________________
મૈથુન નામના ચોથા પાપસ્થાનકની સઝાય
૩૯
કે આ સ્ત્રીનું શરીર વિષના રસથી ભરેલી વિષની વેલડી તુલ્ય છે (તે જ રીતે સ્ત્રી જીવને પુરુષનું શરીર વિષવેલી તુલ્ય છે.) I 3 II
વિવેચન - આ ગાથામાં પુરુષનો રાગ ઓછો કરાવવા અને પુરુષનું મન વૈરાગ્ય વાસિત બનાવવા સ્ત્રીના શરીરનું વર્ણન કરેલું છે તે જ રીતે સ્ત્રીના જીવને પુરુષનું શરીર જોઈને રાગ થાય છે તેથી તેનો રાગ ઘટાડવા અને વૈરાગ્ય પમાડવા માટે પુરુષના શરીરનું વર્ણન પણ આવું જ સમજી લેવું.
સામાન્યથી યુવાવસ્થામાં આવેલી અને કામદેવના જેવા રૂપ વાલી સ્ત્રીનું શરીર આવા પ્રકારનું હોય છે કે જેના બન્ને હોઠ પરવાળાના જેવા અત્યંત લાલ છે. જેનું મુખ અત્યંત હાસ્યયુક્ત હોવાના કારણે જાણે તેમાંથી ફુલડાં જ ઝરતાં હોય તેવું ગમી જાય એવું છે. છાતીના સ્તનનો ભાગ જાણે કઠણ અને વિશાલ બે મોટાં ફળો હોય તેવો છે. આવા પ્રકારના રૂપવાલી સ્ત્રીને દેખીને (સ્ત્રીને આશ્રયી રૂપાળા પુરુષને દેખીને) હે જીવ! ન રાચીએ, આનંદ ન માનીએ, કારણ કે મોહની વૃદ્ધિનો હેતુ હોવાથી ભયંકર કાલકૂટ વિષથી ભરેલી આ વિષવેલડી સમાન છે. આપણા જીવને રાગાધ બનાવી, વિવેકશૂન્ય કરી, ઘણાં કુકર્મો તથા અનંત મૃત્યુ અપાવનારી આ સ્ત્રી છે. એમ જાણવું તેથી હે જીવ ! દૂરથી જ ત્યાજ્ય છે || ૩ | પ્રબલ જ્વલિત અયપૂતલી, આલિંગન ભલું તંત ! નરક-દુવાર નિતંબની, જઘન સેવન તે દુરંત / ૪ /
શબ્દાર્થ - પ્રબલ - તીવ્ર, જ્વલિત - સળગતી, અયપૂતલી - લોઢાની પૂતળી, આલિંગન - શારીરિક સંબંધ, ભલું - સારું, તંત - અને છેવટે અને શાસ્ત્ર, નકદુવાર - નરકનું જ દ્વાર, નિતંગિની - બીના, જઘનસેવન - ગુપ્ત ભાગની સાથેનો સંભોગ, તે દુરત - તે અતિશય વધારે ભયંકર છે. | ૪ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org