________________
૭૬
અઢાર પાપસ્થાનક
- ફલમાં છેદ, એહવો - આવો, જેહવો - જેવો, દુરજનનેહો - દુર્જનનો સ્નેહ II II
ગાથાર્થ - સજ્જન પુરુષોને ક્રોધ હોય નહીં, અને કદાચ હોય તો લાંબો સમય ટકે નહીં લાંબો સમય રહે તો તેનું ફળ આપે જ એવો નિયમ નહીં આવો સજ્જન પુરુષનો ક્રોધ હોય છે. જેવો દુર્જનનો પુરુષનો નેહ હોય છે તેવો I ૬ I
- વિવેચન - આ ગાથામાં સજજનના ક્રોધની અને દુર્જનના સ્નેહની સરખામણી કરવામાં આવી છે જેમ કે જે દુર્જન માણસ હોય છે. તેને સાચો સ્નેહ થતો જ નથી, કારણ કે તે દુર્જન માણસ પોતાનો ઘાટ ઘડવા પુરતો ઉપરછલ્લો જ સ્નેહ બતાવે છે તેથી પહેલી તો વાત એ છે કે દુર્જનને સ્નેહ હોતો જ નથી, અને બીજી વાત એ છે કે કદાચ ઉપરછલ્લો સ્નેહ હોય તો પણ તે ઝાઝો કાલ ટકતો નથી કારણકે જેવો તે પુરુષનો પોતાનો સ્વાર્થ પુરો થાય કે તુરત જ સ્નેહ છૂટી જાય છે અને કદાચ ઘાટ ઘડવામાં સફળતા ન મળે તો સ્વાર્થ સાધવા માટે કદાચ લાંબો ટાઈમ પણ સ્નેહ દાખવે તો પણ સ્નેહનું જે સાચું ફળ આત્મપ્રીતિ થવી તે છે તે તો હોતી જ નથી. આ ઉદાહરણને અનુસારે ઉત્તમ એવા સજ્જન પુરુષોને પહેલાં તો અપરાધી ઉપર પણ ક્રોધ હોતો જ નથી, અને કદાચ “હોય તો ચિર નહીં” ક્રોધ થાય તો લાંબો કાલ તે ક્રોધ રહેતો જ નથી અને “ચિર રહે તો ફલ છેડો રે” કદાચ લાંબો સમય તે ક્રોધ રહે તો તે ક્રોધનાં કડવાં ફળ જે નરક-નિગોદાદિમાં ગમન છે. તેવાં કડવાં ફળનો તો છેદ જ હોય છે. અર્થાત્ આવાં કડવાં ફળ આપે તેવો ક્રોધ કદાપિ સજ્જનને સંભવતો જ નથી. સજ્જન આત્માનું ચિત્ત ઘણું જ નિર્મળ છે. તેથી આ ક્રમ ઘટી શકે છે. વર્તમાનકાલમાં પણ દુર્જનના સ્નેહમાં તથા સજ્જનના ક્રોધમાં આવું અનુભવાય જ છે. | ૬ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org