________________
૮૨
ગાથાર્થ - પ્રજ્ઞામદવાળા, તપમદવાળા, ગોત્રમદવાળા અને ધનના મદવાળા જીવો મુક્તિ પામી શક્તા નથી કારણ કે પ્રજ્ઞા, તપ, કુલ અને ધન આ ચારે પ્રકારના ગુણો (ભાવો) સર્વે જીવોને પોતપોતાના ક્ષયોપશમને અનુસારે અથવા પુણ્યોદયને અનુસારે પ્રાપ્ત થાય જ છે. તેથી તેમાં મદ શું કરવાનો હોય ? જે જીવો નિર્મદ રહે છે તે જ સુખ પામે છે. || 2 ||
અઢાર પાપસ્થાનક
વિવેચન - શાસ્ત્રોમાં મદના આઠ પ્રકાર કહ્યા છે. જીવમાં પ્રાપ્ત થયેલી આઠ જાતની કલાનો જ્યારે તે જીવને અહંકાર જાગે છે ત્યારે તે મદ કહેવાય છે. તે આઠ જાતનો મદ આ પ્રમાણે છે. (૧) જાતિમદ-પોતાને મળેલી જાતિનું (બ્રાહ્મણાદિ જાતિનું) અભિમાન કરવું તે
(૨) લાભમદ-ધન, પ્રતિષ્ઠા, મોભો અને માન આદિનો કદાચ લાભ થાય તો તેનું અભિમાન કરવું તે.
(૩) કુલમદ- ક્ષત્રિયાદિ ઉત્તમકુલ મળ્યું હોય તો તેનું અભિમાન કરવું તે.
(૪) ઐશ્વર્યમદ- વિશિષ્ટ સંપત્તિ અને રાજ્યાદિ મળ્યું હોય તો તેનું અભિમાન કરવું તે.
(૫) બલમદ- શારીરિકાદિ બળ મળ્યું હોય તેનું અભિમાન કરવું તે. (૬) રૂપમદ- શરીરના રૂપ-લાવણ્ય-કાન્તિ આદિનું માન કરવું તે. (૭) તપમદ- કરેલા તપનું અભિમાન કરવું તે. (૮) શ્રુતમદ- પ્રાપ્ત થયેલા શ્રુતજ્ઞાનનું અભિમાન કરવું તે.
આ આઠ મદોમાંથી આ ગાથામાં ચાર મદનો ઉલ્લેખ કરેલ છે જે જીવો પ્રશાના (બુદ્ધિના) મદવાળા, તપના મદવાળા, ગોત્રના (કુળના) મદવાળા અને આજીવિકા (ધનના) મદવાળા બને છે. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org