________________
મૃષાવાદ નામના બીજા પાપસ્થાનકની સઝાય
૧૭ પણ કરે, ઘણા ભયો પણ બતાવે તો પણ ક્યારેય જૂઠું બોલવું નહીં જેમ કે કાલિકાચાર્યને તેઓના ભાણેજ “દત્ત” તરફથી ભય-ત્રાસદંડ-સજા આદિ થવા છતાં જૂઠું બોલ્યા ન હતા, તેની જેમ ત્રાસાદિ સહન કરવા પણ જૂઠું ન બોલવું.
તે કાલિકાચાર્યની કથા આ પ્રમાણે છે
આ મૃત્યુલોકમાં “તુરમણી” નામની એક નગરી હતી. ત્યાં ગુણીયલ “જિતશત્રુ” રાજા હતો, તેજ ગામમાં રુદ્રા નામની બ્રાહ્મણીનો “દત્ત” નામનો પુત્ર હતો, આ દત્ત અત્યંત ઉશૃંખલ, જુગારી અને મદ્યપાનાદિનો વ્યસની હતો, રાજાની સેવા કરવામાં જોડાયો, સેવા કરતાં કરતાં પ્રજામાં ભેદ કરાવી રાજાને દેશવટો અપાવ્યો, હલકા માણસો પોતાના આશ્રયનો જ નાશ કરે છે તેમ પોતે જ રાજગાદી ઉપર ચડી બેઠો, ધર્મબુદ્ધિથી મોટા યક્ષો, હોમ હવન, અને ઘણા જીવોનો હોમ કરવા લાગ્યો.
એક વખત આ દત્તના મામા શ્રીકાલિકાચાર્ય વિચરતા વિચરતા ત્યાં આવ્યા. દત્ત હિંસાખોર અને મિથ્યાત્વથી વાસિત હોવાથી આચાર્યને વંદન કરવા જવાની તેની ઈચ્છા ન હતી પણ માતાના આગ્રહથી જવું પડ્યું. મદ્યપાન કરેલા પુરુષની જેમ ઉદ્ભટપણે તેણે આચાર્યને પૂછયું કે હે આચાર્ય ! જો તમે જાણકાર હો, તો યજ્ઞોનું ફળ કહો. કાલિકાચાર્યે કહ્યું કે જો તું ધર્મ પૂછે જ છે તો સાંભળ.
પોતાને જે અપ્રિય હોય તે બીજા પ્રત્યે ન આચરવું.” અરે મહારાજ ! હું તમને યજ્ઞનું ફળ પૂછું છું મારે તમારા ઉપદેશની જરૂર નથી એટલે આચાર્યે કહ્યું કે “હિંસાદિ કાર્યો કલ્યાણ કરનારાં નથી પણ પાપ બંધાવનારા છે.” દુબુદ્ધિવાળા એવા તેણે યજ્ઞના ફળનો તે જ પ્રશ્ન ફરીથી આવેશપૂર્વક પૂછો, છતાં આચાર્ય સજ્જનતાપૂર્વક ઉત્તર આપ્યો કે “યજ્ઞનું ફળ નરક છે.” ક્રોધમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org