________________
દ્વેષ નામના અગીયારમા પાપસ્થાનકની સઝાય
૧૩૭
“અષ” ગુણ આવતો જાય છે. તેમ તેમ મુક્તિની પ્રાપ્તિનાં સર્વે કારણો (અપુનબંધકાવસ્થા, સમ્યકત્વની પ્રાપ્તિ, દેશવિરતિની પ્રાપ્તિ, સર્વવિરતિની પ્રાપ્તિ, શ્રેણી-કેવલજ્ઞાન અને અયોગદશાની પ્રાપ્તિ) વહેલી વહેલી થાય છે. મૂળભૂત એવો આ એક ગુણ આવે છતે ઉપરના ગુણો તુરત સુરત આવે છે. / ૪-૫ / નિરગુણ તે ગુણવંત ન જાણે, ગુણવંત તે ગુણ, દ્વેષમાં તાણે, લાલન, ષમાં તાણે ૬ll આપ ગુણી ને વલી ગુણરાગી, જગમાંહે તેહની કીરતિ જાગી, લાલન, કીરતિ જાગી. તેણી
શબ્દાર્થ - નિરગુણ - જે જે આત્માઓ ગુણરહિત છે તેઓ, ગુણવંત - ગુણવંત પુરુષોને, ન જાણે - ઓળખી શકતા નથી. ગુણવંત - અને જે ગુણવંત પુરુષો છે. તે - તેઓ, ગુણદ્વેષમાં - ગુણો ઉપર દ્વેષ કરીને ગુણોને વેષમાં, તાણે - ખેંચે છે. આપ ગુણી . જેઓ પોતે ગુણી છે. ને વળી - તથા વળી, ગુણરાગી • ગુણોના રાગી છે. I ૬-૭ |
ગાથાર્થ - જે પુરુષો નિર્ગુણ છે. તેઓ ગુણવંત પુરુષોને જાણી શકતા નથી. અને જે પુરુષો ગુણવાળા છે પણ જો તેઓ હેપી છે તો તેઓ ગુણી પુરુષોના ગુણોને દ્વેષમાં તાણી જાય છે. તેથી જે પુરુષો સ્વયં ગુણી છે અને ગુણોના અનુરાગી છે. તેઓની કીર્તિ સઘળાય જગતમાં વ્યાપે છે. I ૬-૭ II
વિવેચન - આ સંસારમાં જેઓ નિર્ગુણી છે. એટલે કે ગુણરહિત છે. તેઓ ગુણવંત પુરુષોને ઓળખી શકતા નથી. તેથી ગુણવંત પુરુષોના ગુણોમાં અજ્ઞાનતાના કારણે દ્વેષ જ કર્યા કરે છે. છિદ્રો જ શોધ્યા કરે છે. ટ્રેષના કારણે ગુણોને પણ દોષરૂપે જ જુએ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org