SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ કલહ નામના બારમા પાપસ્થાનકની સજ્ઝાય સ્ત્રી કહે છે કે - તારાથી અધિક કજીયાખોર પુરુષ બીજો છે કોણ ? અર્થાત્ તું જ વધારે કજીયાવાળો છે. પુરુષ કહે છે કે - હે પાપિણી સ્ત્રી ! તું હંમેશા આમ સામું જ બોલે છે. સ્ત્રી કહે છે કે - હે મુર્ખ, તારો બાપ પાપી છે. (હું કંઈ પાપિણી નથી.) આવા આવા પ્રકારના બિભત્સ અને કઠોર વચનો જ્યાં બોલાતાં હોય, એક બીજા ઉપર આક્ષેપબાજી જ થતી હોય, ત્યાં હે જીવ ! જુઓ કે તે દંપતીને સુખ ક્યાંથી થાય ? જ્યાં એકબીજાને ઉતારી પાડવામાં જ રસ હોય, આંખોમાં ઝેર જ ભર્યું હોય, હલકા શબ્દોના જ પ્રયોગો હોય. તે ઘરમાં દંપતીને સુખ ક્યાથી હોય ? માટે હે જીવ ! આવો કલહ કરવો નહીં. આ કલહ જીંદગીમાં આગ લગાડનાર છે. ઉપરોક્ત વચનો એ કજીયાનું એક ચિત્ર રજુ કર્યું છે. આ પ્રમાણે હલકાં, મર્મવેધી અનેક શબ્દોથી કજીયો થાય છે. તે બરાબર સમજીને દૂરથી જ છોડવા જેવો છે. ॥ ૨-૩ ॥ કાંટે કાંટે થાયે વાડ, બોલે બોલે વાધે રાડ. સાજન સાંભળો. જાણીને મૌન ધરે ગુણવંત, તે સુખ પામે અતુલ અનંત. સાજન સાંભળો ॥ ૪ ॥ ૧૪૭ શબ્દાર્થ - કાંટે કાંટે એક એક કાંટાની સાથે બીજા બીજા કાંટા જોડવાથી, થાયે વાડ વાડ થાય છે. બોલે બોલે પરસ્પર બોલાચાલી કરવાથી, વાઘે રાડ ઝઘડો (કલેશ) વધે - Jain Education International - . - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005112
Book TitleAdhar Pap Sthanakni Sazzaya
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy