________________
અઢાર પાપસ્થાનક
ગાથાર્થ - “બીજાથી હું કંઈક આગળ છું” આવા પ્રકારની ઊચાપણાની દૃષ્ટિના દોષથી માનરૂપી તીવ્ર તાવ આવે છે. તેનો સાચેસાચ (ખરેખર) જે પ્રતિકાર ક્રવો હોય તો થઈ શકે છે એમ મુનિવર પુરુષો કહે છે. પૂર્વ પુરુષોરૂપી હાથીઓથી પોતાની લધુતા વિચારવી જ એક શુદ્ધ ભાવના છે. અને તે મુક્તિનું પવિત્ર સાધન છે અને તે અપૂર્વ માર્ગ છે II 3 I
| વિવેચન - આપણો આ જીવ જ્યારે જ્યારે પોતાની જાતને બીજા પુરુષો કરતાં “હું કંઈક ઊંચો છું” હું કંઈક વિશિષ્ટ છું, મેં તે તે વિષયમાં પારંગતતા મેળવી છે આવું મનમાં વિચારે છે ત્યારે ત્યારે આવા પ્રકારની પોતાની જાતને વિષે ઊંચાપણાની દૃષ્ટિના દોષથી “આકરો મદફ્તર” માનરૂપી તાવ તીવ્ર બની જાય છે. આ જીવને મોટું અભિમાન વધી જાય છે અને હું જ સર્વશ્રેષ્ઠ છું એમ મનમાં માની બેસે છે.
તે તાવનો ખરેખર-સાચો જો પ્રતિકાર કરવો હોય તો થઈ શકે છે એમ શાસ્ત્રોમાં મુનિવર પુરુષો કહે છે કારણ કે જ્યારે આપણે પુર્વપૂરુષરૂપી હાથીઓથી ઘણા નાના છીએ, ચૌદપૂર્વધારી, લબ્ધિધારી અને ચઉનાણધારી મહાત્માઓની અપેક્ષાએ હું કંઈ જ નથી. આમ જ્યારે વિચારીએ ત્યારે આ અભિમાન ઓગળી જાય છે. આ રીતે પોતાની જાતને લઘુપણે વિચારવી એ અભિમાનને તોડનાર હોવાથી માનના તાવને ઉતારનાર છે તથા આવો વિચાર પરમ પવિત્ર ભાવના રૂપ છે. અર્થાત્ શુદ્ધભાવના છે. આવી પવિત્ર ભાવના જ મુક્તિપ્રાપ્તિનું અદ્ભુત અને પવિત્ર સાધન છે. પોતાની જાતને નાની માનવાથી માન ઓગળી જાય છે અને કષાય હણાવાથી આ જીવ તુરત જ ઉપર આવે છે અને કલ્યાણની પ્રાપ્તિ કરે છે. આવી લઘુપણાની પરમ પવિત્ર ભાવના ભાવવી તે નવુ-અપૂર્વ મુક્તિસાધન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org