________________
કલહ નામના બારમા પાપસ્થાનકની સઝાય
૧૫૩
દયા વિનાના ચિત્તવાળો પુરુષ, કલહ ઉદરે - કજીયો વધારે છે, ત્રણે નિત્ય - આ ત્રણે સદાકાળ, વારે કલહ - કજીયાને રોકે છે, સ્વભાવે સંત - જે સ્વભાવથી શાન્ત (અથવા સંત) હોય છે તે. || ૭ |
ગાથાર્થ - નારદ, સ્ત્રી જાતિ અને દયાહીન પુરુષ, આ ત્રણે વ્યક્તિ હંમેશા કજીયાને વધારનાર છે. અને જે સજ્જન છે. સારા યશસ્વી છે અને સારા સંસ્કારવાળા છે. આવા ત્રણે પ્રકારના મહાન પુરુષો કજીયાને રોકનારા છે. અને સ્વભાવે શાન્ત છે. [ ૭ II
વિવેચન - નીચેની ત્રણ વ્યક્તિઓ કલહને વધારવાની પ્રકૃતિવાળી હોય છે. જન્મથી જ આવા જીવો વધારે કલહપ્રિય કહેવાય છે.
(૧) નારદ, નેમનાથ ભગવાનના વારામાં ઘાતકીખંડમાં જઈને દ્રૌપદીજીના રૂપનું વર્ણન કરીને ત્યાંના વાસુદેવ દ્વારા દ્રૌપદીનું અપહરણ કરાવી દ્રૌપદીજીને લેવા માટે કૃષ્ણજીનું ઘાતકીખંડમાં જવાનું જે બન્યું તે કામ નારદજીનું. કજીયા કરાવવામાં નારદજીનાં આવાં અનેક દૃષ્ટાન્તો પ્રસિદ્ધ છે.
(૨) સ્ત્રીનું હૃદય પણ વધારે કોમલ, વધારે લાગણીશીલ અને અગંભીર હોવાથી જ્યાં ત્યાં જે તે વાત કહે, કોઈને કહેશો નહીં, હું તમને જ કહું છુ એમ કહીને ગંભીર વાત પોતે જ પ્રસારતી જાય, નાની વાતને મોટી કરે, તેનાથી પણ કલહ વધે છે.
(૩) નિર્દય ચિત્તવાળા જીવો, દયારહિતપણે જેમ તેમ બોલે અને જેમ તેમ વર્તે, નિર્દયતાના કારણે બીજાને વધારે નુકશાન થાય તે રીતે કજીયો વધારે બીજાને ઘણું નુકશાન થાય તે તરફ ઉપેક્ષા જ સેવે, આમ કરવાથી પણ કલહ વધે છે. એટલે આ ત્રણ જાતની વ્યક્તિઓ કલહવર્ધક કહેવાય છે. કલહપ્રિય પણ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org