________________
માન કષાય નામના સાતમા પાપસ્થાનકની સઝાય
૮૩
તે જીવો મદના (માનના) કારણે મુક્તિના સુખને પામનારા બનતા નથી. તથા જેનો જેનો મદ કરે છે તે તે પરિસ્થિતિ ભવાન્તરમાં અત્યંત હાનિવાળી જ મળે છે યોગશાસ્ત્રમાં કહ્યું છે કે जातिलाभकुलेश्वर्य, बलरूपतपः श्रुतेः । યુર્વ મવં પુનતાનિ, હીનાનિ નમતે નન: ચતુર્થ પ્રકાશ ગાથા-૧૩
તથા આ ચારે પ્રકારની કલાઓ અને બીજા પણ ચાર ભાવો જીવને જ્ઞાનાવરણીય, મોહનીય અને અંતરાયકર્મના ક્ષયોપશમને અનુસાર તથા ઉચ્ચગોત્ર આદિ પુણ્યકર્મના ઉદયને અનુસાર પ્રાપ્ત થાય છે.
જ્યાં કર્માનુસારિણી વસ્તુ પ્રાપ્ત થતી હોય, તેમાં તે આત્મન્ ! મદ કેમ કરાય ? અર્થાત્ ન જ કરાય, માટે મદ ત્યજી દેવો જોઈએ.
જે જીવો મદને ત્યજે છે. નિર્મદ થઈને રહે છે તે જ સાચા સુખી બને છે. નિરહંકારીને ચિંતા-વ્યગ્રતા કે ભય વગેરે કંઈ જ હોતાં નથી | |
ઉચ્ચ ભાવ દંગ દોષે મદ જ્વર આકરો, હોય તેહનો પ્રતિકાર કહે મુનિવર ખરો ! પુર્વ પુરુષ સિંધુરથી લઘુતા ભાવવું, શુદ્ધ ભાવન તે પાવન શિવ સાધન નવું | ૩ ||
શબ્દાર્થ - ઉચ્ચભાવ-હું બીજાથી બુદ્ધિ આદિમાં કંઈક ઊંચો છું, વિશિષ્ટ છું આવા પ્રકારની, દગ દોષ - દૃષ્ટિના દોષથી જ, મદાર - માનરૂપી તાવ, આકરો - તીવ્ર, હોય તેહનો પ્રતિકાર - તેનો પ્રતિકાર થઈ શકે છે, કહે મુનિવર - એમ મુનિવર પુરુષો કહે છે, ખરો - ખરેખર, સાચેસાચ, પૂર્ણ પુરુષ સિંધુરથી - પૂર્વ પુરુષોરૂપી હાથીઓથી, લઘુતાભાવવી - નાનાપણું વિચારવું, શુદ્ધભાવન - શુદ્ધ ભાવના ભાવવી, તે પાવન - તે જ પવિત્ર, શિવ સાધન - મુક્તિનું સાધન છે, નવું : અપૂર્વ III
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org