુખી થશો કારણ કે માયાવી માણસો સદાકાળ ચિંતાતુર જ હોય છે અને સરળ હૃદય રાખવાથી સમ્યકત્વ, વ્રત આદિ અનેક ગુણો આ આત્મામાં આવે છે. માયા એ મિથ્યાત્વનું મૂળ છે. તેથી તેના ત્યાગથી જ આ જીવમાં ગુણો આવે છે. અહીં છેલ્લી ગાથાની અંતિમ પંક્તિમાં “સુજસ રહો” એ પદમાં “સુજસ” શબ્દ લખીને ગ્રંથકર્તાએ પોતાનું “યશોવિજયજી” એવું નામ પણ ગર્ભિત રીતે સૂચવ્યું છે. | ૮ | આ પ્રમાણે “માયા કષાય” નામવાળું જે આઠમું પાપસ્થાનક છે તેનાં વર્ણનની સઝાય સમાપ્ત થઈ. Page #110 -------------------------------------------------------------------------- ________________ લોભ નામના નવમા પાપસ્થાનકની સઝાય ૧૦૧ “લોભ” નામના નવમા પાપસ્થાનકની સક્ઝાયજીરે મારે, લોભ તે દોષ અથોભ, પાપસ્થાનક નવમું કહ્યું જીરે મારે, સર્વ વિનાશનું મૂલ, એહથી કૂખે ન સુખ લહ્યું, જીરે જી,૧ શબ્દાર્થ અથોભ- અટકે નહીં તેવો, એહથી-આ લોભથી. IIના ગાથાર્થ - કદાપિ અટકે નહીં એવો આ લોભદોષ છે અને તે નવમું પાપાનક કહ્યું છે. આ લોભ સર્વ વિનાશનું મૂલ છે તેનાથી કોઈએ સુખ મેળવ્યું નથી / ૧ / વિવેચન - હવે લોભ નામના નવમા પાપસ્થાનકને સમજાવે છે. લોભ વણથંભ્યો કહેવાય છે. એટલે કે ક્યારેય પણ અટકતો નથી. ગમે તેટલી ધનસંપત્તિ આવે તો પણ તેને વધારવાની જ મનોવૃત્તિ દરેક જીવોની રહે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે નાદે નોરો વઢ-જેમ જેમ લાભ થાય છે તેમ તેમ લોભ વધતો જ રહે છે તેથી તે લોભ “અથોભ” થોભે નહી તેવો કહેવાય છે. આ લોભ જ જીવને ઘણા પાપમાં, ઘણા દુસ્સહ કાર્યો કરવામાં, અને ઘણાં કર્મલેશો કરવામાં લઈ જાય છે. તેથી પાપ વધતાં મૂલથી જ સર્વ ધનાદિનો નાશ થાય છે એટલે આ લોભ એ જ સર્વનાશનું મૂલ છે. આ લોભથી આખી જિંદગી પૈસા કમાવા માટે જીવ બહારને બહાર ભટકે છે. દરિયા પાર કરે છે. અરણ્યવાસ સ્વીકારે છે. ભૂખતરસ સહન કરે છે. કુટુંબીઓના વિયોગને પણ સહન કરે છે. આમ આ લોભથી જીવ દુઃખી દુઃખી થાય છે. કોઈએ પણ આ લોભથી સુખ મેળવ્યું નથી. સુખ મેળવતા પણ નથી અને મેળવશે પણ નહીં. માટે હે જીવ ! આ લોભ ત્યજવા જેવો છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦ર અઢાર પાપસ્થાનક ઘણા લોકો લોભનો અર્થ “માત્ર ધનની કરકસર” આટલો જ કરે છે તેથી પોતાનામાં પોતાને લોભ દેખાતો જ નથી. બીજામાં જ લોભ દેખાય છે કારણ કે ગમે તેટલું પોતાની પાસે ધન હોય તો પણ દરેકને પોતાનું ધન ઓછું જ દેખાય છે અને બીજાનું જ ધન વધારે દેખાય છે તેથી પોતાને પોતાનું ધન ઘણું જ અલ્પ દેખાવાથી નિર્લોભી અને બીજા બહુધની હોવાથી તેઓની સામે પોતે પોતાની જાતને નિર્લોભી જ દેખે છે અને બીજાની જાતને જ લોભી દેખે છે. જગતમાં દરેક જીવોને “લક્ષ્મી બીજાની વધારે દેખાય છે અને સરસ્વતી પોતાની વધારે દેખાય છે” માટે લોભનો અર્થ “ધનની કરકસર” એટલો જ કરે છે. પરંતુ આવો અર્થ ન કરતાં, ઈચ્છા, મમતા, મૂછ, આસક્તિ એ સઘળો લોભ છે આવો અર્થ કરવો. જેથી પોતાની જાતમાં પણ લોભ દેખાય. તેથી કોઈ પણ વસ્તુ મેળવવાની જે ઈચ્છા થઈ તે લોભ કહેવાય છે. ઈચ્છા થવાથી તેને મેળવવા કપટ કરવું તે માયા કહેવાય છે. માયા સફળ થાય તો માન આવે છે. અને માયા નિષ્ફળ જાય તો ક્રોધ આવે છે આ રીતે લોભ (ઈચ્છા) થવાથી જ માયા-માન અને ક્રોધ જન્મે છે તેથી માયા આદિ ત્રણે કષાયોનો જન્મ આપનાર જો કોઈ હોય તો લોભ જ છે અને જન્મ આપનારને સંસારમાં બાપ કહેવાય છે માટે જ લોભને “પાપોનો બાપ” પાપોનો જનક કહેલો છે ૧ છે. જીરે મારે, સુણીએ બહુ લોભાંધ, ચક્રવતી હરિની કથા, જીરે જી. જીરે મારે, પામ્યા કટુકવિપાક, પીવત રક્ત જલો યથા જીરે જી ૨ છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ લોભ નામના નવમા પાપસ્થાનકની સજઝાય ૧૦૩ - દર પાડે છે. તે ૨ શબ્દાર્થ - હરિની - હરિષેણ ચક્રવર્તીની, કટક - કડવાં, વિપાક - ફળ, પીવત - પીએ છે, રક્ત - રૂધિર, લોહી, ચણા - જેમ, જલો - એક જાતનું જીવડું. II ૨ || ગાથાર્થ - જેમ શરીરમાં રહેલા ખરાબ લોહીને જલો નામની જીવાત પી જાય છે. તેમ લોભાંધ એવો આ જીવ ઘણાં માંડાં ફળોને પામે છે. આ વિષય ઉપર લોભમાં અંધ બનેલા એવા ચક્રવર્તી હરિપેણની કથા તમે સાંભળો. | ૨ | વિવેચન - “જલો” નામની એક નાની જીવાત થાય છે. તે શરીર ઉપર લગાડવાથી શરીરમાં રહેલા તમામ ખરાબ લોહીને તે ચૂસી જાય છે. એટલે કે જો સારા લોહીને નથી ચૂસતી પણ ખરાબ લોહીને જ ચૂસે છે તેવો તે જીવાતનો સ્વભાવ છે. તેવી રીતે લોભમાં અંધ બનેલા જીવો કટુક વિપાકને એટલે ખરાબ ખરાબ અવસ્થાને જ પામે છે કદાપિ સારી અવસ્થાને પામતા નથી. તેના ઉપર ચક્રવર્તી હરિની (હરિષણની) કથા શાસ્ત્રોથી જાણવાની ગ્રંથકારશ્રી ભલામણ કરે છે. જેમ ચક્રવર્તી હરિ (હરિષણ) લોભથી કડવાં ફળ પામ્યા. તેમ લોભાંધ જીવ સદા કડવાં ફળને જ પામનાર બને છે. તે ચક્રવર્તી હરિની (હરિષણની) કથા આ પ્રમાણે છે - શ્રી હરિફેણ ચક્રવર્તી એકવીસમા પ્રભુશ્રી નમિનાથના વારામાં થયા. ભરતક્ષેત્રમાં કાંપિલ્યપુર નગરમાં મહાહરિ નામનો રાજા હતો. તેને “મહિષી” નામની પટ્ટરાણી હતી. તેમના પુત્ર “હરિણ” નામના ચક્રવત થયા. પંદર ધનુષની ઉંચાઈ પ્રમાણ શરીર હતું. પિતાએ તે હરિષણનો યુવરાજ પદે અભિષેક કર્યો. કાળ જતાં અસ્ત્રશાળામાં ચક્રરત્ન પ્રગટ થયું. ત્યારબાદ ક્રમશઃ ચૌદ રત્નો પ્રગટ થયાં. ચક્રરત્ન પ્રમાણે પ્રથમ પૂર્વદિશામાં માગધકુમાર દેવને, પછી વરદામપતિને અને ત્યારબાદ પ્રભાસદેવને સાધ્યો. ત્યારબાદ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ અઢાર પાપસ્થાનક ભરતક્ષેત્રના અનુક્રમે છએ ખંડ જીત્યા. છ ખંડ જીતીજી કાંડિલ્યપુરમાં પાછા આવ્યા, ત્યારે દેવોએ અને માનવોએ તેમનો ચક્રવર્તીપણાનો અભિષેક કર્યો. નગરમાં બાર વર્ષ સુધી મહોત્સવ પ્રવર્તાવ્યો. ઘણા વર્ષો સુધી ચક્રવર્તીપણાનું રાજ્યસુખ ભોગવ્યું. લોભની આ સજઝાયમાં ચક્રવર્તી હરિષેણ ઘણો લોભ કરવાથી કડવાં ફળ પામ્યા એમ કહ્યું છે. પરંતુ ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્રમાં સાતમા પર્વના બારમા સર્ગમાં આ હરિષેણ ચક્રવર્તીની કથા છે. ત્યાં ચક્રવર્તીપણું પાળી દીક્ષા લઈ મોક્ષે ગયાનું કથન છે. અહીં સક્ઝાયમાં કડવાં ફળ પામ્યાનો ઉલ્લેખ છે. એટલે કદાચ બીજા કોઈ હરિ (હરિષણ) ચક્રવર્તી હોય તો તે જાણવા મળ્યું નથી. આ દેશમાં ચક્રવર્તી હતા. સામાન્યથી લોભી જીવો લોભને પરવશ થયા છતા ઘણાં સાહસ કરે છે અને ઘણાં કડવાં ફળ પામે છે. આ વાત સાક્ષાત અનુભવ સિદ્ધ છે. તે ૨ // જીરે મારે, નિર્ધનને શત શાહ, શત લહે સહસ લોભિએ જીરે જી. જીરે મારે, સહસ લહે લખ લોભ, લખ લાભે મન કોડીએ જીરે જી ! ૩ || જીરે મારે, કોટીશ્વર નૃપ ઋદ્ધિ, નૃપ ચાહે ચક્રીપણું, જીરે જી. જીરે મારે, ચાહે ચક્રી સુરભોગ, સુર ચાહે સુરપતિપણું જીરે જી. | ૪ . શબ્દાર્થ - નિર્ધન - ધન વિનાનો પુરુષ, શત શાહ - સો રૂપીયાના ધનને ઇચ્છે છે, ચાહે છે, શત લહે - પણ સો મળે છd, સહસ - હજારનો, લોભીએ - લોભ લાગે છે. સહસ કહે - હજાર Page #114 -------------------------------------------------------------------------- ________________ લોભ નામના નવમા પાપસ્થાનકની સજ્ઝાય મળે છતે, લખલોભ - લાખનો લોભ થાય છે વખલાભે - લાખનો લાભ થયે છતે, મન કોડીએ કરોડ રૂપીયાનું મન થાય છે, કોટીશ્વર - જ્યારે કરોડપતિ થાય છે ત્યારે, નૃપૠદ્ધિ - રાજાપણાની ઋદ્ધિની ઈચ્છા થાય છે, નૃપ ચાહે રાજા થાય ત્યારે ચાહે છે ચક્રીપણું - ચક્રવર્તીપણું, ચાહે ચક્રી - ચક્રવર્તી થાય ત્યારે ઈચ્છે છે, સુરભોગ - દેવોનાં સુખો, સુર ચાહે - દેવ થાય ત્યારે ચાહે છે સુરપતિપણું - ઇન્દ્રપણાની ઋદ્ધિ ॥ ૩-૪ || - a ગાથાર્થ - નિર્ધન માણસ સો રૂપિયાને ઇચ્છે છે. સો મળે ત્યારે તે હજાર રૂપિયાનો લોભી બને છે. હજાર મળે ત્યારે લાખનો લોભ લાગે છે. લાખ મળે ત્યારે કરોડ રૂપિયાનું મન થાય છે ॥૩॥ ૧૦૫ કરોડપતિ થાય ત્યારે રાજૠદ્ધિ ઇચ્છે છે. રાજાપણું આવે ત્યારે ચક્રવર્તીપણું ચાહે છે. જ્યારે ચક્રવર્તી બને ત્યારે દેવલોકનાં સુખો ઇચ્છે છે અને દેવલોક પામે ત્યારે આ જીવ ઇન્દ્રપણું ચાહે છે. II ૩-૪ || વિવેચન - લોભનો થોભ હોતો નથી તથા જેમ જેમ લાભ થાય છે તેમ તેમ લોભ વધતો જ જાય છે. આ વાત વધારે સ્પષ્ટ કરવા જગતના જીવોમાં ચાલતું ચિત્ર ગ્રંથકારશ્રી રા કરે છે કે જે માણસ બીલકુલ ધન વિનાનો હોય અર્થાત્ ભીખારી અથવા મજુર જેવી કક્ષાનો હોય છે ત્યારે તેનું મન ૧૦૦ રૂપિયા મળે તો બહુ જ સારૂં તેવું હોય છે. કદાચ કોઈ દાતા તેના ઉપર પ્રસન્ન થઈ જાય અને કહે કે બોલ, તારે શું જોઈએ છે ? તો તે માણસ પણ ૧૦૦ રૂપિયા જ માગે છે અર્થાત્ તેનું માગવાનું માપ આટલું જ હોય છે પણ જ્યારે તે માણસ પ્રતિદિન ૧૦૦ કમાતો થાય છે ત્યારે તેનું મન હવે ૧૦૦૦ મળે તો સારૂં તેવું થાય છે. તેવી જ રીતે જ્યારે ૧૦૦૦ મળતા થાય છે ત્યારે લાખની Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ અઢાર પાપસ્થાનક ઈચ્છા થાય છે અને પુણ્યોદય થવાથી લાખ મળતા થાય છે ત્યારે કરોડની ઇચ્છા થાય છે. આમ આ લોભ વણથંભ્યો વધે જ છે. જ્યારે કરોડ મળતા થાય છે. ત્યારે રાજઋદ્ધિ મળે તો સારું, અને જ્યારે રાજઋદ્ધિ મળે ત્યારે ચક્રવર્તીપણું મળે તો સારું, ચક્રવર્તીપણું મળે ત્યારે દેવભવ મળે તો સારું, અને દેવભવ મળે ત્યારે ઈન્દ્રપણું મળે તો સારું, એમ આ જીવ જેમ જેમ લાભ થાય છે તેમ તેમ વધારે ને વધારે લોભવાળો જ બને છે. તેનો કદાપિ અંત આવતો નથી. ક્યારેય છેડો આવતો જ નથી. માટે હે આત્મન્ ! તું આવા સમુદ્ર સમાન તથા આકાશ સમાન અનંતા એવા લોભથી વિરામ પામ છે ૩-૪ / જીરે મારે, મૂલે લઘુપણે લોભ, વાર્ધ સરાવ પરિ સહી, જી રે જી, જીરે મારે ઉત્તરાધ્યયને અનંત, ઇચ્છા આકાશ સમી કહી. જીરે જી ! ૫ || શબ્દાર્થ - મૂલે - પ્રારંભમાં, લઘુપણે - જે થોડો હોય છે, વાધે - વધતો જ જાય છે, સરાવ પરિ - કુંડાની જેમ, કોડીયાની જેમ. II ૫ II ગાથાર્થ - આ લોભ પ્રારંભમાં થોડો હોય છે પણ દિનપ્રતિદિન કુંડાની જેમ અથવા કોડીયાની જેમ વધતો જ જાય છે તેથી જ ઉત્તરાધ્યયન સૂત્રમાં ઈચ્છાને આકાશની જેમ અનંતી છે આમ કહ્યું છે. [ પ / વિવેચન - લોભ પ્રારંભમાં થોડો હોય છે જેમ નિધન માણસને માત્ર ૧૦૦ની જ ઈચ્છા થાય છે તેમ શરૂઆતમાં તેની માત્રા અલ્પ હોય છે. છોડ ઉગાડવા માટેનું કુંડું, અથવા દીપક કરવા Page #116 -------------------------------------------------------------------------- ________________ લોભ નામના નવમા પાપસ્થાનકની સઝાય ૧૦૭ માટેનું કોડીયું પ્રારંભમાં એટલે કે નીચેની બેઠકની જગ્યાએ નાનું હોય છે. પણ આગળ આગળ તે વધતું વધતું ઘણું જ પહોળું થાય છે તેમ લોભ પણ પ્રારંભમાં ૧૦૦/૨૦૦ જેટલો જ હોય છે. પરંતુ જેમ જેમ પ્રાપ્તિ થાય છે તેમ તેમ તે લોભ વધે છે. ૧૦૦ મળે એટલે ૧000 ઈચ્છ, ૧000 મળે એટલે લાખ ઇચ્છ, લાખ મળે એટલે કરોડ ઇચ્છે, કરોડ મળે એટલે રાજઋદ્ધિ ઇચ્છ, રાજઋદ્ધિ મળે, એટલે ચક્રવતીપણું ઇચ્છ, ચક્રવતીપણું મળે એટલે દેવભવ ઈચ્છે અને દેવભવ મળે ત્યારે આ જીવ દેવેન્દ્રપણું ઈચ્છે છે. સંપત્તિનો આ લોભ ક્યારેય અટકતો નથી વણથંભ્યો જ રહે છે તેથી જ ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાને ઇચ્છાને આકાશની જેમ અનંતી કહી છે અને હકીકતથી ઈચ્છા (લાભ) તેવી જ છે. માટે હે જીવ! તું કંઈક વિરામ પામ / ૫ // આ વિષયને સમજાવતા યોગશાસ્ત્રના શ્લોકો આ પ્રમાણે છેधनहीनः शतमेकं, सहस्त्रं शतवानपि । सहस्त्राधिपतिर्लक्षं, कोटिं लक्षेश्वरोऽपि च ॥१९॥ कोटीश्वरो नरेन्द्रत्वं, नरेन्द्रश्वक्रवर्तिताम् ।। चक्रवर्ती च देवत्वं, देवोऽपीन्द्रत्वमिच्छति ॥२०॥ इन्द्रत्वेऽपि संप्राप्ते, यदिच्छा न निवर्तते । मूले लघीयांस्तल्लोभः, शराव इव वर्धते ॥२१॥ જીરે મારે, સ્વયંભૂરમણ સમુદ્ર, કોઈ જે અવગાહી શકે જીરે જી. જીરે મારે, તે પણ લોભ સમુદ્ર, પાર ન પામે બલ થકે જીરે જી || ૬ || Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ અઢાર પાપસ્થાનક શબ્દાર્થ - અવગાહી શકે - પાર પામી શકે, તે પણ - તે મનુષ્ય પણ, લોભસમુદ્ર - લોભરૂપી સમુદ્રનો, બલ થકે - પોતાના બલથી. |૬ | ગાથાર્થ - કોઈ મનુષ્ય કદાચ સ્વયંભૂ રમણ સમુદ્રનો પાર પામી શકે પરંતુ તે મનુષ્ય પણ પોતાના બલથી લોભરૂપી સમુદ્રનો પાર પામી શકતો નથી. II દ II વિવેચન - જંબુદ્રીપને ફરતો લવણ સમુદ્ર બે લાખ યોજનનો છે. તેની ચારે બાજુ ઘાતકી ખંડ, કાલોદધિસમુદ્ર, પુષ્કરવરદ્વીપ પુષ્કરવરસમુદ્ર ઈત્યાદિ ડબલ ડબલ માપના અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્રો છે. તેમાંનો છેલ્લો સ્વયંભૂરમણ સમુદ્ર છે. વિચાર કરો કે ડબલ ડબલ માપના અસંખ્યાતા દ્વીપ અને અસંખ્યાતા સમુદ્રો ગયા પછી “સ્વયંભૂરમણ” સમુદ્ર આવે છે તો તે સમુદ્ર બમણા માપ પ્રમાણે કેટલો મોટો અતિશય ઘણા વિસ્તારવાળો હશે ? આવા પ્રકારના આટલા મોટા સ્વયંભૂરમણ સમુદ્રનો પોતાની બે ભૂજાના બળે જ તરવા દ્વારા પાર પામવો સર્વથા અશક્ય જ છે. છતાં કલ્પના કરો કે કદાચ કોઈ મનુષ્ય આવા સમુદ્રનો પોતાની ભૂજાના બળે તરવા દ્વારા આ છેડાથી પેલા છેડે પાર પામે, આ અશક્ય કાર્યપણ કદાચ શક્ય બને, તો પણ તે આત્મા! મનુષ્ય લોભરૂપી સમુદ્રનો પાર પામી શક્તો નથી. તે તો વધતો જ જાય છે. આમ સમજીને પણ હે આત્મા ! લોભથી તું વિરામ પામ. | ૬ || જીરે મારે, કોઈક લોભને હેત, તપ-શ્રુત હારે જડા. જીરે જી. જી રે મારે, કાગ ઉડાવણ હેત, સુરમણિ નાખે તે ખડા. જી રે જી ૭ છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ લોભ નામના નવમા પાપસ્થાનકની સજ્ઝાય શબ્દાર્થ લોભને હેત લોભને કારણે, જડા મુર્ખ મનુષ્યો, કાગ - કાગડાને, ઉડાવણ - ઉડાડવા માટે, સુરમણિ - રત્નમણિ, ખડા ઉભા ઉભા. || ૭ || - - - ગાથાર્થ - કોઈક મુર્ખ મનુષ્યો લોભના કારણે આચરેલાં ધર્માનુષ્ઠાનો રૂપ તપશ્ચર્યા અને શ્રુતજ્ઞાન આદિ હારી જાય છે. જેમ કાગડાને ઉડાડવાની ખાતર ઉભા ઉભા મનુષ્યો રત્નમણિ નાખે છે તેમ. II ૭ II ૧૦૯ વિવેચન - કેટલાક મનુષ્યો અજ્ઞાનદશાના કારણે તત્ત્વ ન સમજતાં કરેલી તપશ્ચર્યા, પ્રાપ્ત કરેલું શ્રુતજ્ઞાન અને સંયમ આદિ ઉત્તમ ધર્મકાર્ય લોભ કરીને હારી જાય છે. તે વાત સમજાવતાં કહે છે કે તપ, શ્રુતજ્ઞાન, સંયમ, દાન, શીયળ ઈત્યાદિ ધર્મ અનુષ્ઠાનો કર્મ ક્ષય કરાવીને આ જીવને જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત કરાવનાર છે. આ ધર્મ અનુષ્ઠાન કરનારો આ જ જીવ કર્મોનો ક્ષય કરીને અનંતકાલ સુખી થાય તેવી મુક્તિ પામનારો બની શકે છે. પરંતુ તત્ત્વજ્ઞાન ન હોવાથી અજ્ઞાનદશાના કારણે આવા પ્રકારની અનંત સુખમય મુક્તિને આપનારાં ધર્મ અનુષ્ઠાનો કરતાં કરતાં અથવા કરીને પણ લોભના કારણે તેના ફળરૂપે ધન-સંપત્તિ, સાંસારિક સુખો અને વૈભવ જ માત્ર માગતા હોય છે. જે અલ્પકાલીન સુખ આપનારા બને છે અને ઘણી વિપત્તિઓથી ભરેલું છે. આ રીતે ઘણું ફળ આપનારાં ઉત્તમ અનુષ્ઠાનો કરીને આ જીવ અજ્ઞાનદશાના કારણે લોભને વશ થયો છતો અત્યંત તુચ્છ ફળ માગે છે તે તેની નરી જડતા-મૂર્ખતા જ છે. આ બાબત ઉપર એક દૃષ્ટાન્ત આપે છે કે જે લાખો કરોડોની કિંમતનો રત્નમણિ છે જે દેવોને જ મળે છે. તે રત્નર્માણ ધારો કે કોઈ મનુષ્યને મળી ગયો હોય, તો બહુ જ સાચવીને રાખવો - Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ અઢાર પાપસ્થાનક જોઈએ. તેને બદલે ઘરની કોઈ દિવાલ ઉપર બેઠેલા કાગડાને ઉડાડવામાં નાના પત્થરના ટુકડાની જ્યાં જરૂર છે ત્યાં આવા રત્નમણિનો ઉપયોગ કરે છે. અને તે રત્નમણિને નાખીને કાગડાને ઉડાડે છે. તે જેમ મૂર્ખ છે. તેમ આ જીવ પણ મૂર્ખ જાણવો | ૭ || જીરે મારે, લોભ ત્યજે જે ધીર, તસ સવિ સંપત્તિ કિંકરી, જીરે જી, જીરે મારે, સુજસ સુપુણ્ય વિલાસ, ગાવે તસ સુરસુંદરી, જીરે જી | ૮ | શબ્દાર્થ - જે ધીર - ધીરજ ગુણવાળો જે મનુષ્ય, સંપત્તિ - લક્ષ્મી, કિંકરી - દાસી, નોકરાણી, સુરસુંદરી - દેવીઓ, દેવાંગનાઓ | ૮ || ગાથાર્થ - વૈર્ય ગુણવાળો જે મનુષ્ય લોભને ત્યજે છે તેની પાસે સઘળી સંપત્તિ દાસીની જેમ રહે છે તે જીવને સારો યશ અને સારા પુણ્યના ઉદયનો આનંદ પ્રાપ્ત થાય છે. તથા દેવીઓ પણ તેના ગુણો ગાય છે I & I વિવેચન - લોભ વણથંભ્યો છે. તેને કોઈ રોકી શકતું નથી. લાભ લોભ વધે છે. તે સ્વયંભૂરમણ સમુદ્ર જેવો અપાર છે તેમાં ફસાયેલા જીવો અનંત દુઃખ પામે છે. આવું સમજીને જે મનુષ્યો આ લોભનો ત્યાગ કરે છે. આવા પ્રકારના દુઃખદાયી લોભથી વિરામ પામે છે. તે મનુષ્યની આગળ-પાછળ સઘળી સંપત્તિઓ દાસીની જેમ આંટાફેરા મારે છે. જાણે તે લોભના ત્યાગીની નોકર જ હોય શું તેમ લક્ષ્મીદેવી તેની પાછળ પાછળ જ ફરે છે. લક્ષ્મી ક્યારે ય તેનું ઘર છોડતી નથી. Page #120 -------------------------------------------------------------------------- ________________ લોભ નામના નવમા પાપસ્થાનકની સઝાય ૧૧૧ તથા આવા પ્રકારના લોભના ત્યાગીના ઉત્તમ યશને અને તેના પુણ્યોદયના વિલાસને, ખુશખુશાલ થયેલી દેવીઓ દેવલોકમાં, તથા મનુષ્યલોકમાં આવીને ગાતી જ હોય છે. તેના ઉપર દેવદેવીઓ સદા પ્રસન્ન જ પ્રસન્ન રહે છે. આ ગાથાના “સુજસ સુપુણ્ય વિલાસ” આ પદમાં “સુજસ” શબ્દ લખીને પૂજ્ય ગ્રંથકારશ્રીએ “શ્રી યશોવિજયજી” એવું ગ્રંથકર્તા તરીકે પોતાનું નામ પણ ગર્ભિત રીતે સૂચવ્યું છે | ૮ | આ પ્રમાણે “લોભ” નામના નવમા પાપસ્થાનકના વર્ણનવાળી આ નવમી ઢાળ પણ સમાપ્ત થઈ. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧ ૨. અઢાર પાપસ્થાનક રાગ” નામના દસમા પાપસ્થાનકની સઝાય - પાપસ્થાનક દશમું કહ્યું રાગ રે, કુણહી ન પામ્યો તેહનો તાગ રે. રાગે વાહ્યા હરિ હર બંભા રે, રાગે નાચે કરે અચંભા રે. . ૧ || શબ્દાર્થ - કુણહી - કોઈ પણ માણસ, તેહનો તાગ - તે રાગનો અંત, રાગે વાલા - રાગને વશ થયા છે. હરિ - વિષ્ણુ, હર - મહાદેવ, બભા - બ્રહ્મા, કરે અચંભા - આશ્ચર્ય ઉપજે તેવાં કામો કરનાર. II 1 II ગાથાર્થ - “સગા” એ દશમું પાપસ્થાનક કહ્યું છે. આ રાગનો તાગ (ડો-અંત) કોઈ પામી શક્યું નથી. વિષ્ણુ, મહાદેવ અને બ્રહ્મા જેવા આત્માઓ પણ રાગને વશ થયા છતા આશ્ચર્ય ઉપજે તેવાં કામ કરનારા બન્યા છે. રાગને વશ નાચ નાચ્યા છે. [ ૧ M. વિવેચન - હવે રાગ નામના દશમા પાપસ્થાનકની વાત કરે છે. “રાગ” એટલે પ્રેમ, પરસ્પર સ્નેહ, આસક્તિભાવ, મોહનું એક પ્રકારનું બંધન. “આ રાગ” એવો ભયંકર છે કે કોઈ મહાત્મા પુરુષ પણ જલ્દી જલ્દી તેનો તાગ (તેનો અંત) કરી શકતું નથી. અંત કરવા જાય છે અને પોતે જ તેમાં ફસાય છે. જુઓ વિષ્ણુ, મહાદેવ અને બ્રહ્મા આ ત્રણે લૌકિક રીતિએ મહાન આત્મા કહેવાય છે. લોકભાષામાં ભગવાન કહેવાય છે. તેઓ પણ અનુક્રમે લક્ષ્મીદેવીમાં, પાર્વતીજીમાં અને સરસ્વતીમાં રાગને વશ થયા છતા અંજાયેલા છે. એટલું જ નહીં, પરંતુ રાગની પરાધીનતાના કારણે પોતપોતાની સ્ત્રીને ખુશ રાખવા અનેક પ્રકારના Page #122 -------------------------------------------------------------------------- ________________ રાગ નામના દસમા પાપસ્થાનકની સઝાય ૧૧૩ નાચ નાચ્યા છે. આપણને આશ્ચર્ય થાય કે આવા મહાત્મા પુરુષો આવાં કામો શું કરે ? અર્થાત્ આવા લફરામાં શું ફસાય ? અર્થાત્ ન જ ફસાય, તેઓ પણ ફસાયેલા છે. બ્રહ્માની પુત્રી સરસ્વતીજી છે. યૌવનાવસ્થા પામતાં બ્રહ્માજી જ સરસ્વતીમાં મહાન્ધ થયા. સરસ્વતી સાથે અનુચિત કાર્ય કરવા લાગ્યા. સરસ્વતીજી ગુસ્સે થયાં. અને શ્રાપ આપ્યો કે તમે મહાત્મા હોવા છતાં આવાં કામો કરો છો, તેથી તમારું મંદિર નહીં હોય, તેથી લક્ષ્મી-વિષ્ણુનાં મંદિરો છે. શંકર-પાર્વતીનાં મંદિરો છે પણ બ્રહ્માનાં મંદિરો ક્યાંય નથી. શંકરનાં પત્ની પાર્વતીજી. તે પ્રજાપતિની (બ્રહ્માની) પુત્રી છે. એક વખત બ્રહ્માજીએ મોટો યજ્ઞ માંડ્યો. પણ તેમના જમાઈ શંકરની સાથે નારાજગી હતી. તેથી યજ્ઞમાં આવવાનું આમંત્રણ ન મોકલ્યું. તિરસ્કાર કર્યો. પાર્વતીજી હઠાગ્રહથી ગયાં. પાર્વતીજીની હાજરીમાં જ બ્રહ્માએ શંકરજીની ઘણી નિંદા કરી. તેથી માઠું લાગવાથી પાર્વતીજી અગ્નિકુંડમાં પડ્યાં. શંકરજીને ખબર પડી. તેઓ પાર્વતીજીના બળેલા શરીરને ખભા ઉપર લઈને ઘણો સમય સંસારમાં ભટક્યા. | વિષ્ણુ પોતે જ કૃષ્ણરૂપે એક અવતારમાં જન્મ્યા. વિષ્ણુની પત્ની લક્ષ્મી વિગેરે કૃષ્ણના ભવમાં ગોપીઓ થઈ. પૂર્વના રાગદશાના અભ્યાસે કૃષ્ણ ગોપીઓના વસ્ત્રોનું અપહરણ કરતા હતા. સ્ત્રિયોની સાથે ઘણી રમત-ગમત તથા હાસ્યવિનોદની ક્રિયા કરતા હતા. ઉપર પ્રમાણે હરિ, હર અને બ્રહ્માની રાગની ચેષ્ટાઓ જાણવી. જમદગ્નિ ઋષિ રેણુકાના પ્રેમમાં અને રામચંદ્રજી સીતાના રાગમાં અંજાયેલા હતા, તે જીવો શબ્દોથી અકથ્ય ભાવો ભજનારા, વિવિધ નાચ નાચનારા, બુદ્ધિમાં પણ ન બેસે તેવાં મોહનાં કામકાજ કરનારા બન્યા છે. | ૧ | Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ રાગ કેસરી છે વડરાજા રે, વિષયાભિલાષ તે મંત્રી તાજા રે । જૈહના છોરૂ ઈન્દ્રિય પંચો રે, તેહનો કીધો એ સકલ પ્રપંચો રે ॥ ૨ ॥ અઢાર પાપસ્થાનક શબ્દાર્થ - કૈસરી - કેશરી સિંહ જેવો, વડરાજા - મહારાજા, વિષયાભિલાષા પાંચ વિષયોની અભિલાષા, તાજા જાગતો, યુવરાજ તુલ્ય, છોરૂ - છોકરાં, પંચો - પાંચે પાંચ, સકલ પ્રપંચો સઘળી માયા. || ૨ || - ગાથાર્થ - કેસરી સિંહ જેવી જે આ રાગદશા છે એ મોટો મહારાજા છે. પાંચ વિષયોની અભિલાષા એ રાગદશા નામના મહારાજાનો સદા સાવધાન રહેનારો મંત્રી છે. અને પાંચ ઈન્દ્રિયો તે મોહરાજાનાં છોકરાં છે. તે ત્રણેએ સાથે મળીને સંસારી જીવને ફસાવવાનો' સઘળો પ્રપંચ કર્યો છે. ॥ ૨ ॥ - વિવેચન - દશમું પાપસ્થાનક જે “રાગદશા” છે. તે સંસારી જીવોને ફસાવવાનું કામકાજ કરવામાં મોટો મહારાજા છે. તેની આણા સર્વત્ર ચાલે છે. સર્વે સંસારી જીવો રાગને પરવશ છે. રાગ એટલે પોતાનાથી અન્ય એવા સચેતન અને અચેતન દ્રવ્યોનો પ્રેમ, સ્નેહ, આસક્તિ, મમતા. રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ આ પાંચ ઈન્દ્રિયોના વિષયો છે. ઈન્દ્રિયો દ્વારા ભોગયોગ્ય પુદ્ગલના જે ગુણો છે તેને વિષય કહેવાય છે. ગુણોને લીધે ગુણી એવાં પુદ્ગલો પણ વિષય કહેવાય છે. આ વિષયોની ભોગવવા માટેની સતત જે અભિલાષા છે. તે આ (૧) આ પંક્તિમાં કોઈ કોઈ પુસ્તકોમાં જેહનાને બદલે જેહને પંચોને બદલે પંચ, અને પ્રપંચોને બદલે પ્રપંચ શબ્દ છે. પણ ભાવાર્થ સરખો જ છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ રાગ નામના દસમા પાપસ્થાનકની સજઝાય ૧૧૫ મોહરાજાનો તાજો (જાગૃત-સાવધાન) મંત્રી છે. રખે આ જીવ મોહરાજાના પંજામાંથી છટકી ન જાય તે માટે વિષયાભિલાષ નામનો આ મંત્રી સંસારી જીવ છટકી ન જાય તેનું નિરંતર પુરેપુરૂ ધ્યાન રાખે છે. મુલાયમ સ્પર્શની, મનગમતા સ્વાદની, ગુલાબ અત્તર આદિ સુગંધી પદાર્થોના ગંધની, મોહક અને અર્ધનગ્ન દશ્યો જોવાની, તથા યશ, પ્રશંસા, મધુર સંગીત સાંભળવાની આ સંસારી જીવની જે સતત ઉત્કંઠા વર્તતી જ હોય છે. તે જ આ વિષયાભિલાષ કહેવાય છે. શરીરમાં રહેલી પાંચ ઈન્દ્રિયો એ મોહરાજાનાં પાંચ છોકરાં છે. છોકરાંઓ હંમેશાં બાપની આજ્ઞા પ્રમાણે કામકાજ કરનારાં હોય છે. તેમ અહીં આ પાંચ ઈન્દ્રિયો મોહરાજાની આજ્ઞા પ્રમાણે સંસારી જીવને મોહમાં ફસાવવાનું કામકાજ કરવામાં ચતુર છે. આ રીતે રાગદશારૂપી મોહરાજા, વિષયાભિલાષારૂપી મંત્રી, અને પાંચ ઈન્દ્રિયોરૂપી છોકરાં, આ ત્રણેએ સાથે મળીને આ સંસારી જીવને એવો ફસાવ્યો છે કે તેની માયાજાળમાંથી આ જીવ જરા પણ છટકી ન શકે. ખાવા-પીવા-પહેરવા અને રહેવા આદિની જે જે સામગ્રી છે તેના રૂપરંગમાં જે પ્રીતિ થાય છે. ઈષ્ટ વિષયો મળે ત્યારે જે રાજીપો થાય છે તે અચેતન ઉપરનો રાગ છે. તથા મિત્રો ઉપર, પરિવાર ઉપર, સ્નેહીઓ ઉપર, ભક્તો ઉપર જે સ્નેહ છે તે સચેતન ઉપરનો રાગ છે. આ રાગ પક્ષપાત કરાવનાર છે, મોહબ્ધ કરનાર છે. || ૨ | જેહ સદાગમ વશ હુઈ જાયે રે, તે અપ્રમત્તતા શિખરે વાયે રે, ચરણધરમનૃપ શૈલવિવેકે રે, તેહપું ન ચલે રાગી ટેકે રે. . ૩ | Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ અઢાર પાપસ્થાનક શબ્દાર્થ - સદાગમ - યથાર્થ એવા આગમશાસ્ત્રોને, વશ હુઈ જાયે - પરવશ થઈને રહેશે, તે - તે મનુષ્યો, અપ્રમત્તતા શિખરે - અપ્રમાદવાળી અવસ્થાના શિખર ઉપર, વાયે - વશસે, ચરણઘરમગૃપ - ચારિત્રરૂપી ધર્મરાજા, રીલવિવેકે - અને વિવેકરૂપી પર્વત હોતે છતે, તેહમ્મુ - તે મોહરાજાદિથી સગી જીવ પોતાની, ન ચલે - ચલિત થતો નથી, ટેકે - કોઈ પણ ટેકમાંથી, કોઈપણ નિયમમાંથી. II 3 | ગાથાર્થ - જે મનુષ્ય સાચા, યથાર્થ એવા વીતરાગપ્રણીત આગમ શાસ્ત્રોને પરવશ થઈ જશે, તે મનુષ્યો અપ્રમાદાવસ્થાના શિખર ઉપર જઈને વશશે, તથા ચાઝિરૂપી ધર્મરાજા અને વિવેકરૂપી પર્વતનું રક્ષણ મળવાથી તે મોહરાજાદિથી રાગી એવો આ જીવ પોતાની ટેકથી ચલિત થતો નથી. આ ૩ I વિવેચન - મોહરૂપી કેસરીસિંહ મોટો મહારાજા છે. તે મોટો મહારાજા હોવા છતાં તથા વિષયાભિલાષારૂપી મંત્રી અને ઈન્દ્રિયોરૂપી તેનો પરિવાર હોવા છતાં પણ જે આત્માઓ “સદાગમ” એટલે ઉત્તમ શાસ્ત્રોના અભ્યાસને પરવશ થશે, તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં લીન થશે, નિરંતર સદાગમોના પઠન-પાઠનમાં લયલીન રહેશે અને તેના કારણે અપ્રમાદ દશાના શિખર ઉપર સ્થિર થશે તેવા આત્માઓ ચારિત્રરૂપી ધર્મરાજાનું અને વિવેકરૂપી પર્વતનું બળ મળવાથી મોહરાજાદિથી જરા પણ ડરતા નથી અને પોતાની ટેકથી ચલિત થતા નથી. જીવને ફસાવનાર મોહરાજા, વિષયાભિલાષ અને પાંચ ઈન્દ્રિયો શત્રુની જેમ કામ કરે છે. છતાં પણ સન્શાસ્ત્રોનો અભ્યાસ તથા અપ્રમાદાવસ્થાની પ્રાપ્તિ થવાથી ચારિત્રરૂપી ધર્મરાજાનું અને વિવેકદશાની જાગૃતિરૂપી પર્વતની આડ પ્રાપ્ત થવારૂપ બળ મળવાથી રાગી એવો આ જીવ તેહયું = તે મોહરાજાદિ શત્રુઓથી જરા પણ Page #126 -------------------------------------------------------------------------- ________________ રાગ નામના દસમા પાપસ્થાનકની સજ્ઝાય ભય પામ્યા વિના જીવે છે અને પોતાની ધર્મપ્રતિજ્ઞાઓથી જરા પણ ચલિત થતો નથી. મોહરાજાની સામે ધર્મરાજાનું બળ મળવાથી અને વિવેક જાગૃત થવાથી આ જીવ મોહરાજાના પરિવારથી જરા પણ ડરતો નથી અને પોતાની પ્રતિજ્ઞામાં બરાબર વર્તે છે. ॥ ૩ ॥ બીજા તો સવિ રાગે વાહ્યા રે, એકાદશ ગુણઠાણે ઉમાહ્યા રે । રાગે પાડ્યા તે પણ ખૂતા રે, નરક નિગોદે મહાદુ:ખ જુત્તા રે ॥ ૪ ॥ શબ્દાર્થ - બીજા તો સવિ - બાકીના બીજા તો સર્વે, રામે વાહ્યા - રાગમાં ફસાયેલા છે. એકાદશ ગુણઠાણે - અગ્યાર અગ્યાર ગુણસ્થાનક ઉપર, ઉમાહ્યા - ચઢેલા જીવોને પણ, રાગે પાડ્યા રાગદશાએ પછાડ્યા છે. ખુતા - ડુબેલા છે. નરકનિગોદે નરક અને નિગોદમાં, મહાદુ:ખજુત્તા - ઘણા ઘણા દુઃખથી યુક્ત. ॥ ૪ ॥ ગાથાર્થ - બીજા તો સંસારી સઘળા જીવો રાગમાં ફસાયા છે પરંતુ અગ્યાર અગ્યાર ગુણસ્થાનક ઉપર ચઢેલા જીવોને પણ આ રાગદશાએ પછાડ્યા છે અને મહાદુઃખથી યુક્ત થયા છતા નરક અને નિગોદમાં ખુંચેલા (ડુબેલા) છે. ॥ ૪ ॥ ૧૧૭ - વિવેચન - જે જીવો સત્શાસ્ત્રોના અભ્યાસને વશ છે, અપ્રમાદ દશાવાળા છે, તત્ત્વજ્ઞાનમાં લયલીન છે, પરિપક્વપણે જેઓએ ભેદજ્ઞાન મેળવ્યું છે, તે વિનાના બાકીના સર્વે જીવો રાગમાં ફસાયેલા છે. કારણ કે આ સંસાર રાગ અને દ્વેષથી ભરેલો છે. શુદ્ધ આત્મતત્ત્વની પિછાણ બહુ જ અલ્પ જીવોને જ થાય છે. પરદ્રવ્યને મોહથી પોતાનું માની તેના ઉપર રાગાન્ધ થનારા લગભગ સઘળા જીવો છે. કોઈ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ અઢાર પાપસ્થાનક જેવદ્રવ્ય કે કોઈ અજીવદ્રવ્ય આપણા જીવની સાથે આવ્યું નથી, આવતું નથી અને આવવાનું પણ નથી. છતાં મોહદશાથી આ જીવ ઈષ્ટ એવા જીવ અને અજીવ ઉપર રાગથી રંગાયેલો જ રહે છે. બીજા જીવોની વાત તો છોડો, તે તો રાગમાં ફસાયેલા છે જ. પરંતુ અગીયાર અગીયાર ગુણસ્થાનક સુધી ઉંચા ચઢેલા જીવોને પણ આ રાગદશાએ પછાડ્યા છે. ત્રીજી ગાથામાં કહેલા ઉત્તમ આગમશાસ્ત્રોના અભ્યાસી, અપ્રમત્તતાના શિખરે પહોંચેલા ચારિત્રરૂપી ધર્મરાજાના આશ્રયે જે આવેલા છે તે વિનાના બીજા સર્વે જીવોને આ રાગદશાએ પોતાનામાં ફસાવ્યા છે. ' ઉપશાન્તમોહ ગુણસ્થાન સુધી પહોંચેલા જીવો પણ સત્તાગત રાગ મોહનીયનો જ્યારે ઉદય થાય ત્યારે તેના ઉદયથી નિયમો પછડાયા છે. આવી ભયંકર રાગદશા છે. એકે એક વસ્તુના સંયોગો અવશ્ય વિયોગ પામનારા જ છે. તો પણ આ જીવ પરિવાર, મિત્રો, સગાંસંબંધીઓ, ધન, ઘર, ભૌતિક સંપત્તિ અને માનપાન જાણે સદા રહેવાનું જ છે. એમ માનીને તેના રાગમાં અંજાયેલો જ રહે છે. તેની પ્રાપ્તિ માટે અને પ્રાપ્ત વસ્તુઓના રક્ષણ માટે અનેક પ્રકારનાં પાપો કરે છે. જે પાપોના કારણે નરક અને નિગોદના ભવમાં ભટકે છે અને ઘણાં ઘણાં મહાદુઃખો પામે છે. સંથારાપોરિસીમાં કહ્યું છે કે - “સંજોગમૂલા વેણ, પત્તા દુઃખ પરંપરા / તષ્ઠા સંજોગ સંબંધ, સવ્વ તિવિહેણ વોસિરિયું સ્ત્રીને આશ્રયી પરપુરુષનો સંબંધ, પુરુષને આશ્રયી પરસ્ત્રીનો સંબંધ, પારકાના ધનનું અપહરણ આ સઘળાં પાપો રાગના લીધે જ જીવો કરે છે. ઘરઘરમાં કલેશ, કડવાશ, વેરઝેર ઈત્યાદિ ભાવો કોઈને કોઈ વસ્તુના રાગને લીધે જ થાય છે. માટે આ “રાગ” દશા મહાદુઃખદાયી છે. || ૪ | Page #128 -------------------------------------------------------------------------- ________________ રાગ નામના દસમા પાપસ્થાનકની સઝાય ૧૧૯ રાગહરણ તપ જપ કૃત ભાખ્યા રે, તેહથી પણિ જેણે ભવફલ ચાખ્યા રે | તેહનો કોઈ ન છે પ્રતિકારો રે, અભિય હુએ વિષ તિહાં શ્યો ચારો રે | ૫ | શબ્દાર્થ - રાગહરણ - રાગનો નાશ કરનારાં, ૫ જપ શ્રત - તપશ્ચર્યા, મંત્રજાપ અને શ્રુતજ્ઞાન, ભાખ્યા - કહ્યા છે. તેથી પણિ - તે તપ આદિ ધર્માનુષ્ઠાનોથી, ભવફલ ચાખ્યા - સંસારમાં જ ફળો મેળવ્યા છે. તેહનો - તેનો, પ્રતિકારો - રોકનાર, અનિય - અમૃત, હુએ - હોય, તિહાં - ત્યાં, શ્યો ચારો - શો ઉપાય ? || ૫ II ગાથાર્થ - શાસ્ત્રોમાં તપ, મંત્રજાપ અને કૃતજ્ઞાન આ ત્રણે ધર્માનુષ્ઠાનો, આત્મામાં રહેલા રાગને મટાડનારા કહ્યા છે. તપ, મંત્રજાપ અને શાસ્ત્ર અભ્યાસ રાગાદિ કષાયોના ઘાતક છે. પરંતુ જે જીવો અજ્ઞાનને વશ તપ આદિ કરીને પણ તે તપાદિથી જ સંસારસુખ લેવા ચાહે છે. તેનો પ્રતિકાર કરનાર કોઈ નથી. કારણ કે જ્યારે અમૃત જ વિષ બની જાય છે. ત્યારે બચવાનો કયો ઉપાય હોઈ શકે ? પ વિવેચન - અનાદિકાળથી આત્મામાં લાગેલી આ રાગદશાને હણવા માટે જ જૈનશાસ્ત્રોમાં તપ, મંત્રજાપ અને શાસ્ત્રજ્ઞાન કહેલાં છે. તપ કરવાથી આહારાદિ પુદ્ગલો ઉપરનો અને શરીર ઉપરનો રાગ ઘટે છે. (દૂર થાય છે) વળી તપથી શરીર ક્ષય પામે છે અને ઈન્દ્રિયોને પુષ્ટિ ન મળવાથી વિકાર-વાસનાઓ ક્ષય પામે છે. તથા મંત્રજાપાદિ કરવાથી સાંસારિક સુખોની લાલસા ઘટે છે અને સમ્ય એવા શ્રુતજ્ઞાનથી સબુદ્ધિ પ્રાપ્ત થતાં અને સાચું આત્મતત્ત્વ સમજાતાં તમામ જીવ અને અજીવ ઉપરનો રાગ ઘટે છે. આ રીતે શાસ્ત્રોમાં તપ મંત્રજાપ અને શ્રુતજ્ઞાન ઈત્યાદિ ધર્મ અનુષ્ઠાનો રાગદશાને Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ અઢાર પાપસ્થાનક હણનારાં, રાગદશાને મટાડનારાં એટલે કે રાગદશા આદિ મોહના ભાવોનાં ઘાતક કહ્યાં છે. પરંતુ અજ્ઞાની જીવો સમ્યજ્ઞાનના અભાવે આવાં આવાં અનેક ધર્મ અનુષ્ઠાનો કે જે મોહના વિકારોનાં નાશક છે તેને જ સેવીને તેનાથી જ સાંસારિક સુખોની લાલસાઓને પોષે છે. “નિધનીયાને દે બહુ ધન, અપુત્રીયાને પુત્રરતન” ઈત્યાદિ સ્વરૂપસૂચક વાક્યોને ઉપાદેયવચન માની લઈને પુત્રની ઈચ્છાએ, ધનની ઈચ્છાએ, આરોગ્યની ઈચ્છાએ, માનપાન અને પ્રતિષ્ઠાની ઈચ્છાએ આ અનુષ્ઠાનોનું અજ્ઞાની અને મોહાલ્વ જીવો સેવન કરે છે. જે અનુષ્ઠાનો મુક્તિ ફળને આપનારાં છે તે જ ધર્માનુષ્ઠાનો વિષયસુખોને આપનારા તરીકે “રાગ દશાના કારણે” જોડે છે. જ્યાં આવા પ્રકારના અજ્ઞાની જીવો છે અને આવું અજ્ઞાન વર્તે છે. ત્યાં તેઓને સમજાવનારા, તેઓની ઉલટી બુદ્ધિનો પ્રતિકાર કરનારા કોણ હોઈ શકે ? અર્થાત્ તેઓને કોઈ સમજાવી શકતું નથી. જે જીવો સાપને દોરડું જ માની લે છે અને પકડવા જાય છે અને પોતાની સમજણને સાચાપણાની મહોર મારે છે તેને કોણ બચાવી શકે ? કોઈ બચાવી શકતું નથી. તે જીવોનું અજ્ઞાન જ તેઓને મારક બને છે. તેના ઉપર સુંદર એક ઉદાહરણ આપતાં કહે છે કે જે અમૃત છે. સર્વ રોગોનું નાશક છે, સુખદાયી છે, અમર બનાવનાર છે. પરંતુ જેનું પેટ તેવા પ્રકારના કેન્સર આદિ રોગોથી વ્યાપ્ત છે કે જ્યાં અમૃત પણ વિષપણે જ પરિણામ પામતું હોય, હિતશિક્ષા પણ કષાયોનું જ કારણ બનતી હોય, સદુપદેશ પણ આવેશોનું જ કારણ બનતો હોય ત્યાં આ જીવને કોણ બચાવી શકે ? રાગનાશક ધર્માનુષ્ઠાનોને રાગની વૃદ્ધિમાં જ જે જોડે, આવી અવળી બુદ્ધિ જ આ જીવને સંસારમાં રખડાવનાર છે. માટે હે જીવ! આવી મોહદશાને અને અવળી બુદ્ધિને તું છોડી દે. | ૫ | Page #130 -------------------------------------------------------------------------- ________________ રાગ નામના દસમા પાપસ્થાનકની સજ્ઝાય તપ બલે છૂટા તરણું તાણી રે, કંચન કોડી આષાઢાભૂતિ નાણી રે । નંદિષેણ પણ રાગે નડિયા રે, શ્રુતનિધિ પણ વેશ્યાવશ પડિયા રે ॥ ૬ ॥ શબ્દાર્થ તપશ્ચર્યા કરવા દ્વારા મેળવેલી તપ બલે લબ્ધિના બળથી, છૂટા - છોડ્યા, વરસાવ્યા, તરણું તાણી - ઝાડનું એક પાંદડું ખેંચીને, કંચન કોડી - કરોડો સોનૈયા, નાણી જ્ઞાની એવા, રાગે નડિયા રાગદશામાં ફસાયા, શ્રુતનિધિ - શાસ્ત્રજ્ઞાનના ભંડાર હોવા છતાં, 1॥ ૬ || - ૧૨૧ B ગાથાર્થ - શ્રુતનિધિ એવા નંદિષેણ મુનિ પણ રાગને વશ થયા છતા વેશ્યામાં આસક્ત થયા અને ઝાડ ઉપરનું એક તૃણ તાણીને તપના બલે કરોડો સોનૈયાને વરસાવનારા બન્યા. એવી જ રીતે જ્ઞાની એવા આષાઢાભૂતિ મુનિ પણ (મોદકના) રાગમાં ફસાયા. જેથી નટવીના રાગમાં પણ ફસાયા. ॥ ૬ ॥ w વિવેચન - રાગદશા કેવી ભયંકર વસ્તુ છે ? મુનિદશામાં પહોંચેલા અને તપસ્વી તથા મહાજ્ઞાની બનેલા આત્માઓને પણ આ રાગદશા પછાડે છે. આ બાબત ઉપર એક આષાઢાભૂતિનું અને બીજુ નંદિષણ મુનિનું ઉદાહરણ ટાંકતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે - નંદીષેણ મુનિની કથા રાજગૃહી નગરીના શ્રેણિક મહારાજાનો પુત્ર નંદીષેણ, એક દિવસ મહાવીર પ્રભુની દેશના સાંભળી વૈરાગ્યની ભાવના થઈ, દીક્ષા આપવા પ્રભુને વિનંતી કરી. ભગવાન મહાવીરે તેમને થોભી જવા કહ્યું - હજુ તારે સંસારના ભોગ ભોગવવાવાળાં કર્મો બાકી છે. પણ તીવ્ર વૈરાગ્યનો રંગ લાગવાથી તેમણે સંસાર છોડી દીક્ષા લીધી. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨. અઢાર પાપસ્થાનક ભગવાને ભાવિ ભાવ જાણી તેમને દીક્ષા આપી. દીક્ષા વખતે શાસન દેવતાએ પણ દિવ્ય ધ્વનિ દ્વારા ચીમકી આપી કે સંસારી કર્મ ભોગવવાં બાકી છે, કર્મ કોઈને છોડતું નથી. પણ નંદીષેણે દીક્ષા લીધી અને તપ તથા સંયમવાળું જીવન ગાળતાં ઘણી વિદ્યાઓ પ્રાપ્ત કરી. ભગવાને ભાખેલું ભવિષ્ય ખોટું પાડવા ઠીક ઠીક મથામણ કરી, છટ્ટને પારણે આયંબિલ અને પાછો છટ્ટ એમ તપ આરંભ્યાં. વિકાર છોડવા જંગલમાં રહેવા માંડ્યું, પણ માંકડા જેવું મન વિકારી વિચારો ન છોડી શક્યું. મન મનાવવા ખૂબ મથામણ કરી અને તે આવા વિકારી મનથી હારી આપઘાત કરવાના વિચારે એક ટેકરી ઉપર ચડી ભૂસકો મારી આપઘાતની તૈયારી કરી. પણ ભૂસકો મારતાં પહેલાં આત્માને ધક્કો લાગ્યો - કે આવું આપઘાતનું પાપ કર્મ કેમ થાય ? પ્રભુ મહાવીરનું નામ લજવાશે. આપઘાત ન જ થાય. મનને મજબૂત કરીને દીક્ષાના દિવસો પસાર કરતા રહ્યા. તેઓ એક દિવસ ગોચરી માટે નીકળ્યા અને એક અજાણ્યા આવાસમાં જઈ ચડ્યા. ધર્મલાભ બોલી ગોચરીની જિજ્ઞાસા બતાવી. કર્મ સંજોગે એ આવાસ કોઈ ગૃહસ્થીનો ન હતો, એ આવાસ તો વેશ્યાનો હતો. વેશ્યાએ ધર્મલાભની સામે જવાબ આપ્યો, અહીં ધર્મલાભનું કોઈ કામ નથી, અહીં તો અર્થલાભ જોઈએ. નંદીષેણને પણ આ મહેણું લાગ્યું. લે તારે અર્થલાભ જ જોઈએ છે ને ? એમ કહી એક તરણું હાથથી હલાવી સાડી બાર કોડીની વર્ષા ઘરમાં કરી દીધી. આવી વિદ્યાવાળો જુવાન આંગણે આવેલો જાણી વેશ્યાએ પોતાના હાવ-ભાવ, ચંચળતા દેખાડી મુનિને લોભાવી દીધા-મુનિ સાધુતા છોડી ગૃહસ્થ બની ગયા. મનને મનાવ્યું, ભાવિ ભાવ. સંસારી Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૩ રાગ નામના દસમા પાપસ્થાનકની સજઝાય ભોગ ભોગવવા બાકી છે. એ વીરવાણી ખરેખર સાચી જ હોય. ભોગ ભોગવી લેવા રહ્યા. શાસન દેવે સંભળાવેલ ભોગ કર્મ ઉદયમાં આવ્યાં તેથી બાર વર્ષ સુધી આ આવાસે રહ્યા. દરરોજ ૧૦ જણને પ્રતિબોધવાનો નિયમ રાખ્યો. જ્યાં સુધી ૧૦ જણને પ્રતિબોધી ન શકાય ત્યાં સુધી ભોજન ન લેવાનો પાકો નિયમ. એક દિવસ ૯ જણ પ્રતિબોધ્યા પણ દશમો કોઈ ન મળ્યો. જમવાનું મોડું થયે જતું હતું. એક મુરખને પ્રતિબોધવા ઘણી મહેનત કરી પણ તે પ્રતિબોધ ન પામ્યો. આથી વેશ્યા-વનિતાએ હસતાં હસતાં કહ્યું, નવ તો થયા, દશમા તમે, અને નંદીષણનો આત્મા પ્રજવલિત થઈ ગયો. હા દશમો હું, બધું છોડી ભગવાન પાસે ચાલી ફરી દીક્ષા ગ્રહણ કરી, ચોખ્ખું ચારિત્ર પાળી, તપ, જપ-સંયમ ક્રિયા બધું સાધી, ઘણા જીવોને પ્રતિબોધી દેવલોક ગયા. અષાઢાભૂતિની કથા જશોદાના પુત્ર અષાઢાભૂતિ, તેમને ૧૧મે વર્ષે ધર્મરુચિ ગુરુ પાસે દીક્ષા લીધી હતી. અષાઢાભૂતિ મહાવિદ્વાન અણગાર હતા. વિદ્યાના બળે તેમને કેટલીક લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. એક લબ્ધિના બળે તેઓ જુદા જુદા રૂપ કરી શકતા હતા. એક વખત તેઓ એક નટને ત્યાં વહોરવા પધાર્યા. નટે ઘરે મોદક બનાવ્યા હતા તે વહોરાવ્યા. ઉપાશ્રયે જઈ ગોચરી વાપરતાં મોદક અત્યંત સ્વાદિષ્ટ અને સુગંધથી મહેકતો હતો તેથી અષાઢાભૂતિ ફરીથી તે નટને ત્યાં જુદું રૂપ કરી મોદક વહોરી લાવ્યા. મોદક વાપરતાં જીભમાં સ્વાદ રહી ગયો તેથી ફરી પાછું જુદું રૂપ કરી એ જ નટને ત્યાં મોદક વહોરવા ગયા. નટ હોંશિયાર હતો એટલે વાતને સમજી ગયો કે એક જ સાધુ જુદાં જુદાં રૂપ લઈ મોદક Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ અઢાર પાપસ્થાનક વહોરી જાય છે - પણ સાધુ ઘણો હોશિયાર છે. તેની રૂપ બદલવાની કળા ખરેખર દાદ માગી લે એવી છે. જો આ સાધુ આપણા થઈ જાય તો એના દ્વારા ઘણું ધન કમાવી શકાય. આમ વિચારી નટે પોતાની બે દીકરી કે, જેમના નામ ભુવનસુંદરી તથા જયસુંદરી હતાં. તેઓને સમજાવ્યું કે ગમે તેમ કરી આ મુનિને ભોળવી લો. આવી પોતાના પિતા તરફથી છૂટ મળવાથી નવજવાન બને દિકરીઓએ સાધુ પાછા બીજી વખત આવ્યા ત્યારે હાવભાવ લટકાંમટકાં અને નખરા કરી મુનિને મોહાંધ કર્યા અને કહ્યું, અરે નવજવાન, ઘરેઘરે શું કરવા ભિક્ષા માટે જાઓ છો ? અહીં જ રહી જાઓ. આ જુવાન કાયા તમને સોંપી દેશું. મુનિ ચિત્તથી તો ભ્રષ્ટ થયા જ હતા અને વિષયવિલાસ ભોગવવા તૈયાર થયા. પણ અષાઢાભૂતિએ ગુરુ પાસે જઈ ગુરુ આજ્ઞા લઈ જલદી પાછો આવીશ એમ કહી, ઉપાશ્રય પહોંચી ગુરુને બધી વાત કરી કહ્યું, “ઘરે ઘરે ભિક્ષા માગવાનું મારાથી નહીં બને. આ ચારિત્ર પાળવું હવે મારા માટે મુશ્કેલ છે. બે નાટકણી જોઈ છે, તેના સાથે સંસારના ભોગ ભોગવવા છે. માટે મને રજા આપો. ફક્ત આપની રજા લેવા આવ્યો છું.” ગુરુજીએ ઘણું સમજાવ્યું, “નારીના મોહમાં આવું અપયશ આપતું કામ તું શું કરવા કરે છે ? આ નારીઓ તને દુર્ગતિમાં નાખશે. તેઓ કુડ-કપટની ખાણ છે.” વગેરે બોધ આપ્યો. પણ મોહાંધ થયેલા અષાઢાભૂતિએ ગુરુજીની વાત ન માની તેમને ઓઘો સુપ્રત કર્યો અને નટને ઘરે આવી બને નટ પુત્રીઓ સાથે લગ્ન કર્યા અને સંસારી બન્યા અને સુંદર નાટકો ભજવવા લાગ્યા. એકદા રાજસભામાં “રાષ્ટ્રપાલ અને ભરતેશ્વરનો વૈભવ' નાટક ભજવવા ગયા. પણ કોઈ કારણસર રાજાને ખાસ બીજું કામ હોવાથી નાટક બંધ રાખ્યું અને અષાઢાભૂતિ ઘેર પાછા આવ્યા. Page #134 -------------------------------------------------------------------------- ________________ રાગ નામના દસમાં પાપસ્થાનકની સજઝાય ૧ ૨૫ અષાઢાભૂતિ જલદી પાછા આવવાના નથી એમ જાણવાથી બને સ્ત્રીઓ માંસ-મદિરાનું સેવન કરી ભાન ભૂલીને બિભત્સપણે પલંગમાં સૂતી હતી. મોઢે માખીઓ બણબણ કરતી હતી, કારણ કે અયોગ્ય ભક્ષણને લીધે બન્નેને ઊલટીઓ થઈ ગઈ હતી. આવી દશામાં બન્ને સ્ત્રીઓને જોતાં અષાઢાભૂતિનો આત્મા સળગી ઊઠ્યો અને વિચારવા લાગ્યા : “અરે રે ! આવી સ્ત્રીઓના મોહમાં મેં દીક્ષા છોડી ? ધિક્કાર છે મને. મારે આ સંસાર તજી દેવો જોઈએ.” ફરીથી ગુરુજી પાસે જઈ દીક્ષા અંગીકાર કરવી જ જોઈએ. બને સ્ત્રીઓને પોતાની દીક્ષાની ઈચ્છા કહી જવા પગ ઉપાડ્યા પણ બને સ્ત્રીઓએ છેડો પકડી તેમની ભરણપોષણની જવાબદારી પૂરી કરી પછી જાવ એમ આગ્રહ કર્યો. આથી તેમની વાત સ્વીકારી તેઓ યોગ્ય વખતે રાજસભામાં નાટક કરવા ગયા. ૫૦૦ રાજકુમારો સાથે તેમણે ભરતેશ્વરનું નાટક આબેહૂબ ભજવવા માંડ્યું, નાટકમાં એકાકાર થઈ ગયા અને ભરત મહારાજાની જેમ આરીસા ભવનમાં વીંટી સરી પડતાં અનિત્ય ભાવનામાં ચઢ્યા અને નટરૂપે જ આષાઢભૂતિ ૫૦૦ રાજકુમારો સાથે જાણે કે કેવળજ્ઞાન થઈ ગયું હોય તેમ અભિનય કરી ગુરુ પાસે આવ્યા. સસરાને રાજા પાસેથી ધન અપાવ્યું અને આષાઢાભૂતિ પાછા ગુરુ પાસે આવી ચારિત્ર લઈ આકરાં વ્રત પાળી પાપ આલોઈ, અણસણ કરી કાળક્રમે મોક્ષમાં સિધાવ્યા. / ૬ / બાવીસ જિન પણ રહી ઘરવાસે રે, વરત્યા પૂરવ રાગ-અભ્યાસે રે ! વજબંધ પણ જસ બર્લી ત્રુટે રે, નેહતંતુથી તેહ ન છૂટે રે ૭ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ અઢાર પાપસ્થાનક શબ્દાર્થ - ઘરવાસે - ગૃહસ્થજીવનમાં, પુરવ - પાછલા ભવોના, રાગ અભ્યાસે - રાગના સંસ્કારથી, વજબંધ પણ - વજના જેવું મજબૂત બંધન પણ, જસ ભલે બુટે - જેના બળથી બુટે, નેહતંતુથી - નેહરૂપી તાંતણાના બંધનથી, તેહ - તે જીવો, ન છુટે - છુટી શકતા નથી. || ૭ || ગાથાર્થ - બાવીસ તીર્થકર ભગવંતો પણ પૂર્વભવોની રાગદશાના અભ્યાસથી ગૃહસ્થ જીવનમાં રહ્યા, (પરિવારવાળા બન્યા), જેઓ પોતાના ભૂજબલથી વજના જેવું મજબૂત બંધન તોડી શકે છે, તેઓ સ્નેહના એક તાંતણાના બંધનથી છુટી શકતા નથી. [ ૭ / વિવેચન - વર્તમાન અવસર્પિણીના કાળમાં ત્રીજા આરાના અંતે ઋષભદેવ પ્રભુ અને ચોથા આરામાં અજિતનાથ પ્રભુથી મહાવીર સ્વામી પ્રભુ સુધીના ૨૩ પ્રભુ, એમ સર્વે મળીને ૨૪ તીર્થકર પ્રભુ થયા. તેમાં નેમનાથપ્રભુ અને મલ્લીનાથ પ્રભુ આ બે અપરિણીત હતા. બાકીના ૨૨ પ્રભુ વિવાહીત હતા. આમ શ્વેતાંબર આમ્નાય પ્રમાણે સમજવું. (દિગંબર આમ્નાયમાં વાસુપૂજ્ય સ્વામી, મલ્લિનાથ, નેમનાથ અને મહાવીર સ્વામી એમ ૪ પ્રભુ અવિવાહીત હતા અને બાકીના ૨૦ પ્રભુ વિવાહીત હતા એમ તેઓની આમ્નાયમાં માનવામાં આવે છે.) આ ૨૨ તીર્થંકર પરમાત્મા તદ્ભવમોક્ષગામી છે. કેવલજ્ઞાન પામવાવાળા છે. તીર્થની સ્થાપના કરવાવાળા છે. અને અનેક ભવ્ય જીવોને સંસારમાંથી તારવાવાળા છે. અને પોતે પણ સંસારનો પાર પામીને મોક્ષે જનારા છે. આટલી ઉંચી પુચાઈવાળા હોવા છતાં પણ પૂર્વભવોમાં બાંધેલા મોહનીયકર્મના ઉદયથી પ્રગટેલી રાગદશાના અભ્યાસને લીધે વિવાહીત જીવનવાળા અર્થાત્ ગૃહસ્થ જીવનવાળા Page #136 -------------------------------------------------------------------------- ________________ રાગ નામના દસમા પાપસ્થાનકની સઝાય ૧૨૭ બન્યા. અને અનેક પુત્ર-પુત્રીના પરિવારવાળા બન્યા. આવી મહાભયંકર રાગદશા છે. જે મહાત્મા પુરુષો અતુલબલવાળા છે. જેનાથી વજન જેવાં મજબૂત બંધનો પણ એક ક્ષણમાત્રમાં જ તુટી જાય છે. તેવા અતુલબલી મોટા માણસો પણ નેહતંતુને (રાગદશારૂપી એક તાંતણાને) તોડી શકતા નથી. નેહતંતુથી તેઓ છુટી શકતા નથી. આવી મોહદશાને જીતવી ઘણી દુષ્કર છે. જેનાથી વજબંધન જેવાં મજબૂત બંધનો તુટે છે. તેનાથી રાગદશા રૂપી તાંતણો તુટતો નથી. તેથી હે જીવ ! તું રાગદશામાં ન અંજાઈ જા. | ૭ || દેહ ઉચ્ચાટન અગ્નિનું દહવું રે, ઘણકુટ્ટન એ સવિ દુઃખ સહવું રે ! અતિ ઘણું રાતી જે હોય મજિઠ રે, રાગ તણો ગુણ એહ જ દિ રે | ૮ || શબ્દાર્થ - દેહ ઉચ્ચાટન - ચામડીનું ઉખેડવું, ચામડીને છોલવી, અગ્નિનું દહનું - અગ્નિમાં ઉકળવું, આગમાં બળવું, ઘણકુટણ - ઘણથી કુંટાવું, અતિઘણું રાતી - અતિશય ઘણી લાલ એવી, મજિક - મજીઠ. | ૮ | ગાથાર્થ - ચામડીને છોલવી, આગમાં બળવું અને ઘણથી કુટાવું ઈત્યાદિ સર્વે દુઃખો મજિઇને જે સહેવાનાં આવે છે તેમાં મજિઠનો અતિશય ઘણો લાલ જે રંગ છે તે (જ્ઞ = રાગ) ગુણનો જ દોષ સમજવો. | ૮ | વિવેચન - જ્યાં જ્યાં રાગદશા ગાઢ હોય છે ત્યાં ત્યાં કેવાં કેવાં દુઃખો આવે છે. તે ઉપર મજિઠનો દાખલો આપીને ગ્રંથકારશ્રી સમજાવે છે કે – મજિઠનો રંગ ઘણો પાકો હોય છે. અને તે લાલ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ અઢાર પાપસ્થાનક હોય છે. એટલે જ હાથીદાંતની ચુડી ઉપર આ મહિનો જ રંગ લગાવવામાં આવે છે. જે કેમે કરી જતો નથી કે ઉતરતો નથી કે ઓછો થતો નથી. તેથી જ એક સ્તવનમાં ખાસ કહેવામાં આવ્યું છે કે “જેમ ચોળ મજિઠનો રંગ” આ રંગ પાકો છે એટલે જ તેને કેટલાં કેટલાં દુઃખો સહન કરવો પડે છે ? (જો કે તે નિર્જીવ છે. તેથી તેને દુઃખનું સંવેદન થતું નથી. પરંતુ તેની જગ્યાએ જીવ હોય તો આવાં દુઃખોનો અનુભવ કરવો પડે એમ સમજાવવા ઉપચારથી આ ઉદાહરણ આપેલ છે.) (૧) મજીઠનો રંગ લાલ અને ઘણો પાકો છે એટલે જ તેની છાલ લોકો ઉતારે છે. તેની ચામડીને (છાલને) ઉખેડે છે. છાલ-છાલ ભેગી કરીને અગ્નિમાં તપાવે છે. ચામડીના છેદનનું દુઃખ તે મજિઠ અનુભવે છે. (૨) અગ્નિમાં બાળવું, ઉકાળવું, શેકવું, આવું દુઃખ પણ તે મજીઠ અનુભવે છે. (૩) ઘણીવાર લોકો મજીઠને ઘણથી કુટે છે. ઘણ મારી મારીને છેદે છે, ભેદે છે. આવાં આવાં સઘળાં દુઃખો સહેવાનું મજીઠમાં જો કોઈ કારણ હોય તો તેમાં રહેલો “પાકો રંગ” એજ મજબૂત કારણ છે. કારણ કે તે રંગ પાકો મજબૂત છે. તેથી તેનો વધારે ઉપયોગ કરવા મજીઠ ઉપર આટલા પ્રહારો થાય છે. તેવી જ રીતે જે જીવો બીજા જીવો ઉપર અથવા પૌદ્ગલિક પદાર્થો ઉપર “રંગ-રાગ” કરે છે, ગાઢ પ્રીતિ કરે છે. મજબૂત રાગના બંધનથી બંધાય છે તે જીવો પણ ભવાન્તરમાં (નરકાદિના ભવમાં) પરમાધામી દેવો દ્વારા દેહનું ઉચ્ચાટન થવું, અગ્નિમાં શેકાવું અને ઘણ આદિ શસ્ત્રો વડે કુટ્ટાવું ઈત્યાદિ દુઃખોને પામે છે. માટે હે જીવ! આ રાગદશા મજિઠના રંગની જેમ Page #138 -------------------------------------------------------------------------- ________________ રાગ નામના દસમા પાપસ્થાનકની સાય દુઃખદાયી છે. ઘણો મજબૂત પાકો રંગ હતો તો તે રંગ-રાગ ગુણનું ફલ છેવટે દુઃખ આપવું એ જ આવે છે. તેવી જ રીતે જે આ રાગદશા છે તેનું પણ ફળ પણ આ જ આવે છે. (દુઃખ જ દુઃખ છે) એમ સમજવું. ॥ ૮ | રાગ ન કરજો કોઈ નર કિણથ્થું રે, નવી રહેવાય તો કરજ્યો મુનિથ્થું રે । મણિ જિમણિવિષનું તિમ તેહો રે, રાગનું ભેષજ સુજસ સનેહો રે ॥ ૯ ॥ - શબ્દાર્થ - કોઈ નર - કોઈપણ મનુષ્ય, કિણછ્યું - કોઈ પણ વ્યક્તિની સાથે, કરજ્યો મુનિએઁ - મુનિની સાથે કરજો. મણિ - રત્ન, કૃણિવિષનું - સર્પના ઝેરનું, તિમ તેહો - તેમ તે મુનિવર પુરુષો, ભેષજ - ઔષધ પણ ગાથાર્થ કોઈપણ મનુષ્ય કોઈની સાથે રાગ ન કરજો, અને જો રાગ કર્યા વિના ન જ રહેવાય તો મુનિવર પુરુષો સાથે કરજો. કારણ કે જેમ મણિ (એક પ્રકારનું રત્ન) સર્પના વિષનું ઔષધ છે. તેમ સારા યશસ્વી એવા હે સ્નેહી પુરુષો ! તે મુનિવર પુરુષો પણ રાગના વિષને ઉતારવા માટે મણિરૂપ ઔષધ સમાન છે. II ૯ || ૧૨૯ - વિવેચન - “રાગ” ની સજ્ઝાય સમાપ્ત કરતાં કરતાં છેલ્લી ગાથામાં શ્રોતાવર્ગને માર્મિક ટકોર કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે સારામાં સારું યશસ્વી અને નિર્દોષ જીવન પ્રાપ્ત કરવું હોય અને તેવા પ્રકારના ઉત્તમ જીવનની પ્રાપ્તિ કરવી હોય તો તે ભાગ્યશાળી જીવો ! તમે ભૂલે ચુકે પણ કોઈ ચેતન અથવા અચેતન પદાર્થ ઉપર રાગ ન કરજો. જીવ ઉપર કરેલો રાગ પરસ્પર બંધનનું જ કારણ Page #139 -------------------------------------------------------------------------- ________________ 2 છે. અને તેનાથી કરેલો સીતાનપણે રાગ કરનાર ૧૩૦ અઢાર પાપસ્થાનક બને છે. અને તેનાથી સંયોગ-વિયોગકાલે અનેક કલેશો તથા આપત્તિઓ જ આવે છે. જેમાં રાવણે કરેલો સીતાનો રાગ મૂલથી જ વિનાશનું કારણ બન્યો. વર્તમાન કાળમાં પણ અનુચિતપણે રાગ કરનારા ઘણાં યુગલો આપઘાત કરીને મૃત્યુ પામતાં, ગાડીના પાટા ઉપર ચગદાતા તથા અગ્નિસ્નાન અને જલસ્નાન કરતાં દેખાય છે. દૈનિક પેપરોમાં આવા ઘણા કિસ્સા સંભળાય છે. તથા પુગલ દ્રવ્યોનો રાગ પણ માયા-માન-કલેશ-કડવાશવેરઝેર કરાવનાર છે. મમ્મણશેઠ વગેરે ધનના રાગમાં, પતંગીયા દીવાની જ્યોતના રાગમાં, માછલું માંસના રાગમાં, અને ભમરો ગંધના રાગમાં અંજાયો છતો મૃત્યુને જ પામ્યો છે. તેથી હે આત્મ! જીવ કે પુગલ, એમ કોઈપણ દ્રવ્ય ઉપર કરેલો રાગ સુખદાયી નથી. પણ દુ:ખદાયી જ છે.માટે રાગ કરવા જેવો નથી. છતાં જો રાગ કર્યા વિના ન જ રહેવાય તેમ હોય અને રાગ કરવો જ હોય તો સંયમ-ત્યાગ-તપ અને જ્ઞાનાદિ ગુણોના કારણે તેવા પ્રકારના ગુણોવાળા “મુનિવર” પુરુષો પ્રત્યે ગુણાનુરાગ કરજો. (ત્યાં પણ નેહરાગ, દૃષ્ટિરાગ કે કામરાગ કરતા નહીં). કારણ કે આ “મુનિવર પુરુષો” રાગદશાનું ઝેર ઉતારવામાં મણિસ્વરૂપ અદ્ભુત ઔષધ સમાન છે. જેમ કોઈ વ્યક્તિને સર્પદંશ થયો હોય અને તેનું વિષ શરીરમાં વ્યાપ્યું હોય તો તે ફણિના વિષને ઉતારવામાં મણિ (એક પ્રકારનું વિષનાશક રત્ન) જેમ ઔષધ સમાન છે. તેવી જ રીતે મુનિવર પુરુષો જ્ઞાન-ધ્યાન-ત્યાગ-તપ અને વૈરાગ્યમય પોતાના પવિત્ર જીવન વડે તથા ધર્મોપદેશ દ્વારા રાગીના રાગનો નાશ કરવામાં શ્રેષ્ઠ ઔષધ સમાન છે. તેથી આપણામાં રહેલી આ ભયંકર રાગદશા કેમ જાય ! તે રીતે મુનિવર પુરુષો ઉપર વિવેકપૂર્વક રાગ કરજો. કારણ કે આ Page #140 -------------------------------------------------------------------------- ________________ રાગ નામના દસમા પાપસ્થાનકની સઝાય ૧૩૧ રાગ ગુણસંબંધી હોવાથી આપણામાં વૈરાગ્ય આવતાં તુરત જ છુટી શકે છે. જેમ પગમાં લાગેલા કાંટાને કાઢવા માટે નાખેલી સોય, પગમાંથી કાંટો નીકળતાં તુરત નીકળી જ જાય છે. કારણ કે તેનો બીજો છેડો હાથમાં જ હોય છે. તેવી જ રીતે સાંસારિક ભાવોનો રાગ ઘટાડવા માટે મુનિવર પુરુષો ઉપર કરાયેલો ગુણપ્રાપ્તિ પુરતો રાગ પ્રારંભમાં ઉપકારી છે. પરંતુ સાંસારિક ભાવોનો રાગ જ્યારે દૂર થાય છે ત્યારે તુરત જ મુનિવર પુરુષો પ્રત્યેનો રાગ પણ જ્ઞાનદશા જાગૃત હોવાથી નીકળી જ જાય છે. તેને દૂર કરવા ઘણી મહેનત કરવી પડતી નથી. કાંટો કાઢવા જેવી મહેનત કરવી પડે છે તેવી મહેનત સોય કાઢવા કરવી પડતી નથી. તેમ સાંસારિક ભાવોનો રાગ કાઢવા માટે આલંબન માત્ર રૂપે કરાતો મુનિવર પુરુષોનો રાગ તજવામાં ઘણી મહેનત કરવી પડતી નથી. આ રીતે હે આત્મા ! “રાગદશા” ત્યજવા જેવી છે. અલ્પ માત્રાએ પણ રાખવા જેવી નથી. મુનિવર પુરુષોનો રાગ પણ ગુણપ્રાપ્તિ પુરતો જ આલંબન રૂપે કરવા જેવો છે. તત્ત્વરૂપે તો તે પણ હેય જ છે. તેથી તારો આત્મા નેહરાગાદિ ભાવે પરિણામ ન પામે તે માટે હે આત્મન્ ! અત્યંત જાગૃત રહેવું અને વિવેકી બનવું જરૂરી છે. આ ગાથાના “સુજસ સસનેહો રે” આ પદમાં “સુજસ” શબ્દ લખીને પૂજ્ય ગ્રંથકારશ્રીએ “શ્રી યશોવિજયજી” એવું ગ્રંથકર્તા તરીકે પોતાનું નામ પણ ગર્ભિત રીતે સૂચવ્યું છે. તે ૯ આ પ્રમાણે “રાગ” નામના દસમા પાપસ્થાનકના વર્ણનવાળી આ દસમી ઢાળ પણ સમાપ્ત થઈ. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ અઢાર પાપસ્થાનક “હેપ” નામના અગીયારમા પાપાનકની સઝાય - હૈષ ન ધરીયે લાલન, દ્વેષ ન ધરીયે, દ્વેષ તયાથી લાલન, શિવસુખ વરીયે, લાલન શિવસુખ વરીયા પાપસ્થાનક એ ઈગ્યારમું કૂડું, દ્વેષ રહિત ચિત્ત, હોયે સવિ રૂડું, લાલન, હોયે સવિ રૂડું. [૧] શબ્દાર્થ - કૂડું - જુહુ, દુ:ખદાયી, દ્વેષરહિત ચિત્ત - દ્વેષ વિનાનું મન, હોયે સવિ રૂડું - સર્વત્ર સારું હોય છે, સુખદાયી થાય છે. I 1 II ગાથાર્થ - હે લાલન, (હે સુકોમળ હૃદયવાળા આત્મા) હૈયામાં કોઈના પણ પ્રત્યે દ્વેષ ન રાખીએ, દ્વેષ ન રાખીએ, કારણ કે દ્વેષનો જો ત્યાગ કરો તો જ મુક્તિનાં સુખ પામો, હે લાલન, તો જ મુક્તિનાં સુખ પામો. આ ૧૧મું પાપસ્થાનક છે. અને તે સાવ કુડુ છું દુ:ખદાયી છે. તે માટે દ્વેષ વિનાનું ચિત્ત હોય તો જ તે રૂડું છે, સુખદાયી છે. A ૧ વિવેચન - આ ગાથામાં આત્માના સંબોધનને આશ્રયી સર્વત્ર લાલન શબ્દ લગાડવામાં આવ્યો છે. જેમ વડીલો પોતાના બાળકો પ્રત્યે અતિશય વાત્સલ્યભર્યા ભાવના કારણે “લાલ” કહીને બોલાવે છે તેમ જ્ઞાની પુરુષો પણ સાંસારિક જીવોનું કલ્યાણ કરવાની બુદ્ધિથી તેના પ્રત્યે અત્યન્ત વાત્સલ્યભાવવાળું હૃદય બનાવીને “લાલ-લાલન” કહીને અમૃતભરી મીઠી ભાષાથી સંબોધી રહ્યા છે. હે લાલન ! (હે લાલુ) હૃદયમાં કોઈપણ વ્યક્તિ પ્રત્યે દ્વેષ ધારણ કરવા જેવો નથી. અલ્પ પણ દ્વેષ રાખવા જેવો નથી. જો તમે દ્વેષનો ત્યાગ કરશો તો જ મુક્તિસુખને પામશો. કારણ કે રાગની જેમ આ વૈષ પણ કલેશ-કડવાશ-વેરઝેર અને મનદુઃખ કરાવનાર છે. હૈષ પણ કષાયોની ઉત્પત્તિની મહાખાણ જ છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ દ્વેષ નામના અગીયારમા પાપસ્થાનકની સઝાય ૧૩૩ તે માટે તે આત્મા ! આ દ્રષ પણ રાગની જેમ એક પ્રકારનું પાપસ્થાનક જ છે. તે પોતે પણ પાપસ્વરૂપ છે. અને તેનાથી આ આત્મા બીજાં અનેક નવાં પાપો પણ સર્જે છે. દ્વેષયુક્ત ચિત્ત હંમેશાં હૃદયમાં સંતાપ ઉત્પન્ન કરે છે. બળાપો સર્જે છે. વૈર લેવાની વૃત્તિ કરાવે છે. લઢવાની તૈયારી કરે છે. જેના પરિણામે આ આત્મા અતિશય દુર હિંસામાં પરિણામ પામે છે. તે માટે દ્વેષ કરવો એ કુડ છે. ખોટો રસ્તો છે. દુઃખદાયી માર્ગ છે. કલ્યાણકારી માર્ગ નથી. માટે દ્વેષ વિનાનું ચિત્ત રાખવું એ જ રૂડો માર્ગ છે અને એ જ સુખદાયી માર્ગ છે. માટે હે લાલન ! તું કંઈક સમજ, અને હૃદયમાંથી કોઈના પણ પ્રત્યે દ્વેષ ન રાખ, અર્થાત્ દ્વેષ ત્યજી દે. ત્યજી દે. ૧ ચરણ કરણ ગુણ બની ચિત્રશાલી. ષ ધૂમે હોય તે સવિકાલી, લાલન તે સવિ કાલી. સરો દોષ બેંતાલીસ શુદ્ધ આહારો, ધુમ્ર દોષ હોય, પ્રબલ વિકારો, લાલન, પ્રબલ વિકારો. Plal શબ્દાર્થ - ચરણ કરણ - ચાસ્ત્રિ અને ધર્મક્રિયા સ્વરૂપ, અર્થાત્ ચરણસિત્તરિ અને કરણસિત્તરિ સ્વરૂપ, ગુણ બની ચિત્રશાલી - ગુણોરૂપી સુંદર ચિત્રશાળા બની છે. વેષ - દ્વેષરૂપી ધૂમાડા દ્વારા, હોય તે સવિકાલી - તે સઘળી ચિત્રશાળા કાળી થાય છે, ધૂમ દોષે - દ્વેષરૂપી ધૂમાડાના દોષને લીધે, હોય પ્રબલ વિકારો - ઘણા ઘણા બળવાન વિકારો (ક્રોધાદિના આવેશો) થાય છે. II -૩ II ગાથાર્થ - સુંદર શાસ્ત્રિ અને ઉત્તમોત્તમ ધર્મક્રિયાના ગે આત્મામાં આત્મગુણોની ગબેરંગી સુંદર જે ચિત્રશાળા બનેલી હોય છે. તે દ્વેષરૂપી ધૂમાડો અંદર લાગતાં આખી ચિત્રશાળા કાળી બની જાય છે. તથા બેંતાલીસ દોષોને છોડીને શુદ્ધ આહાર Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ અઢાર પાપસ્થાનક લઈને ચાસ્ત્રિ પાળ્યું હોય છે. પરંતુ ઢેબરૂપી ધૂમાડાના દોષને લીધે ઘણા પ્રબળ વિકારો (આવશો) થાય છે. (જેથી ચાત્રિધન ચાલ્યું જાય છે.) ૨-૩ | વિવેચન - ઘણી ઘણી પુણ્યાઈ એકઠી થાય છે ત્યારે જ પંચેન્દ્રિયપણું, મનુષ્યભવ, જૈનકુલ, સર્વાંગસુંદરતા, નિરોગી દેહ, અને જૈનશાસનની પ્રાપ્તિ થાય છે. તેમાં પણ વડીલોની સાથેના સહવાસથી અને સુસંસ્કારોથી અને પોતાની ઉપાદાનતા પાકવાથી ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય છે. આ રીતે આ જીવે સમ્યજ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત કરીને ઉત્તમ ચારિત્રધર્મ અને અનુષ્ઠાનમય ક્રિયાધર્મ એવો પ્રાપ્ત કર્યો હોય છે કે આ બન્ને ગુણોની એકમેકતા આ જીવમાં એવી વ્યાપી ગઈ હોય છે કે જાણે એક સુંદર રંગબેરંગી ગુણોથી ભરેલી “ચિત્રશાલા” જ હોય શું? તેમ ચરણ અને કરણના ગુણોની સુંદર ચિત્રશાળા આ જીવમાં આલેખાઈ જાય છે. સુંદર આત્મપરિણામ, સુંદર નિર્દોષ ચારિત્ર, ઉત્તમોત્તમ ધર્મ અનુષ્ઠાન, ત્યાગ, તપ, સમ્યજ્ઞાન અને વૈરાગ્યાદિ અનેક ગુણોરૂપી રંગોથી રંગાયેલી આ ચિત્રશાળામાં જ્યારે પરદ્રવ્ય પ્રત્યેનો અંતર્લેષ પેદા થાય છે. ત્યારે તે દ્વેષાત્મક દોષને લીધે કલેશ-કડવાશ-વેરઝેરમિથ્યાકલંક ઈત્યાદિ અનેક પ્રકારની કાળાશને જ આપતો આ દ્વેષરૂપી ધૂમાડો છે. તે જ્યારે ત્યાં લાગે છે ત્યારે ગુણોની બનેલી આ ચિત્રશાળા કાળી કાળી (શોભા વિનાની) બની જાય છે. આવી સુંદર ચિત્રશાળા બનાવતાં વર્ષો લાગે છે. પણ તેને કાળી કરતાં ક્ષણમાત્ર જ કાલ થાય છે. તેથી હે જીવ! તું અંતર્લેષ રૂપી ધૂમાડો લગાડીને મેળવેલા ગુણોની ચિત્રશાળાને કાળી ન કર. તેવી જ રીતે શુદ્ધ ચારિત્ર પાળવાના આશયથી આહારની વિધિમાં બેંતાલીસમાંના કોઈ દોષ લાગી ન જાય, તેની સતત જાગૃતિ Page #144 -------------------------------------------------------------------------- ________________ દેષ નામના અગીયારમા પાપસ્થાનકની સઝાય ૧૩૫ રાખીને શુદ્ધ આહારગવેષણા કરી ઉત્તમોત્તમ ચારિત્ર પાળ્યું હોય, પરંતુ કોઈ કોઈ ભાવો પ્રત્યે હૈયામાં જ્યારે દ્વેષ (અભાવ-અણગમો-તિરસ્કાર) પેદા થાય છે. ત્યારે તે દ્વેષાત્મક ધૂમ દ્વારા આ જીવને અનેક પ્રકારના કષાયો થવા રૂપે પ્રબળ વિકારો પેદા થાય છે. આરોહણમાંથી અવરોહણ થઈ જાય છે. ચડતીમાંથી પડતી શરૂ થાય છે. પ્રાપ્ત કરેલું ચારિત્રધન હારી જવાય છે. તેથી હે જીવઆવું ઉત્તમોત્તમ ગુણમય જીવન પ્રાપ્ત કરીને અત્યન્ત દુઃખદાયી એવા વેષરૂપી ધૂમને જરા પણ પ્રવેશ ન આપ ! ફરી ફરી આવી ઊંચી પરિસ્થિતિ પ્રાપ્ત થવી ઘણી જ મુશ્કેલ છે. તેથી હે જીવ ! વધારેને વધારે જાગૃત થા. આ દૈષ પારકાની પડતીના જ વિચારો વધારે લાવે છે. થતું નથી કંઈ, અને ફક્ત દુષ્ટ વિચારો દ્વારા આ જીવ નિરર્થક કર્મ બાંધે છે. તે ૨-૩ / ઉગ્ર વિહાર ને તપ જપ-કિરિયા, કરતાં કૅર્ષે તે ભવમાં હેફિરિયા, લાલન, ભવમાંહે ફિરિયા. રાજા યોગનું અંગ અષ છે પહિલું, સાધન સવિ લહે, તેહથી વહેલું, લાલન, તેહથી વહેલું. પા. શબ્દાર્થ - ઉગ્ર વિહાર - લાંબા લાંબા વિહાર, ભવમાંહે ફિરિયા - સંસારમાં રખડ્યા, સાધન સવિ - મુક્તિનાં સર્વે કારણો. II ૪-૫ II ગાથાર્થ- સાધુપણું લઈને લાંબા લાંબા વિહારો કરે તપશ્ચર્યા મંત્ર-જાપ અને ધર્માનુષ્ઠાનો ઘણાં કરે પણ જો હૃદયમાં દ્વેષ રાખે તો જીવો આ સંસારમાં રખડનારા બને, “અદ્વેષ” એ યોગદશાનું પહેલું અંગ છે. અદ્વેષ ગુણ આવવાથી મુક્તિની સર્વ સાધનસામગ્રી આ જીવ વહેલી વહેલી પ્રાપ્ત કરી શકે છે. I ૪-૫ n વિવેચન - આ જીવ સાધુપણું પ્રાપ્ત કરે, લાંબા લાંબા વિહારો Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ અઢાર પાપસ્થાનક કરે, કેશલોચાદિ કરે, વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરે, મંત્રજાપદિ કરે, અનેક પ્રકારનાં ધર્મ અનુષ્ઠાન કરે, તીર્થયાત્રા, અન્ય સાધુ-સંતોની વૈયાવચ્ચ આદિ કરે પરંતુ હૃદયમાં જો અન્ય વ્યક્તિ પ્રત્યેનો દ્વેષ બેઠેલો હોય, તો તે દ્વેષના લીધે તેનું અહિત-ખરાબ કરવાના જ સતત વિચારો આવે, તેનાથી આ જીવ વધારેને વધારે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાં જ વર્ત અને ચીકણાં કર્મો બાંધે, તેનાથી અનંત જન્મ-મરણોની પરંપરામાં રખડે. આ રીતે ધર્માનુષ્ઠાનો હોવા છતાં પણ દ્વેષના કારણે સંસારમાં ફરનારો બને છે. માટે તે આત્મા ! તું દ્વેષ ન કર. ૯ષ વિનાનો એટલે કે “અદ્વેષી” બની. “અષી” એ આત્મઉત્થાનનું પ્રથમ પગથીયું છે. - આ આત્માનું જેનાથી મોક્ષની સાથે જોડાણ થાય તેને શાસ્ત્રોમાં “યોગ” કહેવાય છે. આ યોગદશાની પ્રાપ્તિનું વર્ણન સાંખ્યદર્શનમાં પતંજલિઋષિકૃત યોગસૂત્રમાં છે. જૈનદર્શનમાં પૂ.આ.મ. શ્રી હરિભદ્રસૂરિજી કૃત યોગદૃષ્ટિ સમુચ્ચયમાં છે. પૂ. કલિકલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યવૃતિ યોગશાસ્ત્રમાં છે. પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત આઠ દૃષ્ટિની સઝાયમાં પણ છે. આ યોગદશાની જો પ્રાપ્તિ કરવી હોય તો તેનાં આઠ અંગ છે. આઠ દોષોનો ત્યાગ છે અને આઠ ગુણોની પ્રાપ્તિ છે. તેમાં “અષ” એ આઠ દૃષ્ટિઓના આઠ ગુણોમાંનો પહેલો ગુણ છે. જ્યારે આ જીવના હૃદયમાંથી મોક્ષ પ્રત્યેનો અનાદિનો જામેલો આ “ષ” દોષ ચાલ્યો જાય છે અને અદ્વેષ ગુણ આવે છે. ત્યારે જ યોગદશાનો પ્રારંભ થાય છે. અનાદિકાળથી આ જીવને ધર્મ પ્રત્યે અને ધર્મી પ્રત્યે ભયંકર દ્વેષ જ વર્તે છે. ધર્મની કે ધર્મીની કોઈ પણ જાતની વાત સાંભળવા પણ આ જીવ તૈયાર જ નથી. જ્યારે ચરમાવર્તિમાં આવે છે, ગાઢ એવો ભાવ મલ ઘણો ઘણો હ્રાસ પામે છે ત્યારે અહેષ (ઢષાભાવ) ગુણ આવે છે. જેમ જેમ આ જીવમાં Page #146 -------------------------------------------------------------------------- ________________ દ્વેષ નામના અગીયારમા પાપસ્થાનકની સઝાય ૧૩૭ “અષ” ગુણ આવતો જાય છે. તેમ તેમ મુક્તિની પ્રાપ્તિનાં સર્વે કારણો (અપુનબંધકાવસ્થા, સમ્યકત્વની પ્રાપ્તિ, દેશવિરતિની પ્રાપ્તિ, સર્વવિરતિની પ્રાપ્તિ, શ્રેણી-કેવલજ્ઞાન અને અયોગદશાની પ્રાપ્તિ) વહેલી વહેલી થાય છે. મૂળભૂત એવો આ એક ગુણ આવે છતે ઉપરના ગુણો તુરત સુરત આવે છે. / ૪-૫ / નિરગુણ તે ગુણવંત ન જાણે, ગુણવંત તે ગુણ, દ્વેષમાં તાણે, લાલન, ષમાં તાણે ૬ll આપ ગુણી ને વલી ગુણરાગી, જગમાંહે તેહની કીરતિ જાગી, લાલન, કીરતિ જાગી. તેણી શબ્દાર્થ - નિરગુણ - જે જે આત્માઓ ગુણરહિત છે તેઓ, ગુણવંત - ગુણવંત પુરુષોને, ન જાણે - ઓળખી શકતા નથી. ગુણવંત - અને જે ગુણવંત પુરુષો છે. તે - તેઓ, ગુણદ્વેષમાં - ગુણો ઉપર દ્વેષ કરીને ગુણોને વેષમાં, તાણે - ખેંચે છે. આપ ગુણી . જેઓ પોતે ગુણી છે. ને વળી - તથા વળી, ગુણરાગી • ગુણોના રાગી છે. I ૬-૭ | ગાથાર્થ - જે પુરુષો નિર્ગુણ છે. તેઓ ગુણવંત પુરુષોને જાણી શકતા નથી. અને જે પુરુષો ગુણવાળા છે પણ જો તેઓ હેપી છે તો તેઓ ગુણી પુરુષોના ગુણોને દ્વેષમાં તાણી જાય છે. તેથી જે પુરુષો સ્વયં ગુણી છે અને ગુણોના અનુરાગી છે. તેઓની કીર્તિ સઘળાય જગતમાં વ્યાપે છે. I ૬-૭ II વિવેચન - આ સંસારમાં જેઓ નિર્ગુણી છે. એટલે કે ગુણરહિત છે. તેઓ ગુણવંત પુરુષોને ઓળખી શકતા નથી. તેથી ગુણવંત પુરુષોના ગુણોમાં અજ્ઞાનતાના કારણે દ્વેષ જ કર્યા કરે છે. છિદ્રો જ શોધ્યા કરે છે. ટ્રેષના કારણે ગુણોને પણ દોષરૂપે જ જુએ છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જેમ કે ધારો કે ગુણવંત પુરુષો ગંભીરતાના ગુણને લીધે ઓછાબોલા હોય, તો દ્વેષી માણસો તેની બાબતમાં આમ કહે છે કે તેઓને કંઈ આવડતું જ નથી, શું બોલે ? મૌન જ રહે ને ? કંઈ આવડે તો બોલેને ? આમ દ્વેષી માણસો કહે છે. અને ધારો કે ગુણવંત પુરુષો શાની હોય અને અવસરે અવસરે સમજાવવા માટે સારુ બોલતા હોય તો દ્વેષી પુરુષો તેની બાબતમાં આમ કહે છે કે તેઓ ઘણા વાયડા છે. જ્યાં ત્યાં અને જ્યારે ને ત્યારે બોલ બોલ જ કરતા હોય છે. વચ્ચે વચ્ચે ટપક્યા જ કરતા હોય છે. બોલતાં બોલતાં થાકતા જ નથી ઈત્યાદિ. આ રીતે નિર્ગુણ માણસો પોતાની દ્વેષવાળી પ્રકૃતિના કારણે ગુણવંતને ઓળખી શકતા નથી અને ગુણવંતના ગુણોને દોષરૂપે જગતમાં પ્રસારિત કરીને ગુણી માણસોની હાંસી ઉડાવે છે. અઢાર પાપસ્થાનકે તથા જે પુરુષો ગુણવંત છે પણ પ્રકૃતિથી દ્રુષિલી છે તેઓ પણ ગુણી પુરુષોના ગુણોને દ્વેષમાં જ તાણે છે. ગુણોને દોષરૂપે લઈ જાય છે. જે માણસો ગુણવંત હોય પરંતુ જો દ્વેષવાળા હોય છે તો તેઓ પોતાની પ્રકૃતિ દ્વેષવાળી હોવાથી પોતે ગુણી હોવા છતાં પણ દ્વેષબુદ્ધિના કારણે બીજાના ગુણોને દોષરૂપે જ જુએ છે. ગુણોને દોષમાં જ ખેંચી જાય છે. તેથી તે જીવો પણ સારા નથી. અર્થાત્ કલ્યાણકારી નથી. આ રીતે વિચારતાં આ સંસારમાં જે આત્માઓ પોતે સ્વયં ગુણી છે અને બીજાના ગુણોના અનુરાગી છે. બીજાના ગુણોની સ્તુતિ-પ્રશંસા-વંદના અને ભક્તિ આદિ કરે છે. બીજાના ગુણોને ગુણરૂપે જોઈને ગુણાનુરાગી બને છે. તેઓ જ સાચા સંતપુરુષો છે. અને તેઓની જ કીર્તિ સકલ જગતમાં ગાજે છે. આવા પ્રકારના ઉત્તમ આત્માઓની કીર્તિ સ્વયં જગતમાં પથરાય છે. | ૬-૭ || Page #148 -------------------------------------------------------------------------- ________________ દ્વેષ નામના અગીયારમા પાપસ્થાનકની સઝાય ૧૩૯ રાગ ધરીજે જિહાં ગુણ લહીયે, નિરગુણ ઉપરે, સમચિત્ત રહીએ, લલના, સમચિત્ત રહીએ, ટી. ભવથિતિ ચિંતન સુજસ વિલાસે, ઉત્તમના ગુણ એમ પ્રકાશ, લલના, એમ પ્રકાશે, II & II શબ્દાર્થ - સમચિત્ત - સમતા ભાવવાળું ચિત્ત, રહીએ - રાખીએ, ભવયિતિ - ભવની (સંસારની) આવી સ્થિતિ જ છે. આમ, ચિંતન - આવા પ્રકારનું ચિંતન કરવું, વિચારવું, સુસ વિલાસે - જેનાથી સારો એવો યશ વિસ્તાર પામે. . ૮-૯ II ગાથાર્થ - જે જે અન્ય પુરુષોમાં ગુણો જોઈએ, તે તે અન્ય પુરુષો ઉપર બહુમાનભાવપૂર્વક ગુણાનુરાગ કરીએ. અને જે જે પુરુષો નિર્ગુણ હોય, ત્યાં પણ (દ્વેષ ન કરતાં) સમતાયુક્ત ચિત્તવાળા રહીએ. એટલે કે દ્વેષ ન કરીએ. નિર્ગુણીઓના જીવન વિષે ભવની પરિસ્થિતિ જ આવી છે. એમ ચિંતવીને દ્વેષી બન્યા વિના મધ્યસ્થ રહીને સારા યશસ્વી બનતું. આમ ઉત્તમ પુરુષના ગુણોને પ્રકાશિત કરવાનું જ કામ કરવું. (પણ નિર્ગુણીની કોઈ જાતની ટીકા-નિંદા ન કરવી.) I ૮-૯ I વિવેચન - આ સંસારમાં સામાન્યથી જીવો બે પ્રકારના હોય છે. ગુણોવાળા અને ગુણો વિનાના, જે જે આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિનય, વિવેક, શાન્તતા, જિતેન્દ્રિયતા, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, તપસ્વિતા અને ત્યાગાદિ આવા પ્રકારના ઉત્તમ ઉત્તમ ગુણો પ્રગટ્યા હોય અને તેના કારણે જે જે આત્માનું જીવન ગુણીયલ અને ધન્ય બન્યું હોય તેવા જીવોના તેવા તેવા ગુણો જોઈને રાજી થવું, પ્રસન્ન થવું. તેઓના ગુણો ઉપર ગુણાનુરાગ કરવો. તેઓમાં કર્મવશથી કદાચ કોઈ નાનાં દૂષણો હોય તો તે જોવાં નહીં. કદાચ કોઈ દૂષણ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ દેખાઈ જાય તો પણ સર્વે જીવો કર્મને વશ છે. એમ સમજીને ઉપેક્ષા કરવી પણ દ્વેષ ન કરવો. આપણે આપણા જીવનને ધન્ય બનાવવું હોય તો ગુણી આત્માઓના ગુણ ઉપર પ્રેમ કરવો. અઢાર પાપસ્થાનક તથા જે જીવો નિર્ગુણી હોય છે. તેની નિર્ગુણતા વારંવાર જોઈને સામાન્ય માણસોને દ્વેષ થઈ જવાનો છે. જેમકે કોઈ માણસ જુદું જ બોલતો હોય, કોઈ ચોરી જ કરતો હોય, કોઈ બોંબ આદિ નાખીને હિંસા જ કરતો હોય તો તેવા માણસો ઉપર સામાન્ય લોકોને આવા વિચારો ઘણીવાર આવી જાય છે. અને મિત્રો સાથે આવી વાણી પણ ઘણીવાર બોલાઈ જાય છે કે “આવા માણસોને તો કારાવાસમાં જ પુરી દેવા જોઈએ, આવા દેશદ્રોહીઓને તો ફાંસીએ જ ચડાવી દેવા જોઈએ”. આમ લેવા-દેવા વિના, કોઈપણ જાતની સત્તા વિના, આ જીવો કેવળ દ્વેષપૂર્વક આવા પ્રકારના વિચારો અને વાણી ઉચ્ચારતા હોય છે. ત્યાં કંઈ પણ પાપ કર્યા વિના પણ “તંદુલીયા મત્સ્ય” ની જેમ તે જીવો કર્મ બાંધે છે. તેથી તે દ્વેષદશા ને રોકવા માટે આવા નિર્ગુણી જીવો ઉપર પણ ચિત્તને ઘણું જ સમભાવમાં જ રાખવું. આપણા જીવમાં આવો દ્વેષકષાય આવવા ન દેવો. આવા પ્રકારનો દ્વેષ કરવા માત્રથી તે તે પાપી જીવો પોતાની પાપકરણી તો કંઈ છોડે નહી અને આપણો જીવ નિરર્થક મન-વચન અને કાયા દ્વારા કરાયેલા દ્વેષ વડે કર્મો જ બાંધે. તેથી આ દ્વેષ સારો નથી. ગ્રંથકાર કહે છે કે “નિર્ગુણ ઉપરે સમચત્ત રહીએ”. તથા તે તે નિર્ગુણી જીવો દ્વારા કરાતાં પાપો જોઈને આવતા આવા પ્રકારના દ્વેષયુક્ત વિચારોને રોકવા “ભથિતિ ચિંતન” કરવું. તે તે જીવોની ભસ્થિતિ હજુ પાકી નથી. સત્રે નીવા વમવસા નો વિચાર કરવો. મોક્ષે જવાનો કાળ પાક્યો નથી. તથા તેઓના ભવની પરિસ્થિતિ જ તેવી છે. આવો વિચાર કરવો. જેમકે “સર્પ જન્મે ત્યારથી જ બીજાને ડંખે છે. વાઘ, સિંહ, વરુ ઈત્યાદિ પ્રાણીઓ Page #150 -------------------------------------------------------------------------- ________________ દ્વેષ નામના અગીયારમા પાપસ્થાનકની સજઝાય ૧૪૧ જન્મથી જ અન્ય પ્રાણીઓને મારે છે.” તેમ માનવનો ભવ પામીને પણ કષાયી જીવો ભવના કારણે તેવાં તેવાં પાપો કરે છે. હલકા કુલમાં જન્મેલા જીવોનો ભવ હલકા સંસ્કારોવાળો હોવાથી હલકાં જ કામો કરવાને ટેવાયેલા છે. હે જીવ ! તું કેટલા ઉપર દ્વેષ કરીશ. અને તારા દ્વેષથી કોઈ પાપી જીવ પોતાનું પાપ છોડી દેવાનું નથી. માટે તે પાપી જીવોનો ભવ જ આવો છે કે આખો ભવ આવાં જ કામો કરવામાં પસાર થવાનો છે. તેવી તેની ભવસ્થિતિનું ચિંતન કરીને હે જીવ ! તેના ઉપરના દ્વેષથી તું વિરામ પામ. આવા દ્વેષથી તો આપણામાં જ વૈરની પરંપરા, ચિકણાં કર્મોનો બંધ, અને ગુણસ્થાનકોમાંથી પતન થાય છે. પરનું કલ્યાણ થતું નથી અને આપણા પોતાના જીવનું અકલ્યાણ થયા વિના રહેતું નથી. આવો ખોટનો ધંધો હે જીવ ! કરીને શું લાભ? માટે દ્વેષ ન કર અને તેઓના ભવની સ્થિતિ જ આવી છે એમ વિચારીને મધ્યસ્થ થા. આમ કરવાથી તારામાં પોતાનામાં આવા પ્રકારનો વેષ ન થવાથી તને આવા પ્રકારના બીજા પાપી જીવો ઉપર ક્રોધ, ઈર્ષ્યા, કલેશ, તેને મારવા આદિના દુષ્ટ પરિણામો નહી આવે. તું સમતાભાવમાં રહીશ, પાપીને મારવા અને દંડવાના કામમાં જોડાવાનું મન નહીં થાય, તેથી તારા આવા પ્રકારના ઉત્તમ આચરણ વડે સુજસ વિલાસે” તારો સારો યશ આ જગતમાં વિના પ્રચારે ફેલાશે. હે જીવ ! તું આત્માનું કલ્યાણ કરનારો તો બનીશ જ, પણ જગતમાં તારો યશ પણ ફેલાશે. આ રીતે તારા આત્માની ઉત્તમતા જેમ જેમ વધતી જશે તેમ તેમ તારા ગુણો દીપકના પ્રકાશની જેમ સ્વતઃ જ પ્રકાશિત થશે. માટે નિર્ગુણી અને પાપી એવા જીવોનાં પાપકાર્યો બની શકે ત્યાં સુધી જોવાં જ નહીં અને સાંભળવાં જ નહીં. કારણ કે જોવથી અને સાંભળવાથી તેષ વધે છે. હકીકતથી તો દોષિત જીવોની આવી જ પરિસ્થિતિ હોય છે. જગતની આ સ્થિતિ જ છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ એમ સમજીને તેનો ભાર મગજમાંથી કાઢી નાખવો. છતાં જો કોઈ દોષો દેખાઈ જાય, સંભળાઈ જાય, દૈનિક પત્રો આદિ દ્વારા જણાઈ જાય તો પણ “સચિત્ત” સમતાભાવવાળું ચિત્ત રાખીને ભાવ કરૂણા કરવી કે આવા જીવો આવા પ્રકારના પાપોથી ક્યારે વિરામ પામે ? તેઓ આવી ભવસ્થિતિમાંથી ક્યારે મુકાય ? આવા આવા વિચારો કરીને દ્વેષરહિત ચિત્તવાળા થવું. જેથી આપણા આત્મામાં કડવાશ અને વેરઝેર આદિ દોષો આવે નહીં, નિરર્થક કર્મો બંધાય નહીં. આપણા આત્માનું અહિત થાય નહીં અને જગતમાં પણ હે જીવ ! તારો સારો યશ વિસ્તાર પામે, અને તું ઉત્તમોત્તમ ગુણોવાળો બન. “ગુણીને જોઈને ગુણાનુરાગ કરવો, પ્રમોદભાવના ભાવવી” નિર્ગુણીને જોઈને સમચિત્ત રહેવું અને ભાવકરૂણા તથા માધ્યસ્થભાવના ભાવવી. પણ દ્વેષ ન કરવો. અઢાર પાપસ્થાનક આ ગાથામાં “સુજસ વિલાસે” ઈત્યાદિ પદમાં “સુજસ’ શબ્દ લખીને ગ્રંથકારે પોતાનું નામ ગર્ભિત રીતે સૂચવ્યું છે. ૮-૯॥ આ પ્રમાણે “વૈષ” નામના અગિયારમા પાપસ્થાનકના વર્ણનવાળી આ અગિયારમી ઢાળ પણ સમાપ્ત થઈ. Page #152 -------------------------------------------------------------------------- ________________ કલહ નામના બારમા પાપસ્થાનકની સજ્ઝાય “કલહ” નામના બારમા પાપસ્થાનકની સજ્ઝાય કલહ તે બારમું પાપનું સ્થાન, દુર્ગતિ વનનું મૂલ નિદાન, સાજન સાંભળો. મહોટો રોગ કલહ કાચ કામલો, દંતકલહ જે ઘરમાંહે હોય, લચ્છીનિવાસ તિહાં નવિ જોય, સાજન સાંભળો. ॥ ૧ ॥ ૧૪૩ શબ્દાર્થ - દુર્ગતિ વનનું મૂલ નિદાન - નરક-નિગોદાદિ દુર્ગતિઓ રૂપી વનમાં ભટકવાનું પ્રધાન કારણ, કલહ - કજીયો, કાચકામલો - આંખનો એક પ્રકારનો રોગ-પીળીયો, દંતકલહ - દાંતો દ્વારા પરસ્પર થતો કલેશ, ઝઘડો, લચ્છીનિવાસ - લક્ષ્મીનો નિવાસ. || ૧ || ગાથાર્થ “કલહ” તે બારમું પાપનું સ્થાનક છે. અને આ પાપ નકાદિ દુર્ગતિઓમાં ભટકવાનું મૂલ કારણ છે. આંખના પીળીયાના રોગ જેવો મોટો રોગ છે. જે ઘરમાં દાંત દ્વારા બોલાચાલી કરવા સ્વરૂપ કલહ હોય છે. તે ઘરમાં લક્ષ્મીનિવાસ હોતો નથી. II ૧ || વિવેચન - હવે કલહ નામના બારમા પાપસ્થાનકની વાત સમજાવે છે. કલહ એટલે કજીયો, અરસપરસ બોલાચાલી કરવી, ઝઘડવું, દાંતો દ્વારા ગાળાગાળી કરવી, અસભ્ય અને અપશબ્દોનો પ્રયોગ કરવો, હલકુ બોલવું, કોઈને પણ ઉતારી પાડવું, કોઈની પણ પટ્ટી પાડવી, વ્યંગ વચનો બોલવાં, કટાક્ષ વચનો બોલવાં, મેંણાં-ટોણાં બોલવાં. આ બધું કલહ નામનું બારમું પાપસ્થાનક છે. હે જીવ ! આવું પાપ તું ન કર. આમ કરવાથી વૈર વધે છે. પરસ્પર કલેશ અને કડવાશ વધે છે. ક્રોધથી ક્રોધ શમે નહી જગમાં” આ વાત તદ્દન સાચી છે. માટે કલહથી તું વિરામ પામ. તથા આવો કલહ કરવાથી આ જીવ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ “રાવણ-લક્ષ્મણ” ની જેમ દુર્ગતિમાં જ ભટકે છે. ચિકણાં કર્મો બાંધે છે. જન્મ-મરણની પરંપરા વધારે છે. તેમાં ફાયદો કંઈ થતો નથી અને નુકશાન ઘણું જ થાય છે. સારાંશ કે જે આ કલહ છે તે દુર્ગતિરૂપી વનમાં ભટકાવનારું છે. સંસારની ભ્રમણાનું જ મૂલકારણ છે. અઢાર પાપસ્થાનક તથા શરીરમાં થતા અનેક રોગોમાં જેમ આંખનો રોગ (પીળીયો) એ મોટો રોગ કહેવાય છે. આજના યુગમાં કેન્સર, હાર્ટ એટેક ઈત્યાદિ રોગો એ મહાન રોગો કહેવાય છે. કે જે રોગો મટે તો નહીં પણ અવશ્ય મૃત્યુ જ કરાવે. જાણે મૃત્યુની ચિઠ્ઠી જ આવી હોય તેમ શેષજીવન પણ કારમું બનાવી દે. તેમ આ “કલહ” એ પણ એક પ્રકારનો મોટો રોગ છે. ઘરમાં કલહ થવાથી પતિ-પત્નીનું, પિતા-પુત્રનું, સાસુ-વહુનું, દેરાણી-જેઠાણીનું સંપીલું જીવન પણ ધુલધાણી અને બરબાદ થઈ જાય છે. પરસ્પર લડાઈ, મારામારી અને હિંસા તથા આપઘાતમાં પરિણામ પામે છે. માટે હે જીવ ! પીળીયાના અને કેન્સરાદિના રોગ જેવો આ કલહ એ પણ એક પ્રકારનો રોગ છે. તેને તું છોડી દે. જે જે ઘરોમાં દંતકલહ (પરસ્પર બોલાચાલી) અને ઝઘડા હોય છે તે તે ઘરોમાં લક્ષ્મીનો નિવાસ હોતો નથી. કારણ કે દંતકલહ કરનારા બન્ને જીવો ચિંતાતુર, પરસ્પર વૈરની જ વૃત્તિવાળા અને તેના જ વિચારોમાં એવા ખોવાઈ જાય છે કે ધંધામાં, નોકરીમાં કે ઘરના કામકાજમાં ચિત્ત જામે નહીં, નિદ્રા આવે નહીં, શરીર તપેલું અને તપેલું જ રહે, તેથી આર્થિક શારીરિક અને માનસિક નુકશાનો જ થાય. માટે હે જીવ ! તું કંઈક સમજ, પરસ્પરનો કલેશ ત્યજી દે. પ્રશ્ન - તમારી વાત સાચી છે. કલહ એ સારો નથી. આપણે કલહ કરવો નથી. પરંતુ સામેનું પાત્ર જ તેવું મળ્યું હોય તો શું કરવું ? સામેનું પાત્ર કલહ કર્યા કરે અને આપણામાં કલહ ઉદીર્યા કરે Page #154 -------------------------------------------------------------------------- ________________ કલહ નામના બારમા પાપસ્થાનકની સઝાય ૧૪૫ તો શું કરવું ? જો સામે આપણે જવાબ ન આપીએ તો તે પાત્ર બમણું ઉશ્કેરાય. ઉત્તર - સામે જવાબ ન આપવાથી તે પાત્ર બમણું ઉશ્કેરાય આ વાત બરાબર નથી. પણ સામે જવાબ આપવાથી તે પાત્ર બમણું ઉશ્કેરાય. કારણ કે સામે આપણે પણ વૈષવાળાં જ વચનો બોલવાના. તેનાથી તેને વધારે ગુસ્સો આવવાનો, તેથી લડાઈ વધારે જામવાની. માટે સામેનું પાત્ર કલહકારી મળ્યું હોય તો પણ સમતાભાવવાળા રહેવું પણ આપણે કલહકારી ન બનવું. આમ કરવામાં કદાચ માર પડે, આર્થિક-શારીરિક નુકશાન થાય પણ સરવાળે કલેશ ઓછો થાય તથા સમતા રાખવાથી પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા ઘણી થાય. છતાં સમતા ન જ રહે, તો તે કાલ પુરતા સ્થાનાન્તર થવું, બીજા કામકાજમાં જોડાઈ જવું. તે પ્રસંગને ભુલવા અને ભુલાવવા પ્રયત્ન કરવો. દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવ જોઈને તેવા અવસરે વિવેકથી વર્તવું. || ૧ શું સુંદરી, તું ન કરે સાર, ન કરે, નાપે કાંઈ ગમાર ? સાજન સાંભળો. ક્રોધમુખી તું, તુજને ધિક્કાર, તુજથી અધિકો કુણ કલિકાર? સાજન સાંભળો. | ૨ || સાહમું બોલે પાપિણી નિત્ય, પાપી તુજ પિતા, જુઓ ચિત્ત, સાજન સાંભળો. દંતકલહ ઈમ જેહને થાય, તે દંપતિને સુખ કુણ ઠાય, સાજન સાંભળો. || ૩ | શબ્દાર્થ - ન કરે સાર - તું મારી સેવા-ચાકરી કરતી Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ અઢાર પાપસ્થાનક નથી, નાપે કંઈ - તું કાંઈ આપતો નથી, ગમાર - મુખ, ક્રોધમુખી - ક્રોધ જ છે મુખમાં જેને એવી, કુણ કલિકાર - કજીયાખોર બીજો કોણ છે ? સાહમુ બોલે - તું સામું બોલે છે, નિત્ય - હંમેશાં, પાપી તુજ પિતા - તારો બાપ પાપી છે. જુઓ ચિત્ત - હે જીવ, દેખો, દંપતીને - તે સ્ત્રીપુરુષને, સુખ કુણ ઠાય - સુખ કેવી રીતે ટકે ? II ૨-૩ II ગાથાર્થ - હે સુંદરી ! તું મારી સેવા ચાકરી ક્રતી નથી, તે મુર્ખ ! ન જ કરે ને? કારણ કે તું કાંઈ (કમાઈને) આપતો જ નથી તો સેવાચાકરી ન જ કરે ને ? હે ક્રોધમુખી સ્ત્રી ! તને ધિક્કાર હો, તારાથી બીજે જીયાખોર પુરષ છે કોણ ? હે પાપિણી સ્ત્રી ! તું હંમેશા સામુ જ બોલે છે. તારો બાપ પાપી છે. હે જીવ! જુઓ આ પ્રમાણે સંસારમાં જે ઘરે સદા દતકલહ થતો હોય, તે દંપતિને કહો કે સુખ ક્યાંથી હોય ? અને હોય તો કેમ કે ? ૨-૩ I વિવેચન - આ બન્ને ગાથામાં સ્ત્રી-પુરુષ વચ્ચે થતા ઝઘડાનું એક પ્રકારનું ચિત્ર (પ્રતિબિંબ) મુક્યું છે. જ્યારે જ્યારે સ્ત્રી આવેશમાં આવે છે ત્યારે ત્યારે પુરુષ પ્રત્યે તે સ્ત્રી આવા પ્રકારના કઠોર અને અસભ્ય શબ્દોનો પ્રયોગ કરે છે અને એ જ રીતે જ્યારે જ્યારે પુરુષ આવેશમાં આવે છે ત્યારે ત્યારે સ્ત્રી પ્રત્યે તે પુરુષ પણ આવા જ કઠોર અને મર્મઘાતી શબ્દોનો પ્રયોગ કરે છે. જેને “દંતકલહ” કહેવાય છે. (દાંતો દ્વારા થતો કજીઓ). પુરુષ કહે છે કે - હે સુંદરી! તું મારી સેવા-ચાકરી કરતી નથી. - સ્ત્રી કહે છે કે - તારી સેવા ન જ કરૂને, કારણ કે તે મુખે! તું કમાઈને કંઈ લાવતો નથી, હે મુર્ખ, તું મને કાંઈ આપતો નથી. પુરુષ કહે છે કે - હે ક્રોધી મુખવાળી સ્ત્રી ! તને ધિક્કાર હો. Page #156 -------------------------------------------------------------------------- ________________ કલહ નામના બારમા પાપસ્થાનકની સજ્ઝાય સ્ત્રી કહે છે કે - તારાથી અધિક કજીયાખોર પુરુષ બીજો છે કોણ ? અર્થાત્ તું જ વધારે કજીયાવાળો છે. પુરુષ કહે છે કે - હે પાપિણી સ્ત્રી ! તું હંમેશા આમ સામું જ બોલે છે. સ્ત્રી કહે છે કે - હે મુર્ખ, તારો બાપ પાપી છે. (હું કંઈ પાપિણી નથી.) આવા આવા પ્રકારના બિભત્સ અને કઠોર વચનો જ્યાં બોલાતાં હોય, એક બીજા ઉપર આક્ષેપબાજી જ થતી હોય, ત્યાં હે જીવ ! જુઓ કે તે દંપતીને સુખ ક્યાંથી થાય ? જ્યાં એકબીજાને ઉતારી પાડવામાં જ રસ હોય, આંખોમાં ઝેર જ ભર્યું હોય, હલકા શબ્દોના જ પ્રયોગો હોય. તે ઘરમાં દંપતીને સુખ ક્યાથી હોય ? માટે હે જીવ ! આવો કલહ કરવો નહીં. આ કલહ જીંદગીમાં આગ લગાડનાર છે. ઉપરોક્ત વચનો એ કજીયાનું એક ચિત્ર રજુ કર્યું છે. આ પ્રમાણે હલકાં, મર્મવેધી અનેક શબ્દોથી કજીયો થાય છે. તે બરાબર સમજીને દૂરથી જ છોડવા જેવો છે. ॥ ૨-૩ ॥ કાંટે કાંટે થાયે વાડ, બોલે બોલે વાધે રાડ. સાજન સાંભળો. જાણીને મૌન ધરે ગુણવંત, તે સુખ પામે અતુલ અનંત. સાજન સાંભળો ॥ ૪ ॥ ૧૪૭ શબ્દાર્થ - કાંટે કાંટે એક એક કાંટાની સાથે બીજા બીજા કાંટા જોડવાથી, થાયે વાડ વાડ થાય છે. બોલે બોલે પરસ્પર બોલાચાલી કરવાથી, વાઘે રાડ ઝઘડો (કલેશ) વધે - - . - Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જ છે. છે. ॥ ૪ ॥ અનંત અતુલ - - ગાથાર્થ એક એક કાંટાની સાથે બીજા બીજા કાંટા જોડવાથી જેમ લાંબી વાડ થાય છે. તેમ પરસ્પર બોલાચાલી કરવાથી ઝઘડો (કલેશ) વધે જ છે. આમ સમજીને જે ભાગ્યશાળી ગુણવાન મહાત્મા મૌન ધારણ કરે છે. તે અનુપમ એવું અનંત સુખ પ્રાપ્ત કરે છે. ॥ ૪ ॥ અઢાર પાપસ્થાનક તે જીવ અનુપમ અને અનંત સુખ પામે વિવેચન - ખેતરોમાં પાકેલા ધાન્યને પશુઓ આવીને ખાઈ ન જાય, ખુંદીને ધાન્યનો નાશ ન કરે, તેટલા માટે ખેતરોના સીમાડે સીમાડે ચારે બાજુ કાંટાની વાડ કરવામાં આવે છે. તેનું ઉદાહરણ આપીને જણાવે છે કે કાંટાના એક જુથની સાથે કાંટાનું બીજું જુથ જોડીએ, તેની સાથે કાંટાનું ત્રીજું જુથ જોઈએ એમ પરસ્પર કાંટાનાં જુથો જોડવાથી જેમ કાંટાની એક મોટી વાડ બની જાય છે. તેવી જ રીતે એક પાત્ર વધારે હલકુ બોલે, તેની સામે બીજું પાત્ર તેવું જ વધારે હલકું બોલે, તેની સામે પહેલું પાત્ર ઝેરભરેલુ બોલે એમ અરસપરસ બોલે જ જાય, બોલે જ જાય, તો ભાષાની બિભત્સતા, અંદર અંદરનું વેરઝેર, એક બીજા પ્રત્યેનો રોષ, ગલીચ શબ્દપ્રયોગ ઈત્યાદિ દ્વારા રાડ વધે” એટલે ઝઘડો વધે જ છે. જે ઝઘડો અબોલામાં, મારામારીમાં, હિંસામાં અને છેલ્લે આપઘાતમાં જ પરિણામ પામે છે. આવું જાણીને જે જે ગુણવંત પુરુષો કલહ કરતા નથી. મૌન ધારણ કરે છે, તેઓ અતુલ અને અનુપમ સુખ પામે છે. જ્યારે જ્યારે બાજી હાથમાં નથી અને બોલવાથી બાજી વધારે બગડશે એમ લાગે ત્યારે અવસર સમજીને જ કલેશથી દૂર ખસી જવું. સ્થાનાન્તર થઈ જવું. તેમાં આગળ જવાથી સારાં પરિણામ આવતાં નથી. આવા અવસરે ગુણવંત પુરુષો મૌન જ રહે છે. મૌન રહેવાથી સામેની વ્યક્તિ બોલતાં બોલતાં તેની સામે પ્રતિસાદ ન મળવાથી Page #158 -------------------------------------------------------------------------- ________________ કલહ નામના બારમા પાપસ્થાનકની સક્ઝાય ૧૪૯ છેવટે થાકે છે અને કલેશ વિરામ પામે છે. અવસર જોઈને આવા પ્રસંગે જે પુરુષો મૌન ધારણ કરનારા જ બને છે. તે અતુલ અને અનંત સુખ પામે છે. બોલવાથી જે ઝઘડો વધત, તે ન બોલવાથી ઝઘડો ન વધ્યો, બલ્ક કાળાન્તરે શાન્ત થઈ ગયો. એ જ મોટો લાભ સમજવો. જ્યારે કલેશ સર્વથા શાન્ત થાય છે ત્યારે શાન્તિના સુખનો જે અનુભવ થાય છે તે શબ્દોથી અવર્ણનીય હોય છે. તે કાળે સુખનો આનંદ અપરિમિત થાય છે. | ૪ || નિત્ય કલહણ-કોણસીલ, ભંડણસીલ વિવાદન સીલ, સાજન સાંભળો. ચિત્ત ઉતાપ ધરે જે એમ, સંયમ કરે નિરર્થક તેમ, સાજન સાંભળો. પ . શબ્દાર્થ - કલહણ - કજીયાખોર સ્વભાવ, કોહાસીલ - ક્રોધી સ્વભાવ, ભંડણસીલ - બીજાને ભાંડવાનો સ્વભાવ, વિવાદનસીલ - વિવાદ કરવાનો, આડા અવળા કુતર્કો અને વહેમ કરવાનો સ્વભાવ, ચિત્ત ઉતાપ ઘરે - મનમાં સંતાપ (આકુલવ્યાકુલતા) જે જીવો ધારણ કરે. I ૫ | ગાથાર્થ - જે જીવો હંમેશાં જીયાખોર સ્વભાવવાળા હોય છે. ક્રોધી સ્વભાવવાળા હોય છે. બીજાને ભાંડવાના સ્વભાવવાળા હોય છે. કુતક અને વિવાદ કરવાના સ્વભાવવાળા હોય છે. તે જીવોનાં ચિત્ત સદાકાળ સંતાપ કરનારાં જ બને છે. આમ કલેશ સંતાપ-કડવાશ અને કષાયોની માત્રામાં જ વર્તવાથી તે જીવ પોતે પાળેલો સંયમ પણ નિરર્થક (નિષ્ફળ) કરે છે. [ પ I વિવેચન - નાની નાની વાતમાં વારંવાર કજીયો કરવો તે કલહણશીલ અર્થાત્ કજીયાખોર, નાની નાની વાતમાં તપી જવું, Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ગુસ્સામાં આવી જવું, આવેશવાળા બનવું તે કોહણશીલ અર્થાત્ ક્રોધી, બીજાને ઉતારી પાડવા, અપશબ્દો બોલવા, ગાળો ભાંડવી તે ભંડણશીલ અર્થાત્ ભંડક, અને હિતશિક્ષા સમજાવનારાની સામે કુતર્કો કરવા, ખોટી દલીલો કરવી, ક્રોસ કરવો તે વિવાદનશીલ. આ પ્રમાણે (૧) કજીયાખોર, (૨) ક્રોધી, (૩) ભંડક, અને (૪) વિવાદકર્તા આ ચારે પ્રકારના જીવોનાં ચિત્ત સદાકાળ સંતાપવાળાં જ હોય છે. આ વાત અનુભવસિદ્ધ છે. મન ઉંચું, ચિંતાતુર, વેર લેવાની જ બુદ્ધિ, સામો પ્રતિકાર કરવામાં જ મનની લીનતા, આકુળ-વ્યાકુળતા, ઉંઘ ન આવવી, વિચારે ચડી જવું, ખાન-પાનમાં અને ધંધા-વ્યવસાયમાં ભાન ગુમાવી બેસવું, ઘરના પાત્રોની સાથે કે તેમની સાથેના વાર્તાલાપમાં રસ ન રહેવો, સદા તપેલા માનસપણું ઈત્યાદિ અનેક દોષોથી વ્યાપ્ત એવા જીવોનું ચિત્ત સદા સંતાપવાળું બની જાય છે. અઢાર પાપસ્થાનક કદાચ કોઈ આત્માએ સંયમ લીધો હોય, સારો સંયમ પાળતો હોય, ધર્મક્રિયા સારી કરતો હોય, પરંતુ હંમેશાં ઉપરોક્ત સ્વભાવવાળા ચિત્તને લીધે સંયમમાં મન ન પરોવાતાં અને કલેશ, કડવાશ તથા વેરઝેરમાં જ મન અટવાઈ જતાં પાળેલો સંયમ પણ નિરર્થક બની જાય છે. સંયમપાલન દ્વારા કરેલી કર્મનિર્જરા પાછળથી કરેલા કષાયો વડે ધોવાઈ જાય છે. તેથી હે જીવ! તું મનને આવા કલહના સ્વભાવવાળું ન રાખ, કલહ અતિશય દુઃખદાયી છે. (અહીં ‘“વિવાદન” શબ્દ જાણવો. વિવાદન એટલે સામા કુતર્ક કરવા.) | ૫ || કલહ કરીને ખમાવે જેહ, લઘુ ગુરુ આરાધક હોય તેહ. સાજન સાંભળો. કલહ સમાવે તે ધન્ન ધન્ન, ઉપશમ સાર કહ્યું સામન્ન. સાજન સાંભળો. ॥ ૬ ॥ Page #160 -------------------------------------------------------------------------- ________________ કલહ નામના બારમા પાપસ્થાનકની સજ્ઝાય શબ્દાર્થ ખમાવે જેહ જે ક્ષમા માગે, લઘુ-ગુરુ નાનો હોય કે મોટો હોય અથવા લઘુગુરુ ભાવે, આરાધક હોય તેહ તેહ જીવ આરાધક હોય એમ જાણવું. સામા શ્રમણપણું-સાધુપણું. || ૬ || - ગાથાર્થ - કલહ (કજીયો) કરીને પણ જે જીવો ક્ષમા માગે છે. તે જીવો નાનો હોય કે મોટો હોય તો પણ આરાધક છે. અથવા લઘુગુરુ ભાવે આરાધક જાણવા. કલહને ઉપશમાવે તે ધન્યથી પણ ધન્ય છે. કારણ કે ઉપશમભાવની પ્રધાનતા'' વાળું જ શ્રામણ્યપણું કહ્યું છે. | ૬ || ૧૫૧ વિવેચન - કજીયો ન કરવો” અને સમતાભાવ રાખવો એ સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. એક નંબરનો માર્ગ છે. સંસાર સાગર તરવાનો સાચો રસ્તો તે જ છે. પરંતુ ધારો કે કલહ થઈ ગયો અને પાછળથી પશ્તાવો થયો. અરે મેં જે આ કલહ કર્યો તે ઘણું ખોટું કર્યું, કલહ કરવો જોઈતો ન હતો. મારાથી ઘણી મોટી ભુલ થઈ ગઈ. આમ મનમાં પશ્ચાતાપ થયો. અને તુરત જેની સાથે કલેશ થયો તેની સામે જઈને ખમાવવામાં આવે તો તે ખમાવનાર જીવ નાનો હોય કે મોટો હોય તો પણ તે આરાધક થાય છે અથવા “લઘુગુરુ ભાવે” આરાધક કહેવાય છે. જ્યાં થોડુંક નુકશાન હોય અને ઘણો લાભ હોય તેને લઘુ-ગુરુ ભાવ કહેવાય છે. કજીયો થઈ ગયો તે નુકશાન પણ પાછળથી પશ્ચાતાપ થયો અને ક્ષમા માગી તે લાભ. આમ ગુરુલઘુભાવ જાણવો. બીજા નંબરે આ પણ સારો જ માર્ગ છે. “જ્યાં નુકશાન થોડું અને લાભ વધારે હોય” તેવા માર્ગને ગુરુલઘુભાવ કહેવાય છે. જેમકે “પરમાત્માની પૂજા કરતાં હિંસાજન્ય અલ્પ કર્મબંધ છે અને ભાવનાવૃદ્ધિ દ્વારા ઘણી નિર્જરા છે.” વિહારાદિ કરવામાં ચાલવાથી કોઈ હિંસા થવાનો સંભવ હોવાથી અલ્પ બંધ છે Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ અને મમતા-રાગાદિ દોષોનો ત્યાગ થતો હોવાથી ઘણી નિર્જરા છે. કોઈ માણસ પાસે આપણે ૧૦૦૦ રૂપીયા માગીએ છીએ, તે આપતો જ નથી, દેવાળું કાઢીને ચાલી ગયો. આપણે ૧૦૦૦ રૂપીયા માંડી વાળ્યા, કાળાન્તરે તે માણસ કમાયો, આપણે પૈસા માગ્યા, તેણે કહ્યું કે ૭૦૦ આપું, ૧૦૦૦ મળી ગયાની પહોંચ આપો તો, હવે ૩૦૦ ઓછા આવે છે તે નુકશાન છે અને કંઈ નો'તું જ આવતું તેમાંથી ૭૦૦ આવે છે તે લાભ છે. આનુ નામ લઘુગુરુભાવ. અથવા ગુરુલઘુભાવ સારાંશ કે જ્યાં અલ્પ નુકશાન હોય અને ઝાઝો ફાયદો હોય તો તે લાભ જ ગણાય છે. તેમ કલહ કર્યો” તે નુકશાન છે. પરંતુ પાછળથી “તેની સાથે ખમાવાની જે ભાવના થઈ તે મોટો લાભ થયો” આ રીતે કલહ કદાચ થઈ જાય, તો પણ તે થઈ ગયા પછી જો ખમાવવાની ભાવના થાય અને તે જીવ જો ખમાવે તો તે આરાધક જ કહેવાય છે. આ રીતે કલહ જ ન કરે તે, અથવા કલહ થઈ ગયો હોય તો ખમાવીને પણ જે કલહને ઉપશમાવે છે તે જીવો ધન્યથી પણ ધન્ય છે. કારણ કે ઉપશમદશા છે સારભૂત જેમાં” એવું જ શ્રામણ્યપણું શાસ્ત્રોમાં કહેલું છે. અર્થાત્ સાચું સાધુપણું તે જ છે કે જ્યાં ઉપશમભાવ પ્રવર્તતો હોય. ઉપશમભાવથી જ સાધુતા દીપે છે. ॥ ૬ ॥ નારદ, નારી, નિર્દયચિત્ત, કલહ ઉદીરે ત્રિણે નિત્ય, સાજન સાંભળો. સજ્જન-સુજસ-સુશીલ મહંત, વારે કલહ સ્વભાવે સંત. સાંજન સાંભળો. | ૭ || નારદ, નારી સ્ત્રી, નિર્દયચિત્ત - શબ્દાર્થ - અઢાર પાપસ્થાનક બાદ - Page #162 -------------------------------------------------------------------------- ________________ કલહ નામના બારમા પાપસ્થાનકની સઝાય ૧૫૩ દયા વિનાના ચિત્તવાળો પુરુષ, કલહ ઉદરે - કજીયો વધારે છે, ત્રણે નિત્ય - આ ત્રણે સદાકાળ, વારે કલહ - કજીયાને રોકે છે, સ્વભાવે સંત - જે સ્વભાવથી શાન્ત (અથવા સંત) હોય છે તે. || ૭ | ગાથાર્થ - નારદ, સ્ત્રી જાતિ અને દયાહીન પુરુષ, આ ત્રણે વ્યક્તિ હંમેશા કજીયાને વધારનાર છે. અને જે સજ્જન છે. સારા યશસ્વી છે અને સારા સંસ્કારવાળા છે. આવા ત્રણે પ્રકારના મહાન પુરુષો કજીયાને રોકનારા છે. અને સ્વભાવે શાન્ત છે. [ ૭ II વિવેચન - નીચેની ત્રણ વ્યક્તિઓ કલહને વધારવાની પ્રકૃતિવાળી હોય છે. જન્મથી જ આવા જીવો વધારે કલહપ્રિય કહેવાય છે. (૧) નારદ, નેમનાથ ભગવાનના વારામાં ઘાતકીખંડમાં જઈને દ્રૌપદીજીના રૂપનું વર્ણન કરીને ત્યાંના વાસુદેવ દ્વારા દ્રૌપદીનું અપહરણ કરાવી દ્રૌપદીજીને લેવા માટે કૃષ્ણજીનું ઘાતકીખંડમાં જવાનું જે બન્યું તે કામ નારદજીનું. કજીયા કરાવવામાં નારદજીનાં આવાં અનેક દૃષ્ટાન્તો પ્રસિદ્ધ છે. (૨) સ્ત્રીનું હૃદય પણ વધારે કોમલ, વધારે લાગણીશીલ અને અગંભીર હોવાથી જ્યાં ત્યાં જે તે વાત કહે, કોઈને કહેશો નહીં, હું તમને જ કહું છુ એમ કહીને ગંભીર વાત પોતે જ પ્રસારતી જાય, નાની વાતને મોટી કરે, તેનાથી પણ કલહ વધે છે. (૩) નિર્દય ચિત્તવાળા જીવો, દયારહિતપણે જેમ તેમ બોલે અને જેમ તેમ વર્તે, નિર્દયતાના કારણે બીજાને વધારે નુકશાન થાય તે રીતે કજીયો વધારે બીજાને ઘણું નુકશાન થાય તે તરફ ઉપેક્ષા જ સેવે, આમ કરવાથી પણ કલહ વધે છે. એટલે આ ત્રણ જાતની વ્યક્તિઓ કલહવર્ધક કહેવાય છે. કલહપ્રિય પણ કહેવાય છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ અઢાર પાપસ્થાનક તથા (૧) જે જે સજ્જન પુરુષો છે. (૨) સારા યશસ્વી માણસો છે. અને (૩) ઉત્તમ સંસ્કારોથી જેનું જીવન ઘણું જ સંસ્કારી બન્યું છે. તે ત્રણ પ્રકારના જીવો આ સંસારમાં મહાન છે. આદરણીય છે અને આ ત્રણે પ્રકારના જીવો કજીયાને રોકનારા છે. આ ત્રણે જાતના જીવોને કલહ જરા પણ ગમતો નથી. સદા કલહથી દૂર રહેનારા છે. અન્યના કલહને પણ સમજાવીને શાન્ત કરનારા છે. પ્રકૃતિએ પણ શાન્ત હોય છે. તેથી તેઓને સંત કહેવાય છે. તથા આવા પ્રકારના ગુણયુક્ત હોવાથી શાન્તિપ્રિય હોય છે. તેથી હે આત્મા! સજ્જન બનવા માટે, સુશીલ બનવા માટે અને સુયશસ્વી બનવા માટે કલહ નામના બારમા પાપસ્થાનકને તું છોડી દે. તે પાપસ્થાનક આત્માનું હિત કરનાર નથી. આ ગાથામાં “સજ્જન-સુજસ-સુશીલ મહેત” પદમાં સુજસ શબ્દ લખીને ગ્રંથકર્તાએ પોતાનું નામ ગર્ભિત રીતે સૂચવ્યું છે. પણ આ પ્રમાણે “કલહ” નામના બારમા પાપસ્થાનકના વર્ણનવાળી આ બારમી ઢાળ પણ સમાપ્ત થઈ. Page #164 -------------------------------------------------------------------------- ________________ અભ્યાખ્યાન નામના તેરમા પાપસ્થાનકની સઝાય ૧૫૫ “અભ્યાખ્યાન” નામના તેરમા પાપસ્થાનકની સઝાય - પાપસ્થાનક તે તેરમું છાંડીયે, અભ્યાખ્યાન દુરંતો જી. અછતાં આલ જે પરનાં ઉચ્ચરે, દુઃખ પામે તે અનંતોજી. ધન ધન તે નર, જે જિનમત ધરે. ને ૧ || શબ્દાર્થ - છાંડીયે - ત્યજીએ, અભ્યાખ્યાન - બીજા ઉપર ખોટો આક્ષેપ કરવો તે, દુરંત - દુખે દૂર કરાય તેવો, અછતાં - અવિધમાન, આલ - ખોટાં કલંક, ખોટું દોષારોપણ, પરનાં - બીજાનાં. [ ૧ II ગાથાર્થ - દુઃખે દૂર કરાય તેવું “અભ્યાખ્યાન” નામનું તેરમું પાપસ્થાનક હે જીવ! છોડીએ. કોઈપણ પારકી વ્યક્તિ ઉપર ખોટાં (અવિધમાન) આળ ન બોલીએ, તેમ કરવાથી આપણો આ જીવ અનંત દુખોને પામે છે. તે આત્માઓને ધન્ય છે કે જેઓ જિનેશ્વરના મતને ધારણ કરે છે. / ૧ / વિવેચન - હવે “અભ્યાખ્યાન” નામના તેરમા પાપસ્થાનકની વાત સમજાવે છે. જે વ્યક્તિમાં જે દોષ નથી, છતાં તે વ્યક્તિ ઉપર તે દોષનું ખોટું જે આરોપણ કરવું. તેને “અભ્યાખ્યાન” કહેવાય છે. અછતાં કલંક આપવાં, ન હોય તેવા દોષો તે તે વ્યક્તિમાં પ્રસિદ્ધ કરવા. નાનો દોષ હોય તેને મોટો કરીને પ્રકાશિત કરવો, આ બધું અભ્યાખ્યાન” કહેવાય છે. અન્ય કોઈપણ વ્યક્તિમાં છતા દોષો જોવામાં અને પ્રકાશિત કરવામાં પણ પાપ છે. એમ શાસ્ત્રોમાં કહ્યું છે. તો પછી અછતા દોષો તો જોવાય જ કેમ ? અને કહેવાય જ કેમ? માટે આ તેરમું પાપસ્થાનક જીવનમાંથી ત્યજી દેવા જેવું છે. આ પાપસ્થાનક પણ દુરંત છે. જીવનમાંથી કાઢવું અતિશય દુષ્કર છે. કારણ કે અનાદિકાળના મોહના સંસ્કારો છે. તેથી જીવને Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ અઢાર પાપસ્થાનક કલહ અને અભ્યાખ્યાન આદિ દોષો ઘણા પ્યારા છે. આ જીવ તેમાં જ રાચ્યો માચ્યો રહે છે. ભવોભવથી દોષોની આ વાસના ઘણી દઢ થયેલી છે. તેથી અનાદિની આ ચાલ ત્યજવી ઘણી દુષ્કર છે. કોઈના પણ ઉપર અછતાં આળ (ખોટા કલંકો) જે પ્રકાશે છે તે ઘડીભર આનંદ માણી લે છે. પરંતુ તેનાથી એવાં ચિકણાં કર્મો બંધાય છે કે જે રડવા છતાં પણ છુટતાં નથી અને નરક-નિગોદના ભવોમાં આ જીવ ઘણા અસહ્ય દુઃખો પામે છે. તેથી હે જીવ! તું આવા પાપથી વિરામ પામ. / ૧ / અછતે દોષે રે અભ્યાખ્યાન જે, કરે ન પુરે ઠાણોજી | તે તે દોષે રે તેહને દુઃખ હોવે, ઈમ ભાખે જિન ભાણોજી. ધન ધન તે નર, જે જિનમત ધરે. ને ૨ | શબ્દાર્થ - અછતે દોષે છે. જે વ્યક્તિમાં જે દોષ ન હોય તો પણ, જે અભ્યાખ્યાન કરે - ખોટું આળ બોલે, ન પૂરે ઠાણો - તે તે દોષનું સ્થાન (સાચું કારણ, સાચી જગ્યા, સાચો પુરાવો) ન બતાવે. જિનાભાણ - જિનેશ્વર પ્રભુરૂપી સૂર્ય. || ૨ || ગાથાર્થ - જે વ્યક્તિમાં જે દોષ ન હોય, છતાં તે વ્યક્તિ ઉપર જે અભ્યાખ્યાન (ખોટાં આળ) કહે, અને તેનાં કારણો કે દોષનાં રથાનો દોષના સાચા પુરાવા ન જણાવે તો તેવા ખોટા આક્ષેપાક દોષથી તે તે જીવોને ઘણું દુઃખ થાય, એમ સૂર્ય સમાન જિનેશ્વર ભગવંતો કહે છે. II ૨ | વિવેચન - કોઈપણ વ્યક્તિમાં જે જે દોષો ન હોય અને આપણે આપણી બુદ્ધિમાત્રથી કલ્પીને તે તે વ્યક્તિમાં તે તે દોષો જો કહીએ તથા તેના પ્રત્યેની અંદરની દ્રષબુદ્ધિથી મન માત્રથી કલ્પીને જ જે જે દોષો કહીએ, તેથી તેનાં સાચાં કારણો અને Page #166 -------------------------------------------------------------------------- ________________ અભ્યાખ્યાન નામના તેરમા પાપસ્થાનકની સઝાય ૧૫૭ સાચાં સ્થાનો બતાવી શકીએ નહીં અને તેવા ખોટા દોષારોપણથી તે તે વ્યક્તિને ઘણું અમાપ દુઃખ થાય, તેથી આ પાપસ્થાનક પણ આદરવા જેવું નથી. પણ દૂરથી જ ત્યજવા જેવું છે. એમ જિનેશ્વર ભગવંતો કહે છે. કોઈ વ્યક્તિમાં જે છતા દોષો હોય છે. તે દોષો પણ જો કોઈને કહીએ, કોઈની સામે પ્રકાશિત કરીએ તો પણ તેને ઘણું દુઃખ લાગે છે. અને કહેનારને મોટો દોષ લાગે છે. તો પછી અછતા દોષો કોઈના પણ કહીએ કે પ્રકાશિત કરીએ તો દોષ કેમ ન લાગે ? આપણા ઉપર જો કોઈ ખોટું આળ આપે તો જેમ વજાઘાત જેવું દુઃખ થાય છે. તેમ બીજાને આપણે કલંક આપીએ તો દુઃખ કેમ ન થાય ? માટે આ દોષ સેવવા જેવો નથી. “હસતાં તે બાંધ્યાં કર્મ, રોતાં ન છુટીયે પ્રાણીયા જી” આ પંક્તિનો અર્થ આ પ્રસંગે સતત વિચારવો. ૨ જે બહુમુખરી રે વળી ગુણમત્સરી, અભ્યાખ્યાની હોય છે. પાતક લાગે રે અણકીધાં સહી, તે કીધું સવિ ખોય છે. ધન ધન તે નર, જે જિનમત ધરે. ને ૩ છે. શબ્દાર્થ - બહુ મુખરી - અતિશય વાચા, ઘણું જ બોલ બોલ કરનારી વ્યક્તિ, ગુણમત્સરી - ગુણો ઉપરનો દ્વેષી, અભ્યાખ્યાની - તે જ જીવ આવ્યાખ્યાન દોષવાળો, અણકીધાં - ન કરેલાં પણ, તે કીધુ - જે જે ધર્માનુષ્ઠાનોનું આચરણ કર્યું હોય તે સર્વે. ખોય છે - ખોઈ નાખે છે, નાશ પામે છે. II 3 I ગાથાર્થ . જે જે જીવો બહુ જ વાચાળ હોય છે. ગુણ ઉપરના ઈષ્યભાવવાળા હોય છે. તે તે જીવો જ પ્રાયઃ અભ્યાખ્યાન દોષવાળા હોય છે. આ દોષથી ન કરેલાં પાપો પણ લાગે છે. અને Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ કરેલું સઘળું ધર્મ અનુષ્ઠાન નિષ્ફળ થવાથી ખોવાઈ જાય છે. અર્થાત્ નષ્ટ થાય છે. || ૩ || અઢાર પાપસ્થાનક વિવેચન - સામાન્યથી જે જે જીવો ઘણા વાચાળ હોય છે, વધારે પડતો બહુ જ બોલવાનો સ્વભાવ હોય છે, મુખમાં જે આવે તે બોલ્યા જ કરે છે અને તેમાં પણ ગુણી માણસોના ગુણો ઉપરનો ખુબજ દ્વેષ હૈયામાં વર્તતો હોય છે. અર્થાત્ અંતર્દોષથી જે જીવો ભરેલા હોય છે. આવા જીવો જ આવા પ્રકારનાં અછતાં આળ દેનારા થાય છે. કારણ કે એક તો વાચાળતા જે છે તે જેમ તેમ બોલવા માટે વધારે ઉત્સુક કરનાર છે. વળી તે વાચાળતા વિવેકશૂન્ય બોલવાની તાલાવેલી લગાડે છે. અને વળી ગુણો ઉપરનો જે દ્વેષભાવ છે તે અછતા દોષો પ્રકાશિત કરવા તરફ પ્રેરક બને છે. બહુમુખરી અને ગુણમરતા આ બન્ને દોષોના કારણે જ આ જીવ પારકાના અછતા દોષો કહીને હલકા પાડવાના કાર્યમાં પરાભવ કરવાના કાર્યમાં અને પરને દુઃખ દેવાના કાર્યમાં એવો આવી જાય છે કે તેનાથી તંદુલીયા મત્સ્યની જેમ અણકીધાં (કર્યા ન હોય તો) પણ ઘણાં ચીકણાં કર્મો બાંધનારો આ જીવ બની જાય છે. અને મરીને દુર્ગતિમાં જાય છે. એટલું જ નહીં પરંતુ આજ સુધી જે જે ધર્મ અનુષ્ઠાનો કર્યા હોય છે અને તેનાથી કર્મો હળવાં જે કર્યાં હોય છે તે પણ આ દોષ સેવવાથી એવાં ચીકણા રસવાળાં કર્મો થઈ જાય છે કે જેનાથી અલ્પરસવાળાં કરેલાં કર્મો પણ તીવ્રરસવાળાં બનતાં, આજ સુધી કરેલું સર્વ ધર્મ આરાધનનું ફળ ચાલ્યું જાય છે. ખોવાઈ જાય છે. તેથી હે આત્મા ! તું કંઈક ચેત, જ્યાં ત્યાં જેમ તેમ ન બોલ. વાચાળતા મત્સરિતા ત્યજીને અભ્યાખ્યાન દોષને ત્યજનારો બન. ॥ ૩ ॥ Page #168 -------------------------------------------------------------------------- ________________ અભ્યાખ્યાન નામના તેરમા પાપસ્થાનકની સજ્ઝાય મિથ્યામતિની રે દશ સંજ્ઞા જિકે, અભ્યાખ્યાનના ભેદોજી ગુણ-અવગુણનો રે જે કરે પાલટો, તે પામે બહુ ખેદોજી. ધન ધન તે નર, જે જિનમત ધરે. ॥ ૪ ॥ શબ્દાર્થ . પાલટો - અદલો બદલો, બહુખેદો - ઘણું દુઃખ. || ૪ || મિથ્યાદૃષ્ટિપણાની જે ૧૦ સંજ્ઞાઓ છે તે જ ગાથાર્થ અભ્યાખ્યાનના ભેદો છે. જે જીવો ગુણ અને અવગુણનો બદલો કરે છે. તે જીવો ઘણો ખેદ પામે છે. || ૪ || વિવેચન - આગળ ઉપર અઢારમા પાપસ્થાનકની સજ્ઝાયની ત્રીજી ગાથામાં મિથ્યાર્દષ્ટિપણાની ૧૦ સંજ્ઞા આવે છે. તે જ ૧૦ સંજ્ઞાઓ આ અભ્યાખ્યાન દોષના ભેદો છે. કારણ કે મિથ્યામતિ એટલે અવળી બુદ્ધિ, ઊંધી બુદ્ધિ, આ રીતે અવળી બુદ્ધિના કારણે જ આ જીવ ધર્મમાં અધર્મબુદ્ધિ અને અધર્મમાં ધર્મબુદ્ધિ જેમ સેવે છે. તેમ અહીં પણ અવળી બુદ્ધિના કારણે જ તે જીવ પર ઉપર અછતા દોષો આરોપે છે. ઘણીવાર ગુણોને જ દોષોરૂપે લેખે છે. તે જ ૧૦ ભેદો અહીં લાગે છે. તે આ પ્રમાણે - ૧. ધર્મમાં અધર્મબુદ્ધિ ૨. અધર્મમાં ધર્મબુદ્ધિ ૩. માર્ગમાં ઉન્માર્ગની બુદ્ધિ ૪. ઉન્માર્ગમાં માર્ગની બુદ્ધિ ૫. સાધુમાં અસાધુની બુદ્ધિ ૬. ૭. અસાધુમાં સાધુની બુદ્ધિ ૮. જીવમાં અજીવની બુદ્ધિ અજીવમાં જીવની બુદ્ધિ ૯. મૂર્તમાં અમૂર્તની બુદ્ધિ ૧૦. અમૂર્તમાં મૂર્તની બુદ્ધિ ૧૫૯ આ ૧૦ ભેદોની વધારે ચર્ચા અઢારમી ઢાળમાં આવવાની છે એટલે અમે અહીં લખતા નથી. (ત્યાંથી જોઈ લેવી). આ રીતે ગુણી માણસોના ગુણોને જે જે માણસો દોષરૂપે Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ અઢાર પાપસ્થાનક જુએ છે. ગુણોને દોષોથી ખોટી રીતે કલંકિત કરે છે અને તેથી જ અંતર્હષના કારણે અછતાં આળ આપે છે. તે માણસો ગુણ-અવગુણોનો બદલો કરવાના કારણે મહાદુઃખ પામે છે. ધવલશેઠે શ્રીપાળ મહારાજા ઉપર ડુંબનું ખોટું કલંક ચડાવ્યું તો શ્રીપાલ મહારાજાની બે પતીઓ દ્વારા સાચુ કુલ પ્રગટ થતાં ધવલ શેઠ અપયશ અને નિંદા પામ્યા તથા મરીને નરકે ગયા. આવાં અનેક ઉદાહરણો શાસ્ત્રોમાં છે. ૪ || પરને અછતા દોષ ન દીજીએ, પીજીએ જે જિનવાણી ઉપશમ રસસ્પેરે ચિત્તમાં ભીંજીયે, કીજીયે સુજસ કમાણી જી. ધન ધન તે નર, જે જિનમત ધરે ૫ / શબ્દાર્થ - ચિત્તમાં ભીંજીયે - મનને ભીનું ભીનું કરીએ. સુજસ કમાણી - સારા યશસ્વીપણાની કમાઈ. || ૫ || ગાથાર્થ - તેથી જિનેશ્વર પ્રભુની વાણી સાંભળવા સ્વરૂપ અમૃતનું પાન સદા કરીએ. બીજા જીવને અછતા દોષો ન આપીએ, અને પોતાના ચિત્તને ઉપશમ રસથી ભીનું ભીનું રાખીએ કે જેથી “સાર યશસ્વીપણાની” ઘણી કમાઈ કરી શકાય. I પI વિવેચન - આખી ઢાળનો સાર આ ગાથામાં કહે છે કે - અઢારે દૂષણો ત્યજવા જેવાં છે. આમાંનું એક પણ દૂષણ આચરવા જેવું નથી. ખરેખર તો વિભાવદશા જ આત્માને ઘણી નુકશાન કરનારી છે. મોહને વશ આત્મામાં પ્રવેશેલી વિભાવ દશાની પ્રીતિ જ મહાદુઃખદાયી છે. આવી જિનેશ્વર પરમાત્માની વાણી નિરંતર પીવા જેવી છે. તેનું પાન કરીને પરને અછતાં આળ આપવાનું આ પાપ કદાપિ ન કરવું જોઈએ. કોઈના પણ જીવને જરા પણ દુઃખ થાય એવાં વચનોચ્ચાર કે આચરણ આચરવા જેવું નથી. આમ સમજીને પોતાના ચિત્તને વિતરાગ પ્રભુની વાણીથી સિંચી સિંચીને ઉપશમરસથી Page #170 -------------------------------------------------------------------------- ________________ અભ્યાખ્યાન નામના તેરમા પાપસ્થાનકની સઝાય ૧૬૧ એવું ભીનું ભીનું કરીએ કે જેનાથી સારા યશની કમાણી આ જીવને પ્રાપ્ત થાય. આપણો આત્મા દોષમુક્ત થાય અને અનેકવિધ ગુણોવાળો બને, એ જ સારો યશ સમજવો. દુનિયાની બાહ્ય પ્રશંસા કે બાહ્ય વાહવાહ તે અહીં સુયશ ન સમજવો. કારણ કે તે પ્રશંસા તો તે તે લોકોના કાર્યોની સિદ્ધિ થવાથી લોકો તરફથી આવેલી છે. જે મોહ વધારનાર હોવાથી પરભાવ દશા છે. વિભાવ દશા છે. પરંતુ આપણો આત્મા ગુણસ્થાનકોમાં જેમ જેમ વિકાસ પામતો જાય છે તે જ સાચો અને મોટો યશ જાણવો. તેની જે કમાણી છે. તે જ આ જીવનમાં સાચી કમાણી છે અને સાચેસાચ તે જ કરવા જેવી છે. આ ઢાળમાં પણ “કીજીયે સુજસ કમાણીજી” આ પદમાં સુજસ શબ્દ લખીને ગ્રંથકર્તાએ પોતાનું કર્તા તરીકેનું નામ ગર્ભિત રીતે સૂચવ્યું છે. પ . આ પ્રમાણે “અભ્યાખ્યાન” નામના તેરમા પાપસ્થાનકના વર્ણનવાળી આ તેરમી ઢાળના અર્થ પણ સમાપ્ત થયા. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૨ અઢાર પાપસ્થાનક “પશુન્ય” નામના ચૌદમા પાપસ્થાનકની સઝાય - પાપસ્થાનક હો કે ચૌદમું આકરું, પિશુનપણાનું હો કે વ્યસન છે અતિ બુરું, મેં અશન માત્રનો હો કે શુનક કૃતજ્ઞ છે, તેહથી ભંડો હો કે પિશુન લવે પછે. / ૧ / શબ્દાર્થ - પિશુનપણાનું - ચાડીયાપણાનું, વ્યસન - ટેવ, અતિરે - અતિશય ખરાબ છે, અશન માસનો - ભોજન માત્ર લેનારો, શુનક - કુતરો, કૃતજ્ઞ - કરેલા ઉપકારને સમજનારો છે, તેહથી ભંડો - તેનાથી પણ ખરાબ છે, પિશુન - ચાડીયો માણસ, લવે પછે - પાછળ પાછળ બોલે છે. II 1 II - ગાથાર્થ - “ચાડીયાપણાનુ” ચૌદમું પાપસ્થાનક ઘણું આકરું છે. આ વ્યસન અતિશય ખરાબ છે. ભોજનમાબ લેનારો કુતરો કૃતજ્ઞ છે. (જે માલિકનું પુરેપુરું રક્ષણ કરે છે) ચાડીયો માણસ તે કુતરાથી પણ અતિશય ઘણો ભુંડો છે કે જે પાછળ પાછળ હલકું બોલ્યા જ કરે છે. I 1 વિવેચન - હવે પૈશુન્ય નામનું ચૌદમું પાપસ્થાનક સમજાવે છે. પૈશુન્ય એટલે ચાડીયાપણું. કોઈપણ માણસના નાના દોષને મોટો કરવો, અથવા અનિવાર્ય સંજોગોવાળા કારણના વશથી સેવેલા દોષને વડીલોની સામે કહીને માર મરાવવો, અથવા પાછળ પાછળ દોષ કહીને લોકોને ચડાવવા, સજ્જન માણસ પ્રત્યે લોકોને અપ્રીતિભાવવાળા કરવા. તેને પૈશુન્ય કહેવાય છે. આ પાપસ્થાનક પણ અતિશય ભયંકર છે. ચાડીયાપણાની ટેવ અત્યન્ત બુરી છે. જે નિંદાનો જ પરિણામ લાવે છે. મન કાયમ દોષો જ જોનારું બને છે. મનમાં સદા કલેશ જ રહે છે. તેથી Page #172 -------------------------------------------------------------------------- ________________ પૈશુન્ય નામના ચૌદમા પાપસ્થાનકની સઝાય ૧૬૩ ચાડીયાપણાની આ ટેવ સારી નથી. ઘણી ખરાબ છે. ચાડીયો માણસ કુતરાથી પણ અતિશય ભંડો છે. તે યુક્તિપૂર્વક સમજાવે છે કે માલિક કુતરાને રોટલો જ માત્ર આપે છે. (અશન જ) ભોજન જ માત્ર આપે છે. છતાં તેના માલિકને ક્યાંય નુકશાન થવા દેતો નથી. કોઈ અજાણ્યો માણસ પોતાના માલિકના ઘરમાં કે પોળમાં (ગલીમાંશેરીમાં) આવે છે. તો ભસીને તેને વળગીને કરડીને પણ બહાર કાઢે છે. અને માલિકનું પૂરેપૂરું રક્ષણ કરે છે. કુતરો આટલો કૃતજ્ઞ (વફાદાર) છે. જ્યારે ચાડીયો માણસ જેનું ખાય છે તેનું જ તેની ગેરહાજરીમાં ખોદે છે. નિંદા સિવાઈ બીજું કંઈ તેને સુઝતું જ નથી. માટે ચાડીયો માણસ કુતરાથી પણ ઘણો ભુંડો છે. તેથી હે આત્મા ! આવું પશુન્યપણું ત્યજવા જેવું છે. / ૧ / બહુ ઉપકરીએ હો કે પિશુનને પરિ પરિ, કલહનો દાતા હો કે હોય તે ઉપરિ, દુધે ધોયો હો કે વાયસ ઉજલો, 1 કિમ હોય પ્રકૃતં હો કે જે છે સામેલો. | ૨ શબ્દાર્થ - બહુ ઉપકરીએ - ઘણો ઘણો ઉપકાર કરીએ. પિશુનને - ચાડીયાને, પરિ પરિ - વારંવાર, ઉપરાઉપર, તે ઉપરિ - ઉપકારી ઉપર, વાયસ • કાગડો, ઉલો - સફેદ, પ્રકતે - સ્વભાવે, સામલો - કાળો. || ૨ | ગાથાર્થ - ચાડીયા પુરુષનો વારંવાર ઘણો ઘણો ઉપકાર કરો તો પણ તે ચાડીયો માણસ ઉપકાર કરનારા ઉપર (કોઈપણ નાના-મોટા નિમિતને આગળ કરીને) કજીયો જ કરનાર બને છે. જેમકે “કાગડો પોતાના મૂલ સ્વભાવે જે કાળો છે. તે વારંવાર દુધ વડે ધોઈએ તો પણ શું ઉજળો થાય ? અર્થાત્ ઉજળો ન થાય તેમ ચાડીયો માણસ ઉપકાર કરવા છતાં સુધરતો નથી. / ૨ / Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ અઢાર પાપાનક વિવેચન - ચાડીયો માણસ પ્રકૃતિએ કેટલો હલકો હોય છે તેનો ચિતાર આ ગાળામાં આપ્યો છે કે તમે ચાડીયા માણસનાં ઘણાં ઘણાં કામ કરી આપો, વારંવાર તેનો ઉપકાર કરો, ઉપરા ઉપર તેનું ઘણું ઘણું હિત (કલ્યાણ) તમે કર્યું હોય, દુઃખમાંથી સુખમાં લાવ્યો હોય, તેને લઈને કર્યો હોય તો પણ આ ચાડીયા માણસની પ્રકૃતિ જ અતિશય હલકી હોય છે. તેથી કોઈપણ પ્રકારનું નાનું કે મોટું નિમિત્ત આગળ ધરીને મહાભારત જેવા કલહને જ કરનારો થાય છે. ઘણાં ઘણાં તેનાં કામો તમે કર્યા હોય તે બધુ ભૂલી જઈને પણ ફક્ત એક વાર સંજોગોની પ્રતિકૂળતાએ તેનું કામ જો તમારાથી ન થયું તો મોટો મહાભારત કજીયો કરી બેસે છે. આવી પ્રકૃતિ પિશુનક (ચાડીયા) ની હોય છે. આ જ વાત એક ઉપમા દ્વારા સમજાવે છે. કાગડો” નામનું જે પક્ષી છે. તે જન્મથી જ સ્વાભાવિક રીતે જ કાળુ હોય છે. હવે તેને ઉજળું કરવા માટે દૂધનું તપેલું લાવીએ અને ઘણા બહોળા દૂધથી વારંવાર તેને નવરાવીએ, વારંવાર તેને ધોઈએ અને તેની ઘણી સારવાર કરીએ તો પણ શું તે કાગળો ઉજળો બને? અર્થાત્ ન જ બને. જે વસ્તુ પોતાની પ્રકૃતિથી શ્યામ છે તે દૂધથી ધોવા છતાં જેમ ઉજ્વલ બનતો નથી. તેમ જે પિનક પોતાની પ્રકૃતિથી તુચ્છ સ્વભાવવાળો છે. તે સજ્જન સ્વભાવવાળો ક્યારેય બનતો નથી. / ૨ તિલહ તિલgણ હો કે નેહ છે ત્યાં લગે, નેહ વિણઠે હો કે ખલ કહીએ જગે. ઈમ નિઃસ્નેહી હો કે નિરદય હૃદયથી, પિશુનની વાર્તા હો કે નહિ જાયે કહી. (કથી) / ૩ // શબ્દાર્થ - તિલક - તલના દાણાઓમાં, તિલહરણ - તલપણું, હો કે - ત્યાં સુધી જ હોય છે કે, નેહ છે - તેમાં તેલ Page #174 -------------------------------------------------------------------------- ________________ પૈશુન્ય નામના ચૌદમા પાપસ્થાનકની સજ્ઝાય છે, ત્યાં લગે - ત્યાં સુધી જ, નેહ વિણઠે - તલમાંથી તેલ કાઢી નાખવામાં આવે પછી, ખલ કહીએ જગે - તે જ તલને ખોળ’ એમ જગતમાં કહેવાય છે. નિઃસ્નેહી - વાસ્તવિક પ્રેમ વિનાનું, નિરદય હૃદયથી - દયા વિનાનું હૈયું હોવાથી, પિશુનની વાર્તા - ચાડીયાની કથા, નવિ જાણે કહી - કહીએ તો પણ ન કહેવાય તેવી છે. || ૩ || ગાથાર્થ - તલના દાણાઓની તલપણે કિંમત ત્યાં સુધી જ હોય છે કે જ્યાં સુધી તેમાં તેલ છે. જ્યારે તેમાંથી તેલ વિનાશ પામે છે (ઘાણી દ્વારા કાઢી લેવામાં આવે છે) ત્યારે તે જ કિંમતી તલના દાણાઓને ખોળ'' કહીને જગતના લોકો બોલાવે છે. પશુને જ માત્ર ખાવાયોગ્ય તુચ્છ ધાન્ય બની જાય છે, તેવી જ રીતે ચાડીયા માણસનું હ્રદય સ્નેહરહિત અને દયારહિત હોવાથી તેની વાર્તા કહી શકાય તેવી નથી. || ૩ || ૧૬૫ વિવેચન - પિશુનક (ચાડીયો) માણસ કેવો છે ? અત્યન્ત હલકો છે અર્થાત્ તેની કોઈ જ કિંમત નથી. ભૂલેચૂકે પણ તેનો સંબંધ બાંધવો નહી કે તેના વિશ્વાસમાં આવવું નહીં. તેનો છાંયડો પણ ઘણો જ દુઃખદાયી છે. કારણ કે તેનું હૃદય “સ્નેહ” (પ્રેમવાત્સલ્ય) વિનાનું છે. તથા સામેના માણસને મારાથી કેટલું નુકશાન થાય છે. તેના તરફ દૃષ્ટિપાત કરનાર ન હોવાથી નિર્દય હૃદય હોય છે. આ રીતે નિઃસ્નેહ અને નિર્દય હૃદય હોવાથી પિશુનક માણસ બીજાને કેટલા ઉંડા ખાડામાં નાખી દે છે. તે શબ્દોથી કહી શકાય તેવું નથી. એટલે કે તે પિશુનકની વાર્તા કહી શકાતી નથી. તેના ઉપર એક સુંદર ઉદાહરણ સમજાવે છે. જેમ ખેતરમાં પાકેલા તલના દાણા સ્નેહથી (તેલથી) ભરેલા છે. એટલે લોકો તેને “તલ છે. તલ છે” એમ માનથી જુવે છે. સારા વાસણમાં ભરે છે. તેની તલસાંકળી કે સુખડી આદિ કરીને Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ અઢાર પાપસ્થાનક ખાય છે. બજારમાં તલ વેચીને સારાં નાણાં ઉપાર્જન કરે છે. પરંતુ જ્યારે તે તલમાંથી ઘાણી દ્વારા તેલ કાઢી લેવામાં આવે છે. ત્યારે તે તલની કોઈ જ કિંમત રહેતી નથી. તેને કોઈ માણસ ખાતું નથી, સારા વાસણમાં કોઈ માણસ ભરતું નથી. બજારમાં વેચાતું નથી. “તલ છે તલ છે” આમ કહીને જે બહુમાનથી બોલાવતા હતા, તેને બદલે હવે “ખોળ” કહેવાય છે. (ખોળ એટલે કે ફક્ત પશુઓને જ ખાવાયોગ્ય તુચ્છ અનદ્રવ્ય). જેનું ઘણું જ માન હતું તે જ હવે તુચ્છ દ્રવ્યપણાને પામે છે. તેવી જ રીતે પિશુનક પુરુષનું હૃદય સ્નેહ વિનાનું (પ્રેમ-વાત્સલ્ય વિનાનું) છે અને તેના જ કારણે દયા વિનાનું પણ છે. તેથી તે હલકામાં હલકાં કામો કરવામાં જરા પણ ખચકાતા નથી. “ખોળ” ના જેવી તેની તુચ્છ સ્થિતિ હોવાથી તે કેવાં કેવાં નુકશાનકારક કામો કરે છે ? તેની વાર્તા ગમે તેટલી કહીએ તો પણ પુરી ન થાય તેવી છે. અર્થાત્ શબ્દોથી અવાચ્ય છે. જેમ તેલવાળા તલ કિંમતી, અને તેલ વિનાના તલ તે “ખોળ” કહેવાય, તેમ સ્નેહ અને દયા વિનાનો પિશુનક પુરુષ પણ “ખોળ” જેવો તુચ્છ છે. હે જીવ ! તેવાની સોબત કરવી નહીં. ૩ ચાડી કરતાં હો કે વાડી ગુણ તણી, સૂકે ચૂકે હો કે ખેતી પુણ્ય તણી, કોઈ નવિ દેખે હો કે વદન તે પિશુનતણું, નિરમલ કુલને હો કે દીયે તે કલંક ઘણું. છું. | ૪ || શબ્દાર્થ - ચાડી કરતાં - બીજાની ચાડી ખાવાથી, વાડી ગુણ તણી - ગુણોની વાડી, ગુણોનું ઉધાન, સૂકે - સૂકાઈ જાય છે. ચૂકે - રહી જાય છે, ખેતી પુણ્ય તણી - પુન્યની ખેતી, વદન - મુખ, પિશુનતણું - ચાડીયા માણસનું. II 8 II Page #176 -------------------------------------------------------------------------- ________________ પૈશુન્ય નામના ચૌદમા પાપસ્થાનકની સજઝાય ૧૬૭ ગાથાર્થ - કોઈપણ માણસના દોષોની ચાડી ખાવાથી આપણામાં પ્રગટેલા ગુણોની ખીલેલી વાડી સુકાઈ જાય છે. પુણ્યકર્મની ખેતી સુકાઈ જાય છે. (રહી જાય છે) અને આવા પિશુનક પુરુષનું મુખ કોઈ જોવા ઈચ્છતું નથી. અને પોતાના નિર્મળ ફુલમાં અતિશય ઘણું કલંક લાગે છે. I ૪ / વિવેચન - પિશુનક પુરુષની આવા પ્રકારની ચાડીયાપણાની પ્રકૃતિ તે જીવને કેટલું કેટલું નુકશાન કરનારી છે ? તે વાત ચાર રીતે આ ગાળામાં સમજાવે છે. - (૧) પોતાનામાં પ્રગટેલા ગુણોની ખીલેલી લીલીછમ વાડી પિશુનતાથી સુકાઈ જાય છે. જીવમાં જે સારો વિનય, સારો વિવેક, સારું જ્ઞાન, સદાચારી જીવન, પરસ્પર વાત્સલ્ય, નિઃસ્વાર્થભાવ, સેવાપરાયણતા ઈત્યાદિ અનેક સારા સારા ગુણો પ્રગટ્યા હોય, જેમ ફૂલોથી બગીચો ખીલે તેમ ગુણોની વાડી જીવનમાં ખીલી ઉઠી હોય, પરંતુ જો ચાડીયાપણાની પ્રકૃતિ આવી જાય તો સતત તેમાં જ ધ્યાન રહેવાથી, બીજાના નાના દોષોને મોટા કરવામાં જ લયલીન થવાથી, બીજાનું અહિત કરવાની જ મનોવૃત્તિ વર્તતી હોવાથી, પોતે ખાધેલી ચાડી ઉઘાડી ન પડી જાય તેનો જ ઢાંકપછેડો કરવામાં જ મન પરોવાયેલું રહેવાથી આવેલા ગુણો લાંબો ટાઈમ ટકતા નથી. ગુણોને સાચવવામાં ઉપેક્ષા વધતી જાય છે. ખીલેલાં પુષ્પોની જો બરાબર માવજત ન થાય તો તે વાડી કાળાન્તરે સુકાઈ જાય છે. તેમ મનની તમામ પ્રવૃત્તિ, ગુણોની માવજત કરવાને બદલે ઉપરોક્ત કાદવમાં જ ડુબેલા રહેવાથી ગુણોની વાડી સુકાવા લાગે છે. ગુણોની વાડી કરમાઈ જાય છે. . (૨) પુણ્યતણી ખેતી ચૂકે છે - આવું માનવનું જીવન, ગુણિયલપણું, નિરોગી શરીરપણું, પરિપૂર્ણ પાંચે ઈન્દ્રિયપણું અને શ્રેષ્ઠ બુદ્ધિ તથા શારીરિક સુંદર શક્તિ ઈત્યાદિ સુંદર પરિસ્થિતિ પામીને અદ્ભુત પુણ્ય ઉપાર્જન કરવું જોઈએ, મહાત્મા પુરુષોના માર્ગને Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ અઢાર પાપસ્થાનક અનુસરીને મળેલી દુર્લભ સામગ્રીને સફળ બનાવીને પુણ્યાનુબંધી પુણ્યની કમાણી કરવારૂપ ખેતી કરવી જોઈએ. જીવનને ધન્ય ધન્ય બનાવવું જોઈએ. તેને બદલે પિશુનકપણાની પ્રકૃતિ, જીવને નિરંતર કલેશ-કડવાશ વેરઝેર આદિ પાપ પ્રવૃત્તિમાં જ જોડનાર હોવાથી પાપની જ ખેતી વધે છે. પુણ્યની ખેતીથી તે જીવ ચુકી જાય છે. (૩) આવી પાપમય પ્રવૃત્તિના કારણે, દરેકને હલકા ચિતરવાની મનોવૃત્તિ હોવાથી, ઉપરી અધિકારીને માણસના દોષો જ જણાવી માર મરાવવાની અથવા માનભ્રષ્ટ કરવાની જ વૃત્તિ હોવાના કારણે તેનું મુખ કોઈ જોવા ઈચ્છતું નથી. બધા જ લોકો તેવા ચાડીયાથી દૂર જ રહે છે. કોઈ તેને પોતાનો કરવાને કે પોતાના સમાજનો સભ્ય કરવાને તેનું મુખ જોવાને જરા પણ ઈચ્છતા નથી. મુખ ફેરવીને જ ચાલે છે. (૪) આના કારણે જ પોતાના બાપ-દાદાથી સુવાસિત થયેલા અને પ્રતિષ્ઠાને પામેલા કુલમાં ઘણું મોટું કલંક લાગે છે. કોઈ તેવા માણસનો પરિચય કરવા રાજી હોતું નથી. છોકરા-છોકરીની લેવડદેવડ કરવા વડે સગાં-સંબંધીપણું કરવા પણ કોઈ રાજી હોતું નથી. આવી વ્યક્તિને કોઈ સ્વજન કરવા ઈચ્છતું નથી. દરેક વ્યક્તિ તરફથી તે તિરસ્કારને જ પામે છે. માટે હે જીવ ! આવું ચડીયાપણું તારા જીવનમાં ક્યારેય પણ ન લાવીશ. અને કોઈ ચાડીયાની સોબત પણ તું ન કરીશ. ૪ | જિમ સજ્જન ગુણ હો કે પિશુનને દૂષિયે, તિમ તિણે સહજે હો કે ત્રિભુવન ભૂષિયે ! ભસમે માંજ્યો હો કે દર્પણ હોય ભલો, સુજસ સવાઈ હો કે સજ્જન સુકુલ તિલો. . પ . Page #178 -------------------------------------------------------------------------- ________________ પશુન્ય નામના ચૌદમા પાપસ્થાનકની સજઝાય ૧૬૯ શબ્દાર્થ - જિમ - જેમ, સજનગણ - સજ્જનોના ગુણો, પિશુનને દુષિયે - ચાડીયા માણસથી દૂષિત કરાય છે. તિમ - તેમ, તિણે - તે જ કારણને લીધે, સહેજે સ્વાભાવિકપણે, ત્રિભુવન ભૂષિયે - ત્રણે ભૂવનમાં તે ગુણો શોભા પામે છે, ભસમે માંજ્યો - ખ્યાથી સાફ કરેલું. દર્પણ હોય ભલો - દર્પણ વધારે ઉજળું જ થાય છે. સુજસ, સવાઈ - સવા ગણો સારો યશ વધે છે. સજન • સજ્જન પુરુષોના, સુકુલ - ઉત્તમ કુલમાં, તિલો - તિલકની જેમ તે શોભે છે. || ૫ || ગાથાર્થ - સજ્જન પુરુષના ગુણો પિશુનક વડે જેમ જેમ દુષિત કરવામાં આવે છે. તેમ તેમ તે ગુણી પુરુષ પરીક્ષામાં પાસ થવાના કારણે તેના તે તે ગુણો સ્વાભાવિકપણે જ ત્રણે ભુવનમાં શોભા પામે છે. જેમ રખ્યાથી માંજેલું દર્પણ ઉલટું વધારે ઉજળું જ થાય છે. તેમ ગુણી પુરુષનો સવાયો સારો યશ વધે છે અને સજજનોના ઉત્તમ કુલમાં તે તિલકસમાન દીપી ઉઠે છે. [ પ I વિવેચન - “રખ્યા” એ વસ્તુને મેલી કરનારી ચીજ છે. જેમ કે ઘરમાં પડેલી ધૂળ, કપડાં ઉપર પડેલી ધૂળ તથા ગાદી, તકીયા ઉપર પડેલ ધૂળ તે તે વસ્તુને મેલી કરે છે. છતાં તે જ રખ્યાથી જો દર્પણને સાફ કરવામાં આવે તો મેલું થવાને બદલે વધારે ઉજળું જ થાય છે. “આગ” એ વસ્તુને બાળી નાખનારી અને નાશ કરનારી જ ચીજ છે. છતાં તે જ આગથી જો સોનું તપાવવામાં આવે તો નાશ થવાને બદલે વધારેને વધારે શુદ્ધ થાય છે. તેવી જ રીતે પિશુનક પુરુષની ચાડીયાપણાની વૃત્તિથી સજ્જનના ગુણોને જેમ જેમ દૂષિત કરવામાં આવે છે. ગુણોને સંસારમાં દોષરૂપે ગાવામાં આવે છે. તેમ તેમ સજ્જનના ગુણો તેવી પરીક્ષામાંથી નિર્દોષપણે પ્રસિદ્ધ થયા છતા વધારેને વધારે ચમકે છે. ત્રણે ભુવનમાં વધારેમાં વધારે શોભા પામે છે. સવાયો યશ વધે છે. અને પરીક્ષામાં પાસ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ અઢાર પાપસ્થાનક થયેલો આ પુરુષ સજજન પુરુષોના ઉત્તમ કુલમાં તિલકની જેમ વધારને વધારે યશસ્વી બને છે. સૂરજ સામે ઉડાડેલો કાદવ જેમ પોતાના જ મુખ ઉપર પડે છે. તેમ સજ્જનોના ગુણો તરફ ઉડાડેલો ખોટો કાદવ પોતાના જ મુખને મેલું કરે છે. સજ્જનોના ગુણો તો વધારે ઉજળા જ બને છે. આ ગાથામાં “સુજસ સવાઈ” આ પદમાં “સુજસ” શબ્દ વાપરીને ગ્રંથકારશ્રીએ કર્તા તરીકે પોતાનું નામ ગર્ભિત રીતે પ્રકાશિત કર્યું છે. . પ . આ રીતે “પશુન્ય” નામના ચૌદમા પાપસ્થાનકના વર્ણનવાળી આ ચૌદમી ઢાળનું વિવેચન સમાપ્ત થયું. Page #180 -------------------------------------------------------------------------- ________________ તિ-અરિત નામના પંદરમા પાપસ્થાનકની સજ્ઝાય “રતિ-અરતિ” નામના પંદરમા પાપસ્થાનકની સજ્ઝાય જિહાં રતિ કોઈક કારણેજી, અરતિ તિહાં પણ હોય, પાપસ્થાનક તે પનરમુજી, તિણે એ એક જ જોય, સુગુણ નર, સમજો ચિત્તમઝાર. ॥ ૧ ॥ શબ્દાર્થ - રતિ પ્રીતિ, અરતિ અપ્રીતિ, તિણે તે કારણથી || ૧ || ૧૭૧ - ગાથાર્થ જ્યાં રતિ (પ્રીતિ) થાય છે ત્યાં કોઈને કોઈ કારણે અપ્રીતિ પણ અવશ્ય થાય જ છે. તે કારણથી “રતિ-અરતિ’ આ બન્નેનું સાથે પનરનું એક જ પાપસ્થાનક છે. || ૧ || વિવેચન - હવે “રતિ-અતિ” નામના પન્નરમા પાપસ્થાનકની વાત સમજાવે છે. તિ એટલે પ્રીતિ અને અરતિ એટલે અપ્રીતિ, આમ રિત-અરિત નામનું બન્નેનું એકીસાથે એક પાપસ્થાનક કહ્યું છે. કારણ કે જ્યાં રતિ હોય છે ત્યાં અતિ પણ અવશ્ય સાથે જ હોય છે. જેમકે કોઈ કોઈને ફાઈવ સ્ટાર હોટલમાં જ ઉતરવાનું ગમતું હોય છે. તેને તે જ કાલે બીજી સાદી હોટલમાં ઉતરવાની અપ્રીતિ પણ સાથે જ હોય છે. જેને સટ્ટાના વ્યવસાયની પ્રીતિ હોય છે તેને વધારે મહેનત-મજુરીવાળા ધંધાની અપ્રીતિ પણ સાથે જ હોય છે. જેને એક વ્યક્તિ ઉપર પ્રીતિ થઈ હોય છે. તેને તેના બદલે બીજી વ્યક્તિ બતાવવામાં આવે, તો તેને તે બીજી વ્યક્તિ ગમતી નથી. અર્થાત્ ત્યાં અપ્રીતિ પણ અવશ્ય હોય જ છે. આમ એકકાલે જુદી જુદી વસ્તુના વિષયવાળી પ્રીતિ-અપ્રીતિ સાથે જ હોય છે. - - અથવા જે વસ્તુ ઉપર આજે પ્રીતિ હોય છે તે જ વસ્તુ ઉપર કાળાન્તરે કોઈને કોઈ કારણે અપ્રીતિ પણ થઈ શકે છે. જેમકે પતિપત્ની જ્યારે લગ્ન કરે છે ત્યારે પ્રીતિ હોય છે. છતાં કાલાન્તરે કોઈ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ અઢાર પાપસ્થાનક કારણસર પરસ્પર ઝઘડો કે મનદુઃખ પણ અવશ્ય થાય છે ત્યારે અપ્રીતિ પણ સંભવે છે. તેથી તે કપલો છુટાં પડતાં પણ દેખાય છે. આમ રતિ-અરતિ સાથે હોવાથી એક પાપસ્થાનક કહ્યું છે. પ્રશ્ન - ૧૦મે રાગ, ૧૧મે દ્વેષ અને ૧૫મે રતિ-અરતિ છે. તે ૧૦-૧૧ માં આવી જ જાય છે. તો જુદું કહેવાનું કારણ શું ? ઉત્તર - હૃદયની અંદર થયેલી પ્રીતિ અને અપ્રીતિ તે પન્નરનું પાપસ્થાનક છે. અને તેનાથી થતા મીઠા હાવભાવ તે ૧૦ મું રાગ નામનું અને કડવા હાવભાવ તે ૧૧ મું ષ નામનું પાપસ્થાનક છે. પન્નારમું પાપસ્થાનક અંદરનું છે અને કારણરૂપ છે. તથા ૧૦-૧૧ મેં પાપસ્થાનક બહારનું છે અને કાર્યરૂપ છે. કારણકાલે ભેદ અવ્યક્ત છે અને કાર્યકાલે ભેદ વ્યક્ત છે. જેમ મોર પોપટ કે ચકલીના ઈડાને કાલે રહેલા પાણીમાં ભેદ છે પણ તે અવ્યક્ત છે અને તેમાંથી પ્રગટ થતાં બચ્ચાઓમાં ભેદ વ્યક્ત છે. તેમ ભેદની અવ્યક્ત દશાવાળું રતિ અરતિનું પાપસ્થાનક એક ગયું છે અને તજજન્ય રાગ-દ્વેષ વ્યક્ત હોવાથી ભિન્ન ભિન્ન પાપસ્થાનક ગણેલ છે. હૃદયગત પ્રીતિ-અપ્રીતિભાવ તે રતિ-અરતિ છે. અને તજજન્ય મીઠા અને કડવા જે હાવભાવ તે રાગ અને દ્વેષ છે. - જ્યાં જ્યાં કોઈ એક પદાર્થ ઉપર પ્રીતિ જામે છે. ત્યાં ત્યાં તેના સમાન અન્ય પદાર્થ ઉપર અપ્રીતિ પણ હોય જ છે. અથવા જે દ્રવ્ય ઉપર પ્રતિ હોય છે. તે જ દ્રવ્ય ઉપર કાળાન્તરે અપ્રીતિ પણ કોઈને કોઈ કારણથી થાય છે. તેથી બન્નેને મળીને આ એક જ પાપસ્થાનક કહ્યું છે. હે સુગુણ પુરુષો ! તમે વાસ્તવિક વાતને હૃદયમાં બરાબર સમજો. | ૧ Page #182 -------------------------------------------------------------------------- ________________ રતિ-અતિ નામના પંદરમા પાપસ્થાનકની સજ્ઝાય ચિત્ત અરતિ-રતિ પાંખથ્થું જી, ઉડે પંખી રે નિત્ત, પિંજર શુદ્ધ સમાધિમેંજી, રૂંધ્યો રહે તે મિત્ત. શબ્દાર્થ - પાંખસ્સું - પાંખો દ્વારા, પંખી - પક્ષી, નિત્ત - હંમેશાં, પિંજર - પાંજરામાં, શુદ્ધ સમાધિમઁ - શુદ્ધ સમાધિ સ્વરૂપ, રૂંધ્યો - રોક્યો છતો, રહે તે મિત્ત - જાણે મિત્ર હોય તેમ રહે છે. || ૨ || ૧૭૩ સુગુણ નર. ॥ ૨ ॥ - ગાથાર્થ આપણા આત્મામાં રહેલું “મન” રૂપી પક્ષી, રતિ-અરતિ રૂપી બે પાંખો વડે સદાકાળ ઉડતું જ હોય છે. તેને જો શુદ્ધ સમાધિરૂપી પાંજરામાં પુરવામાં આવે તો મિત્રની જેમ (વશમાં) રહે છે. ॥ ૨ ॥ વિવેચન - અહીં મનને પક્ષીની સાથે, રતિ-અતિને બે પાંખો સાથે સરખાવ્યાં છે. અને મનને કબજે રાખવા માટે શુદ્ધસમાધિને પાંજરાની સાથે સરખાવી છે. જેમ પક્ષીને બે પાંખો હોવાથી તેના દ્વારા સદાકાળ આકાશમાં ઉડ્યા જ કરે છે. ભટકતું જ ફરે છે. તેમ આપણું આ મન વસ્તુઓ પ્રત્યેની ઈષ્ટતાબુદ્ધિ અને અનિષ્ટતાબુદ્ધિ દ્વારા સદાકાળ આ સંસારમાં ભટકતું જ રહે છે. ક્ષણે ક્ષણે હર્ષશોકના, સુખ-દુઃખના, સારા-નરસા, અને ક્રોધાદિ કષાયોના વિચારોમાં મન ભટકતું જ રહે છે. જો તેના ફોટા પાડવામાં આવે તો સવારથી સાંજ સુધીના પણ સેંકડો ફોટા મળી આવે. આવું ભટકતું આ મન છે. ક્યારેક પ્રીતિના વિષયવાળું અને ક્યારેક અપ્રીતિના વિષયવાળું ક્ષણે-ક્ષણે બદલાતું જ રહે છે. તેથી ગાથામાં ગ્રંથકારશ્રી કહે છે કે મનરૂપી આ પક્ષી, રતિ-અતિરૂપી બે પાંખો વડે આશાઓ રૂપી અનંત આકાશમાં ઉડ્યા જ કરે છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ હવે તે પક્ષીને જો ઉડવા ન દેવું હોય, અને કબજામાં રાખવું હોય, તો પાંજરૂ જોઈએ. એટલે કે તે પક્ષીને જો પાંજરામાં રાખવામાં આવે તો તેને બન્ને પાંખો હોવા છતાં પણ તે અનંત આકાશમાં ઉડી શકતું નથી. તેવી જ રીતે “શુદ્ધ સમાધિ” એ મનરૂપી પક્ષીને કબજે રાખવા માટેનું સુંદર એક પાંજરૂં છે. તેથી શુદ્ધ સમાધિરૂપી પાંજરામાં જો મનને પુરવામાં (જોડવામાં) આવે તો આ મન તે પાંજરામાં રૂંધાયું (અટકાવાયું) છતું રહે છે અને તે ધીરે ધીરે પાળેલા પંખીની જેમ આત્માનું મિત્ર (હિતચાહક) બની જાય છે. જરા પણ પાંચ ઈન્દ્રિયોના વિષયોના લંપટપણાને પામતું નથી. કર્મોનો આશ્રવ કરનારું બનતું નથી. પરંતુ કર્મોની નિર્જરા કરનારું બને છે. તેથી મિત્રતુલ્ય બને છે એમ જાણવું. અઢાર પાપસ્થાનક પ્રશ્ન - શુદ્ધ સમાધિ એટલે શું ? ઉત્તર - “ઈષ્ટાનિષ્ટ બુદ્ધિનો ત્યાગ કરીને સમદશામાં વર્તવું.” તે શુદ્ધ સમાધિ છે. આ સંસારમાં જે કોઈ જીવ દ્રવ્યો છે કે પુદ્ગલ દ્રવ્યો છે. તે સર્વે પોતાના પારિણામિક ભાવને લીધે પોત-પોતાના ગુણપર્યાયમાં પરિણામ પામ્યા જ કરે છે. તેમાં કોઈ દ્રવ્ય કે તેના ગુણપર્યાયો આપણા છે નહીં, કે આપણા સુખ-દુઃખના સર્જક છે નહીં, તેથી તેમાં ઈષ્ટાનિષ્ટ બુદ્ધિ કરવી એ જ મહામોહ રૂપ ભ્રમદશા છે. જેમકે સોનુ દ્રવ્ય સોનાપણે અને લોહદ્રવ્ય લોહપણે પરિણામ પામ્યું છે. પણ પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય હોવાથી પરિણામી સ્વભાવવાળું હોવાથી સદાકાળ તે રૂપે રહેવાનું નથી. તેમાંનું કોઈ દ્રવ્ય આપણું સ્વરૂપ છે નહીં, અને થવાનું નથી. ભવાન્તરે જતાં તે બન્નેમાંથી એક પણ દ્રવ્ય સાથે આવ્યું નથી અને આવતું નથી. તેથી સોનું તે સુખદાયક છે અને લોહ તે દુઃખદાયક છે. આવી કલ્પના તે જ મોહ છે. ભ્રમ છે. માટે જ મહાત્મા પુરુષો “કંચન અને પાષણને સમાન ગણે છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ રતિ-અતિ નામના પંદરમા પાપસ્થાનકની સજ્ઝાય જે આત્માઓ તેમાં મનને લલચાવે છે, મોહ કરે છે, એકને ઈષ્ટ અને બીજાને અનિષ્ટ સમજે છે તે જ તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં હર્ષ-શોકાદિ વિકારો અને પરિણામે કલેશોને પામે છે. માટે કોઈ પણ જીવદ્રવ્ય કે પુદ્દગલ દ્રવ્યમાં ઈષ્ટાનિષ્ટ બુદ્ધિ કરવી તે ઉચિત નથી અને સમભાવમાં વર્તવું તે જ શુદ્ધ સમાધિ કહેવાય છે. જો તે ઈષ્ટાનિષ્ટ બુદ્ધિમાંથી મનને રોકવામાં આવે તો અનંત ઈચ્છાઓ અને આશાઓ થતી જ નથી. આ વાત ભોગી જીવોને નથી સમજાય તેવી, પરંતુ યોગી (અધ્યાત્મી-વૈરાગી) જીવને અવશ્ય સમજાય તેવી છે. ॥ ૨ ॥ મન-પારદ ઉડે નહી જી, પામી અતિ-રિત આગ તો હુએ સિદ્ધિ કલ્યાણનીજી, ભાવઠ જાયે ભાગ. સુગુણનર. ॥ ૩ ॥ રિત વશે અતિ કરી જી, ભૂતારત હોય જેહ | તસ વિવેક આવે નહી જી, હોય ન દુ:ખનો છેહ, - શબ્દાર્થ - મન-પારદ મનરૂપી પારો, ભાવઠ જાયે ભાગ ભવની ભાવઠ બધી ચાલી જાય, ભૂતારત પાંચ ઈન્દ્રિયોના સુખોરૂપી ભૂતોમાં આસક્ત. || ૩-૪ || - - ૧૭૫ સુગુણ નર, સુગુણ નર, ॥ ૪ ॥ - ગાથા અરતિ અને રતિરૂપી આગ પ્રાપ્ત કરીને મનરૂપીપારો જો ઉડે નહીં (ઉછળે નહીં) તો આત્મકલ્યાણની સિદ્ધિ થાય છે. અને ભવની આ સઘળી જંજાળ ચાલી જાય છે. રતિના કારણે અરતિ ચોકસ થાય જ છે. તેથી જે આત્માઓ ભૂતોમાં રક્ત હોય છે. તેઓને સાચો વિવેક આવતો નથી અને તેઓના દુ:ખોનો છંદ પણ થતો નથી. II ૩-૪ || Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ વિવેચન - પારાને કાઢવાની આવા પ્રકારની એક રીત હોય છે. ચારે બાજુ આગ લગાડવાથી અંદર રહેલો પારો ઉછળીને બહાર આવે છે. તેમ મન પણ રતિ-અતિના જોરે બાહ્યભાવમાં જ ઉડ્યા કરે છે. જ્યારે તે રતિ-અતિ રૂપી આગ હોવા છતાં પણ મનરૂપી પારો ઉડતો નથી. આત્માને વશ થઈ જાય છે. ત્યારે તે આત્માના કલ્યાણની સિદ્ધિ થાય છે. અને ભવની ભાવઠ (ભવમાં ભટકવાની ચાલ) ભાગી જાય છે. નાશ પામી જાય છે. જ્યાં જ્યાં રતિ હોય છે ત્યાં ત્યાં અન્ય પદાર્થ ઉપર અથવા કાળાન્તરે તે જ પદાર્થ ઉપર અરિત પણ ચોક્કસ હોય જ છે. આમ રતિ-અતિ સેવીને જે જીવો પાંચ ઈન્દ્રિયોના સુખોમાં જ ૨ક્ત બને છે. તેઓને વિવેક જાગૃત રહેતો નથી. અને રતિ-અતિ સેવવા વડે દુઃખ જ પામે છે. ॥ ૩-૪ || અઢાર પાપસ્થાનક નહી રતિ-અતિ છે વસ્તુથીજી, તે ઉપજે મનમાંહી । અંગજ વલ્લભ સૂત હુઓજી, યૂકાદિક નહી કાંઈ. સુગુણનગર. ॥ ૫ ॥ શબ્દાર્થ - વસ્તુથી - કોઈ પણ પદાર્થ થકી, અંગજ - શરીરથી જન્મેલા, વલ્લભ વહાલા, સૂત - પુત્ર, હુઓ - હોય છે, યુકાદિક - જુ-લીખ વગેરે ક્ષુદ્ર જીવાત, નહી કાંઈ - કંઈ વહાલી હોતી નથી. || ૫ | - ગાથાર્થ - રતિ-અરતિ એ કોઈ વસ્તુથી થતી નથી, માત્ર મનની કલ્પનાથી જ થાય છે. શરીરથી જન્મેલ પુત્ર જેવો વહાલો છે તેવી શરીરમાંથી જ થયેલી જુ-લીખ વગેરે જીવાત વહાલી હોતી નથી. II ૫ II વિવેચન - સામાન્યપણે અજ્ઞાની અને મોહાન્ય જીવો, સામે Page #186 -------------------------------------------------------------------------- ________________ રતિ-અરતિ નામના પંદરમા પાપસ્થાનકની સઝાય ૧૭૭ રહેલી વસ્તુથી રતિ-અરતિ થાય છે એમ માને છે. પરંતુ ખરેખર તે તેનું અજ્ઞાન છે. ભ્રમ છે. સામે રહેલી વસ્તુથી રતિ-અરતિ થતી નથી પણ મનની મોહજન્ય કલ્પનાથી જ રતિ અરતિ થાય છે. તે આ પ્રમાણે - (૧) બજારમાંથી બે સોનાના હારને બે વ્યક્તિએ ખરીદ્યા. સરખું સોનું અને સરખો ઘાટ છે. છતાં જેણે જે હાર ખરીદ્યો છે તેને પોતાને તે હાર ઉપર જેવી પ્રીતિ છે. તેવી પ્રીતિ તે હાર ઉપર બીજાને હોતી નથી અને બીજાને પોતાના ખરીદેલા હાર ઉપર જેવી પ્રીતિ હોય છે તેવી પ્રીતિ તેને પ્રથમ વ્યક્તિના ખરીદેલા હાર ઉપર હોતી નથી. હવે “હાર” નામની વસ્તુથી જ જો રતિ-અરતિ થતી હોય તો પ્રથમ હારથી પણ બન્નેને પ્રીતિ થવી જોઈએ. અને બીજા હારથી પણ બન્નેને સરખી પ્રીતિ થવી જોઈએ. જેમ અગ્નિને પ્રથમ વ્યક્તિ સ્પર્શે તો ય બાળે, અને બીજી વ્યક્તિ સ્પર્શે તો ય બાળે. એટલે બાળવું એ જેવો અગ્નિનો પોતાનો સહજ ધર્મ છે. તેથી જ અગ્નિ બન્નેને સરખા જ બાળે છે. પરંતુ તેની જેમ ગમવું કે ન ગમવું તે હારનો પોતાનો ધર્મ નથી. જો હારનો ધર્મ હોત તો પ્રથમ હાર જોતાં પણ બન્નેને પ્રીતિ જ થવી જોઈએ. એવી જ રીતે બીજો હાર જોતાં પણ બન્નેને પ્રીતિ જ થવી જોઈએ. પણ આમ થતું નથી. જેણે મનથી જે હારને પોતાનો માન્યો છે. તે વ્યક્તિને તે હાર ઉપર પ્રીતિ થાય છે. અને જે હારને પોતાનો નથી માન્યો તેને જોઈને તેવી પ્રીતિ તેને (પ્રસન્નતા) થતી નથી. તેથી અગ્નિજન્ય દાહની જેમ રતિ-અરતિ એ વસ્તુથી થનાર ધર્મ નથી. પરંતુ આ પ્રીતિ-અપ્રીતિ મનમાત્રથી જન્ય છે. (૨) પોતાનું મકાન અને મિત્રનું કે પાડોશીનું મકાન સાથે રહીને બાંધ્યું હોય, સરખી ડીઝાઈનથી બાંધ્યું હોય તો પણ પોતાનું મકાન જોઈને જેવી પ્રીતિ થાય છે તેવી પ્રીતિ સરખી ડીઝાઈનવાળા Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ મિત્રના કે પાડોશીના મકાનને જોઈને થતી નથી. સામે વસ્તુ તો બન્ને સરખી જ છે. જો વસ્તુમાત્રથી રતિ-અતિ થતી હોય તો બન્ને મકાનો તરફથી સરખી પ્રીતિ થવી જોઈએ. પણ મનથી એકને પોતાનું માન્યું છે. તેથી એક મકાનથી જેવી રતિ (પ્રીતિ-પ્રસન્નતા) થાય છે તેવી રતિ સરખી ડીઝાઈનવાળા પણ મિત્રના કે પાડોશીના મકાનથી આ જીવને થતી નથી. (૩) પોતાનો છોકરો અને પાડોશીનો છોકરો સરખા કદનો હોય, સરખા રૂપવાળો હોય તો પણ પોતાના છોકરાને જોઈને જેવી પ્રીતિ થાય છે તેવી પાડોશીના છોકરાને જોઈને પોતાને પ્રીતિ થતી નથી. હવે જો છોકરાના શરીરનો જ ધર્મ પ્રીતિ-અપ્રીતિ કરવાનો હોત તો બન્નેના છોકરાને જોવાથી સરખી પ્રીતિ કે અપ્રીતિ થવી જોઈએ. પણ તેમ થતું નથી. જ્યાં મનથી પોતાપણું માન્યું છે ત્યાં જ પ્રીતિ થાય છે. તેવી પ્રીતિ અન્યમાં થતી નથી. આવાં અનેક ઉદાહરણોથી સમજાય છે કે પ્રીતિ-અપ્રીતિ એ વસ્તુના ધર્મો નથી, સામેની વસ્તુથી નિપજતા ધર્મો નથી. પણ પોતાના મનની કલ્પનાથી જ પ્રીતિ-અપ્રીતિ થાય છે. અઢાર પાપસ્થાનક પોતાની પત્નીને જોઈને (એવી જ રીતે પત્નીને પોતાના પતિને જોઈને) જેવો રાગ, વિકાર અને વાસના પતિને (પત્નીને) જન્મે છે તેવો રાગ-વિકાર અને વાસના તે જ સ્ત્રીને જોઈને તેના પિતાને કે તેના ભાઈને કે અન્ય વ્યક્તિને થતા નથી. જો સ્ત્રીથી જ રાગ-વિકાર-વાસના જન્મતી હોય તો તે સ્ત્રીને જોવાથી જેવો રાગવિકાર અને વાસના તેના પતિને થાય છે તેવો તેના પિતાને-ભાઈને અને અન્ય વ્યક્તિને પણ થવો જોઈએ. પણ આમ થતું નથી. કારણ કે પતિએ મનથી તેને મારું (મારું ભોગનું) પાત્ર છે. એમ મનથી માન્યું છે. તેવું પિતા-ભાઈ અને અન્ય વ્યક્તિએ મનથી તેને ભોગપાત્ર માન્યું નથી. માટે રતિ-અરતિ વસ્તુથી થતાં નથી. મનની મારાપણાની મોહાન્ય કલ્પનાથી જ થાય છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ રિત-અરિત નામના પંદરમા પાપસ્થાનકની સજ્ઝાય પુત્ર-પુત્રી આદિ પરિવાર પણ પુરુષના અંગજ (શરીરથી જન્મેલાં) છે. અને જુ, લીખ, ચરમ કે કીડા આદિ ક્ષેત્ર જીવાત પણ અંગજ (શરીરથી જ જન્મેલી) છે. છતાં પુત્ર-પુત્રી જેટલાં વહાલાં છે તેવાં જુ, લીખ, ચરમ કે કીડા વહાલા નથી. જો શરીરજન્ય હોવાથી તિ-અરિત થતી હોય તો તો બન્ને ઉપર ચિંત-અરિત થવી જોઈએ. પણ મનથી એકને મારાં” માન્યાં છે તેવી રીતે બીજી જીવાતને “મારી” માની નથી. માટે આ રિત-અરિત સામેની વસ્તુથી જન્ય નથી. મનની કલ્પના માત્રથી જ થાય છે. જેટલી મારા-તારાપણાની કલ્પના વધારે, તેટલી રિત-અરિત વધારે, અને જેટલી મારાતારાપણાની કલ્પના ઓછી, તેટલી રિત-અરિત ઓછી આમ વસ્તુસ્થિતિ છે. || ૫ | મનકલ્પિત રતિ-અતિ છેજી, નહી સત્ય પર્યાય । નહી તો વેચી વસ્તુમાંજી, કિંમતે સવિ મીટી જાય. સુગુણનર. ॥ ૬ ॥ ૧૭૯ શબ્દાર્થ - મનકલ્પિત મનથી જ માની લીધેલાં, રતિઅરતિ - પ્રીતિ અને અપ્રીતિ, સત્યપર્યાય - સાચો પર્યાય, નહી નથી, વેચી વસ્તુમાં - વેચી નાખેલી વસ્તુમાં, મીટી જાય - મટી જાય, ચાલ્યો જાય. || ૬ || ગાથાર્થ - રતિ અને અરતિ એ મનની કલ્પનામાત્રથી થાય છે. તે સાચા પર્યાય નથી. જો એમ ન હોત તો વેચેલી વસ્તુમાં પ્રીતિ આદિ સર્વે કેમ ચાલ્યા જાય છે ? || ૬ || વિવેચન - મરચું બધાંને લાલ જ દેખાય છે. તીખું જ લાગે છે. મીઠું બધાંને ખારું જ લાગે છે. સાકર દરેકને ગળી જ લાગે છે. સોનુ બધાંને પીળું જ દેખાય છે. આમ, વર્ણ-ગંધ-૨સ અને સ્પર્શ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ અઢાર પાપસ્થાનક જે જે પુગલમાં જેવા છે. તે તે પુદ્ગલમાં તેવા સર્વેને જણાય છે. તેમ પ્રીતિ-અપ્રીતિ ધર્મો જ પુદગલના પોતાના હોત તો તે જોઈને દરેકને સરખી પ્રીતિ-અપ્રીતિ થવી જોઈએ. પરંતુ તે તે પુદ્ગલથી સર્વેને સરખી પ્રીતિ-અપ્રીતિ થતી નથી. જેમ વધારે મરચાવાળું શાક કે દાળ એકને ઘણું ગમે (ભાવ) તેવું બીજાને ન ગમે (ન ભાવે) હવે જો ગમવા - ન ગમવાનો ધર્મ મરચાનો જ હોત કે મરચાવાળા શાક-દાળનો જ હોત તો ખાનારી બને વ્યક્તિને તે ધર્મ સરખો જણાવો જોઈએ. માટે “લાલ વર્ણ” કે “તીખાશ” એ જેમ મરચાનો (એટલે કે વસ્તુનો) ધર્મ છે તેમ રતિ-અરતિ પર્યાય (ગમવા-ન ગમવાનો ધર્મ) વસ્તુનો પોતાનો નથી. તથા વળી એક વસ્તુ એક કાળે જે ગમતી હોય છે તે જ વસ્તુ અન્ય કાળે અણગમતી પણ થાય છે. જેમ કપડાં નવાં બજારમાંથી લાવ્યાં હોય ત્યારે ઘણાં ગમતાં જ લાવ્યાં હોય છે એટલે ગમે પણ છે. પણ ઘણો ટાઈમ પહેર્યા પછી “અણગમતા” પણ થાય છે. કપડામાં રહેલો કલર જેમ બદલાતો નથી તેમ ગમવા-ન ગમવાનો પર્યાય પણ જો કપડાનો જ હોત તો બદવાલો જોઈએ નહીં. પણ કાલાન્તરે બદલાય છે. તેથી વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ જેવા પુદ્ગલના પોતાના ધર્મો છે. તેવા રતિ-અરતિ એ પુદ્ગલના પોતાના ધર્મો નથી. આપણા મનથી કલ્પેલા મોહજન્ય પર્યાયો છે. માટે તે રતિ-અરતિના પર્યાયો સાચા નથી. મોહમાત્રથી કલ્પેલા છે. તેને સાચા માની રાચવું માચવું તે ઉચિત નથી. આ વિષય ઉપર ગ્રંથકાર એક સુંદર ઉદાહરણ આપે છે કે - વેચવા માટે લાવેલો કોઈપણ માલ એટલો બધો વેપારીને ગમતો હોય છે તો જ ખરીદી લાવે છે. લાવીને દુકાનમાં ગોઠવે છે. તેની સારસંભાળ કરે છે. સાફ-સુફી કરે છે. તેના રૂપ-રંગ જોઈને રાજી-રાજી થાય છે. પરંતુ જ્યારે કોઈ ગ્રાહકને તે માલ વેચી દીધો, નાણાં ઘરમાં Page #190 -------------------------------------------------------------------------- ________________ રતિ-અરતિ નામના પંદરમા પાપસ્થાનકની સઝાય ૧૮૧ આવી ગયાં, પછી તે જ માલ ઉપર તેવી પ્રીતિ રહેતી નથી, તે માલનું સામેનો ગ્રાહક શું કરે છે? તે વેપારી જોતો જ નથી. ક્ષણવાર પહેલાં તે માલને કોઈ હાથ લગાવે તો જે વેપારી બૂમાબૂમ કરતો હતો, તે જ વેપારી હવે ગ્રાહક તે માલને ભાંગે-ફોડે-તોડે કે ખાય તો પણ કંઈ બોલતો નથી. હવે આ પ્રીતિ જો તે પદાર્થજન્ય હોત તો તો વેચેલા પદાર્થને જોઈને પણ પ્રીતિ થવી જોઈએ. પણ થતી નથી. જે કંઈ પ્રીતિઅપ્રીતિ હતી. તે સઘળી મારાપણાના ભાવથી હતી મારાપણાનો જે પરિણામ હતો તે સઘળું વેચેલા માલ ઉપરથી મટી જાય છે. ચાલી જાય છે. કારણ કે તે વેપારીએ મનથી માન્યું છે કે આ માલ હવે મારો નથી. માટે આ રતિ-અરતિ એ મોહના ઉદયથી મારાપણાના પરિણામથી થાય છે. સામે રહેલી વસ્તુના ધર્મો નથી. સાચા પર્યાય નથી. તેથી તે જીવ ! તું પુલની રતિ-અરતિમાં ન અંજા. / ૬ / જેહ અરતિ-રતિ નવિ ગણેજી, સુખ દુઃખ હોય સમાન ! તે પામે જસ સંપદાજી, વાધે જગિ તસ વાન. સુગુણનર. || ૭ |. શબ્દાર્થ - જસસંપદા - યશની સંપત્તિ, વાધે - વધે, જગિ - જગતમાં, તસવાન - તેનો મહિમા, પ્રભાવ. | ૭ | ગાથાર્થ - જે મહાત્માઓ રતિ-અરતિને થવા દેતા નથી. તેઓને સુખ અને દુઃખ બન્ને સમાન હોય છે. તેઓની યશની સંપત્તિ વધે છે તથા ગતમાં તેઓનો મહિમા (પ્રભાવ) પણ વધે છે. આ ૭ / વિવેચન - “રતિ અને અરતિ” એ સામે રહેલી વસ્તુના સહજ ધર્મો નથી. પરંતુ ભોગવનાર એવા ભોક્તાએ મોહથી કરેલા માનસિક વિકલ્પો માત્ર છે. કોઈ એક પુરુષ કોઈ એક સ્ત્રીને જ્યારે Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પરણે છે. (તેવી જ રીતે કોઈ સ્ત્રી કોઈ પુરુષને જ્યારે પરણવા માટે સ્વીકારે છે) ત્યારે મારાપણાની બુદ્ધિ હોવાથી તે બન્નેને પોતપોતાની તે તે વ્યક્તિ રતિનું પાત્ર બને છે. પરંતુ કાલાન્તરે જ્યારે કલેશ થાય છે, અણબનાવ થાય છે અથવા એવાં કોઈ કારણો ઉપસ્થિત થાય છે ત્યારે તે બન્નેને પોતપોતાની તે જ વ્યક્તિ અતિનું પાત્ર બની જાય છે. તેથી શરીરની ચામડીનું રૂપ જેમ બદલાતું નથી તેમ રિતઅતિ પર્યાય જો શરીરનો કે શરીરવાળી વ્યક્તિનો પોતાનો હોત તો બદલાવો જોઈએ નહીં. પણ બદલાય જ છે. માટે રિત-અરિત પર્યાય એ વસ્તુના ધર્મો નથી. વાસ્તવિક પર્યાય નથી. મોહાન્ધતાથી થયેલા પર્યાયો છે. ઝાંઝવાના જળ જેવા મોહજન્ય કલ્પિત પર્યાય માત્ર છે. માટે તેને સાચા માનવા જોઈએ નહીં અને તેમાં અંજાવું જોઈએ નહીં. અઢાર પાપસ્થાનક જે મહાત્મા પુરુષો આવી મોહદશામાં ફસાતા નથી. રિતઅતિને ગણકારતા નથી. તે મહાત્માઓને અનુકૂળતા-પ્રતિકુળતા, સુખદુઃખ, કંચન-પાષાણ, વિષ-અમૃત, બધું જ સમાન લાગે છે. ક્યાંય પ્રીતિ-અપ્રીતિ કરતા નથી. શારીરિક પ્રયોજન પુરતો જ તેનો ઉપયોગ કરે છે. પણ રતિ-અતિભાવ પામતા નથી. તેઓને ઝુંપડામાં ઉતારો મળે કે સ્કુલની પરસાલમાં ઉતારો મળે કે બંગલામાં ઉતારો મળે, સર્વત્ર સમદશા જ હોય છે. આવા મહાત્માઓની જ યશસંપત્તિ જગતમાં વધે છે તથા તેઓનો જ મહિમા (પ્રભાવ) વધે છે. આવા યોગીઓનું જ તેજ દીપે છે. ધન્ય હો તે મહાત્માઓને. તેઓને લાખો લાખો નમસ્કાર. અહીં તે પામે જસ સંપદાજી” પદમાં જસ શબ્દ લખીને ગ્રંથકારશ્રીએ ગર્તિતપણે પોતાનું કર્તા તરીકેનું નામ સૂચવ્યું છે. IIII આ પ્રમાણે “રતિ-અતિ” નામના પન્નરમા પાપસ્થાનકના વર્ણનવાળી પત્તરમી ઢાળનું વિવેચન સમાપ્ત થયું. Page #192 -------------------------------------------------------------------------- ________________ પર-પરિવાદ નામના સોળમા પાપસ્થાનકની સજઝાય ૧૮૩ હવે “પર-૫રિવાદ” નામના સોળમા પાપસ્થાનકની સઝાય સુંદર, પાપસ્થાનક તજો સોલયું, પરનિંદા અસરાલ હો. સુંદર, નિંદક જે મુખરી હુવે, તે ચોથો ચંડાલ હો, સુંદર. / ૧ // સુંદર, જેહને નિંદાનો ઢાળ છે, તપ કિરિયા તસ ફોક હો, સુંદર, દેવ કિલ્બિષ તે ઉપજે, એહ ફલ રોકારક હો, સુંદર. || ૨ | શબ્દાર્થ - અસરાલ - ભયંકર, નિંદક - નિંદા કરનાર પુરુષ, મુખારી - વાચાળ, ઢાળ - સ્વભાવ, ફોક - નિરર્થક, નિષ્ફળ, રોકારોક - રોકડે રોકડું, હાજર ફળ, તુરત ફળપ્રાપ્તિ. II ૧-૨ || ગાથાર્થ - “બીજાની નિંદા કરવી” આ સોળમું પાપસ્થાનક છે. જે અત્યન્ત ભયંકર છે. તેનો ત્યાગ કરો. જે અતિશય વાચાલપણે નિંદક થાય છે. તેને ચોથો ચંડાલ સમજવો. જે જે આત્મામાં નિંદાનો સ્વભાવ હોય છે. તેનું તપ અને ધર્મક્રિયા નિષ્ફળ સમજવાં. આવો જીવ મૃત્યુ પામીને કિબિષિક દેવપણે ઉત્પન્ન થાય છે. આવા પ્રકારના તુચ્છ દેવભવની પ્રાપ્તિ થવી, તે પરપરિવાદનું રોકડેરોકડુ (સુરત) ફળ જાણવું. / ૧-૨ / વિવેચન - “પર” એટલે બીજાની અને “પરિવાદ” એટલે નિંદા કરવી અર્થાત્ પારકાની નિંદા કરવી આ સોળમું પાપસ્થાનક છે. જે અતિશય ભયંકર છે. બહુ જ દુઃખદાયી છે. તેથી તેને દૂરથી જ ત્યજવા જેવું છે. જે જીવ નિંદક હોય છે. તે ઘણું કરીને વાચાલ પણ બને છે. એટલે કે આવો માણસ જ્યાં ત્યાં વધારે પડતું બોલવાના જ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ અઢાર પાપસ્થાનક સ્વભાવવાળો બને છે. કારણ કે હૃદયમાં અન્યની નિંદા કરવાનો સ્વભાવ પ્રવર્તતો હોવાથી જરાક પણ જ્યાં જ્યાં બોલવાની તક મળે છે. ત્યાં તુરત જ બોલવાનું શરૂ કરી દે છે. અને હૃદયની અંદર જોર કરતા નિંદા કરવાના પરિણામને લીધે, ન જોઈતા વધારે પડતા શબ્દો બોલાઈ જાય છે. વારંવાર એકની એક વાત દોહરાવવાનું અને લંબાવવાનું મન થાય છે. એટલે વધારે બીનજરૂરી બોલનારો થઈ જાય છે. તેના કારણે તેને શાસ્ત્રમાં ચોથો ચંડાલ કહ્યો છે. ચંડાલ જેમ હલકાં જ કામ કરવાને ટેવાયેલા હોય છે. તેમ આ પણ હલકું જ કામ કરે છે. તેથી તેને ચંડાલની ઉપમા આપવામાં આવી છે અને તે બરાબર ઘટે છે. નીતિશાસ્ત્રોમાં તથા સુભાષિતોમાં અમુક પ્રકારના માણસોને ચંડાલ તરીકે વર્ણવ્યા છે. જેમકે કોઈ ચંડાલના કુલમાં જન્મ્યા એટલે જન્મચંડાલ, કોઈ ચંડાલના જેવાં કામો કરે એટલે કર્મચંડાલ એમ ચાર પ્રકારના ચંડાલ છે. તે ચાર પ્રકારમાંનો આ ચોથા પ્રકારના ચંડાલ છે એમ જાણવું. (શાસ્ત્ર પ્રમાણે ચાર પ્રકારના ચંડાલો જાણવા મહેનત કરી છે. પણ મેળવી શકાયું નથી.) નિંદા જ કરવાનો જેનો ઢાળ (સ્વભાવ) છે. અને જ્યાં ત્યાં જેની તેની આગળ જેની તેની બાબતની નિંદા જ કરે છે. તેવા જીવના પરિણામ સારા ન હોવાથી તેની કરેલી તપશ્ચર્યા તથા ધર્મક્રિયા વિગેરે સઘળું ય ફોગટ (નિરર્થક) સમજવું. જો કે તપ અને ધર્મક્રિયા એ શુભ આચરણ હોવાથી પુણ્યબંધ તો જરૂર કરાવનાર છે. અને તેનાથી દેવભવ આદિ અવશ્ય પ્રાપ્ત થાય છે. તો પણ જેનાથી મુક્તિ મળવાની હતી તેનાથી દેવભવ જ મળે અને તે પણ ઘણો તુચ્છહલકો ભવ મળે. આખો ભવ જ પાપો કરી કરીને જ સમાપ્ત થઈ જાય આવું તુચ્છ ફળ મળે છે. તે માટે નિષ્ફળ જ ગયું કહેવાય. જે માણસ પાસેથી એક લાખ રૂપિયા મળે તેવા હોય ત્યાંથી આપણી Page #194 -------------------------------------------------------------------------- ________________ પર-પરિવાદ નામના સોળમા પાપસ્થાનકની સઝાય ૧૮૫ અનાવડતના કારણે માત્ર 100 રૂપિયા જ લઈને આવીએ તે નિષ્ફળ ગયું. ધક્કો જ પડ્યો કહેવાય. તેમ અહીં જાણવું. તથા વળી આ તપશ્ચર્યા અને ધર્માનુષ્ઠાનોનું સેવન પુણ્યબંધ કરાવનારું છે તો પણ પરિણામ (વિચારધારા) સારી ન હોવાથી દેવનો ભવ તો અપાવે પણ કિલ્બિષિકપણાનો ભવ અપાવે. દેવોમાં પણ નોકર-શેઠ વગેરેની સામાજિક વ્યવસ્થા હોય છે. તેથી ત્યાં પણ ઈન્દ્ર સામાનિક વગેરે ૧૦ પ્રકારના દેવો હોય છે. તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૪-૪ માં ઈન્દ્ર, સામાનિક, ત્રાયશ્ચિંશત્ પર્ષદા, આત્મરક્ષક, લોકપાલ, અનીક, પ્રકીર્ણક અભિયોગ્ય કિલ્બિષિક આમ ૧૦ પ્રકારના દેવો કહેલા છે. ત્યાં કચરો વાળવાનું અને ઢોલ વગાડવાનું તથા આવું તુચ્છ કામકાજ કરનારા જે દેવો છે, તેને કિલ્બિષિક દેવ કહેવાય છે. દેવનો ભવ પામીને પણ કચરો કાઢવા જેવું જ બને અને ઢોલ વગાડવા જેવું હલકું જ કામ કરવું પડે તેથી મનમાં ઘણું દુઃખ થાય, વિર્ભાગજ્ઞાનથી પાછલો ભવ પણ જણાય. પાછલા ભવોમાં કરેલી નિંદા આદિ ખોટી ખોટી પ્રવૃત્તિઓ અને વર્તમાન ભવમાં હલકાં કામ કરવાની માથે પડતી ફરજ, અને ઈન્દ્રાદિની આજ્ઞાની પરવશતા વગેરે જોઈને આ જીવ ભાગાભાગ કરે, રડારડ કરે, રડી પડે, લાચારી બતાવે, દીનતા વ્યક્ત કરે. આવાં આવાં દુઃખો તે જીવ પામે. દેવભવ પણ સારો ન મળે. માટે નિંદાનો પરિણામ સારો નથી. હે જીવ ! તું આવી નિંદા કરવાની વિચારધારા ત્યજી દે. તારા માટે આ કલ્યાણકારી નથી. પણ અતિશય દુ:ખદાયી છે. તે ૧-૨ || સુંદર, ક્રોધ અજીરણ તપતણું, જ્ઞાન તણું અહંકાર હો. સુંદર, પરનિંદા કિરિયાતણું, વમન અજિરણ આહાર હો. સુંદર. || ૩ | ૧૩ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ અઢાર પાપસ્થાનક સુંદર, નિંદકનો જેહ સ્વભાવ છે, તાસ કથન નવિ નિંદ હો, સુંદર, નામધરી જે નિંદા કરે, તેહ મહા મતિમંદ હો. સુંદર. | ૪ | શબ્દાર્થ - અજીરણ - ન પચવાપણુ, અહંકાર - અભિમાન, પરનિદા - બીજાની નિંદા કરવી તે, વમન - ઉલટી થવી, મહામતિમંદ - અતિશય બુદ્ધિ વિનાનો જીવ. II ૩-૪ II ગાથાર્થ - તપનું અજિરણ ક્રોધ, જ્ઞાનનું અજિરણ અભિમાન, ધર્મક્રિયાનું અભિમાન પરની નિંદા, આહારનું અજિરણ વમન જાણવું. નિંદક માણસનો નિંદા કરવાનો સ્વભાવ જ છે. એમ સમજીને ઉત્તમ પુરુષે તેનાં વચનોને નિંદવાં નહી. તેમાં પણ જે પુરુષ નામ આપીને નિંદા કરે છે. તે તો અતિશય બુદ્ધિહીન પુરુષ જાણવો. I ૩-૪ II | વિવેચન - તપશ્ચર્યા, સમ્યજ્ઞાન, અને ધર્માનુષ્ઠાનો આ ત્રણે આત્માના ગુણો છે. અને આ ગુણોનું જેમ જેમ વધારે સેવન કરવામાં આવે છે. તેમ તેમ પૂર્વબદ્ધ કર્મોની વધારેમાં વધારે નિર્જરા થાય છે. દોષો જેમ બંધનું કારણ છે. તેમ ગુણો એ કર્મક્ષયનું કારણ છે. આવા ગુણોના જ વારંવાર આસેવનથી જીવ કર્મોનો ક્ષય કરતો કરતો ગુણસ્થાનકોની શ્રેણી ઉપર ચઢે છે. દોષ બંધહેતુ છે. અને ગુણ સદાને માટે કર્મક્ષયનો હેતુ છે. પરંતુ જ્યારે મેળવેલા આ ગુણોને જીવ પચાવી ન શકે અને તેમાં પણ મોહનો ઉદય ભળવાથી “હું કંઈક છું. મેં તો કેટલો બધો ધર્મ કર્યો.” આવું મનમાં ગુણોનું અભિમાન જ્યારે આવે છે. ત્યારે તે ગુણોનું અતિરણ થયું કહેવાય છે. સામાન્યથી અતિરણ શબ્દ જગતની અંદર આહારની બાબતમાં પ્રસિદ્ધ છે. તેથી જ ચોથી પંક્તિમાં આહાર” નું ઉદાહરણ (ઉપમા) આપીને બાકીની ત્રણ પંક્તિમાં ત્રણ Page #196 -------------------------------------------------------------------------- ________________ પર-પરિવાદ નામના સોળમા પાપસ્થાનકની સજ્ઝાય ઉપમેય સમજાવ્યાં છે. આહાર એ શરીરની વૃદ્ધિ અને પુષ્ટિનું કારણ છે. છતાં જ્યારે વધારે પડતો આહાર લેવામાં આવે છે. ત્યારે “અપચો” થવાથી વમન (ઉલટી) થાય છે. ક્યારેક ક્યારેક ઉલટી અને ઝાડા બન્ને પણ થાય છે. આ જગપ્રસિદ્ધ વાત છે. તેવી જ રીતે તપસ્વી આત્મા તપ કરતાં કરતાં જ્યારે તેનો અપચો થાય છે. ત્યારે બીજા ઉપર ઘણો ક્રોધ કરે છે. અવિવેકભર્યું બોલે છે, શ્રાપ આપે છે નિયાણું કરે છે. અને આવેશમાં આવીને કંઈનું કંઈ પણ કરે છે. એવી જ રીતે જ્ઞાનનું અજિરણ અહંકાર છે. જ્ઞાન ભણતાં ભણતાં ભણનારા આત્માને જ્યારે જ્ઞાનનો અપચો થાય છે ત્યારે મનમાં એમ માને છે કે મારા જેવો આ જગતમાં કોઈ જ્ઞાની નથી. હું જ સર્વશ્રેષ્ઠ છું અને તેથી બીજાને દબાવતો જ ફરે છે. પોતાની પ્રશંસા જ કરતો ફરે છે. ૧૮૭ તથા ક્રિયાનું અજિરણ પરનિંદા છે. ધર્મક્રિયા કરનારો જીવ જ્યારે ક્રિયાના અપચાવાળો થાય છે. ત્યારે હું કેટલો બધો ધર્મી છું, આ કરું છું, તે કરું છું એમ મનમાં માનતો, જે જે જીવો આવી ધર્મક્રિયા કરતા નથી, તેની દુનિયાના જીવો સામે વારંવાર નિંદા કરે છે. તે ક્રિયાકારક જીવને બીજા બધા જીવો હલકા જ દેખાય છે. પોતાની પ્રશંસા અને પરની નિંદા કરવી આ જ તેનો સ્વભાવ બની જાય છે. માટે હે આત્મા ! તું આવા અજિરણમાંથી બચી જા. આ સંસારમાં નિંદક માણસને ગમે તેટલો સમજાવીશું તો પણ “નિંદા કરવાનો સ્વભાવ' છોડશે જ નહીં. કારણ કે તે તેનો સહજ સ્વભાવ બની જાય છે. તેથી ઉત્તમ આત્માઓએ તે નિંદકના બોલ તરફ ધ્યાન આપવું જોઈએ નહીં. તેની ઉપેક્ષા કરવી જોઈએ. તેના બોલાયેલાં વચનોને મગજમાં રાખીને, ક્રોધાદિના આવેશમાં આવીને, સજ્જન પુરુષે તેની નિંદા ન કરવી. જેમ સાપ વાંકો જ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ અઢાર પાપસ્થાનક ચાલે, કુતરાની પુછડી વાંકી જ રહે, તેમ જે નિંદકનો નિંદા કરવાનો સ્વભાવ (ઢાળ) પડ્યો છે તે હમેશાં નિંદા કરવાનો જ છે. તેથી સજ્જન પુરુષોએ તેનાં વચનો તરફ ધ્યાન આપવું જોઈએ નહીં. તેનાં જેમ જેમ બોલાતાં વચનો (કથનો) ની સજ્જન પુરુષે ઉપેક્ષા કરીને તે જીવનો તેવા પ્રકારનો કર્યોદય છે. એમ સમજીને તેના વડે બોલાયેલાં તેવા પ્રકારનાં નિંદામય વાક્યોની પણ નિંદા ન કરવી. કારણ કે તે જીવનો આવો સહજ સ્વભાવ બની ગયો છે. તે સદા નિંદા જ કરવાનો છે. તેની વાતને વધારે મહત્ત્વ આપીએ અને તેના દ્વારા કરાયેલી નિંદાને સાંભળીને સજ્જન પણ જો પચાવી ન શકે અને નિંદક બને તો સજ્જનની સજ્જનતા કેમ ટકે ? માટે “તાસ કથન નવિ નિંદ” તેના કહેલાં વચનોની નિંદા હે જીવ! ન કર. તે નિંદકનાં વચનો કાં તો બહુ સાંભળવાં નહીં. અથવા સંભળાઈ જાય તો ઉપેક્ષા કરવી પણ તેનાં બોલાયેલા વચનોને બહુ મહત્ત્વ આપીને તેના વચનોની નિંદા ઉત્તમ પુરુષે ન કરવી. તેમાં પણ જે જે જીવો સામેના માણસનું નામ આપીને ચોરે ચૌટે તેની નિંદા કરે છે તે તો અતિશય મતિમંદ (મુર્ખ) છે એમ જાણવું. કારણ કે એકબીજાનાં નામ આપીને દોષો ગાવાથી પરસ્પર લઢાઈ વધે છે. વૈરવૃત્તિ વધે છે. ભવોભવનાં વૈર બંધાય છે. તેથી ઉત્તમ પુરુષે નિંદક બનવું નહીં, નિંદકનાં વચનો સાંભળવાં નહીં, સંભળાઈ જાય તો ઉપેક્ષા કરવી પણ તેનાં વચનોનું મહત્ત્વ આપી નિંદા ન કરવી. અને જેનું તેનું નામ આપીને તો આવી નિંદા કદાપિ ન કરવી. ભારે કલેશકંકાસ અને કડવાશનું જ કારણ બને છે. મેં ૩-૪ | સુંદર, રૂપ ન કોઈનું ધારીયે, દાખીયે નિજ નિજ રંગ હો. સુંદર, તેહમાંહિ કોઈ નિંદા નહી, બોલે બીજુ અંગ. હો. સુંદર. / ૫ | Page #198 -------------------------------------------------------------------------- ________________ પર-પરિવાદ નામના સોળમા પાપસ્થાનકની સજઝાય ૧૮૯ સુંદર “એ કુશીલને ઈમ કહે, “કોપ હુઓ” જે ભાખે હો. સુંદર તેહ વચન નિંદકનો તણું, દશવૈકાલિક સાખે હો. સુંદર. | ૬ || શબ્દાર્થ - રૂપ - સ્વરૂપ, દાખીએ - વાસ્તવિકપણે જણાવીએ, રંગ - સ્વરૂપ, એ કુશીલ - આ કુશીલ છે, દુષ્ટ છે, કોપ દુઓ - તેણે ઘણો ક્રોધ કર્યો ઈત્યાદિ, તેહ વચન નિદકનો - આવાં આવાં વચનો નિંદક જીવનાં જાણવાં. | પ-૬ II ગાથાર્થ - કોઈપણ પદાર્થનું સ્વરૂપ મનમાં ધારી ન લેવું. સર્વે પણ પદાર્થોનું પોતપોતાનું યથાર્થ સ્વરૂપ જણાવવું. તેમાં કંઈ નિંદા કહેવાતી નથી, આવું બીજ અંગમાં (સૂયગડાંગ સૂત્રમાં) કહ્યું છે. “આ કુશીલ છે. અને આ દુષ્ટ છે. આવું જે બોલે, તથા આ માણસે ઘણો ક્રોધ કર્યો ઈત્યાદિ જે કહે, તે સઘળાં વચનો નિંદક પુરુષતણાં છે. આમ દશવૈકાલિકમાં કહ્યું છે. / પ-૬ / વિવેચન - “પરની નિંદા કરવી” આ પાપસ્થાનક સમજાવાય છે જે ત્યજવા જેવું જ છે. તેનાથી વેરઝેર વધે જ છે. જગતના સઘળા પદાર્થો ઉંચા-નીચા સ્વરૂપવાળા હોય જ છે. જેમકે ૨૦૦ રૂપિયાની પણ સાડી હોય, ૪૦૦ રૂપિયાની પણ સાડી હોય, ૧૦૦૦ રૂપિયાની પણ સાડી હોય અને પ-૨૫ હજારની પણ સાડી હોય. તેમાં પ-૨૫ હજારની સાડી ભારે (વધારે ગુણવત્તાવાળી) છે. અને ૨૦૦-૪૦૦ રૂપિયાવાળી સાડી તેના કરતાં હલકી (ઓછી ગુણવત્તાવાળી) છે. દરેક સાડીનું પોતપોતાનું જ સ્વરૂપ છે. તે તેમાં છે. પોત-પોતાના સ્વરૂપથી સર્વે સાડી બરાબર જ છે. તેમાંથી જ્યારે કોઈ એકનું સ્વરૂપ મનમાં ધારી લઈએ છીએ ત્યારે બીજી સાડીઓ પ્રત્યે અણગમો પેદા થાય છે. તેનું હલકાપણું Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ અઢાર પાપસ્થાનક મનમાં ચિતરાતું જાય છે. અને આ જીવ બોલવા જ માંડે છે. તેવી જ રીતે સઘળા પદાર્થો પ્રત્યે જાણવું. જગતના કોઈપણ પદાર્થો સારા જ છે કે ખરાબ જ છે આમ નથી. સૌ કોઈ પોતપોતાના ગુણધર્મથી ભરેલા છે. પરંતુ જ્યારે કોઈ એક પદાર્થના સ્વરૂપ પ્રત્યે મન ઠરે છે ત્યારે બીજા બધા હલકા છે એવું મનમાં ભાસે છે. માટે કોઈપણ પદાર્થના રૂપાદિ ગુણો જોઈને તેને મનમાં ધારી ન લેવું કે જેથી બીજા પદાર્થો હલકા લાગે. અને તેની નિંદા કરવાનું શરૂ થઈ જાય. જીવ પદાર્થ ઉપર પણ આમ જ સમજવું. કોઈ એક પુરુષ ગમી જાય, તેના હાવભાવ, રૂપરંગ, બોલવા ચાલવાની છટા ગમી જાય એટલે તેનાથી મનમાં બીજા બધાય ઘણા હલકા જ દેખાય. તેનાથી એકની પ્રશંસા અને બીજાની નિંદા જ શરૂ થાય. તે માટે કોઈ એક પદાર્થ ઉપર મન ચોંટાડવું નહીં. પરંતુ મનમાં કોઈપણ પદાર્થ કે પુરુષ પ્રત્યે પ્રીતિ-અપ્રીતિ લાવ્યા વિના જે જે પદાર્થ કે પુરુષ પોતપોતાના ગુણધર્મથી જેવો છે તેવો તેને વાસ્તવિકપણે કહેવામાં કોઈ નિંદા ગણાતી નથી. જેમકે હીરો અને કાચ દેખાવમાં સરખા હોવા છતાં હીરાને હીરો કહેવામાં (કિંમતી છે એમ કહેવામાં) અને કાચને કાચ કહેવામાં (બીનકિંમતી છે એમ કહેવામાં) કોઈની પ્રશંસા કે નિંદા કરી કહેવાતી નથી. મનમાં ઈષ્ટતાબુદ્ધિ અને અનિષ્ટતાબુદ્ધિ રાખ્યા વિના વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું કહેવામાં કંઈ નિંદા થઈ જતી નથી. માત્ર મનમાં કોઈનું મહત્ત્વ ધારીને પછી બીજાને હલકુ ચિતરીએ ત્યારે જ નિંદા થઈ કહેવાય છે. આવા પ્રકારનું બીજા અંગમાં (સૂયગડાંગ સૂત્રમાં) કહ્યું છે. આ જીવ કુશીલ છે. આ જીવ દુષ્ટ છે. આ માણસ દુરાચારી છે. આ જીવે ઘણો ક્રોધ કર્યો, તે તો ઘણો અભિમાની છે. તે માણસ Page #200 -------------------------------------------------------------------------- ________________ પર-પરિવાદ નામના સોળમા પાપસ્થાનકની સજ્ઝાય તો ઘણો કપટી છે. આવાં આવાં વચનો જો કોઈ કહે, અર્થાત્ કોઈના પણ દોષોને કહેનારાં વચનો જો માણસ બોલે. તો તે વચનો નિંદક પુરુષનાં છે. એમ જાણીને તેની ઉપેક્ષા કરવી. આવી બાબતમાં દશવૈકાલિકસૂત્રની સાક્ષી જાણવી. હલકા માણસોને પણ આપણે હલકા ચીતરવાની મનોવૃત્તિ રાખવી નહીં. તેમાં રહેલા દોષો તેને જ અપકાર કરનારા થવાના છે. હૃદયમાં રોષ રાખીને નાહક કર્મબંધ આપણે કરવો નહીં. માટે ભારે કિંમતી વસ્તુઓનું અને હલકી બીનકિંમતી વસ્તુઓનું રાગ-દ્વેષ રાખ્યા વિના યથાર્થ નિરૂપણ જો કરવામાં આવે તો તેમાં કંઈ નિંદા કરી ગણાતી નથી પણ અંતર્દોષ રાખીને કુશીલ, ક્રોધી, અહંકારી, દુષ્ટ કહીએ અને તે તે જીવની આપણે હલકાઈ ગાઈએ તો તે નિંદા કરી કહેવાય છે. નિંદક પુરુષનાં જ આવાં વચનો હોય છે એમ જાણવું. ॥ ૫-૬ ॥ સુંદર, દોષ નજરથી નિંદા હુએ, ગુણ નજરે હુએ રાગ હો. સુંદર, જગ સવિ ચાલે માદલ મઢ્યો, સર્વગુણી વીતરાગ હો. સુંદર. ॥ ૭ ॥ સુંદર, નિજ સુખ કનક કચોલડે, નિંદક પરિમલ લેઈ હો. સુંદર, જેહ ઘણા પરગુણ ગ્રહે, સંત તે વિરલા કોઈ હો. સુંદર. ॥ ૮ ॥ ૧૯૧ શબ્દાર્થ - દોષનજરથી - દોષવાળી દૃષ્ટિ રાખવાથી, ગુણ નજરે - ગુણોવાળી નજર કરવાથી, માદલ મઢ્યો - માદળીયાથી મઢેલું છે. સર્વગુણી - સર્વ પ્રકારે ગુણોવાળા, નિજસુખ - આત્માના સુખના આનંદરૂપ, કનક ચોલડે . સોનાના કંચોળાઓ વડે. નિંદકપરિમલ - નિંદક આત્મામાં પણ જે જે ગુણોની સુવાસ છે, પરગુણગ્રહે અન્યના ગુણોને ગ્રહણ કરે છે. II ૭-૮ II - Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ગાથાર્થ - કોઈપણ વસ્તુ પ્રત્યે દોષ જોનારી દૃષ્ટિથી જો જોઈએ તો દ્વેષ (અણગમો) થવાથી નિંદા જ કરવાનું મન થશે. પરંતુ ગુણગ્રાહિણી દૃષ્ટિથી જો જોઈએ તો તે જ વસ્તુ પ્રત્યે રાગ (પ્રીતિ) થાય છે. આખું આ જગત ગુણ-દોષવાળા માદળીયાથી મઢેલું છે. બાકી સર્વથા ગુણી તો કેવલ એક વીતરાગ પ્રભુ જ છે. જે આત્માઓ પોતાના ગુણોના આનંદની મસ્તીરૂપી સોનાના પંચોળાથી, નિંદક (હલકા) જીવોમાં પણ જે જે સુવાસ = કોઈકોઈ ગુણ વિષયક પરિમલ રહેલી છે. તેને જ ગ્રહણ કરે છે. અને તેથી પરના ઘણા ગુણો જ ગ્રહણ કરે છે. તેવા પુરુષો કોઈક જ હોય છે. ખરેખર આવા પુરુષો વિરલ છે. II ૭-૮ | અઢાર પાપસ્થાનક વિવેચન આ સંસારમાં સર્વે પણ વસ્તુઓ સારા-નરસા ભાવથી ભરેલી છે. સર્વે પણ આત્માઓ ગુણ-દોષથી ભરેલા છે. માત્ર આપણે જ્યારે તે તે વસ્તુઓને અને તે તે આત્માઓને દોષવાળી દૃષ્ટિથી જોઈએ છીએ ત્યારે તે તે વસ્તુ પ્રત્યે અને તે તે આત્મા પ્રત્યે અંતર્દોષ જન્મે છે અને તેથી આપણો આ જીવ તે તે પદાર્થની નિંદા કરવા માટે પ્રેરાય છે. - જેમકે વાલનું શાખ છે. તે ઘણું સ્વાદ આપનારું છે. જમણવારના પ્રસંગોમાં લાડુ આદિની સાથે ખાસ બનાવવામાં આવે છે અને લોકો હોંશે હોંશે તે ખાય છે. ત્યાં રાગભરી દૃષ્ટિ છે. અને જેને ભૂતકાળમાં તે ખાવાથી ગેસ-અપચો-અજીર્ણ થયું હોય છે. તેને તે શાખ જોતાં જ અણગમો પેદા થાય છે ત્યાં દ્વેષભરી દૃષ્ટિ છે. એવી જ રીતે આપણા જે જે મિત્રો છે. તે કોઈ અન્યના શત્રુ પણ હોઈ શકે છે. તેથી તે પુરુષો પ્રત્યે આપણી નજર ગુણભરી છે. અને અન્યની નજર તે પુરુષો પ્રત્યે દ્વેષભરેલી છે. જેથી આપણે તે મિત્રની પ્રશંસા કરીએ છીએ અને અન્ય લોકો (કે જેઓ તેઓના શત્રુ Page #202 -------------------------------------------------------------------------- ________________ પર-પરિવાદ નામના સોળમા પાપસ્થાનકની સઝાય ૧૯૩ છે તેઓ) તેમની નિંદા કરતા હોય છે. આ રીતે અન્યના દોષો જોવાવાળી દૃષ્ટિ જ્યારે આ જીવમાં આવે છે ત્યારે તે નિંદા કરવા તરફ પ્રેરાય છે. અને ગુણો જોવાવાળી દૃષ્ટિ જ્યારે આ જીવમાં આવે છે ત્યારે તે પ્રશંસા કરવા તરફ પ્રેરાય છે. આવા પ્રકારનું આ જગત છે. વાસ્તવિકપણે તો આખું આ જગત ગુણ-દોષ એમ બન્નેથી ભરેલું છે. જેમ ગળામાં પહેરવા માટે કરાતું “માદળીયું” ઉપર-ઉપરથી સોના-રૂપાનું હોય છે. પરંતુ તે માદળીયાની અંદર લાખ જેવી બીનકિંમતી ચીજ પણ હોય છે અને સોના-રૂપા જેવી કિંમતી ચીજ પણ હોય છે. તેવી રીતે જગતના તમામ જીવોમાં યથોચિત ગુણો પણ હોય છે. અને યથાયોગ્ય દોષો પણ હોય છે. આ રીતે ગુણદોષોના માદળીયાથી આખું આ જગત મઢેલું છે. સર્વથા એકલા ગુણમાત્રવાળા તો વીતરાગ પ્રભુ જ છે. તેથી હે જીવ ! તું જેવી નજર રાખીશ, તેવો તને તે પદાર્થ દેખાશે. તું તારી નજર ગુણગ્રાહિણી બનાવ, દોષગ્રાહિણી ન બનાવ. તેથી નિંદા કરવાનો પરિણામ ચાલ્યો જશે અને તું પાપોના બંધથી બચી જઈશ. જે મહાત્મા પુરુષો પોતાના આત્માના ગુણોના આનંદ-મસ્તી, રૂપ સુખ માણવારૂપી સોનાના કંચોળાઓ વડે બીજાના પણ ગુણો જ ગ્રહણ કરે છે. એટલું જ નહીં પરંતુ નિંદક (હલકા) પુરુષોમાં પણ જે દોષો છે. તેને છોડી દઈને તેઓમાં પણ ગુણોની જે પરિમલ છે. અર્થાત્ ગુણો છે. તેને જ ગ્રહણ કરે છે. ગુણોના આનંદથી ટેવાયેલા મહાત્માઓ જ્યાં ત્યાં ગુણો જ જોવારૂપી સોનાના કંચોળા વડે હલકા માણસોના પણ ગુણોનું જ પાન કરે છે. તેવા પરના ઘણા ગુણોને જ ગ્રહણ કરનારા પુરુષો આ સંસારમાં કોઈ કોઈ જ છે. અર્થાત્ વિરલ માત્ર જ છે. હે જીવ! પરના ગુણગ્રાહી થવું પરંતુ પરના દોષગ્રાહી ન થવું. ગુણગ્રાહી જો થશો તો ગુણી મહાત્માઓ જ છે ગુણોની જે ન જ ગ્રહણ કરે મહાત્માઓ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ અઢાર પાપસ્થાનક પ્રત્યે અહોભાવ, પૂજ્યભાવ અને આદર સન્માન થશે. તથા જો દોષગ્રાહી થશો તો નિંદા કરવાના પરિણામ આવશે. માટે હે જીવ ચેત, કંઈક વિચાર કર. / ૭-૮ છે સુંદર, પરપરિવાદ વ્યસન તજો, મ કરો નિજ ઉત્કર્ષ હો. સુંદર, પાપકરમ ઈમ સવિ ટલે, પામે સુજસ તે હર્ષ હો. દર. | ૯ || શબ્દાર્થ - પરપરિવાદ - પારકાની નિંદા, વ્યસન - કુટેવ, નિજ ઉત્કર્ષ . પોતાની પ્રશંસા, સાવિ ટલે - સર્વે નાશ પામે. II II ગાથાર્થ - તેથી હે જીવ ! પારકાની નિંદા કરવાની કુટેવને તું ત્યજી દે, અને પોતાની પ્રશંસા કરવાનું કામ પણ ન કરો. એમ કરવાથી સઘળાં પાપકર્મ દૂર થાય છે. અને પરપરિવાદને છોડનારા તે જીવો સારો ચશ અને હર્ષ (આનંદ) પામે છે. / ૯ વિવેચન - ઉપર કરેલી સઘળી ચર્ચાથી પરની નિંદા કરવાની કુટેવને હે જીવ! તું ત્યજી દે, પરપરિવાદ નામનું આ પાપસ્થાનક ઘણું ભયંકર છે. સતત અંતર્હષ અને ઘણો ફ્લેશ કરાવનારું છે. બીજા પ્રત્યે તિરસ્કારનો ભાવ વધતો જાય છે. પરની નિંદા અને પોતાની પ્રશંસા કરવાથી પોતાની પ્રતિષ્ઠા ઘટે છે. ઉત્તમ આત્માઓ પોતાના મુખે પોતાનું નામ પણ લેતા નથી. તો પોતાના ગુણો પોતાની જીવે કેમ બોલાય ? શ્રીપાળ મહારાજાને જ્યારે ધવલશેઠે ડુંબનું કલંક આપ્યું. ત્યારે શ્રીપાળને પોતાની પુત્રી પરણાવનાર રાજા, શ્રીપાળને તેનાં કુળ-ગોત્ર, માત-પિતાનાં નામ આદિ વંશાવલિ વગેરે પુછે છે. ત્યારે શ્રીપાળ મહારાજા પોતાનાં કુલાદિ સ્વમુખે કહેતા નથી. અને રાજાને વ્યંગમાં ઠપકો આપતાં કહે છે કે ગયેલી તિથિ જ્યોતિષિઓ પણ જોતા નથી, તથા પાણી પીધા પછી ઘર પુછવાનો Page #204 -------------------------------------------------------------------------- ________________ પર-પરિવાદ નામના સોળમા પાપસ્થાનકની સજઝાય ૧૯૫ શો અર્થ છે ? ઈત્યાદિ. પરંતુ રાજા જ્યારે ઘણા જ આગ્રહથી પુછે છે ત્યારે કહે છે કે આ ધવલશેઠના વહાણો જે આવ્યાં છે. તેમાં મારી બે પત્નીઓ છે. તેઓને બોલાવીને તેઓ પાસેથી મારાં ગોત્રાદિ જાણી લો. કેટલી ગંભીરતા ? કેટલી સજ્જનતા ! જ્યાં પોતાના મુખે પોતાની ઓળખ આપવાની સજ્જન પુરુષોની ઈચ્છા હોતી નથી. તો પછી આત્મપ્રશંસા તો કરવાની રહેતી જ નથી. પ્રશંસાનાં ટાઈટલો બોલવાનાં કે લખવાનાં હોતાં જ નથી. જો આ આત્મામાં આવા આવા ઉત્તમ ગુણો આવી જાય તો સર્વે પણ પાપકર્મો ટળી જાય છે. અર્થાત્ નાશ પામી જાય છે અને પોતાનું જીવન ઉત્તમ અને ધન્ય ધન્ય બનતાં વગર પ્રયત્ન જ સારો યશ મળે છે. નિર્દોષ અને ગુણીયલ માણસોનો યશ સ્વતઃ જ પ્રસરે છે. અને પોતાનામાં પ્રગટેલી નિર્દોષતા અને ગુણિયલતાનો અતિશય હર્ષ આ જીવ અનુભવે છે. તેથી હે જીવ ! આ પરંપરિવાદનું પાપસ્થાનક તું ત્યજી દે. “પામે સુજસ તે હર્ષ” આ વાક્યમાં સુજસ શબ્દ વાપરીને ગ્રંથકર્તાએ કર્તા તરીકે પોતાનું શ્રીયશોવિજયજી આવું નામ ગર્ભિતપણે સૂચવ્યું છે. મેં ૯ / આ પ્રમાણે “પરપરિવાદ” નામનું જે સોળમું પાપસ્થાનક છે. તે અહીં સમાપ્ત થાય છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ હવે “માયામૃષાવાદ” નામના સત્તરમા પાપસ્થાનકની સજ્ઝાય સત્તરમું પાપનું ઠામ, પરિહરજો સદ્ગુણ ધામ, જિમ વાધે જગમાં મામ હો લાલ, માયા-મોસ નવી કીજિયે. ॥ ૧ ॥ - મામ શબ્દાર્થ - ઠામ સ્થાન, પરિહરજો - ત્યજજો, સદ્ગુણધામ - સદ્ગુણોના ભંડાર અર્થાત્ હે ઉત્તમ પુરુષ, વાઘે • વૃદ્ધિ પામે, તેજ-પ્રભાવ, માયામોસ માયામૃષાવાદ. || ૧ || - અઢાર પાપસ્થાનક - - ગાથાર્થ - સદ્ગુણોના ભંડાર એવા હે ઉત્તમ જીવ ! સત્તરમું માયા મૃષાવાદ નામનું પાપસ્થાનક જીવનમાંથી એવી રીતે ત્યજો, કે જેથી જગતમાં તમારું (મામ) તેજ (પ્રભાવ) વધે. હવેથી માયામૃષાવાદ ક્યારેય પણ હે જીવ તું સેવષે નહીં. || ૧ || વિવેચન હવે સારમા “માયામૃષાવાદ' નામના પાપસ્થાનકની વાત સમજાવે છે, માયા એટલે કપટ, જુઠ-બનાવટ, તે પૂર્વક મૃષાવાદ એટલે જુઠું બોલવું, કપટપૂર્વક જુઠું બોલવું. તે આ પાપસ્થાનક છે. - હે ઉત્તમ પુરુષ ! તું સદ્ગુણોનું ધામ (ભંડાર) છો. સદ્ગુણોનો ભંડાર છો. તેથી માયાપૂર્વક જુઠું બોલવાવાળું અર્થાત્ બમણા (દ્વિગુણ) પાપવાળું આ પાપસ્થાનક ત્યજી દે, આચરવા જેવું નથી. જો તું આ પાપસ્થાનક ત્યજીને ઉત્તમ અને સાચું જીવન જીવીશ તો આ જગતમાં તારો પ્રભાવ, તારું તેજ વધશે. લોકો પણ તને ઘણું માન આપશે. તારા તરફ લોકો માનની વૃત્તિથી જોશે. સર્વે માણસો પોતાના સચ્ચારિત્રના પ્રભાવથી જ તેજસ્વી અને યશસ્વી બને છે. તેથી હે જીવ ! આ માયામૃષાવાદ નામનું પાપસ્થાનક સેવવા જેવું નથી. ત્યજવા જેવું છે. તેને ત્યજીને તું યશસ્વી બન. ॥ ૧ ॥ Page #206 -------------------------------------------------------------------------- ________________ માયામૃષાવાદ નામના સત્તરમા પાપસ્થાનકની સજ્ઝાય એ તો વિષને વલીય વઘાર્યું, એ તો શસ્ત્રને અવળું ધાર્યું, એ તો વાઘનું બાલ વકાર્યું, હો લાલ, માયા-મોસ નવિ કીજિયે. ॥ ૨ ॥ શબ્દાર્થ . વિષને - ઝેરને, વધાર્યું - વઘાર રૂપે કર્યું, અવળું - ઉંધુ, વાઘનું બાલ - વાઘનું બચ્ચું, વકાર્યું - વીફરાવ્યું. || 2 || ૧૯૭ ગાથાર્થ - “માયામૃષાવાદ નામના દોષનું સેવન કરવું' એ તો ઝેરને વધારવા તુલ્ય છે. શસ્ત્રને ઉલટું ધારણ કરવા જેવું છે. તથા વાઘના બચ્ચાને વિકરાવવા તુલ્ય છે. | ૨ || વિવેચન - માયામૃષાવાદ નામના સત્તરમા પાપસ્થાનકનું સેવન કેટલું ભયંકર છે ? તે વાત ત્રણ ઉપમાઓથી સમજાવે છે. જેમ જે વિષ (ઝેર) હોય છે તે મારક-ઘાતક તો હોય જ છે. ઝેર પીતાંની સાથે જ તે ઝેર પીનારને મારી નાખે છે. અને જો તે ઝેરને શાખ-દાળની જેમ વઘારવામાં આવે, અગ્નિ આદિના શેકથી પરિપક્વ કરવામાં આવે તો તો તે ઝેર કાલકુલ અથવા હલાહલ ઝેર બની જાય છે. તેવી જ રીતે માયા એ જ પાપ હતું અને તેમાં મૃષાવાદ ભળ્યું, એટલે બન્ને પાપસ્થાનક સાથે થતાં તે કાલકુટહલાહલ વિષતુલ્ય બની જાય છે. તથા શસ્ત્ર પોતાની રક્ષા માટે અને પર (શત્રુ) ના પરાભવ માટે રખાય છે. પરંતુ જો તે શસ્ત્ર અવળું - ઉંધા મુખે ધારણ કરવામાં આવે તો પોતાની જ હત્યા માટે થાય છે. તેમ આ માયામૃષાવાદ નામનું પાપસ્થાનક પોતાના આત્માના જ પતન માટે થાય છે. તથા વળી વાઘનું બચ્ચું જન્મથી જ ઘાતકી-ક્રુર અને હિંસક Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ હોય છે. અને જો તેને વિરાવવામાં આવે, ચીડવવામાં આવે તો વધારે ક્રુર થઈને વિધરાવનારનો જેમ નાશ કરે છે, તે રીતે આ માયામૃષાવાદ પાપસ્થાનક પણ તેને સેવનારાનો તુરત-તુરત નાશ કરે છે. ॥ ૨ ॥ અઢાર પાપસ્થાનક એ તો માયી ને મોસાવાઈ, થઈ મોટા કરે ય ઠગાઈ, તસ હેઠે ગઈ ચતુરાઈ, હો લાલ, માયા-મોસ નવિ કીજીયે. ॥ ૩ ॥ શબ્દાર્થ - માયી - માયાથી યુક્ત, મોસાવાઈ - મૃષાવાદી, ઠગાઈ - છેતરપિંડી, તસ - તેની, હેઠે - નીચે, ચતુરાઈ - ડહાપણ. ॥ ૩ ॥ M ગાથાર્થ - આ પાપસ્થાનકવાળો જીવ તો માયાવી પણ છે અને મૃષાવાદી પણ છે. ઘણી મોટી નામ્ના મેળવીને પણ જે ઠગાઈ (છેતરપિંડી) જ કરે છે તેની ચતુરાઈ નીચે ગઈ (અર્થાત્ બેસી ગઈ) એમ જાણવું. ॥ ૩ ॥ વિવેચન - જગતમાં જે મોટા થાય છે. નામાંકિત બને છે. ઘણા માન-મોભા મેળવીને ઉંચા ઉંચા સ્થાનોને શોભાવનારા બને છે. એવા જીવો પણ માયાવી (માયાથી યુક્ત) હૃદયવાળા થયા છતા અને તેમાં વળી મૃષાવાદી થયા છતા ઘણી મોટી મોટી (શબ્દોથી ન કહી શકાય તેવી) ઠગાઈ કરે છે જગતમાં બહારની શોભાથી મોટા તરીકે પંકાયા હોવાથી કોઈ તેઓની સામે બોલતું નથી, આવા જીવો જગતના જીવોને દબાવતા ફરે છે. માયા-કપટ ગોઠવીને મોટી મોટી છેતરપિંડી આચરતા રહે છે. નાના નાના જીવોનો કચ્ચરખાણ નીકળી જાય છે. નિર્ભય થયા છતા મહાપાપને સેવે છે. આવા કઠોર હૃદયવાળા જીવોની ચતુરાઈ (ડહાપણ) જાણે Page #208 -------------------------------------------------------------------------- ________________ માયામૃષાવાદ નામના સત્તરમા પાપસ્થાનકની સજ્ઝાય ચાલી (ચાલ્યું) જ ગઈ (ગયું) હોય તેમ તેઓની ચતુરાઈ નીચે (પાતાલમાં) ચાલી જાય છે. ચતુરાઈ વિનાના આ પુરુષો કહેવાય છે. જ્ઞાનીની દૃષ્ટિએ આવા જીવો મૂર્ખ કહેવાય છે. ॥ ૩ ॥ બગલાં પરે પગલાં ભરતાં, થોડું બોલે જાણે મરતાં, જગ ધંધે ઘાલે ફિરતાં, હો લાલ, માયા-મોસ-નવિ કીજિયે. ॥ ૪ ॥ શબ્દાર્થ પગલાં ભરતાં એક પગ પછી બીજો પગ મુકતો જીવ, ડગલાં માંડતો જીવ, થોડું બોલે - બોલે ઘણું જ ઓછું, જગ - જગતને, ધંધે ઘાલે - પોતાની માયાજાળના ધંધામાં ફસાવે. ॥ ૪ ॥ - ગાથાર્થ આ માયામૃષાવાદી જીવ બગલાની પેઠે ધીમે ધીમે પગલાં ભરે છે તથા મરણપથારીવાળાની જેમ થોડુંક જ બોલે છે. પણ આમ ફરતાં ફરતાં જગતના જીવોને પોતાની માયાજાળના ધંધામાં ઘાલે છે. એટલે કે ફસાવે છે. ॥ ૪ ॥ - ૧૯૯ - - વિવેચન આ માયામૃષાવાદ પાપસ્થાનક સેવનારા જીવો કેવા કેવા પાપી હોય છે ? તે ઉપર સમજાવતાં કહે છે કે આવા પ્રકારનાં પાપકર્મ કરનારા જીવો બગલાની પેઠે પૃથ્વી ઉપર ધીમે ધીમે પગ માંડે છે. જાણે કે નાના જીવોની રક્ષા માટે કેવી જયણા પાળે છે ? કેવો દયાળુ પુરુષ આ છે. એવી છાપ જગતમાં ઉભી કરવા આવી માયા સેવે છે. તથા એટલું બધું ઓછું બોલે છે કે જાણે મૃત્યુની આસન્ન બનેલો પુરુષ જેવું બોલે છે તેવું આ બોલે છે. અતિશય ઓછું બોલે છે અને ધીમું બોલે છે. આમ બહારથી ધર્મી દેખાતો એવો પણ આ જીવ ફરતાં ફરતાં સંસારના જીવોને પોતાની માયાજાળના ધંધામાં ફસાવે છે એવી Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ અઢાર પાપસ્થાનક માયા પાથરે છે. જુઠું બોલે છે અને લોકોને લલચાવી-લોભાવીને લુંટી લે છે. પાપનો ડર જરા પણ હોતો નથી. કઠણ કાળજાવાળા બનીને જગતને કેવળ છેતરે જ છે. તે જ ! જે કપટી બોલે જૂઠું, તસ લાગે પાપ અપૂઠું, પંડિતમાં હોય મુખ ભૂંઠું, હો લાલ, માયા-મોસ નવી કીજિયે || ૫ | શબ્દાર્થ - કપટી - માયાવી માણસ, જુઠું - મિથ્યા, અસત્ય, અપૂર્વ - પીઠ ન છોડે તેવું ભૂંડું - ભોઠું-શરમીન્દુ I ૫ | ગાથાર્થ - જે કપટી (માયાવી) હોય છે તે અવશ્ય જૂઠું જ બોલે છે. તેને એવું ચીકણું પાપ લાગે છે કે જે પાપ તેની પીઠ છોડતું જ નથી. અને આવા પાપથી તેનું મુખ પંડિતોની પર્ષદામાં ભોડું (શરમીન્દુ) બની જાય છે. [ પ » વિવેચન - જે જીવ માયાવી હોય છે. કપટી હોય છે તે જીવ વારેવારે જૂઠું જ બોલે છે. જૂઠું બોલવું તે તો તેનું વ્યસન જ બની ગયું હોય છે. જેમ ખસના રોગવાળાને ખણજ ખણ્યા વિના ચેન પડતું નથી, પણજ ખણવી એ તો તેનો સ્વભાવ જ બની જાય છે. તેવી જ રીતે માયાવી માણસને જૂઠું બોલ્યા વિના ચેન પડતું નથી. જૂઠું બોલવું તે તો તેનો સહજ સ્વભાવ જ બની જાય છે. જાણી બુઝીને આવું જૂઠું બોલવાથી નિર્દય હૃદય હોવાના કારણે એવા પ્રકારનું ચીકણું કર્મ બંધાય છે કે જે બંધાયેલું તે પાપ તેની (બાંધનારાની) પીઠ છોડતું જ નથી. વળગેલું અને વળગેલું જ રહે છે. મધમાખીની જેમ અતિશય ચોંટી જાય છે. આવાં મહા-ભયંકર પાપો કરવાથી પંડિતોની વચ્ચે તે જીવ ભોંઠો-શરમીન્દો બની જાય છે. સંતાડવા જેવા મુખવાળો બની જાય Page #210 -------------------------------------------------------------------------- ________________ માયામૃષાવાદ નામના સત્તરમા પાપસ્થાનકની સજ્ઝાય છે. અને માયાથી કરેલું તે તે પાપ જ્યારે જ્યારે ઉઘાડું થાય છે. ત્યારે તો અત્યન્ત લજ્જાસ્પદ બની જાય છે. ધરતીમાં છુપાવા પ્રયત્ન કરે છે. ભૂગર્ભમાં જ ચાલ્યો જાય છે. આવું આ પાપસ્થાનક છે. ॥ ૫ ॥ - દંભીનું જૂઠું મીઠું, તે નારી-ચરિત્રે દીઠું, પણ તે છે દુર્ગતિનું ચીઠું - હો લાલ, માયા-મોસ નવી કીજિયે. ॥ ૬ ॥ મિથ્યા W શબ્દાર્થ - દંભીનું - માયાવી માણસનું, જૂઠું અસત્ય, મીઠું - પ્રિય હોય છે, નારીચરિત્રે - સ્ત્રીચરિત્રમાં, દીઠુ જોયું છે, ચીઠું - ચીઠ્ઠી, કાગળ, નોટીસ. | ૬ || ૧૪ ગાથાર્થ - દંભીનું જૂઠું બોલવાપણું, તે ઉપરથી મીઠું હોય છે. આ બાબત સ્ત્રીચરિત્રમાં જોવાયેલી છે. પરંતુ તે નરકાદિ દુર્ગતિઓની ચીઠ્ઠી (નોટીસ) છે એમ જાણવું. || ૬ || · વિવેચન - માયાવી માણસોના હૈયામાં જુદું હોય છે અને હોઠે જુદુ હોય છે. બોલે છે બહુ જ મીઠું પરંતુ કરે છે બહુ જ જૂઠું, અર્થાત્ છેતરવાનું કામ, તેથી આવું માયામય કામ કરવા માટે અને બીજાને ફસાવવા માટે અમૃત જેવું મીઠું બોલે છે તેની આવી અમૃતમય વાણીથી સજ્જન માણસો ફસાય છે અને તેનાથી તે પોતાનું ધાર્યું કામ કરે છે. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે मधु तिष्ठति जिह्वाग्रे, हृदये तु हलाहलम् સ્ત્રીચરિત્રમાં આવું માયાવીપણું દેખાય જ છે. શાસ્ત્રોની અંદર “શ્રી એ માયાનું ઘર” છે એવાં ભૂતકાલમાં બનેલાં અનેક ઉદાહરણો છે. આ કથન જાતિવિષયક સમજવું. વ્યક્તિવિષયક નહીં, વ્યક્તિ તો તેમાં મરૂદેવા માતા, ચંદનબાલા અને મૃગાવતી જેવાં ઉત્તમ જીવો ૨૦૧ - Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ અઢાર પાપસ્થાનક પણ હોય છે. પરંતુ સામાન્યથી પુરુષની પ્રકૃતિ કઠોર વધારે હોય છે. અને સ્ત્રીની પ્રકૃતિ માયાવી વધારે હોય છે. પરંતુ આવા પ્રકારનું માયાવીપણું આચરવું તે નરક-નિગોદ જેવી દુર્ગતિમાં જવાની ચીટ્ટી આવી છે, નોટીસ આવી છે એમ જાણવું. દુર્ગતિગમનની નિશાની છે. તેથી હે જીવ ! આ સઘળું ત્યજવા જેવું છે. તે ૬ . જે જૂઠો દિએ ઉપદેશ, જનરંજને ધરે વેશ, તેહનો જૂઠો સકલ ક્લેશ, હો લાલ, માયા-મોસ નવી કીજિયે. || 9 || તેણે ત્રીજો મારગ ભાગો, વેષ નિંદે દંભે રાખ્યો, શુદ્ધ ભાષકે શમસુખ ચાખ્યો, હો લાલ, માયા-મોસ નવી કીજિયે. | ૮ || શબ્દાર્થ - જનરંજને - લોકોને ખુશ કરવા માટે જ, ધરે વેશ - સાધુના વેશને ધારણ કરે, કલેશ • પ્રવૃત્તિ, દંભે રાખ્યો - માયાથી જ વેશ રાખ્યો હોય, શુદ્ધભાષક - પરમાત્માનાં વચનોની શુદ્ધ પ્રરૂપણા કરનારા, સમસુખ - સમતાસુખ. || ૭-૮ || ગાથાર્થ - આવા પ્રકારના માયામૃષાવાદ સેવનારા લોકો ખોટો ઉપદેશ આપે છે. લોકોને ખુશ કરવા માટે સાધુનો વેશ ધારણ કરે છે. તેઓની બધી જ પ્રવૃત્તિ જડી (માયામય) જ હોય છે. તેઓએ આ બીજો માર્ગ ચલાવ્યો છે. વેશની પણ નિંદા થાય તેવું જીવન જીવતા હોય છે. દંભ કરવા પુરતો જ વેશ રાખ્યો હોય છે. જે શુદ્ધ પ્રરૂપક છે તે જ સાચા સમતાના સુખને પામનારા હોય છે. I ૭-૮ / Page #212 -------------------------------------------------------------------------- ________________ માયામૃષાવાદ નામના સત્તરમા પાપસ્થાનકની સજઝાય ૨૦૩ વિવેચન - જે જે જીવો માયાથી ભરેલા અને મૃષાવાદી હોય છે. અર્થાત્ માયામૃષાવાદને સેવનારા હોય છે. તેઓ જ્યારે ઉપદેશ આપવા બેસે છે ત્યારે પોતાના માયામય ચરિત્રને ઢાંકવા ખોટો જ ઉપદેશ આપતા હોય છે. ખોટા ખોટા કુતર્કો લગાડીને ભગવાનની વાણીને મરડીને પોતપોતાની નામના યશ વધે અને પોતાનું માન પોષાય તેવી રીતે દેશના આપતા હોય છે. પોતાના દુશ્ચરિત્રને ઢાંકવા નયો બદલીને બોલતા હોય છે. ઉત્સ-અપવાદને મરડતા હોય છે. લોકો ખુશ રહે તે માટે જ આવા જીવો સાધુનો વેશ પહેરતા હોય છે. સાધુતા સાથે તેવો સંબંધ રાખતા નથી. કે જેવો સંબંધ જનરંજનમાં રાખે છે. પાંચ ઈન્દ્રિયના વિષયને ગુપ્ત રીતે છુટથી સેવતા હોય છે. તેઓએ આચરેલી બાહ્ય બધી જ પ્રવૃત્તિ (ધર્માનુષ્ઠાનોનું આચરણ) કેવલ ક્લેશરૂપ જ બને છે. હૃદયમાં ધર્મપરિણામ હોતો નથી પરંતુ માત્ર મોહમય પરિણામ હોય છે. તેથી મોહબ્ધ જીવની આવી ધર્મપ્રવૃત્તિ પુણ્યબંધ કરાવવા દ્વારા દેવભવ અપાવે પરંતુ વ્યંતરાદિનો એવો ભવ મળે છે કે જે ભવ કષાયવૃદ્ધિનો જ હેતુ બને છે અને તેથી સંસાર જ વધે છે. અનંતભવોમાં આ જીવે આવું જ આચરણ ઘણીવાર આચર્યું છે. તેથી હે જીવ! આ પાપસ્થાનક ત્યજવા જેવું છે. સવાસો ગાથાના સ્તવનમાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીએ જ કહ્યું છે કે - અર્થની દેશના જે દીએ, ઓળવે ધર્મના ગ્રંથ રે, પરમપદનો પ્રગટ ચોર તે, તેહથી કિમ વહે પંથ રે. ૧-૬ કલહકારી કદાગ્રહભર્યા, થાપતા આપણા બોલ રે, જિનવચન અન્યથા દાખવે, આજ તો વાજતે ઢોલ રે. ૧-૮ તથા વળી આવા ઉત્સુત્ર પ્રરૂપક, માયામૃષાવાદી, માત્ર બહારના દેખાવથી જ સાધુવેશ રાખનારા અને લોકરંજન થાય તે Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ અઢાર પાપસ્થાનક રીતે જ ધર્મક્રિયા કરનારા આ જીવો ત્રીજા માર્ગના ભાખનારા જાણવા. જૈનશાસ્ત્રોમાં ૧ ગીતાર્થ અને ૨ ગીતાર્થ નિશ્રિત એમ બે પ્રકારનો જ માર્ગ છે. કાં તો તમે પોતે જ્ઞાની વૈરાગી આત્માર્થી થઈને વિચરો, અથવા તેવા જ્ઞાની વૈરાગી આત્માર્થી ગુરુજીની નિદ્રામાં વિચરો આ બે જ માર્ગ આરાધક તરીકે કહ્યા છે. જેમકે તમારે ઝવેરાતનો ભારે દાગીનો ખરીદવો છે. તો કાં તો ઝવેરી બનો, અથવા ખરીદીમાં ઝવેરીને સાથે રાખો. આ બે વિના ન છેતરાવાનો ત્રીજો કોઈ માર્ગ નથી, સ્વયં પોતે ઝવેરી ન હોય અને ઝવેરીને (અનુભવીને) જે સાથે ન રાખે તે અવશ્ય છેતરાય જ છે. તેમ અહીં સમજવું. પોતાને ગીતાર્થ બનવું નથી, અને ગીતાર્થની નિશ્રા એ પરવશતા લાગવાથી પાલવતી નથી. તેઓ અગીતાર્થ હોતા છતા પ્રરૂપક બની જાય છે અને સ્વતંત્ર વિચરે છે તે આ અગીતાર્થ વિહાર નામનો ત્રીજો માર્ગ ચલાવે છે તે જીવો અવશ્ય છેતરાય જ છે. ઘણાં ઘણાં કષ્ટકારી અનુષ્ઠાનો કરે છે પણ માયામૃષાવાદના કારણે નિર્જરા કરવાને બદલે ચીકણાં પાપકર્મો જ બાંધે છે. દંભ માત્રથી રાખેલો આ સાધુનો વેશ પણ નિંદાને પામે છે. લોકો જેમ જેમ વિરુદ્ધાચરણ જાણે છે તેમ તેમ જગતમાં પરોક્ષપણે તેઓની નિંદા જ કરે છે. વેશ સાધુનો હોય અને સાધુતાને ન છાજે તેવું વર્તન અને વાણી આદિ હોય તો નિંદા જ થાય. માટે આવા જીવો વિરાધક જાણવા. ચારિત્ર પાળે તો પણ તે વિરાધક છે. જેમ કે વિનેયરત્નાદિ. પરંતુ જેનું હૃદય કોમલ છે. વૈરાગ્યથી ભીનું છે, માયા કે મૃષાવાદાદિ દોષો જેમાં નથી. ભગવાનની પાટ ઉપર બેસીને શાસ્ત્રાનુસારિણી શુદ્ધ દેશના જે આપે છે. ધીર-વીર-ગંભીર છે અને કષાયોના વિજેતા છે તે જ સાચા સમતાના સુખને પામે છે. સમભાવ દશાના સુખનો અનુભવ કરનારા આવા જીવો બને છે. તે ૭-૮ || Page #214 -------------------------------------------------------------------------- ________________ માયામૃષાવાદ નામના સત્તરમા પાપસ્થાનકની સજ્ઝાય જૂઠું બોલી ઉદર જે ભરવું, કપટીને વેશે ફરવું, તે જમવારે સ્યું કરવું, હો લાલ, · માયા -મોસ નવી કીજિયે, પંડે જાણે તો પણ દંભે, માયા-મોસને અધિક અચંભે, સમકિત દૃષ્ટિ મન થંભે, હો લાલ, માયા-મોસ નવી કીજિયે. ॥ ૯-૧૦ ॥ ૨૦૫ શબ્દાર્થ - ઉદર - પેટ, કપટીને - માયાવીપણાના, જમવારે - મૃત્યુ નજીક આવે ત્યારે, પંડે જાણે - પોતે જાતે જાણતો હોય, અચંભે - આશ્ચર્ય થાય તેમ, મન થંભે - મન અટકે છે. II૯-૧૦/ ગાથાર્થ - જૂઠું બોલી બોલીને જે પેટ ભરવું અને કપટી થઈને સાધુવેશમાં ફરવું, જો આવું જ કરીશું તો યમનો વારો (મૃત્યુ) નજીક આવશે ત્યારે શું કરીશું ? કંઈ જ ચાલવાનું નથી. પોતે પોતાનું આચરણ તથા શાસ્ત્રાજ્ઞા જાણતો હોય છે. તો પણ દંભને કારણે અતિશય આશ્ચર્ય ઉત્પન્ન થાય તેવો માયામૃષાવાદનો દોષ સેવે છે. માત્ર સમ્યગ્દષ્ટિ આત્માનું જ મન આવા પાપોથી થંભે છે. II ૯-૧૦ || વિવેચન - “લોકો આ ઉત્તમ સાધુ છે” એમ સમજીને બધા જ પ્રકારની ભક્તિ કરતા હોય છે. માયામૃષાવાદી જીવ આવા સાચા સાધુ નથી. તો પણ જૂઠું બોલી બોલીને પોતાને સુસાધુ તરીકે જ ગાઈને લોકો વડે કરાયેલી ભક્તિનો ઉપયોગ કરે છે. એટલે કે જૂઠું જ બોલીને પેટ ભરે છે. એટલું જ નહીં પરંતુ લોકો વડે કરાયેલી ભક્તિ બહુમાન મળે તે માટે જ કપટી થઈને બહારથી સાધુપણાનો સુંદર વેશ રાખે, આમ કેવળ વેશ માત્ર રાખીને પાંચે ઈન્દ્રિયોના વિષયોને જે પોષે, ચારે કષાયોને સેવે, બહારથી જ દેખાવ માત્ર જ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ અઢાર પાપસ્થાનક સારો રાખે. વિષયાભિલાષા અને વિકારો હૃદયમાં સાજા-તાજા જ હોય તેવા જીવોએ ગમે તેવી બાહ્યાચારની સાધુતા પાળી હોય તો પણ જમનો વારો (મૃત્યુની નજીકતા) જ્યારે આવે ત્યારે તેઓ શું કરી શકે ? શું કરી શકવાના ? અર્થાત્ કંઈ જ ન કરી શકે. નરકનિગોદ રૂપ દુર્ગતિમાં જવું જ પડે અનંતભવભ્રમણ થાય છે. માટે આવા પાપથી હે જીવ ! ચેતવા જેવું છે. પોતે પોતાના પાપને જાણતો હોય છે. તથા શાસ્ત્રોમાં શું કહ્યું છે? તે પણ પોતે જાણતો હોય છે. તો પણ દંભપૂર્વક એવા (ઉત્કૃષ્ટ) માયામૃષાવાદને તે જીવ સેવતો હોય છે કે જે જાઈને અતિશય આશ્ચર્ય ઉત્પન્ન થાય છે. કે અરે, આ જીવ શું આવું કરે? જગતના જીવો આશ્ચર્ય પામે તેવાં પાપો આ જીવ કરતો હોય છે. માટે આ પાપસ્થાનક સારું નથી. ત્યજવા જેવું જ છે. જે સમ્યગ્દષ્ટિ આત્મા હોય છે તેનું જ મન પાપથી ડરતું હોવાના કારણે તથા વૈરાગ્યભીનું હોવાના કારણે આવાં આવાં પાપો કરતાં થંભી જાય છે. વિરામ પામે છે. અટકી જાય છે. સમ્યગ્દષ્ટિ જીવો જ આવા પાપોથી બચે છે. તે ૯-૧૦ || શ્રત મર્યાદા નિરધારી, રહ્યા માયામોસ નિવારી, શુદ્ધભાષકની બલિહારી હો લાલ, માયા-મોસ નવિ કીજિયે, જે માયાએ જૂઠ ન બોલે, જગ નહિ કોઈ તેહને તોલે, તે રાજે સુજસ અમોલે, હો લાલ, માયા-મોસ નવિ કીજિયે. ૧૧-૧૨ || શબ્દાર્થ - શ્રુતમર્યાદા - શાસ્ત્રાનુસારી જે મર્યાદા છે તેનો, નિરધારી - નિર્ણય કરીને, માયાભોસ - માયામૃષાવાદ Page #216 -------------------------------------------------------------------------- ________________ માયામૃષાવાદ નામના સત્તરમા પાપસ્થાનકની સજ્ઝાય દોષને, નિવારી - રોકીને, શુદ્ધભાષકની શુદ્ધ ધર્મદેશના આપનારાની બલિહારી - તેજસ્વિતા-પ્રભાવ, અમોલે - જેનું કોઈ મૂલ્ય નથી તેવું. ॥ ૧૧-૧૨ || ગાથાર્થ - જે જે આત્માઓ શાસ્ત્રાનુસારી પોતાની મહાવ્રત પાલવાવાળી મર્યાદા જાણીને, તેનો હૃદયથી યથાર્થ નિર્ણય કરીને, માયામૃષાવાદને રોકીને, સૂત્રાનુસારિણી શુદ્ધ ધર્મદેશના આપે છે. તેઓની જ આ કાળમાં બલિહારી છે. ૨૦૭ જેઓ માયાપૂર્વક મૃષાવાદ બોલતા નથી. તેઓને તોલે આવે એવું આ જગતમાં કોઈ જ નથી. આવા જીવો જ અમૂલ્યપણે સારો યશ પામીને શોભે છે. II ૧૧-૧૨ || વિવેચન - માયા મૃષાવાદ પાપસ્થાનક ઘણું જ ભયંકર છે. તે ઉપર સમજાવવામાં આવ્યું છે. તેથી જે જે મહાત્મા પુરુષો તેને છોડી દે છે અને જીવનને પવિત્ર બનાવે છે. શાસ્ત્રાભ્યાસ કરીને, શાસ્ત્રાનુસારી સાધુજીવનની શું મર્યાદાઓ છે તે સમજીને, હૃદયમાં તે શાસ્ત્રમર્યાદાઓનો અભ્યાસપૂર્વક નિર્ણય કરીને ચાલે છે. શુદ્ધ જીવન જીવે છે. મહાવ્રતાદિનું સમ્યક્ પ્રકારે પાલન કરે છે માયામૃષાવાદ (આદિ) દોષોનું નિવારણ કરે છે. કોઈપણ પાપસ્થાનકને પોતાનામાં પ્રવેશવા દેતા નથી. તથા ગીતાર્થ ગુરુની નિશ્રામાં રહીને ગીતાર્થ ગુરુજી પાસે ઉંડો સૂક્ષ્મ શાસ્ત્રાભ્યાસ કરીને કાલપરિપક્વ થતાં પાટે બેસીને શુદ્ધ ધર્મદેશના આપે છે. પોતે સારૂ પાલે છે અને બીજાની પાસે જે સારૂ પળાવે છે. અલ્પ માત્રાએ પણ ઉત્સૂત્ર બોલતા નથી તેઓની જ આ કાળમાં આ શાસનમાં બલિહારી છે તેઓ જ સાચા તેજસ્વી-પ્રતાપી અને વિજયવંત છે. તેઓથી જ આ શાસન શોભાયમાન છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ જે મહાત્મા પુરુષો અલ્પ માત્રાએ પણ માયા કરતા નથી. થોડું પણ જૂઠું બોલતા નથી. પોતાના જીવનને શક્ય બને તેટલું નિર્દોષ બનાવે છે. હૃદય પણ સરળ, સજ્જન અને પાપભીરૂ રાખે છે. તેઓની તોલે આ સંસારમાં કોઈ જ આવતું નથી. સાચા હીરાની જેમ તે મહાત્માઓ આ શાસનમાં દીપે છે. પોતાનું પણ કલ્યાણ કરે છે અને તેઓના પરિચયમાં આવનારાનું પણ કલ્યાણ કરે છે આવા ધન્ય પુરુષોનું જીવન અમૂલ્ય છે. જેની કંઈ પણ કિંમત ન આંકી શકાય તેવી અમૂલ્ય અને સારા યશવાળી જીંદગી તેઓ જીવે છે અને જૈનશાસનમાં શોભા પામે છે. આવા મહાત્મા પુરુષો જય-વિજય પામે છે. અઢાર પાપસ્થાનક આ ગાથાના “તે રાજે સુજસ અમોલે” પદમાં વાપરેલ સુયશ શબ્દથી ગ્રંથકારશ્રીએ પોતાનું નામ ગર્ભિત રીતિએ સૂચવ્યું છે. આ પ્રમાણે “માયામૃષાવાદ” નામના સત્તરમા પાપસ્થાનકની સજ્ઝાય અહીં સમાપ્ત થાય છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વશલ્ય નામના અઢારમા પાપસ્થાનકની સઝાય ૨૦૯ હવે “મિથ્યાત્વશલ્ય” એ નામના અઢારમા પાપસ્થાનકની સજ્જાય અઢારમું જે પાપનું થાનક, તે મિથ્યાત્વ પરિહરિયેજી, સત્તરથી પણ તે એક ભારી, હોય તુલાયે જો પરીયેજી ૧/ કષ્ટ કરો પરિ પરિ દમો અપ્પા, ધર્મ અર્થે ધન ખરચોજી, પણ મિથ્યાત્વ છતે તે જૂઠું, તિણે તેહથી તુમે વિરોજી રો શબ્દાર્થ - પરિહરિયેજી - તજીએ, ભારી - ભારે છે. મોટું છે તુલા - ત્રાજવા દ્વારા-કાંટા દ્વારા, કષ્ટ કરો - દુઃખ સહન કરો, પરિ પરિ - વારંવાર, દમો અપ્પા - આત્માનું દમન કરો, તિણે - તે કારણે, તેહથી - તે પાપસ્થાનાકથી, વિરમો - અટકો II ૧-૨ || ગાથાર્થ - અઢારમું “મિથ્યાત્વ” નામનું જે પાપસ્થાનક છે તે ત્યજે. કારણ કે જે એક ત્રાજવા દ્વારા તોલવામાં આવે તો સત્તરે પાપસ્થાનકથી તે ઘણું ભારે છે. ગમે તેટલાં કષ્ટ સહન કરો, વારંવાર આત્માનું દમન કરો, ધર્મ માટે ગમે તેટલું ધન ખર્ચો, પણ જે મિથ્યાત્વ છે. તો તે સઘળું જૂઠું છે તે કારણે તમે તે મિથ્યાત્વ પાપાનકથી અટકો / ૧-૨ / | વિવેચન - હવે “મિથ્યાત્વ” નામના અઢારમા પાપસ્થાનકની સઝાયના અર્થ સમજાવે છે. જિનેશ્વર પરમાત્માના શાસનમાં જગતના ભાવોનું જે વર્ણન કર્યું છે. નિત્યાનિત્ય ભિન્નભિન્ન, અસ્તિનાસ્તિ, સામાન્યવિશેષ, દ્રવ્યગુણપર્યાય, દ્રવ્યપાર્થિક-પર્યાપાર્થિક નય ઈત્યાદિ વાતો ન માનતાં તેનાથી વિપરીત એકાન્તમાર્ગ સ્વીકારવામાં “મિથ્યાત્વ” કહેવાય છે. આ સક્ઝાયમાં તે પાપસ્થાનક વિસ્તારથી સમજાવે છે. પ્રાણાતિપાતાદિ ૧ થી ૧૭ પાપસ્થાનકોને ત્રાજવાના એકબાજુના ત્રાસકમાં મુકીએ અને બીજી બાજુના ત્રાસકમાં મિથ્યાત્વ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ અઢાર પાપસ્થાનક મુકીએ તો ૧૭ કરતાં પણ આ અઢારમું પાપસ્થાનક એક હોવા છતાં પણ ઘણું ભારે છે. ત્રાસક આ પાપસ્થાનક બાજુ જ નમે છે. મિથ્યાત્વ અવળી બુદ્ધિરૂપ હોવાથી બીજાં પાપસ્થાનકો કરતાં વધુ ભયંકર છે. જો હૈયામાં “મિથ્યાત્વ” છે. જિનેશ્વર પરમાત્માએ કહેલા માર્ગ કરતાં અવળી બુદ્ધિ છે. તો ગમે તેટલાં કષ્ટ સહન કરો, તપ તપ, કાર્યોત્સર્ગમાં રહો, ઉગ્ર વિહારાદિ કરો, વારંવાર આત્માનું દમન કરો, પાંચ ઈન્દ્રિયોના વિષયોને જીતો, ધર્મમાર્ગે ધન ખર્ચો. ઈત્યાદિ ઘણાં ધર્મ અનુષ્ઠાનો કરો, તો પણ તે સર્વે કર્મનિર્જરારૂપ ફળને આપવામાં નિષ્ફળ છે. કારણ કે જો બુદ્ધિ જ વિપરીત હોય તો જે ધર્મ અનુષ્ઠાનો સંસાર ઓછો કરવા માટે છે તે જ ધર્મ અનુષ્ઠાનોથી ધન પુત્રાદિની ઇચ્છાઓને આ જીવ પોષનારો બની જાય છે. તેથી સંસાર વધારનાર બને છે તે કારણે હે જીવ ! તે મિથ્યાત્વ નામના પાપસ્થાનકથી તું વિરામ પામ, વિરામ પામ. / ૧-૨ . કિરિયા કરતો ત્યજતો પરિજન, દુઃખ સહતો મન રીઝેજી અંધ ન જીતે પરની સેના, તિમ મિથ્યાષ્ટિ ન સીઝેજી ll વિરસેન શુરસેન દૃષ્ટાન્ત, સમક્તિની નિર્યુક્તજી, જોઈને ભલી પરે મન ભાવો, એક અરથ વર યુક્તજી ll શબ્દાર્થ - મન રીઝેજી - મન આનંદ આનંદ પામે, પરની સેના - શત્રુઓની સેના, સમતિની નિર્યુક્તજી - સમ્યકત્વમાં જ જોડાયેલા રહ્યા, ભલી પરે - સારી રીતે, એક અરથ - આ સમ્યકત્વ એ જ એક પદાર્થ, વરયુક્ત - શ્રેષ્ઠ છે અને યોગ્ય છે . ૩-૪ ગાથાર્થ - જે જીવ ધર્માનુષ્ઠાનો આચરવા રૂપ ધર્મક્રિયા કરે, પરિજનનો ત્યાગ કરે, (દીક્ષા ગ્રહણ કરે), ઉપસર્ગ-પરિષહો સહન કરવા રૂપ દુઃખ સહન કરે, આ ધર્મકાર્યોથી મનમાં ઘણો Page #220 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વશલ્ય નામના અઢારમા પાપસ્થાનકની સજઝાય ૨૧૧ આનંદ પામે, પણ જેમ આંધળો માણસ શત્રુની સેનાને ન જીતી શકે તેમ મિથ્યાદ્રષ્ટિ જીવ સિદ્ધિપદ પામી શકતો નથી આ બાબત ઉપર વીરસેન અને શુરસેનનાં ચરિત્ર જોઈ લેજો, તે જોઈને મનમાં વિચારો કે આ સમ્યક્ત્વ એ જ એક પદાર્થ (ગુણ) શ્રેષ્ઠ છે અને આત્મકલ્યાણ માટે યોગ્ય છે. ૩-૪ ll - વિવેચન - મિથ્યાત્વ એટલે સાચું તત્ત્વ ન સમજવું ન સ્વીકારવું અને ન માનવું, અવળી બુદ્ધિ-અવળી દૃષ્ટિ તે સઘળું ય મિથ્યાત્વ કહેવાય છે. આ જીવ જુદી જુદી અનેક જાતની ધર્મક્રિયા કરે જેમ કે કુટુંબ પરિપારાદિ પરિજનનો ત્યાગ કરીને દીક્ષા પણ લે, દીક્ષિત જીવનમાં ઉપસર્ગ-પરિષહ આવે તો ઘણાં ઘણાં કષ્ટો (દુઃખો) પણ સહન કરે તો પણ જો મિથ્યાદૃષ્ટિ હોય તો સિદ્ધિપદ પામી શકતો નથી. જેમ આંખે અંધ પુરુષ શત્રુની સેનાને જીતી શકતો નથી. તેમ આ પુરુષ આત્મસાધના પામી શકતો નથી. બાણાદિ શસ્ત્રો મારવાની ક્રિયા સારી રીતે જે જીવ શીખ્યો હોય, શબ્દ સાંભળવા દ્વારા માણસની કલ્પના કરીને શસ્ત્રો મારી શક્તો હોય, પણ જે આંખે અંધ છે. તે શત્રુના વ્યુહને આંખે જોઈ ન શકે એટલે આડા અવળા પડખેથી આવીને શત્રુ તે અંધને મારી જાય, પણ અંધ પુરુષ શત્રુને સાક્ષાત્ દેખ્યા વિના ઘા કરી ન શકે અને કરે તો સફળતા પામે નહીં તેમ મિથ્યાષ્ટિ પુરુષની દૃષ્ટિ અવળી હોવાથી ધર્મક્રિયા આદિ કરે પણ મનમાં સંસારમાં આવેલી આપત્તિઓ જ માત્ર દૂર કરવાની અને ભૌતિક સંપત્તિઓ જ માત્ર લેવાની ભાવના હોય છે. દુનિયામાં સારા દેખાવાની જ ભાવના વધારે હોય છે. આત્મતત્ત્વનું લક્ષ્ય હોતું નથી. નિર્વિકલ્પદશાના, નિઃસ્પૃહદશાના અને બહિરાત્મ ભાવના ત્યાગના સુખને આ જીવ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ સમજતો જ નથી. તેથી તેવાં આત્મકલ્યાણકારી સુખો મેળવવાની વૃત્તિ આવતી જ નથી માટે સિદ્ધિપદ પામી શકતો નથી. અઢાર પાપસ્થાનક આ વિષય ઉપર વીરસેન અને શુરસેનનું દૃષ્ટાન્ત જાણીતું છે. આ દૃષ્ટાન્ત “ભુવનસુન્દરી કથા” માં છે તથા પૂ ઉં. કૃત અધ્યાત્મસાર ની શ્રી ગંભીરવિજયજી મ.સા. કૃત ટીકામાં ચોથા પ્રબંધની ત્રીજી ગાથામાં પણ છે. દૃષ્ટાન્ત ઘણું લાંબુ છે પણ તેનો ટૂંક સાર આ પ્રમાણે છે. ઉદયસેન રાજાને વીરસેન અને શૂરસેન નામના બે પુત્રો હતા. ત્યાં મોટો ભાઈ વીરસેન જન્મથી જ અંધ હતો. આ વીરસેન જન્માન્ય હોવાથી તેના પિતાએ તેને સંગીતની કલા, નૃત્ય-ગાન-તાનની કલા ઈત્યાદિમાં પ્રવીણ કર્યો, શૂરસેન નામના નાનાભાઈને ધનુર્વેદ આદિ શસ્ત્રકલામાં પ્રવીણ કર્યો. શૂરસેન યુદ્ધકલામાં પ્રવીણ થવાથી લોકો દ્વારા કરાતી પ્રશંસા અને યશને તે વધારે પામ્યો. શૂરસેનની પ્રશંસા સાંભળીને વીરસેને પણ રાજાને વિનંતી કરી કે મારે પણ ધનુર્વેદાદિ શસ્ત્રોની કલા શીખવી છે. રાજાએ કહ્યું કે “તું જન્માન્ધ છે. આ તારૂં કામ નથી તેમ સમજાવ્યું. તો પણ તે પુત્ર માન્યું નહીં. તેનો તેવો આગ્રહ જોઈને પિતાએ ધનુર્વેદાદિ શસ્ત્રકલા શીખવાની અનુજ્ઞા આપી અને તેને અનુકુલ વ્યવસ્થા કરી આપી. ભણાવનાર ઉપાધ્યાય સારા હોવાથી અને તેની પોતાની બુદ્ધિ ઘણી વિશિષ્ટ હોવાથી આ કલામાં પણ તે પારંગત થયો અને શબ્દવેધી બન્યો. સામેથી કોઈનો ધીમો પણ શબ્દ આવે તો તે તેવું બાણ મારતો કે તેને વીંધીને જ આવે. એક વખત શત્રુસૈન્યે આ રાજ્ય ઉપર ચઢાઈ કરી. ત્યારે આ વીરસેને રાજાને યુદ્ધ જીતવા જવા માટે સંમતિ આપવાની રજા માગી, પોતે યુવાન હોવાથી અને પોતાની અભ્યાસ કરેલી ધનુર્વિદ્યાદિ કલાનું ગૌરવ હોવાથી તથા હું શબ્દ વેધી Page #222 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વશલ્ય નામના અઢારમા પાપસ્થાનકની સઝાય ૨૧૩ છું એવું મનમાં માન હોવાથી મારે ચક્ષુ દ્વારા જોવાની દ્રષ્ટિ છે કે નહીં, તેનો વિચાર પણ કર્યા વિના યુદ્ધ માટે જવાની આજ્ઞા માગી. રાજાએ ઘણું સમજાવ્યું. તો પણ વારંવાર યુદ્ધ માટેની ઈચ્છા જ વ્યક્ત કરી તેથી રાજાએ આદેશ આપ્યો. વિરસેન શબ્દવેધી હોવાથી શત્રુસૈન્યના અવાજ પ્રમાણે બાણો દ્વારા યુદ્ધ કરવા લાગ્યો. શત્રુસૈન્ય પણ કુમારની અંધ અવસ્થા જાણીને સર્વ સૈનિકોએ મૌન રાખીને યુદ્ધ કર્યું અને આ વીરસેનને પકડી લીધો. તેના નાના ભાઈ શુરસેને આ વાત સાંભળી, રાજાની આજ્ઞા લઈને તીક્ષ્ણ બાણો દ્વારા શત્રુસૈન્યની સાથે ખુંખાર યુદ્ધ કરી, શત્રુસૈન્યને ભગાડીને પોતાના મોટાભાઈ વીરસેનને છોડાવ્યા. આ પ્રમાણે ધનુર્વેધાદિ કલાનો અભ્યાસ હોવા છતાં વીરસેન ચક્ષુ વિનાનો હોવાથી ઈષ્ટકાર્યની સિદ્ધિ કરી શક્યો નહીં. તેમ મિથ્યાષ્ટિ જીવ ધર્મક્રિયા કરવા છતાં પણ અવળી મતિવાળો હોવાથી આત્મકલ્યાણની સિદ્ધિ કરી શકતો નથી. અધ્યાત્મસારના ચોથા પ્રબંધની ત્રીજી ગાથામાં પણ આ જ વાત જણાવી છે. कुर्वाणोऽपि क्रियां ज्ञातिधनभोगांस्त्यजन्नपि । दुःखस्योरो ददानोऽपि, नान्धो जयति वैरिणः ધર્મક્રિયા કરવા છતાં, સ્નેહીજનોનો, ધનનો અને ભોગોનો ત્યાગ કરવા છતાં, દુઃખને સામી છાતીએ સહન કરવા છતાં પણ અંધ માણસ વૈરીઓને જીતી શકતો નથી. તે ૩-૪ | હવે મિથ્યાત્વના ૧૦ ભેદ જણાવે છે - ધમે અધમ્મ અધમે ધર્મોહ, સન્ના મગે ઉમગ્ગાજી, ઉન્માર્ગે માર્ગની સન્ના, સાધુ અસાધુ સંલગાજી . પ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ અઢાર પાપસ્થાનક અસાધુમાં સાધુની સન્ના, જીવે અજીવ અજીવે જીવ વેદોજી, મુત્ત, અમુત્ત, અમુત્તે મુત્તિહ, સન્ના એ દશભેદો જી શબ્દાર્થ - ધમે - ધર્મમાં, અધમ - અધર્મ સંજ્ઞા, અધમે - અધર્મમાં, ધમ્મહ - ધર્મસંજ્ઞા, મગે - માર્ગમાં, ઉમગ્ગા - ઉન્માર્ગ સંજ્ઞા, મુત્તે અમુત્ત - મુર્તમાં અમુર્તસંજ્ઞા, અમુત્ત મુક્તિ - અમૂર્તમાં મૂર્તસંજ્ઞા. I ૫-ક II ગાથાર્થ - (૧) ધર્મમાં અધર્મસંજ્ઞા, (૨) અધર્મમાં ધર્મસંજ્ઞા, (3) માર્ગમાં ઉન્માર્ગસંજ્ઞા (૪) ઉન્માર્ગમાં માગસંજ્ઞા, (૫) સાધુમાં અસાધુસંsiા, (૬) અસાધુમાં સાધુસંજ્ઞા (૭) જીવમાં અજીવસંજ્ઞા, (૮) અજીવમાં જીવની સંજ્ઞા, (૯) મૂર્તમાં અમૂર્ત સંજ્ઞા અને (૧૦) અમૂર્તમાં મૂર્તની સંજ્ઞા એમ મિથ્યાત્વના આ ૧૦ ભેદો જાણવા / પ-૬ I - વિવેચન - મિથ્યાત્વના ૧૦+૫+૬ = કુલ ૨૧ ભેદો છે. આ પ-૬ ગાથામાં ૧૦ ભેદ, ૭-૮ ગાથામાં ૫ ભેદ, અને ૯-૧૦ ગાથામાં ૬ ભેદ એમ કુલ ૨૧ ભેદો સમજાવાય છે. તત્ત્વાતત્ત્વનો અવિવેક, હેય-ઉપાદેયની વિપરીત બુદ્ધિ, હિતાહિતનું વિપરીતગ્રહણ તે સઘળું મિથ્યાત્વ કહેવાય છે. તેના પ્રથમ ૧૦ ભેદ આ પ્રમાણે છે (૧) ધર્મમાં અધર્મ સંજ્ઞા - ક્રિયામાર્ગ અને જ્ઞાનમાર્ગ એમ ધર્મનાં બે પૈડા-ચક્ર છે. શુભપ્રવૃત્તિ તે ક્રિયામાર્ગ છે અને શુદ્ધ પરિણતિ તે જ્ઞાનમાર્ગ છે. ક્રિયામાર્ગ એ જીવને ત્યાગમાં તપમાં રાખનાર છે. બાહ્યભાવોથી દૂર રાખનાર છે. વિવેકી બનાવનાર છે. આત્મતત્ત્વના બાધકભાવોને દૂર કરાવી સાધક ભાવોમાં જોડનાર છે. લોકો વડે દશ્ય છે. મોહના વિકારોથી દૂર રાખવામાં સહાયકનિમિત્તભૂત છે અને જ્ઞાનમાર્ગ દૃષ્ટિ ખોલનાર છે. સાધ્યની શુદ્ધિ અને લક્ષ્ય કરાવનાર છે. વૈરાગ્યમય પરિણતિ લાવનાર છે. નિર્લેપદશા, Page #224 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વશલ્ય નામના અઢારમા પાપસ્થાનકની સજઝાયા ૨૧૫ નિઃસ્પૃહતા, તથા નિર્વિકલ્પ દશા અપાવનાર છે. આવી બે પ્રકારની ધર્મસંજ્ઞા છે. મિથ્યાત્વ મોહના ઉદયને લીધે જીવ આ ધર્મપ્રવૃત્તિને ઘેલછા સમજે છે. ભવોભવમાં આવી ક્રિયા તો ઘણી કરી તો પણ કલ્યાણ ન થયું. માટે આ ધર્મ જ નથી. આ બાહ્ય આડંબર છે એમ માનીને તે ધર્મક્રિયાને વખોડવી. નિંદવી. અપ્રીતિ કરવી તે સઘળું મિથ્યાત્વ છે. (૨) અધર્મમાં ધર્મસંજ્ઞા - લોકસેવાને અને શરીરસેવાને જ ઘણું મહત્ત્વ આપવું. હોમ-હવન આદિ હિંસામય આચરણ જે અધર્મ છે તેને ધર્મ માની લેવો. પીપળે પાણી પાવાં, હોળી-બળેવ વિગેરે પર્વની ઉજવણીને ધર્મ માનવો, વિભાવદશા પોષાય, વિભાવદશાની જ વૃદ્ધિ થાય એવા ઉપર-ઉપરથી શુભ દેખાતાં કાર્યોમાં ધર્મ માનવો. ઈત્યાદિ બીજું મિથ્યાત્વ જાણવું. જેમાં મિથ્યાત્વ અવિરતિ કષાય વિષય વિકારો પોષાય આરંભ-સમારંભાદિ ઘણાં હોય તે અધર્મ કહેવાય. ઓઘસંજ્ઞા અને લોકસંજ્ઞાની પોષક, તેની જ બુદ્ધિ રાખીને કરાતી ધર્મક્રિયા અધર્મ હોવા છતાં તેને ધર્મ માનવો. આવશ્યક નિર્યુક્તિમાં શ્રી હરિભદ્રસુરીશ્વરજી મ.સા.એ કહ્યું છે કે “હિત પ્રવૃત્ત. હિતત પ્રવૃત્તિ: ગુરુ સંસારRTY” હિતકારી કાર્યોની પ્રવૃત્તિ ન કરવી અને અહિતકારી કાર્યોમાં પ્રવર્તવું એ જ સંસારપરિભ્રમણનું મોટું કારણ છે. આશ્રવવાનાં કાર્યોમાં ધર્મબુદ્ધિ તે આ મિથ્યાત્વ જાણવું. અનીતિથી પ્રાપ્ત કરેલા ધનનું દાન કરવામાં ધર્મબુદ્ધિ, વિધિનિરપેક્ષપણે અવિધિએ ધર્મ કરવો અને તેમાં ધર્મબુદ્ધિ કરવી ઈત્યાદિ આ મિથ્યાત્વ છે. (૩) માર્ગમાં ઉન્માર્ગબુદ્ધિ : હિંસા-અસત્ય-ચોરી-મૈથુન અને પરિગ્રહના આશ્રવ ટાળીને સંવરભાવનું સેવન કરવું તે માર્ગ છે. તેવા માર્ગમાં ઉત્સાહિત ન થતાં આગમના પદોના મનમાન્યા અર્થો કરીને ઉન્માર્ગ ફેલાવવો તે આ મિથ્યાત્વ જાણવું Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ અઢાર પાપસ્થાનક (૪) ઉન્માર્ગમાં માર્ગબુદ્ધિ : કુદેવ-કુગુરુ અને કુધર્મના સેવનરૂપ ઉન્માર્ગને માર્ગ કહેવો. જ્યાં આહાર, ભય, મૈથુન અને પરિગ્રહરૂપ ઓઘસંજ્ઞા અને ક્રોધ માન માયા લોભરૂપ લોકસંજ્ઞાથી પ્રેરાઈને ધર્મક્રિયા કરાતી હોય ત્યાં સાધ્યબુદ્ધિ ન હોવાથી પાલિક સાંસારિક સુખોની જ સવિશેષબુદ્ધિ હોવાથી ઉન્માર્ગ છે. તેમાં માર્ગપણાની જે બુદ્ધિ તે આ મિથ્યાત્વ છે. આ કાળમાં જઠું ન બોલીએ તો ચાલે જ નહીં. સંકટસમયે જુઠું બોલવું તે પણ ધર્મ છે. લુચ્ચા માણસની સામે લુચ્ચાઈ વાપરવી જ જોઈએ ઈત્યાદિ ખોટી ખોટી મનની કલ્પના આ મિથ્યાત્વમાં આવે છે. (૫) સાધુમાં અસાધુબુદ્ધિ - સંબોધસિત્તરીમાં સાધુના આવા ગુણો કહ્યા છે छव्वय छकायरक्खा, पंचिन्द्रिय लोहनिग्गहो खंती । भावविशुद्धि पडिलेहणाई, करणे विसुद्धि य ॥२८॥ संजमजोए जुत्तो, अकुसलमणवयणकाय संरोहो । सीयाइ पीडसहणं, मरणं उवसग्गसहणं च ॥२९॥ सत्तावीसेहिं, एएहिं, जो विभूसिओ साहू । तं पणमिजइ भत्तिभरण, हियएण रे जीव ॥३०॥ સર્વથા પ્રાણાતિપાત વિરમણવ્રત વિગેરે પાંચ મહાવ્રત અને છઠું રાત્રિભોજન વિરમણવ્રત, પૃથ્વીકાયાદિ છ કાયોની રક્ષા, પાંચે ઈન્દ્રિયોનો નિગ્રહ, લોભનો નિગ્રહ, ક્ષમા, ભાવવિશુદ્ધિ, પડિલેહણાદિ ધર્મકાર્યનું કરવું, સંયમયોગોમાં વર્તવું, અકુશલ મન-વચન કાયાનો નિરોધ કરવો, શીતાદિ પરિષદો સહન કરવા, મરણાદિ ઉપસર્ગો સહન કરવા, આ સત્તાવીસ ગુણોથી વિભૂષિત સાધુ હોય છે. હે જીવ ! ભક્તિથી છલકાતા હૃદયથી તે ગુણી મહાત્માઓને તું પ્રણામ કર. Page #226 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વશલ્ય નામના અઢારમા પાપસ્થાનકની સજ્ઝાય આવા અંતર્મુખ વૃત્તિવાળા, આત્મદશામાં જ લયલીન, સત્તાવીસ ગુણે કરીને સંયુક્ત, નાવની જેમ તરણ-તારણ, શુદ્ધ ધર્મના પ્રરૂપક ઉત્તમ સાધુને તેઓના ગુણોને નહી સમજીને અસાધુ કહેવા તે આ મિથ્યાત્વ છે. (૬) અસાધુમાં સાધુની બુદ્ધિ આરંભ-પરિગ્રહમાં આસક્ત, વિષયકષાયથી ભરેલા, લોભમાં આસક્ત, મંત્ર-તંત્ર-જડીબુદ્ધિ આદિ કરનારા, ચમત્કારાદિની વાતો કરીને ખોટી શ્રદ્ધા કરાવનારા જે હોય તે અસાધુ છે પરંતુ તેમના દ્વારા સાંસારિક સ્વાર્થો સિદ્ધ થતા હોવાથી, માન-સન્માનાદિ પોષાતા હોવાથી તેવા અસાધુને સાધુ માનવા. તેમના ભક્ત થયું. તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું વિગેરે. આ મિથ્યાત્વ કહેવાય છે. યોગશાસ્ત્રમાં બીજા પ્રકાશમાં કહ્યું છે કે - - सर्वाभिलाषिणः, सर्वभोजिनः सपरिग्रहाः । अब्रह्मचारिणो मिथ्योपदेशा गुरुवो न तु ॥९॥ परिग्रहारम्भभग्नास्तारयेयुः कथं परान् । स्वयं दरिद्रो न परमीश्वरीकर्तुमीश्वरः ।। १० । (૭) જીવમાં અજીવબુદ્ધિ - એકેન્દ્રિયાદિ જીવોમાં સ્પષ્ટ ચેતના ન હોવાથી અજીવ માનવા. પૃથ્વીકાય આદિને અજીવ માનીને તેનો બેફામ ઉપયોગ કરવો, તેમાં રહેલા જીવોની હિંસાને હિંસા ન માનવી. બેફામ પાણીના ઉપયોગમાં, ફટ-ફટ લાઈટ પંખા કરવામાં જીવોની વિરાધનાને ન ગણકારવી. લાગણીહીન બનવું. પાંચ ભૂતો એ જ ચેતના છે. સ્વતંત્ર જીવદ્રવ્ય છે જ નહીં આવું માનવું. તે આ મિથ્યાત્વ છે. સંબોધિસત્તરીમાં કહ્યું છે કે ૨૧૭ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ અઢાર પાપસ્થાનક अद्दामलये पमाणे, पुढवीकाए हवंति जे जीवा । ते पारेवयमिता, जंबूद्दीवे न मायंति ॥ ९४ ॥ પૃથ્વીકાયમાં જે જીવો છે તે જીવો જો કબૂતર પ્રમાણશરીરવાળા બને તો પ્રમાણાંગુલથી એકલાખ યોજનવાળા જંબૂદ્વીપમાં પણ ન સમાય તેટલા જીવો છે આ જ પ્રમાણે અપ્લાય તેઉકાય અને વાયુકાય માટે પણ ગાથા ૯૫-૯૬-૯૭માં કહ્યું છે છતાં મિથ્યાત્વના ઉદયથી તેમાં જીવ નથી નિર્જીવ જ છે તેવી બુદ્ધિ આ જીવને જે થાય તે આ મિથ્યાત્વ છે. (૮) અજીવમાં જીવબુદ્ધિ : પુગલસ્કંધોના બનેલા શરીરમાં “આ હું જ છું” એવી જીવપણાની બુદ્ધિ. શરીરને, વસ્ત્રાદિને, ધનને, ઘરને કંઈ પણ હાનિ થઈ હોય તો તે હાનિ મને થઈ છે એમ માનીને અજીવને જ જીવ માનવો તે મિથ્યાત્વ છે. દેહાધ્યાસ, જડ-ચેતનની અભેદબુદ્ધિ, પુગલના ભરોસે જ જીવન, પુગલ દ્રવ્યોની પરાધીનતામાં જ સુખબુદ્ધિ તે આ મિથ્યાત્વ છે. (૯) મૂર્તમાં અમૂર્તબુદ્ધિ : પુદગલ દ્રવ્ય વર્ણ ગંધ રસ અને સ્પર્શવાળું હોવાથી મૂર્તિ છે. એકેન્દ્રિય જીવોનાં શરીરો મૂર્તિ છે. છતાં ચક્ષુર્ગોચર ન હોવાથી તેને અમૂર્ત માનવું. પરમાણુણકાદિ સૂમસ્કંધો વર્ણાદિવાળાં છે માટે મૂર્ત છે છતાં ન દેખાતાં હોવાથી તેને અમૂર્ત માનવાં તથા મૂર્તિ એવાં પુદ્ગલદ્રવ્યમાં અમૂર્ત એવા આત્માના અમૂર્ત એવા સુખગુણની બુદ્ધિ કરવી તે સઘળું આ મિથ્યાત્વ છે. (૧૦) અમૂર્તમાં મૂર્તિબુદ્ધિ :આકાશદ્રવ્ય વર્ણાદિ રહિત હોવાથી અમૂર્તિ છે. છતાં Page #228 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વશલ્ય નામના અઢારમા પાપસ્થાનકની સઝાય ૨૧૯ આસમાની આકાશ, બ્લ આકાશ, વાદળી આકાશ, નીલગગન વિગેરે જાણવું માનવું. આ ઔપચારિક વાક્યોને તાત્વિક વાકયો માની લેવાં. તે આ મિથ્યાત્વ જાણવું. આ પ્રમાણે ૧૦ પ્રકારનાં મિથ્યાત્વ સમજીને તેનાથી દૂર રહેવું. આ બધી સંજ્ઞાઓ મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ રૂપ છે પરંતુ તે મિથ્યાત્વ મોહનીયના ઉદયથી જ્યારે ઘેરાયેલી થાય છે ત્યારે તેને મિથ્યાત્વ કહેવાય છે. આ ૧૦ ભેદો વિના બીજા પણ મિથ્યાત્વના પાંચ ભેદો શાસ્ત્રમાં કહ્યા છે તે આગલી ગાથામાં સમજાવે છે. પ-છે. અભિગ્રહિક નિજ નિજ મતે અભિગ્રહ, અનભિગ્રહિક સહુ સરિખાજી | અભિનિવેશી જાણતો કહે જાડું, કરે ન તત્ત્વ પરિખ્ખાજી સંશય તે જિનવચનની શંકા, અવ્યક્ત અનાભોગાજી | એ પણ પાંચ ભેદ છે વિશ્રુત, જાણે સમજુ લોગાજી ll શબ્દાર્થ - નિજ નિજ મતે - પોત પોતાના પક્ષમાં, અભિગ્રહ - આગ્રહ, સહુ સરિખાજી - બધા જ ધર્મો સરખા છે એમ માનવું જાણતો કહે જૂઠું - પોતે જાણતો હોય છતાં જૂઠું જે કહે તે, તત્વપરિખા - તત્ત્વની પરીક્ષા, અવ્યક્ત - વાસ્તવિક તત્વને ન જાણવાં વિદ્યુત - જૈન શાસનમાં પ્રસિદ્ધ II ૭-૮ | ગાથાર્થ - પોત પોતાના પક્ષનો જે આગ્રહ તે અભિગ્રહિક મિથ્યાત્વ જાણવું. સર્વધર્મ સરખા તે અનભિગ્રહિક મિથ્યાત્વ જાણવું. પોતે પોતાની ભૂલ જાણતો હોય છતાં જે જૂઠું બોલે, પણ તત્ત્વની પરીક્ષા ન કરે તે આભિનિવેશિક, જિનેશ્વરના વચનમાં શંકા રવી તે સાંશયિક, વસ્તુતત્ત્વ જાણે જ નહીં અજ્ઞાની જ રહે તે અનાભોગ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ અઢાર પાપસ્થાનક મિથ્યાત્વ કહેવાય છે. આ પાંચે ભેદો જૈનદર્શનમાં પ્રસિદ્ધ છે પરંતુ જે સમજુ લોકો છે તે જ જાણે છે -૮ w વિવેચન - (૧) અભિગ્રહિક મિથ્યાત્વ-પોત પોતાની બુદ્ધિમાં જે બેસે તેને જ સાચું માની લેવું. બાકીનું બીજાં બધું જૂઠું માનવું તે અભિગ્રહિક મિથ્યાત્વ સમજવું. સ્યાદવાદ દૃષ્ટિનો જ્યાં ઉઘાડ નથી. એકાન્ત પોતાના પક્ષનો જ આગ્રહ છે. તેના કારણે જ બીજાના વિચારો પ્રત્યે અસહિષ્ણુ હોય છે તે આ અભિગ્રહિક મિથ્યાત્વ છે. (૨) અનભિગ્રહિક મિથ્યાત્વતાત્ત્વિક કસોટી કર્યા વિના ગોળ અને ખોળને સરખો માનનારાઓની જેમ બધા ધર્મોને સરખા માનવા. વિવેક વિકલતાના કારણે અહીં વિવેક હોતો નથી. કોઈકવાર ઉપરછલ્લી લાગણીને વશ થઈને સર્વે પણ ભગવંતો જ છે. સર્વે દેવો ભગવંત જ છે. સર્વે ગુરુઓ પૂજનીય છે. માટે સમાન છે. બધા જ સારા છે. બધાને જ વંદન કરવું જોઈએ. આપણે ભેદભાવ શા માટે રાખવો. આવી વાતો કરનારા વીતરાગપ્રભુને અને સ્ત્રીવાળા તથા શસ્ત્રવાળા ભગવંતને પરસ્પર (વિરુદ્ધ વર્તન હોવા છતાં) એક સરખા માને છે તે આ મિથ્યાત્વ છે. સર્વ ભગવંતોનું સાથે એક મંદિર બનાવવામાં આ મિથ્યાત્વ લાગે છે. (૩) આભિનિવેશિક - અજ્ઞાન દશાના કારણે અથવા ઉતાવળીયા સ્વભાવના કારણે કંઈક જેમ તેમ આડા-અવળું અથવા જૂઠું બોલાઈ ગયું ત્યાર પછી જ્ઞાનીએ ભૂલ સમજાવી. તે પોતાની ભૂલ પોતાને સમજાવા છતાં ન સુધારવી અને માનહાનિ આદિના કારણે પૂર્વની વાતનો હઠાગ્રહ પકડી રાખવો અને યેનકેન પ્રકારેણ તેને સાચુ કરવા મહેનત કરવી. જેમ ગોષ્ઠામાહિલાએ જીવ-અજીવ અને નોજીવ એમ ત્રણ રાશિની સ્થાપના કરી હતી તેમ અહીં જાણવું. (૪) સાંશયિક મિથ્યાત્વ - જિનેશ્વર પરમાત્માના વચનોમાં Page #230 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વશલ્ય નામના અઢારમા પાપસ્થાનકની સઝાય ૨૨૧ ભેદ છે નરભેદમાં જદમાં શંકા કરવી. સાંશયિક મિથ્યાત્વ, તેના બે ભેદ છે. દેશમાંશયિકસર્વસાશયિક, કોઈ એક ઉત્તરભેદમાં શંકા તે દેશ સાંશયિક અને કોઈ એક મૂલભેદમાં શંકા તે સર્વસાશયિક. (૫) અનાભોગ મિથ્યાત્વ - અજ્ઞાનદશા, વસ્તુતત્ત્વની અસમજ, તત્ત્વાતત્ત્વનું અજાણપણું તે અનાભોગ મિથ્યાત્વ કહેવાય છે. મિથ્યાત્વના આ પાંચ ભેદ જૈનદર્શનમાં પ્રસિદ્ધ છે પરંતુ જે સમજી લોકો છે. શાસ્ત્રને જાણનારા લોકો છે તે જ જાણે છે. આ પાંચ ભેદને બરાબર જાણીને તેનાથી અલગ થવા પ્રયત્ન કરવો જોઈએ. જે ૭-૮ લોક-લોકોત્તર ભેદ એ પવિધ, દેવ-ગુરુ વળી પર્વજી, સંગતિ તિહાં લૌકિક ત્રિણ આદર, કરતાં પ્રથમ તે ગર્વજી હા લોકોત્તર દેવ માને નિયાણે, ગુરુ જે લક્ષણ હીણાજી, પર્વ નિષ્ટ ઈહલોકને કાજે, માને ગુરુપદ લીનાજી / ૧૦ || | શબ્દાર્થ - પવિઘ - છ પ્રકારના ભેદ, તિહાં - ત્યાં, લૌકિક ત્રિણ આદર કરતાં - લૌકિક એવા ત્રણને (દેવ-ગુરુ અને પર્વને) આદરતાં, ગર્વજી - તથા તે ત્રણનો ગર્વ કરતાં, પ્રથમ સંગતિ - પ્રથમનાં ત્રણ મિથ્યાત્વ લાગે છે, લોકોત્તર દેવ માને નિયાણે - લોકોત્તર એવા વીતરાગ દેવને નિયાણા રૂપે જે માને છે, ગુરુ જે લક્ષણ હીનાજી - જે ગુરુજી લક્ષણથી હીન હોય તેને, તથા પર્વનિષ્ટ ઈહલોકને કાજે - પર્વને પર્વરૂપે ન ઈચ્છે પરંતુ આ લોકના સુખરૂપે જે ઈચ્છે, માને ગુરુપદલીનાજી - આવા (લક્ષણહીન) ગુરુને ગુરુ માનીને તેની જ આજ્ઞામાં લયલીન રહે તે II ૯-૧૦ || ગાથાર્થ - તથા વળી ૧ દેવ, ૨ ગુરુ અને ૩ પર્વ સંબંધી લૌકિક અને લોકોત્તર ભેદ વડે આ મિથ્યાત્વક પ્રકારનું પણ છે Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ અઢાર પાપસ્થાનક ત્યાં જે લૌકિક દેવ-ગુરુ અને પર્વ છે. આ ત્રણ પ્રત્યે ઘણો આદરભાવ કરતાં, તથા તે ત્રણને માનવાનો ગર્વ કરતાં પ્રથમનાં ત્રણ મિથ્યાત્વની સંગતિ થાય છે. લોકોત્તર દેવને માનીને નિયાણું કરવું. ગુરુના લક્ષણોથી હીન હોય તેને ગુરુ માની તેના પદમાં લીન થવું તથા જે પર્વ પર્વસ્વરૂપે ઈષ્ટ ન હોય તો પણ આ લોકના સુખની ખાતર માને તે પાછળનાં ત્રણ મિથ્યાત્વ છે II૯-૧oll વિવેચન - ઉપરની બન્ને ગાથાઓમાં ૧૦+૫+૧૫ ભેદો મિથ્યાત્વના સમજાવ્યા. આ ગાથામાં હવે બાકીના ૬ ભેદો સમજાવે છે. લૌકિક અને લોકોત્તર એવા દેવસંબંધી, ગુરુસંબંધી અને પર્વસંબંધી એમ છ જાતનું મિથ્યાત્વ છે ત્યાં પ્રથમ લૌકિક ત્રણ મિથ્યાત્વ સમજાવે છે ત્યારપછી લોકોત્તર ત્રણ મિથ્યાત્વ સમજાવશે. (૧) લૌકિક દેવગત મિથ્યાત્વ - જ્યાં આત્મિક ઉત્કર્ષની વાત નથી પણ શક્તિવિશેષ હોવાથી આ લોકમાં જે દેવો રાગાદિ દોષયુક્ત હોવાના કારણે ભક્તોની સાર સંભાળ કરે, અને વિરોધી ઉપર દ્વેષ ધારણ કરે, જે દેવો અજ્ઞાન આસક્તિ-અહંકાર વિગેરે દોષવાળા હોય, તેવા દેવોને દેવ તરીકે પૂજવા, આત્મકલ્યાણના અર્થે તેમનો આશ્રય લેવો, તેમની સેવાભક્તિ કરવી તે આ મિથ્યાત્વ છે. (૨) લૌકિક ગુરુગત મિથ્યાત્વ - આરંભ-પરિગ્રહમાં જે આસક્ત હોય, લોકેષણામાં જે તણાતા હોય, અઢાર પાપસ્થાનકમાં જે લીન હોય, બીજાને જે પાપમાં પ્રવર્તાવે, એવાને ગુરુ બનાવી તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું, આત્મશુદ્ધિની ઇચ્છાથી તેવાને ગુરુ બનાવવા, તેવાની સેવા-ભક્તિ કરવી તે લૌકિક ગુરુગત મિથ્યાત્વ કહેવાય છે. (૩) લૌકિક પર્વગત મિથ્યાત્વ - પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત એવા લૌકિક પુરુષોએ પ્રવર્તાવેલાં હોળી-બળેવ-શીતળા સાતમ, Page #232 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વશલ્ય નામના અઢારમા પાપસ્થાનકની સજ્ઝાય રાંધણ છઠ્ઠ વિગેરે પર્વે આત્માર્થની સાધનાથી શૂન્ય હોવાથી સાચાં પર્વ જ નથી. છતાં તેની ઉપાસના કરવી, તેવાં પર્વોને પર્વ માની ઉજવવાં, તેમાં આ મિથ્યાત્વ લાગે, કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમી જુગાર રમવાથી ઉજવાય, નોરતાનું પર્વ મૈથુનસંજ્ઞાના તોફાનથી ઉજવાય, શિવરાત્રીનું પર્વ ભાંગ પીવાથી ઉજવાય, આવી અવળી માન્યતા તે આ મિથ્યાત્વ છે. (૪) લોકોત્તર દેવગત મિથ્યાત્વ - અજ્ઞાન ક્રોધ આદિ અઢાર દોષોથી રહિત એવા વીતરાગ અરિહંત પરમાત્મા એ લોકોત્તર દેવ છે. જન્મ-જરા-મૃત્યુના નિવારણ માટે અને આત્માના શુદ્ધ સ્વરૂપાત્મક મુક્તિસુખ માટે આ અરિહંત પરમાત્માની સેવા-પૂજા-વંદના કરવાની હોય છે. તે માટે ધર્મ આરાધવાનો છે. તેને બદલે ભૌતિક સુખ માટે, સાંસારિક વિષયો માટે આવા લોકોત્તર દેવોની ઉપાસના કરવી તે આ લોકોત્તર દેવગત મિથ્યાત્વ છે. (૫) લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ - ઉત્તમ, અધ્યાત્મી મહાત્માઓની સેવા ધન-પુત્રાદિ સાંસારિક સુખની ઇચ્છાએ કરવી અથવા સ્વચ્છંદી, આશાબાહ્ય, કેવલગુરુવેષ ધારીની સેવા કરવી તે લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ કહેવાય છે. યોગશાસ્ત્રના બીજા પ્રકાશના આઠમા શ્લોકમાં ગુરુનું આવું લક્ષણ કહેલું છે महाव्रतधरा धीरा, भैक्षमात्रोपजीविनः । सामायिकस्था धर्मोपदेशका गुरवो मताः ॥८॥ ૨૨૩ મહાવ્રતને ધારણ કરનારા, ધીરસ્વભાવવાળા, ભિક્ષા માત્રથી જીવન પસાર કરનારા, સામાયિકમાં રહેલા અને સાચા ધર્મમાર્ગનો ઉપદેશ આપનારા ગુરુઓ કહેલા છે. આવા ગુરુઓની સંસાર સુખ અર્થે ઉપાસના કરવી અથવા આવા પ્રકારના ગુણો વિનાના કેવળ વેષધારી ગુરુઓની ઉપાસના કરવી તે આ પ્રકારનું મિથ્યાત્વ છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ અઢાર પાપસ્થાનક (૬) લોકોત્તર પર્વગત મિથ્યાત્વ - જિનેશ્વર પરમાત્માના શાસનમાં જ્ઞાનપંચમી, મૌન એકાદશી, ચોમાસી ચૌદશ, સંવર્ચ્યુરી પર્વ ઈત્યાદિ પર્વો રત્નત્રયીની આરાધના અને સાધનાથી ઉજવાય છે. આશ્રવોનો ત્યાગ અને સંવરના આસેવનથી આ પર્વો ઉજવવાનાં હોય છે. તેને બદલે સંસાર સુખ અર્થે આ લોકોત્તર પર્વની ઉજવણી કરવી. દિવાળીનું પર્વ ફટાકડા ફોડવાથી અને ઘૂઘરા ફાફડા ખાવાથી ઉજવવું તે લોકોત્તર પર્વગત મિથ્યાત્વ છે. આ રીતે લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારના દેવ-ગુરુ અને પર્વની સાથે જોડતાં ૬ પ્રકારે મિથ્યાત્વ છે. ત્યાં લૌકિક દેવનો ગુરુનો અને પર્વનો ઘણો આદરભાવ કરવાથી ત્રણ લૌકિક મિથ્યાત્વ થાય છે. અને લોકોત્તર દેવને, લોકોત્તર ગુરુને પુજીને નિયાણું કરવું. લક્ષણહીન ગુરુને ગુરુ માનવા તે લોકોત્તર મિથ્યાત્વ છે તથા જે લોકોત્તર પર્વ છે તે રત્નત્રયીની સાધના માટે છે પરંતુ તે પર્વ રત્નત્રયીની સાધના માટે ન ઉજવતાં ફક્ત આ લોકના સુખની ખાતર ઉજવતાં તે સઘળું લોકોત્તર પર્વગત મિથ્યાત્વ છે. આ સઘળું મિથ્યાત્વ ત્યજવા જેવું છે કે ૯-૧૦ | ઈમ એકવીશ મિથ્યાત્વ ત્યજે જે, ભજે ચરણ ગુરુ કેરાજી સજે ન પાપે, રજે ન રાખે, મત્સર દ્રોહ અનેરાજી /૧૧/ સમક્તિધારી શ્રુતઆચારી, તેહની જગ બલિહારીજી, શાસન સમક્તિને આધારે, તેહની કરો મનોહારીજી ! ૧૨ા શબ્દાર્થ - ભજે ચરણ ગુરુકેરાજી - ગુરુજીના ચરણોને જે સેવે, સજે ન પાપે - તે જીવ પાપ ન બાંધે “રજે ન રાખે” . રજને પાસે રાખતો નથી. મત્સર દ્રોહ અનેરાજી - ઈર્ષ્યા અને દ્વેષ રૂપી બીજા દોષો, સમકિતધારી - સમ્યકત્વને ધારણ કરનારો, Page #234 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વશલ્ય નામના અઢારમા પાપસ્થાનકની સક્ઝાય ૨૨૫ શ્રતઆચારી - શ્રત જ્ઞાન અને સદાચારવાળા તેહની - તેઓની, જગ - આ જગતમાં, તેહની કરો મનોહારી - તેવા જીવોથી મનોહર સેવા કરો |૧૧-૧૨ || ગાથાર્થ - આ પ્રમાણે ૨૧ પ્રકારનું મિથ્યાત્વ છે જે આત્માઓ આ ૨૧ પ્રકારનું મિથ્યાત્વ ત્યજે છે અને આ મિથ્યાત્વ ત્યજાવનારા એવા ઉત્તમ ગુરુના ચરણકમલને જે સેવે છે તેઓ જ પાપકર્મને બાંધતા નથી. મત્સર દ્રોહ ઈત્યાદિ દોષોરૂપી રજને પાસે રાખતા નથી. જે સમ્યકત્વને ધારણ કરનારા છે. શ્રુતશાસ્ત્રને અનુસાર ઉત્તમ આચારવાળા છે. તેઓની જ આ જગતમાં બલિહારિતા છે. આ જૈન શાસન આવા સમ્યકત્વી જીવોના આધારે ચાલે છે માટે મનોહર તે સમ્યક્ત્વગુણની સેવા (પ્રાતિ) કરો. વિવેચન - આ પ્રમાણે ર૧ પ્રકારનું મિથ્યાત્વ છે. તેમાંનો એક પણ ભેદ જીવનમાં રાખવા જેવો નથી. બધા જ ભેદો ત્યજવા લાયક છે. જૈન શાસન પામીને આવા મિથ્યાત્વના ભેદો ત્યજી દેવા જોઈએ અને જીવનમાંથી આવા મિથ્યાત્વને દૂર કરાવનારા એવા ઉત્તમ ધર્મગુરુના ચરણકમલની સેવામાં જોડાઈ જવું જોઈએ. જેઓ મિથ્યાત્વને ત્યજે છે તેઓને જ સદ્ગુરુની સેવા કરવારૂપ ઔષધ કામ આપે છે. આ ઔષધપાન વખતે કુગુરુની સેવારૂપ અપથ્યના સેવનનો ત્યાગ કરવો અતિશય જરૂરી છે. આ રીતે જેઓ સદ્દગુરુનું સેવન કરે છે. કુગુરુઓનો ત્યાગ કરવા દ્વારા જે આત્માઓ પાપકર્મ નવાં બાંધતા નથી. જૂનાં બાંધેલાં પાપકર્મો જેઓ ખપાવે છે. હૈયામાં પરપ્રત્યેનો મત્સરભાવ (ઈર્ષાભાવ) અને દ્રોહભાવ (વૈષભાવ) વિગેરે અન્યદોષોરૂપી રજ (ધૂળ) માથા ઉપર રાખતા નથી. હૃદય અત્યન્ત શુદ્ધ નિર્મળ રાખે છે. પરમાત્માનાં વચનો પ્રત્યે શ્રદ્ધા સ્વરૂપ સમ્યકત્વ ગુણને જેઓ ધારણ કરે છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શ્રુતજ્ઞાનનો સુંદર અભ્યાસ કરી શાસ્ત્રાનુસારી ઉત્તમ આચારવાળા જેઓ છે. તેઓની જ આ જગતમાં બલિહારી છે. તેઓ જ આ જગતમાં સારા યશના પાત્ર છે. અઢાર પાપસ્થાનક આવા પ્રકારના સમ્યગ્દષ્ટિ જીવોના આધારે જ શાસન ચાલે છે તેઓ પૂજ્ય છે. આદરણીય છે માટે તેઓની સેવા કરો. આ ૨૧ મિથ્યાત્વની સાથે બીજાં પણ ચાર પ્રકારનાં મિથ્યાત્વ ત્યજવા જેવાં છે. (૧) પ્રરૂપણા મિથ્યાત્વ, (૨) પ્રવર્તન મિથ્યાત્વ, (૩) પરિણામ મિથ્યાત્વ, (૪) પ્રદેશ મિથ્યાત્વ. તે ચારના અર્થ આ પ્રમાણે છે. (૧) પ્રરૂપણા મિથ્યાત્વ - ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચાર પ્રકારના પુરુષાર્થનું જે રીતનું સ્વરૂપ છે. જે રીતે તેની અંદર સાધ્ય-સાધન દાવ છે. તેની શાસ્ત્રાનુસારી પ્રરૂપણા ન કરતાં તેનાથી વિપરીત પ્રરૂપણા કરવી તે પ્રરૂપણા મિથ્યાત્વ કહેવાય છે. (૨) પ્રવર્તન મિથ્યાત્વ - લૌકિક અને લોકોત્તર એવા ૬ પ્રકારના મિથ્યાત્વમાંથી કોઈ પણ પ્રકારના મિથ્યાત્વનું સેવન કરવું અને અન્ય લોકો પાસે કરાવવું તે પ્રવર્તન મિથ્યાત્વ કહેવાય છે. (૩) પરિણામ મિથ્યાત્વ - વિચારધારામાં એકાન્તવાદ હોય, તથા એકાંતે સંસારસુખનો જ ઘણો રાગ હોય તે સઘળું ય પરિણામમિથ્યાત્વ જાણવું. (૪) પ્રદેશ મિથ્યાત્વ - જ્યાં સુધી ક્ષાયિક સમ્યક્ત્વ ન આવે ત્યાં સુધી આત્મપ્રદેશોમાં મિથ્યાત્વમોહના પ્રદેશોનો ઉદય તથા સત્તા ચાલુ જ હોય છે તે પ્રદેશ મિથ્યાત્વ કહેવાય છે. આ ચાર પ્રકારનાં મિથ્યાત્વ પણ ત્યજવા જેવાં જ છે ||૧૧-૧૨૫ Page #236 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વશલ્ય નામના અઢારમાં પાપસ્થાનકની સઝાય ૨૨૭ મિથ્યાત્વ તે જગ પરમ રોગ છે, વલીય મહા અંધકારોજી, પરમશત્રુ ને પરમશસ્ત્ર તે, પરમ નરકસંચારોજી, પરમ દોહગ ને પરમ દરિદ્ર તે, પરમ સંકટ તે કહીયેજી, પરમ કંતાર પરમ દુર્મિક્ષ તે, તે છાંડે સુખ લહીયેજી ll૧૩-૧૪ શબ્દાર્થ - જગ - જગતમાં, પરમરોગ - મોટો રોગ છે, પરમનરક સંચારો - નરકમાં જવાનો સીમેન્ટની સડક જેવા ધોરી રસ્તો છે, પરમદોહગ - ભારે દૌભગ્ય છે, પરમકતાર - ગાઢ જંગલ, પરમ દુર્મિક્ષ - ભયંકર દુકાલ II ૧૩-૧૪ || ગાથાર્થ - મિથ્યાત્વ એ આ જગતમાં મહાભયંકર રોગ છે. મહા ભયંકર અંધકાર છે. મહાશત્રુ છે. તીર્ણ શસ્ત્ર છે. નરકમાં જવાનો રોડ રસ્તો છે. મહાન દૌભગ્ય છે. ઘણી જ દરિદ્રતા છે. મહાન સંકટ છે. મહાન જંગલ છે. ભયંકર દુકાલ છે. તે મિથ્યાત્વને છોડો તો જ સાચું સુખ આ જીવ પ્રાપ્ત કરે છે [ ૧૩-૧૪ / વિવેચન - મિથ્યાત્વદશા જીવને કેટલી નુકસાનકારક છે ? તે અનેક ઉપમાઓથી આ ગાળામાં સમજાવે છે (૧) પરમ રોગ છે - ડાયબીટિશ, ટીબી, કેન્સર, બ્લડ પ્રેશર વિગેરે શરીરના રોગો છે. આ રોગોથી શરીરની પુષ્ટિ ન થાય, લોહી ન વધે, અનેક જાતની પીડાઓ થાય, અને મૃત્યુ પણ થાય તેવી જ રીતે મિથ્યાત્વ એ મહાભયંકર રોગ છે તેનાથી આત્માનું કલ્યાણ ન થાય, આત્માનું હિત ન સધાય પણ અધોગતિ જ થાય. સંસારનું પરિભ્રમણ જ વધે. શારીરિક રોગો એકભવમાં એકવાર મૃત્યુ આપે, જ્યારે મિથ્યાત્વ તે ભવોભવમાં વારંવાર મૃત્યુ આપે છે તેથી ભયંકર રોગ છે. (૨) મિથ્યાત્વ એ મહા અંધકાર છે - જેમ અંધકારથી કોઈ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ વસ્તુઓ દેખાતી નથી તેથી હેય-ઉપાદેયનો વિવેક થતો નથી તેવી જ રીતે મિથ્યાત્વ એ ગાઢ અંધકાર છે તેનાથી સારાસારનો આત્મકલ્યાણના બાધક-સાધકનો, હેય-ઉપાદયનો, સત્યાસત્યનો આ જીવને વિવેક રહેતો નથી તે માટે ગાઢ અંધકારતુલ્ય છે. છે (૩) પરમ શત્રુ છે - શત્રુ દ્રવ્યપ્રાણોનો જ નાશ કરે છે અને તે પણ એક જ વાર નાશ કરે છે જ્યારે મિથ્યાત્વ એ ભાવપ્રાણોનો નાશ કરે છે અને ભવોભવમાં નાશ કરે છે. જીવનો અનંત સંસાર (ભવભ્રમણ વધારે છે તે માટે પરમ શત્રુ છે. અઢાર પાપસ્થાનક (૪) પરમ શસ્ત્ર છે - શસ્ત્રથી જેમ દેહના પ્રાણોનો નાશ થાય છે તેમ આત્માના ભાવપ્રાણોનો નાશ આ મિથ્યાત્વથી થાય છે તેથી તે મહાશસ્ત્ર છે. વિપરીત બોધથી પ્રેરાયેલો જીવ દુર્ગતિમાં ધકેલાઈ જાય છે. ઘણા ભવ સુધી સત્બુદ્ધિ અને સદ્ગુરુનો યોગ ન થાય તેવું આત્મકલ્યાણને કાપવાનું કામ આ કરે છે તેથી મહાશસ્ત્ર છે. (૫) પરમ નરકાર નરકમાં જવા માટેનો હાઈવે રસ્તો છે. સિમેન્ટની બાંધેલી પાકી સડક જેવો ધોરી રસ્તો છે. આ મિથ્યાત્વ જીવને અવશ્ય નરકમાં લઈ જાય છે જ. - (૬) પરમ દૌર્ભાગ્ય છે - જેમ કોઈ માણસ ઘણું કામકાજ કરે પરંતુ તે કોઈને પણ વહાલો ન લાગે. અળખામણો જ લાગે. દરેક લોકો તેના ઉપર અપ્રીતિ-તિરસ્કાર જ વર્તાવે. તે રીતે મિથ્યાત્વના ઉદયથી જીવ આત્માર્થી જીવોને અપ્રિય લાગે છે. ક્યાંય માન પાન પ્રતિષ્ઠા વધતી નથી. આત્મકલ્યાણ કરવા તરફ આદરભાવ પામતો નથી. (૭) પરમદરિદ્ર છે - સંસારમાં જેમ ધન વિનાનો માણસ દરિદ્ર કહેવાય છે. તેમ આવા પ્રકારના મિથ્યાત્વના ઉદયવાળો જીવ આત્માના એક પણ સાચા ગુણને પામતો નથી તેથી જ ગુણસ્થાનકમાં Page #238 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વશલ્ય નામના અઢારમા પાપસ્થાનકની સઝાય ૨૨૯ ઉપર આવતો નથી તેથી સદાને માટે તે ગુણધનને આશ્રયી અતિશય દરિદ્રી જ રહે છે. (૮) પરમ સંકટ છે – જેમ સંસારી જીવન જીવવામાં અનેક મુશ્કેલીઓ (સંકટો) આવે છે. જીવન દુઃખમય બની જાય છે. તેવી જ રીતે આ મિથ્યાત્વ એ મહાભયંકર સંકટ (મુશ્કેલી) રૂપ છે કે જે પાર પામવામાં ઘણું જ દુષ્કર છે. (૯) પરમ કંતાર છે - મિથ્યાત્વ એ ગાઢ ભયંકર જંગલ છે જેમ જંગલમાં ભૂલો પડેલો માણસ ગોથાં જ ખાય છે. રસ્તે ચડી શકતો નથી. તેમ મિથ્યાત્વના ઉદયવાળો જીવ આ સંસારમાં ગોથાં જ ખાય છે. અહીંથી તહીં ભટકે જ છે. તેને આત્મકલ્યાણ સાધવાનો માર્ગ મળતો જ નથી. (૧૦) પરમ દુર્ભિક્ષ છે - મહા ભયંકર દુકાળ છે. જેમ દુકાળમાં માનવીનું જીવન દુઃખમય જ હોય છે. તેમ મિથ્યાત્વ અનંતભવભ્રમણામાં રખડાવવા રૂપ મહાભયંકર દુઃખ જ આપનાર છે તેથી દુકાળસમાન છે. ત્યાં સુખનો સાચો રસ્તો જડતો નથી. * આ રીતે ૧૦ ઉપમાઓથી મિથ્યાત્વની ભયંકરતા પૂ.ઉપાધ્યાયજી મહારાજશ્રીએ સમજાવી છે. તેથી તે છોડવા લાયક જ છે. માટે જે તેનો ત્યાગ કરશે તે જ સાચા સુખી થશે. અનંત સુખના સ્વામી થશે ૧૩-૧૪ / જે મિથ્યાત્વ લવલેશ ન રાખે, સુધો મારગ ભાણેજી, તે સમક્તિ સુરતરૂ ફલ ચાખે, રહે વલી અણીયે આંખેજી, મોટાઈ શી હોય ગુણ પાખે? ગુણ પ્રભુ સમક્તિ દાખજી, શ્રીનયવિજય વિબુધ પયસેવક વાચકજશ ઈમ ભાખજી ૧૫-૧૬ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ અઢાર પાપસ્થાનક શબ્દાર્થ - લવલેશ - અંશમાત્ર પણ, સુધોમારગ - શુદ્ધ માર્ગ સુરતરૂફલ - કલ્પવૃક્ષનાં ફળો, અણીય આંખે - અણીદાર આંખવાળો થઈને, ગુણપાણે - ગુણોની બાબતમાં, વિબુધ - પંડિત, પરસેવક - ચરણકમલના સેવક II ૧૫-૧૬ || ગાથાર્થ - જે જે આત્માઓ મિથ્યાત્વનો એક અંશમાત્ર પણ રાખતા નથી. શુદ્ધ માર્ગ જણાવે છે તે મહાત્માઓ જ સમ્યક્ત્વરૂપી કલ્પવૃક્ષનાં ફળો ચાખે છે. પાપો પ્રત્યે અણીયાળી આંખે વર્તે છે. ગુણોને મેળવવાની બાબતમાં મોટાઈ શું હોઈ શકે? સાત્વ એ જ સૌથી પ્રથમ ગુણ છે અને મોટો છે એમ પરમાત્મા કહે છે. શ્રી નવિજયજી પંડિતજીના ચરણોના સેવક એવા પૂ.યશોવિજયજી મહારાજશ્રી આમ કહે છે I ૧૫-૧૬ I વિવેચન - આ અઢાર પાપસ્થાનકોનું સ્વરૂપ જાણીને, તેમાં પણ મિથ્યાત્વનું સ્વરૂપ સવિશેષે જાણીને જે મહાત્મા પુરુષો પોતાના જીવનમાં લવલેશ (અંશમાત્ર) પણ આવા મિથ્યાત્વને રાખતા નથી, આવવા દેતા નથી ઉત્તમ સગુરુના યોગે ઉત્તમશાસ્ત્રાભ્યાસ કરીને જગતના જીવોને સાચો માર્ગ સમજાવે છે. શુદ્ધ ધર્મની દેશના આપે છે. પોતે સ્વયં સાચું તત્ત્વ સમજે છે. શ્રદ્ધા કરે છે અને તેવું જ તત્ત્વ તેઓ બીજાને સમજાવે છે. આ રીતે મિથ્યાત્વને વમીને સાચું સુંદર સમ્યકત્વ તે પામે છે. સમ્યકત્વ પામ્યા પછી, કલ્પવૃક્ષ સમાન તે સમ્યકત્વના ફળસ્વરૂપ દેશવિરતિ-સર્વવિરતિ-ક્ષપકશ્રેણી-કેવલજ્ઞાન અને મુક્તિસુખ રૂ૫ ફળોને તે ચાખે છે. તે ગુણોનો આનંદ માણે છે, કોઈપણ જાતનાં પાપો આ જીવો કરતા જ નથી. પાપો તેઓને વળગવા આવે તો પણ અણીયાળી (ધારદાર) આંખોવાળા થઈને પાપોને ભગાડી મૂકે છે. અર્થાત્ પાપો તરફ અણીદાર આંખ કાઢીને લાલચોળ Page #240 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વશલ્ય નામના અઢારમા પાપસ્થાનકની સજ્જાય ૨૩૧ ગરમાગરમ આંખે જુએ છે. જે જોઈને પાપો જ ભાગી જાય છે. તથા પાપો સેવતા નથી. દિન-પ્રતિદિન ગુણો મેળવતા જ જાય છે. ગુણોમાં વિકાસ સાધે છે. જેમ જેમ ગુણો વધે છે તેમ તેમ મોટાઈ કરવાને બદલે ઠરેલ, શાન્ત અને ગંભીર બને છે તે સમજે છે કે ગુણોની બાબતમાં મોટાઈ શું કરવી ? તે તો આપણા આત્માનું પોતાનું સ્વરૂપ જ છે તેથી સૌથી પ્રથમ મિથ્યાત્વને વમીને “સમ્યત્વગુણ” પ્રાપ્ત કરવો એ જ સાચું છે એમ જિનેશ્વર ભગવંતોએ કહેલ છે. આવું તે સમજે છે. સમ્યકત્વ ગુણ આવવાથી દૃષ્ટિ અનેકાન્તમય બને છે. હેયશેય અને ઉપાદેયનું યથાર્થ ભાન થાય છે. સાચો વિવેક ખીલે છે. જીવ પોતે પોતાની આત્મસાધના તરફ આગળ વધે છે. કદાચ કર્મવશાત્ મિથ્યાત્વે જાય, તો પણ અધપુદ્ગલ પરાવર્તે તો તેનો અવશ્ય વિસ્તાર થાય જ છે. ધર્મ કરવાનાં બાહ્ય ચાર પરિબળો છે. ભય-લાલચ-ઓઘસંજ્ઞા અને લોકસંજ્ઞા, આ ચારે પરિબળો નબળાં છે. કારણ કે ભય અને લાલચથી કરાવાતો ધર્મ, ભય અને લાલચ નીકળી જતાં આ જીવ ધર્મને છોડી દે છે તથા ઓઘસંજ્ઞાઓ અને લોકસંજ્ઞાએ કરાતા ધર્મમાં મોહની અને વિષયવિકારોની પુષ્ટિ હોય છે તેથી પરંપરાએ તે પણ ભવ વધારનાર જ બને છે. આ ચારે પરિબળોથી પ્રાયઃ મિથ્યાદ્રષ્ટિ જીવ ધર્મ કરે છે પરંતુ સમ્યજ્ઞાન અને સભ્યશ્રદ્ધા પૂર્વક ધર્મ આરાધના સભ્યદ્રષ્ટિ જીવ જ કરે છે. સમ્યકત્વકાલે જ સાચો ઉઘાડ થાય છે. મિથ્યાત્વ દશામાં વર્તતા જીવનું મન વધારેમાં વધારે મોહઘેલું હોય છે તેનું વર્ણન કરતાં ઉપાધ્યાયજી મ.સા. શ્રી કહે છે કે આપ પ્રશંસે રે પરગુણ ઓળખે, ન ધરે ગુણનો રે લેશ, તે જિનવાણી રે નવિ શ્રવણે સુણે, દીએ મિથ્થા ઉપદેશ. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ અઢાર પાપસ્થાનક આ પ્રમાણે મિથ્યાત્વ ત્યજીને સમ્યકત્વ પામીને જિનેશ્વરની વાણી બરાબર સાંભળવી. પોતાની પ્રશંસા અને પરગુણને નિંદવાનું કામ કદાપિ કરવું નહિ. જિનવાણી સાંભળવા માટે સદા સદ્દગુરુનો યોગ મેળવવો. કદાપિ કુગુરુનો યોગ ન થઈ જાય તેનું પૂરેપૂરું ધ્યાન રાખવું. ઉપાધ્યાયજી. માશ્રીએ જ કહ્યું છે કે કેવળ લિંગધારી તણો, જે વ્યવહાર અશુદ્ધો રે | આદરીએ નવિ સર્વથા, જાણી ધર્મ વિરુદ્ધો રે આ માનવ જીવન ફરી ફરી ઘણું જ દુર્લભ છે. મનુષ્યભવ, પવિત્રશ્રદ્ધા, જિનવાણીનું શ્રવણ અને સદ્ગુરુનો યોગ આ ઉત્તમચીજો ફરી ફરી મળવી ઘણી જ દુષ્કર છે. આપણને બધાને આ વસ્તુઓ મળી છે તો અઢાર પાપસ્થાનકોનો હેયભાવે અભ્યાસ કરી, જીવનમાંથી તેને દૂર કરી, મિથ્યાત્વદોષ ટાળી, સમ્યકત્વગુણ પ્રાપ્ત કરી જીવનને સફળ બનાવીએ. આ પ્રમાણે આ સક્ઝાય પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ બનાવી છે. તેઓ પૂજ્યશ્રી નયવિજયજી નામના પંડિત મહારાજશ્રીના ચરણસેવક (શિષ્યો હતા. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીએ ગુજરાતી ભાષામાં આવા પ્રકારનાં ઘણાં સ્તવનો અને સક્ઝાયો બનાવ્યાં છે. એક એક સ્તવન અને સજઝાય અધ્યાત્મરસથી ભરેલાં છે. વારંવાર ભણવા-સાંભળવા અને ગાવા જેવાં છે. આ ગાથાના છેલ્લા પદમાં “વાચક જશ ઈમ ભાખંજી” આ પદમાં “જશ” શબ્દ લખીને ગ્રંથકર્તાએ પોતાનું યશોવિજયજી એવું નામ સૂચવ્યું છે. તે ૧૫-૧૬ || આ પ્રમાણે મિથ્યાત્વશલ્ય નામના અઢારમા પાપસ્થાનકની સઝાય અહીં સમાપ્ત થાય છે. તે સમાપ્ત થતાં અઢાર પાપસ્થાનકની અઢારે સક્ઝાય તથા તેના અર્થોનું વિવેચન પણ અહીં સમાપ્ત થાય છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ સંસારવર્તી સર્વે જીવો અનાદિકાળથી મિથ્યાત્વ અવિરતિ કષાય આદિ દુષિત ભાવોથી નિરંતર કર્મ બાંધે છે. તેના કારણે ભવોભવમાં જન્મ-મરણની પરંપરામાં રખડે છે, અને અનંત દુ:ખો પામે છે. પાપકાર્ય આચરવાં તે પાપબંધનું કારણ છે. અને દુઃખોની પ્રાપ્તિ એ પાપોનું ફળ છે. આ વાત સમજીને જીવનમાં દુ:ખો પામ્યા. તે વાત સમજાવવા માટે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીએ 18 પાપસ્થાનકોના વર્ણનને સમજાવતી સુંદર સક્ઝાય બનાવી છે. - આ સક્ઝાય સવાર-સાંજ પ્રતિક્રમણમાં દરરોજ બોલાય છે. આ અઢારે પાપસ્થાનકો ત્યજ્વા જેવાં છે. તેથી તેને બરાબર ઓળખવાં જોઈએ. જો ઓળખીએ, જાણીએ તો જ છોડી શકાય. તેના વિશેષ અર્થો આપણને બરાબર સમજાય તે માટે જ વિવેચન સરળ ગુજરાતી ભાષામાં તૈયાર કરેલ છે. આ વિવેચન ચિંતન-મનન કરવા જેવું છે, વારંવાર અભ્યાસથી આ પાપસ્થાનકો દૂર કરી શકાય છે. Flain Edભ૪. અશ્કેિ! અમદાવાદ. ફોન : (04:) 22164273, 124723, મો.૯૯૨૫૦૨૦૧૩rary.org