________________
અભ્યાખ્યાન નામના તેરમા પાપસ્થાનકની સઝાય
૧૫૭
સાચાં સ્થાનો બતાવી શકીએ નહીં અને તેવા ખોટા દોષારોપણથી તે તે વ્યક્તિને ઘણું અમાપ દુઃખ થાય, તેથી આ પાપસ્થાનક પણ આદરવા જેવું નથી. પણ દૂરથી જ ત્યજવા જેવું છે. એમ જિનેશ્વર ભગવંતો કહે છે.
કોઈ વ્યક્તિમાં જે છતા દોષો હોય છે. તે દોષો પણ જો કોઈને કહીએ, કોઈની સામે પ્રકાશિત કરીએ તો પણ તેને ઘણું દુઃખ લાગે છે. અને કહેનારને મોટો દોષ લાગે છે. તો પછી અછતા દોષો કોઈના પણ કહીએ કે પ્રકાશિત કરીએ તો દોષ કેમ ન લાગે ? આપણા ઉપર જો કોઈ ખોટું આળ આપે તો જેમ વજાઘાત જેવું દુઃખ થાય છે. તેમ બીજાને આપણે કલંક આપીએ તો દુઃખ કેમ ન થાય ? માટે આ દોષ સેવવા જેવો નથી. “હસતાં તે બાંધ્યાં કર્મ, રોતાં ન છુટીયે પ્રાણીયા જી” આ પંક્તિનો અર્થ આ પ્રસંગે સતત વિચારવો. ૨
જે બહુમુખરી રે વળી ગુણમત્સરી, અભ્યાખ્યાની હોય છે. પાતક લાગે રે અણકીધાં સહી, તે કીધું સવિ ખોય છે.
ધન ધન તે નર, જે જિનમત ધરે. ને ૩ છે.
શબ્દાર્થ - બહુ મુખરી - અતિશય વાચા, ઘણું જ બોલ બોલ કરનારી વ્યક્તિ, ગુણમત્સરી - ગુણો ઉપરનો દ્વેષી, અભ્યાખ્યાની - તે જ જીવ આવ્યાખ્યાન દોષવાળો, અણકીધાં - ન કરેલાં પણ, તે કીધુ - જે જે ધર્માનુષ્ઠાનોનું આચરણ કર્યું હોય તે સર્વે. ખોય છે - ખોઈ નાખે છે, નાશ પામે છે. II 3 I
ગાથાર્થ . જે જે જીવો બહુ જ વાચાળ હોય છે. ગુણ ઉપરના ઈષ્યભાવવાળા હોય છે. તે તે જીવો જ પ્રાયઃ અભ્યાખ્યાન દોષવાળા હોય છે. આ દોષથી ન કરેલાં પાપો પણ લાગે છે. અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org