________________
૪૪
મંત્ર લે ગિ જસ વધે, દેવ કરે રે સાનિધ બ્રહ્મચર્ય ધરે જે નરા, તે પામે નવનિધ || ૯ ||
શબ્દાર્થ મંત્ર લે યશ વધે, સાનિધ
જગતમાં, જસવધે
નવે નિધાન || ૯
-
||
-
અઢાર પાપસ્થાનક
Jain Education International
મંત્ર ફલીભૂત થાય, જગિ
સાક્ષાત્કાર, નવનિધ
ગાથાર્થ - જે સ્ત્રી-પુરુષો બ્રહ્મચર્યગુણને ધારણ કરે છે તેઓનો જપેલો મંત્ર ફળે છે. જગતમાં યશ વધે છે, દેવો પ્રત્યક્ષ થાય છે અને નવે નિધિઓ પ્રાપ્ત થાય છે. II ૯ ||
-
વિવેચન - જે જે આત્માઓ બ્રહ્મચર્ય એ જ આત્માનું કલ્યાણ કરનાર છે આમ સમજે છે અને તેથી જ તે વ્રતનો સ્વીકાર કરે છે તેઓના બ્રહ્મચર્યના ગુણના પ્રતાપે જાપ કરેલો મંત્ર ફળે છે જેમ કે શ્રીમતી સતીએ ગણેલા નવકારમંત્રના પ્રભાવથી જે ઘડામાં સાસુએ સર્પ મુક્યો હતો, તે જ ઘડામાંથી તે સ્ત્રી ફુલની માળા લાવી. સુભદ્રા સતીએ નવકારમંત્ર ગણીને કાચા તાંતણાએ ચાલણી બાંધીને કુવામાંથી પાણી કાઢ્યું. આવા અનેક જીવોને બ્રહ્મચર્યના ગુણના પ્રતાપે મંત્રજાપ ફલ્યા છે તેના જ કારણે બ્રહ્મચર્ય વ્રત પાળનારાને યશપ્રાપ્તિની જરા પણ ઇચ્છા ન હોય તો પણ જગતમાં તેનો જશ વધે છે. લોકો તે આત્માની સર્વત્ર પ્રશંસા જ કરે છે, બ્રહ્મચર્ય ગુણના પ્રતાપે દેવ-દેવીઓ પણ સાક્ષાત્કાર થાય છે અને પાતાળમાં રહેલી નવે નિધિઓ તેને પ્રાપ્ત થાય છે.
પૂજ્ય વીરવિજયજી મ.સા. બારવ્રતની પૂજામાં કહે છે કે “એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે, એ વ્રત જગમાં દીવો.” || ૯ ||
શેઠ સુદર્શનને ટલી, ફૂલિ સિંહાસન હોય । ગુણ ગાયે ગગને દેવતા, મહિમા શીલનો જોય || ૧૦ ||
For Private & Personal Use Only
www.jainelibrary.org