________________
૩૨
જાય છે. હૈયાથી સ્વીકારી લે છે. તૃણતૃસ જેટલું પણ પરધન મનવચન-કાયાથી ખપતું નથી. સ્વીકારવું જ નથી તેવા પ્રકારના ત્રીજા વ્રતધારીઓને વ્રતના પ્રભાવથી
અઢાર પાપસ્થાનક
(૧) સઘળા અનર્થો (મુશ્કેલીઓ) દૂર ટળે છે કોઈ પણ જાતની આપત્તિઓ રહેતી નથી. આપત્તિઓ આવતી નથી.
(૨) વહાલા પદાર્થો અને વહાલા માણસો મળે છે એટલે કે મનગમતી ઇષ્ટવસ્તુઓનો આપોઆપ સંયોગ થાય છે. માણસો પણ તેવા જ મળે છે કે જે હૃદયથી સજ્જન હોય, આપણા ઉપર હિતકારી સ્નેહ-વહાલ વરસાવે-કલ્યાણના રસ્તે જોડે, સન્માર્ગે ચઢવામાં સહાય કરે.
(૩) સઘળે જસ થાય-સાચા માર્ગે ચાલવાથી અને કોઈનું પણ અદત્ત ન લેવાથી સર્વ સ્થાને વિના માગ્યે યશ ફેલાય છે.
(૪) કાળાન્તરે આવા પ્રકારના વ્રતપાલન દ્વારા બંધાયેલા પુણ્યનો જ્યારે ઉદય થાય છે ત્યારે સુરસુખનાં એટલે કે દેવતાઈ સુખનાં ભેટણાં આ જીવને પ્રાપ્ત થાય છે. દૈવિક સુખોની પ્રાપ્તિ થાય છે || ૫ ॥
ત્યજી ચોરપણું ચોર તો, હુએ દેવતા હો રોહિણીઓ જેમ કે। એહ વ્રતથી સુખ જસ લહે, વળી પ્રાણી હો વહે પુણ્યસ્યું પ્રેમ કે।। ચોરી વ્યસન નિવારીએ ।। ૬ ।।
શબ્દાર્થ - ત્યજી - છોડી દઈને, ચોરપણું - ચોરી કરવાની ટેવ, ચોર તો - જે ચોર હોય છે તે ચોર પણ, હુએ દેવતા - દેવ (૧) કોઈ કોઈ પુસ્તકોમાં “ત્યજી ચોરપણું ચોર તે” આવો પાઠ છે. તેનો અર્થ આ રીતે કરવો કે જે ચોર હોય છે તે જો ચોરપણું ત્યજી દે, તો તે ચોર રોહિણીયા ચોરની જેમ દેવ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org