________________
મિથ્યાત્વશલ્ય નામના અઢારમા પાપસ્થાનકની સઝાય
૨૧૩
છું એવું મનમાં માન હોવાથી મારે ચક્ષુ દ્વારા જોવાની દ્રષ્ટિ છે કે નહીં, તેનો વિચાર પણ કર્યા વિના યુદ્ધ માટે જવાની આજ્ઞા માગી. રાજાએ ઘણું સમજાવ્યું. તો પણ વારંવાર યુદ્ધ માટેની ઈચ્છા જ વ્યક્ત કરી તેથી રાજાએ આદેશ આપ્યો. વિરસેન શબ્દવેધી હોવાથી શત્રુસૈન્યના અવાજ પ્રમાણે બાણો દ્વારા યુદ્ધ કરવા લાગ્યો.
શત્રુસૈન્ય પણ કુમારની અંધ અવસ્થા જાણીને સર્વ સૈનિકોએ મૌન રાખીને યુદ્ધ કર્યું અને આ વીરસેનને પકડી લીધો. તેના નાના ભાઈ શુરસેને આ વાત સાંભળી, રાજાની આજ્ઞા લઈને તીક્ષ્ણ બાણો દ્વારા શત્રુસૈન્યની સાથે ખુંખાર યુદ્ધ કરી, શત્રુસૈન્યને ભગાડીને પોતાના મોટાભાઈ વીરસેનને છોડાવ્યા.
આ પ્રમાણે ધનુર્વેધાદિ કલાનો અભ્યાસ હોવા છતાં વીરસેન ચક્ષુ વિનાનો હોવાથી ઈષ્ટકાર્યની સિદ્ધિ કરી શક્યો નહીં. તેમ મિથ્યાષ્ટિ જીવ ધર્મક્રિયા કરવા છતાં પણ અવળી મતિવાળો હોવાથી આત્મકલ્યાણની સિદ્ધિ કરી શકતો નથી.
અધ્યાત્મસારના ચોથા પ્રબંધની ત્રીજી ગાથામાં પણ આ જ વાત જણાવી છે.
कुर्वाणोऽपि क्रियां ज्ञातिधनभोगांस्त्यजन्नपि । दुःखस्योरो ददानोऽपि, नान्धो जयति वैरिणः
ધર્મક્રિયા કરવા છતાં, સ્નેહીજનોનો, ધનનો અને ભોગોનો ત્યાગ કરવા છતાં, દુઃખને સામી છાતીએ સહન કરવા છતાં પણ અંધ માણસ વૈરીઓને જીતી શકતો નથી. તે ૩-૪ | હવે મિથ્યાત્વના ૧૦ ભેદ જણાવે છે - ધમે અધમ્મ અધમે ધર્મોહ, સન્ના મગે ઉમગ્ગાજી, ઉન્માર્ગે માર્ગની સન્ના, સાધુ અસાધુ સંલગાજી . પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org