________________
૧૩૮
જેમ કે ધારો કે ગુણવંત પુરુષો ગંભીરતાના ગુણને લીધે ઓછાબોલા હોય, તો દ્વેષી માણસો તેની બાબતમાં આમ કહે છે કે તેઓને કંઈ આવડતું જ નથી, શું બોલે ? મૌન જ રહે ને ? કંઈ આવડે તો બોલેને ? આમ દ્વેષી માણસો કહે છે. અને ધારો કે ગુણવંત પુરુષો શાની હોય અને અવસરે અવસરે સમજાવવા માટે સારુ બોલતા હોય તો દ્વેષી પુરુષો તેની બાબતમાં આમ કહે છે કે તેઓ ઘણા વાયડા છે. જ્યાં ત્યાં અને જ્યારે ને ત્યારે બોલ બોલ જ કરતા હોય છે. વચ્ચે વચ્ચે ટપક્યા જ કરતા હોય છે. બોલતાં બોલતાં થાકતા જ નથી ઈત્યાદિ. આ રીતે નિર્ગુણ માણસો પોતાની દ્વેષવાળી પ્રકૃતિના કારણે ગુણવંતને ઓળખી શકતા નથી અને ગુણવંતના ગુણોને દોષરૂપે જગતમાં પ્રસારિત કરીને ગુણી માણસોની હાંસી ઉડાવે છે.
અઢાર પાપસ્થાનકે
તથા જે પુરુષો ગુણવંત છે પણ પ્રકૃતિથી દ્રુષિલી છે તેઓ પણ ગુણી પુરુષોના ગુણોને દ્વેષમાં જ તાણે છે. ગુણોને દોષરૂપે લઈ જાય છે.
જે માણસો ગુણવંત હોય પરંતુ જો દ્વેષવાળા હોય છે તો તેઓ પોતાની પ્રકૃતિ દ્વેષવાળી હોવાથી પોતે ગુણી હોવા છતાં પણ દ્વેષબુદ્ધિના કારણે બીજાના ગુણોને દોષરૂપે જ જુએ છે. ગુણોને દોષમાં જ ખેંચી જાય છે. તેથી તે જીવો પણ સારા નથી. અર્થાત્ કલ્યાણકારી નથી.
આ રીતે વિચારતાં આ સંસારમાં જે આત્માઓ પોતે સ્વયં ગુણી છે અને બીજાના ગુણોના અનુરાગી છે. બીજાના ગુણોની સ્તુતિ-પ્રશંસા-વંદના અને ભક્તિ આદિ કરે છે. બીજાના ગુણોને ગુણરૂપે જોઈને ગુણાનુરાગી બને છે. તેઓ જ સાચા સંતપુરુષો છે. અને તેઓની જ કીર્તિ સકલ જગતમાં ગાજે છે. આવા પ્રકારના ઉત્તમ આત્માઓની કીર્તિ સ્વયં જગતમાં પથરાય છે. | ૬-૭ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org