SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ માયામૃષાવાદ નામના સત્તરમા પાપસ્થાનકની સજઝાય ૨૦૩ વિવેચન - જે જે જીવો માયાથી ભરેલા અને મૃષાવાદી હોય છે. અર્થાત્ માયામૃષાવાદને સેવનારા હોય છે. તેઓ જ્યારે ઉપદેશ આપવા બેસે છે ત્યારે પોતાના માયામય ચરિત્રને ઢાંકવા ખોટો જ ઉપદેશ આપતા હોય છે. ખોટા ખોટા કુતર્કો લગાડીને ભગવાનની વાણીને મરડીને પોતપોતાની નામના યશ વધે અને પોતાનું માન પોષાય તેવી રીતે દેશના આપતા હોય છે. પોતાના દુશ્ચરિત્રને ઢાંકવા નયો બદલીને બોલતા હોય છે. ઉત્સ-અપવાદને મરડતા હોય છે. લોકો ખુશ રહે તે માટે જ આવા જીવો સાધુનો વેશ પહેરતા હોય છે. સાધુતા સાથે તેવો સંબંધ રાખતા નથી. કે જેવો સંબંધ જનરંજનમાં રાખે છે. પાંચ ઈન્દ્રિયના વિષયને ગુપ્ત રીતે છુટથી સેવતા હોય છે. તેઓએ આચરેલી બાહ્ય બધી જ પ્રવૃત્તિ (ધર્માનુષ્ઠાનોનું આચરણ) કેવલ ક્લેશરૂપ જ બને છે. હૃદયમાં ધર્મપરિણામ હોતો નથી પરંતુ માત્ર મોહમય પરિણામ હોય છે. તેથી મોહબ્ધ જીવની આવી ધર્મપ્રવૃત્તિ પુણ્યબંધ કરાવવા દ્વારા દેવભવ અપાવે પરંતુ વ્યંતરાદિનો એવો ભવ મળે છે કે જે ભવ કષાયવૃદ્ધિનો જ હેતુ બને છે અને તેથી સંસાર જ વધે છે. અનંતભવોમાં આ જીવે આવું જ આચરણ ઘણીવાર આચર્યું છે. તેથી હે જીવ! આ પાપસ્થાનક ત્યજવા જેવું છે. સવાસો ગાથાના સ્તવનમાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીએ જ કહ્યું છે કે - અર્થની દેશના જે દીએ, ઓળવે ધર્મના ગ્રંથ રે, પરમપદનો પ્રગટ ચોર તે, તેહથી કિમ વહે પંથ રે. ૧-૬ કલહકારી કદાગ્રહભર્યા, થાપતા આપણા બોલ રે, જિનવચન અન્યથા દાખવે, આજ તો વાજતે ઢોલ રે. ૧-૮ તથા વળી આવા ઉત્સુત્ર પ્રરૂપક, માયામૃષાવાદી, માત્ર બહારના દેખાવથી જ સાધુવેશ રાખનારા અને લોકરંજન થાય તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005112
Book TitleAdhar Pap Sthanakni Sazzaya
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy