________________
૧૫૨
અને મમતા-રાગાદિ દોષોનો ત્યાગ થતો હોવાથી ઘણી નિર્જરા છે. કોઈ માણસ પાસે આપણે ૧૦૦૦ રૂપીયા માગીએ છીએ, તે આપતો જ નથી, દેવાળું કાઢીને ચાલી ગયો. આપણે ૧૦૦૦ રૂપીયા માંડી વાળ્યા, કાળાન્તરે તે માણસ કમાયો, આપણે પૈસા માગ્યા, તેણે કહ્યું કે ૭૦૦ આપું, ૧૦૦૦ મળી ગયાની પહોંચ આપો તો, હવે ૩૦૦ ઓછા આવે છે તે નુકશાન છે અને કંઈ નો'તું જ આવતું તેમાંથી ૭૦૦ આવે છે તે લાભ છે. આનુ નામ લઘુગુરુભાવ. અથવા ગુરુલઘુભાવ સારાંશ કે જ્યાં અલ્પ નુકશાન હોય અને ઝાઝો ફાયદો હોય તો તે લાભ જ ગણાય છે. તેમ કલહ કર્યો” તે નુકશાન છે. પરંતુ પાછળથી “તેની સાથે ખમાવાની જે ભાવના થઈ તે મોટો લાભ થયો” આ રીતે કલહ કદાચ થઈ જાય, તો પણ તે થઈ ગયા પછી જો ખમાવવાની ભાવના થાય અને તે જીવ જો ખમાવે તો તે આરાધક જ કહેવાય છે.
આ રીતે કલહ જ ન કરે તે, અથવા કલહ થઈ ગયો હોય તો ખમાવીને પણ જે કલહને ઉપશમાવે છે તે જીવો ધન્યથી પણ ધન્ય છે. કારણ કે ઉપશમદશા છે સારભૂત જેમાં” એવું જ શ્રામણ્યપણું શાસ્ત્રોમાં કહેલું છે. અર્થાત્ સાચું સાધુપણું તે જ છે કે જ્યાં ઉપશમભાવ પ્રવર્તતો હોય. ઉપશમભાવથી જ સાધુતા દીપે છે. ॥ ૬ ॥
નારદ, નારી, નિર્દયચિત્ત, કલહ ઉદીરે ત્રિણે નિત્ય,
સાજન સાંભળો.
સજ્જન-સુજસ-સુશીલ મહંત, વારે કલહ સ્વભાવે સંત.
સાંજન સાંભળો. | ૭ ||
નારદ, નારી સ્ત્રી, નિર્દયચિત્ત -
શબ્દાર્થ
Jain Education International
-
અઢાર પાપસ્થાનક
બાદ
-
For Private & Personal Use Only
www.jainelibrary.org