________________
૧૪૬
અઢાર પાપસ્થાનક
નથી, નાપે કંઈ - તું કાંઈ આપતો નથી, ગમાર - મુખ, ક્રોધમુખી - ક્રોધ જ છે મુખમાં જેને એવી, કુણ કલિકાર - કજીયાખોર બીજો કોણ છે ? સાહમુ બોલે - તું સામું બોલે છે, નિત્ય - હંમેશાં, પાપી તુજ પિતા - તારો બાપ પાપી છે. જુઓ ચિત્ત - હે જીવ, દેખો, દંપતીને - તે સ્ત્રીપુરુષને, સુખ કુણ ઠાય - સુખ કેવી રીતે ટકે ? II ૨-૩ II
ગાથાર્થ - હે સુંદરી ! તું મારી સેવા ચાકરી ક્રતી નથી, તે મુર્ખ ! ન જ કરે ને? કારણ કે તું કાંઈ (કમાઈને) આપતો જ નથી તો સેવાચાકરી ન જ કરે ને ? હે ક્રોધમુખી સ્ત્રી ! તને ધિક્કાર હો, તારાથી બીજે જીયાખોર પુરષ છે કોણ ? હે પાપિણી સ્ત્રી ! તું હંમેશા સામુ જ બોલે છે. તારો બાપ પાપી છે. હે જીવ! જુઓ આ પ્રમાણે સંસારમાં જે ઘરે સદા દતકલહ થતો હોય, તે દંપતિને કહો કે સુખ ક્યાંથી હોય ? અને હોય તો કેમ કે ? ૨-૩ I
વિવેચન - આ બન્ને ગાથામાં સ્ત્રી-પુરુષ વચ્ચે થતા ઝઘડાનું એક પ્રકારનું ચિત્ર (પ્રતિબિંબ) મુક્યું છે. જ્યારે જ્યારે સ્ત્રી આવેશમાં આવે છે ત્યારે ત્યારે પુરુષ પ્રત્યે તે સ્ત્રી આવા પ્રકારના કઠોર અને અસભ્ય શબ્દોનો પ્રયોગ કરે છે અને એ જ રીતે જ્યારે જ્યારે પુરુષ આવેશમાં આવે છે ત્યારે ત્યારે સ્ત્રી પ્રત્યે તે પુરુષ પણ આવા જ કઠોર અને મર્મઘાતી શબ્દોનો પ્રયોગ કરે છે. જેને “દંતકલહ” કહેવાય છે. (દાંતો દ્વારા થતો કજીઓ).
પુરુષ કહે છે કે - હે સુંદરી! તું મારી સેવા-ચાકરી કરતી નથી.
- સ્ત્રી કહે છે કે - તારી સેવા ન જ કરૂને, કારણ કે તે મુખે! તું કમાઈને કંઈ લાવતો નથી, હે મુર્ખ, તું મને કાંઈ આપતો નથી.
પુરુષ કહે છે કે - હે ક્રોધી મુખવાળી સ્ત્રી ! તને ધિક્કાર હો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org