________________
રાગ નામના દસમા પાપસ્થાનકની સાય
દુઃખદાયી છે. ઘણો મજબૂત પાકો રંગ હતો તો તે રંગ-રાગ ગુણનું ફલ છેવટે દુઃખ આપવું એ જ આવે છે. તેવી જ રીતે જે આ રાગદશા છે તેનું પણ ફળ પણ આ જ આવે છે. (દુઃખ જ દુઃખ છે) એમ સમજવું. ॥ ૮ |
રાગ ન કરજો કોઈ નર કિણથ્થું રે, નવી રહેવાય તો કરજ્યો મુનિથ્થું રે । મણિ જિમણિવિષનું તિમ તેહો રે, રાગનું ભેષજ સુજસ સનેહો રે ॥ ૯ ॥
-
શબ્દાર્થ - કોઈ નર - કોઈપણ મનુષ્ય, કિણછ્યું - કોઈ પણ વ્યક્તિની સાથે, કરજ્યો મુનિએઁ - મુનિની સાથે કરજો. મણિ - રત્ન, કૃણિવિષનું - સર્પના ઝેરનું, તિમ તેહો - તેમ તે મુનિવર પુરુષો, ભેષજ - ઔષધ
પણ
ગાથાર્થ કોઈપણ મનુષ્ય કોઈની સાથે રાગ ન કરજો, અને જો રાગ કર્યા વિના ન જ રહેવાય તો મુનિવર પુરુષો સાથે કરજો. કારણ કે જેમ મણિ (એક પ્રકારનું રત્ન) સર્પના વિષનું ઔષધ છે. તેમ સારા યશસ્વી એવા હે સ્નેહી પુરુષો ! તે મુનિવર પુરુષો પણ રાગના વિષને ઉતારવા માટે મણિરૂપ ઔષધ સમાન છે. II ૯ ||
૧૨૯
-
Jain Education International
વિવેચન - “રાગ” ની સજ્ઝાય સમાપ્ત કરતાં કરતાં છેલ્લી ગાથામાં શ્રોતાવર્ગને માર્મિક ટકોર કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે સારામાં સારું યશસ્વી અને નિર્દોષ જીવન પ્રાપ્ત કરવું હોય અને તેવા પ્રકારના ઉત્તમ જીવનની પ્રાપ્તિ કરવી હોય તો તે ભાગ્યશાળી જીવો ! તમે ભૂલે ચુકે પણ કોઈ ચેતન અથવા અચેતન પદાર્થ ઉપર રાગ ન કરજો. જીવ ઉપર કરેલો રાગ પરસ્પર બંધનનું જ કારણ
For Private & Personal Use Only
www.jainelibrary.org