________________
૧૯૮
હોય છે. અને જો તેને વિરાવવામાં આવે, ચીડવવામાં આવે તો વધારે ક્રુર થઈને વિધરાવનારનો જેમ નાશ કરે છે, તે રીતે આ માયામૃષાવાદ પાપસ્થાનક પણ તેને સેવનારાનો તુરત-તુરત નાશ કરે છે. ॥ ૨ ॥
અઢાર પાપસ્થાનક
એ તો માયી ને મોસાવાઈ, થઈ મોટા કરે ય ઠગાઈ, તસ હેઠે ગઈ ચતુરાઈ, હો લાલ,
માયા-મોસ નવિ કીજીયે. ॥ ૩ ॥
શબ્દાર્થ - માયી - માયાથી યુક્ત, મોસાવાઈ - મૃષાવાદી, ઠગાઈ - છેતરપિંડી, તસ - તેની, હેઠે - નીચે, ચતુરાઈ - ડહાપણ.
॥ ૩ ॥
M
ગાથાર્થ - આ પાપસ્થાનકવાળો જીવ તો માયાવી પણ છે અને મૃષાવાદી પણ છે. ઘણી મોટી નામ્ના મેળવીને પણ જે ઠગાઈ (છેતરપિંડી) જ કરે છે તેની ચતુરાઈ નીચે ગઈ (અર્થાત્ બેસી ગઈ) એમ જાણવું. ॥ ૩ ॥
વિવેચન - જગતમાં જે મોટા થાય છે. નામાંકિત બને છે. ઘણા માન-મોભા મેળવીને ઉંચા ઉંચા સ્થાનોને શોભાવનારા બને છે. એવા જીવો પણ માયાવી (માયાથી યુક્ત) હૃદયવાળા થયા છતા અને તેમાં વળી મૃષાવાદી થયા છતા ઘણી મોટી મોટી (શબ્દોથી ન કહી શકાય તેવી) ઠગાઈ કરે છે જગતમાં બહારની શોભાથી મોટા તરીકે પંકાયા હોવાથી કોઈ તેઓની સામે બોલતું નથી, આવા જીવો જગતના જીવોને દબાવતા ફરે છે. માયા-કપટ ગોઠવીને મોટી મોટી છેતરપિંડી આચરતા રહે છે. નાના નાના જીવોનો કચ્ચરખાણ નીકળી જાય છે. નિર્ભય થયા છતા મહાપાપને સેવે છે.
આવા કઠોર હૃદયવાળા જીવોની ચતુરાઈ (ડહાપણ) જાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org