SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ અઢાર પાપસ્થાનક આદિ કોઈ પણ વસ્તુ જો આપણને રસ્તામાંથી જતાં-આવતાં જડે તો માલિક મળશે ત્યારે તેને આપી દઈશું, નહીં મળે તો દેરાસરમાં મુકી દઈશું, કોઈ ગરીબને આપી દઈશું આવા આવા વિચારોથી આ જીવ લઈ લે છે. તે પણ ઉચિત માર્ગ નથી કારણ કે કોઈની ખોવાયેલી વસ્તુને હાથ અડાડીએ અને લઈએ તે જ વખતે તેનો માલિક આવે તો અથવા લોકો દેખે તો અંદરની બુદ્ધિ સારી હતી તે દેખાડી શકાતી નથી અને વસ્તુ લીધી છે તે માલિક અથવા લોકો દેખે છે જેથી ચોરીનો દોષારોપણ આવે છે તથા માલિકે ખોવાયેલી વસ્તુની સરકારી દફતરે ખબર આપી હોય અને શોધતાં શોધતાં તે વસ્તુ આપણા ઘરે નીકળે ત્યારે મારી આવી સારી બુદ્ધિ હતી તે દેખાડી શકાતી નથી પણ વસ્તુ ઘરેથી નીકળવાના કારણે ગુન્હો લાગુ પડે છે. તેથી વધારે સજા અને ધર્મની નિંદાનો ભય રહેલો છે માટે કોઈની ખોવાયેલી વસ્તુને પણ હાથ અડાડવો નહીં. (૨) પડ્યું- એવી જ રીતે કોઈનું પણ ધન રસ્તામાં પડી ગયું હોય અને તે પડેલું મળે તો પણ તે સ્વામી અદત્ત હોવાથી લેવું ઉચિત નથી કોઈનું પડી ગયું છે એમ સમજીને આપણે લઈએ, તો પણ વસ્તુ આપણા પાસે નીકળવાથી ચોરીના દોષનો, ચોરાયેલા માલને લેવાના દોષનો આરોપ આપણા ઉપર આવવાનો ભય છે. (૩) વિસર્યું. કોઈ માણસ ક્યાંક બેઠો હોય અને ત્યાં તે પોતાની વસ્તુ મુકીને ચાલ્યો ગયો, વસ્તુ ભૂલી ગયો, તેને તે વસ્તુ ત્યાં રહી ગઈ છે એવું યાદ ન રહ્યું. તે વસ્તુ આપણે લઈએ તો પણ સ્વામી અદત્તનો દોષ લાગે અને વસ્તુ આપણે ઘરે નીકળવાથી આપણા ઉપર ચોરીનો આરોપ આવી શકે છે. (૪) રહ્યું- આપણે ઘરે કોઈની કોઈ વસ્તુ રહી ગઈ અને તેને લઈએ તો તે પણ સ્વામી અદત્ત હોવાથી દોષનું કારણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005112
Book TitleAdhar Pap Sthanakni Sazzaya
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy