________________
૪૦
અઢાર પાપસ્થાનક
ગાથાર્થ - તીવ્ર આગવાળી (તપેલી) લોઢાની પુતલીનું આલિંગન કરવું તે છેવટે ઘણું સારું, પણ નરકના દ્વાર ખુલ્ય સ્ત્રીના શરીરનું સેવન (સ્ત્રીને આશ્રયી પુરુષના શરીરનું સેવન) અતિશય ભયંકર છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. / ૪ I
વિવેચન - આગથી તપેલી લોઢાની પૂતળીનું આલિંગન કોઈ કરે નહીં કારણ કે દાઝી જવાય, બળી જવાય, મૃત્યુ થઈ જાય પરંતુ સ્ત્રીના શરીરની સાથેના (સ્ત્રીને આશ્રયી પુરુષના શરીરની સાથેના) આલિંગનની સાથે જો તેને સરખાઈએ તો તપેલી પૂતળીનું આલિંગન કરવું ખરેખર છેવટે સારું કારણ કે તે એક જ વાર બાળે અને એક જ વાર મારે, જ્યારે આ સ્ત્રીના શરીર સાથેનું આલિંગન આ જીવને રાગાધ બનાવી, વિવેકશૂન્ય બનાવી અનેક પાપકર્મ કરાવી, નરકનિગોદમાં રખડાવી અનેક પ્રકારનાં દુઃખો આપીને અનેકવાર દઝાડનાર અને અનેકવાર મારનાર બને છે તેથી તે મૈથુનસેવન અતિશય ઘણું ભયંકર છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે. તે જ છે દાવાનલ ગુણવન તણો, કુલ-મશીકૂર્ચક એહ ! રાજધાની મોહરાયની, પાતક-કાનન-મેહ | ૫ ||
શબ્દાર્થ - દાવાનલ - આગતુલ્ય, ગુણ-વનતણો - ગુણોરૂપી ઉધાનને (બાળવામાં), કુલ - પોતાના કુળને (કલંકિત કરવામાં), મશીકુર્ચક- સાહીના કુચડાતુલ્ય, એહ - આ મૈથુન ક્રિયા, રાજધાની - રાજ્યતુલ્ય, મોહરાયની - મોહ રાજાના, પાતક - પાપોરૂપી, કાનન - જંગલને (નવપલ્લિત રાખવામાં), મેહ - મેઘતુલ્ય છે. II II
ગાથાર્થ - આ સ્ત્રી સાથેનો સંભોગ, ગુણોરૂપી વનને બાળવામાં દાવાનલ તુલ્ય છે. પોતાના કુળને કલંકિત કરવામાં મશીના કુચડા સમાન છે. મોહરાજાની રાજધાની તુલ્ય છે, અને પાપોના બગીચાને નવપલ્લવિત રાખવામાં મેઘસમાન છે. I ૫ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org