________________
૧૬૪
અઢાર પાપાનક
વિવેચન - ચાડીયો માણસ પ્રકૃતિએ કેટલો હલકો હોય છે તેનો ચિતાર આ ગાળામાં આપ્યો છે કે તમે ચાડીયા માણસનાં ઘણાં ઘણાં કામ કરી આપો, વારંવાર તેનો ઉપકાર કરો, ઉપરા ઉપર તેનું ઘણું ઘણું હિત (કલ્યાણ) તમે કર્યું હોય, દુઃખમાંથી સુખમાં લાવ્યો હોય, તેને લઈને કર્યો હોય તો પણ આ ચાડીયા માણસની પ્રકૃતિ જ અતિશય હલકી હોય છે. તેથી કોઈપણ પ્રકારનું નાનું કે મોટું નિમિત્ત આગળ ધરીને મહાભારત જેવા કલહને જ કરનારો થાય છે. ઘણાં ઘણાં તેનાં કામો તમે કર્યા હોય તે બધુ ભૂલી જઈને પણ ફક્ત એક વાર સંજોગોની પ્રતિકૂળતાએ તેનું કામ જો તમારાથી ન થયું તો મોટો મહાભારત કજીયો કરી બેસે છે. આવી પ્રકૃતિ પિશુનક (ચાડીયા) ની હોય છે. આ જ વાત એક ઉપમા દ્વારા સમજાવે છે.
કાગડો” નામનું જે પક્ષી છે. તે જન્મથી જ સ્વાભાવિક રીતે જ કાળુ હોય છે. હવે તેને ઉજળું કરવા માટે દૂધનું તપેલું લાવીએ અને ઘણા બહોળા દૂધથી વારંવાર તેને નવરાવીએ, વારંવાર તેને ધોઈએ અને તેની ઘણી સારવાર કરીએ તો પણ શું તે કાગળો ઉજળો બને? અર્થાત્ ન જ બને. જે વસ્તુ પોતાની પ્રકૃતિથી શ્યામ છે તે દૂધથી ધોવા છતાં જેમ ઉજ્વલ બનતો નથી. તેમ જે પિનક પોતાની પ્રકૃતિથી તુચ્છ સ્વભાવવાળો છે. તે સજ્જન સ્વભાવવાળો
ક્યારેય બનતો નથી. / ૨ તિલહ તિલgણ હો કે નેહ છે ત્યાં લગે,
નેહ વિણઠે હો કે ખલ કહીએ જગે. ઈમ નિઃસ્નેહી હો કે નિરદય હૃદયથી, પિશુનની વાર્તા હો કે નહિ જાયે કહી. (કથી) / ૩ //
શબ્દાર્થ - તિલક - તલના દાણાઓમાં, તિલહરણ - તલપણું, હો કે - ત્યાં સુધી જ હોય છે કે, નેહ છે - તેમાં તેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org