________________
પૈશુન્ય નામના ચૌદમા પાપસ્થાનકની સજ્ઝાય
છે, ત્યાં લગે - ત્યાં સુધી જ, નેહ વિણઠે - તલમાંથી તેલ કાઢી નાખવામાં આવે પછી, ખલ કહીએ જગે - તે જ તલને ખોળ’ એમ જગતમાં કહેવાય છે. નિઃસ્નેહી - વાસ્તવિક પ્રેમ વિનાનું, નિરદય હૃદયથી - દયા વિનાનું હૈયું હોવાથી, પિશુનની વાર્તા - ચાડીયાની કથા, નવિ જાણે કહી - કહીએ તો પણ ન કહેવાય તેવી છે. || ૩ ||
ગાથાર્થ - તલના દાણાઓની તલપણે કિંમત ત્યાં સુધી જ હોય છે કે જ્યાં સુધી તેમાં તેલ છે. જ્યારે તેમાંથી તેલ વિનાશ પામે છે (ઘાણી દ્વારા કાઢી લેવામાં આવે છે) ત્યારે તે જ કિંમતી તલના દાણાઓને ખોળ'' કહીને જગતના લોકો બોલાવે છે. પશુને જ માત્ર ખાવાયોગ્ય તુચ્છ ધાન્ય બની જાય છે, તેવી જ રીતે ચાડીયા માણસનું હ્રદય સ્નેહરહિત અને દયારહિત હોવાથી તેની વાર્તા કહી શકાય તેવી નથી. || ૩ ||
૧૬૫
વિવેચન - પિશુનક (ચાડીયો) માણસ કેવો છે ? અત્યન્ત હલકો છે અર્થાત્ તેની કોઈ જ કિંમત નથી. ભૂલેચૂકે પણ તેનો સંબંધ બાંધવો નહી કે તેના વિશ્વાસમાં આવવું નહીં. તેનો છાંયડો પણ ઘણો જ દુઃખદાયી છે. કારણ કે તેનું હૃદય “સ્નેહ” (પ્રેમવાત્સલ્ય) વિનાનું છે. તથા સામેના માણસને મારાથી કેટલું નુકશાન થાય છે. તેના તરફ દૃષ્ટિપાત કરનાર ન હોવાથી નિર્દય હૃદય હોય છે. આ રીતે નિઃસ્નેહ અને નિર્દય હૃદય હોવાથી પિશુનક માણસ બીજાને કેટલા ઉંડા ખાડામાં નાખી દે છે. તે શબ્દોથી કહી શકાય તેવું નથી. એટલે કે તે પિશુનકની વાર્તા કહી શકાતી નથી. તેના ઉપર એક સુંદર ઉદાહરણ સમજાવે છે.
જેમ ખેતરમાં પાકેલા તલના દાણા સ્નેહથી (તેલથી) ભરેલા છે. એટલે લોકો તેને “તલ છે. તલ છે” એમ માનથી જુવે છે. સારા વાસણમાં ભરે છે. તેની તલસાંકળી કે સુખડી આદિ કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org