________________
૩૪
જ સંભળાય તેમ ચાલ્યો પણ આગળ જતાં પગમાં જોરદાર મોટો કાંટો વાગ્યો. હવે શું કરવું? કાંટો કાઢ્યા વિના આગળ જવાય તેમ પણ ન હતું અને આંગળીઓ કાઢી નાખીને કાન ખુલ્લા કરે તો ભગવાનની વાણી સંભળાઈ જાય તે પણ પાલવે તેમ ન હતું. તેથી મૂંઝાયો. આખરે કાંટાની વેદના વધારે હોવાથી કાનમાંથી આંગળીઓ કાઢી. બેસીને બન્ને હાથની મહેનતથી કાંટો કાઢવાનો પ્રયત્ન કર્યો. બન્ને કાનને પગની ઘૂંટણ નીચે દાબી રાખ્યા તો પણ અનાયાસે ભગવાનની વાણી નીચે મુજબની કાને પડી ગઈ.
અઢાર પાપસ્થાનક
“દેવો સદા અનિમેષનયણી હોય છે. મનથી કાર્ય કરનારા હોય છે. કરમાય નહીં તેવી ફુલની માળાવાળા હોય છે અને સદા ધરતીથી ચાર આંગળ અધ્ધર ચાલનારા હોય છે.”
શ્રેણીક રાજાને ત્યાં ચોરી કરવા ગયો પણ કંઈ ન મળવાથી પાછા ફરતાં કોટવાળોએ પકડી લીધો. રાજ્યસભામાં હાજર કર્યો. ચોરીનો કંઈ માલ ન હોવાથી શ્રેણીકરાજાએ છોડી મૂક્યો પણ વિશેષ તપાસ માટે અભયકુમારને સોંપ્યો. અભયકુમારે એક રાજમહેલ જેવા મકાનમાં તેને રાખ્યો. દેવાંગનાઓ જેવી અનેક દાસીઓ ત્યાં મુકી. મદિરાપાન કરાવ્યું. દાસીઓના મનમાં હતું કે તે સાચું બોલી જશે કે હું ચોરી કરવા અહીં આવેલો. મદિરાપાન કરાવ્યા પછી દાસીઓએ કહ્યું કે ઉઠો, સ્વામીનાથ ! આ સ્વર્ગલોક છે. અમે દેવાંગનાઓ છીએ અમારી સાથે દૈવિક સુખ ભોગવો. કેવાં પુણ્ય કર્યા હશે ત્યારે તમે અહીં જન્મ્યા છો. ઇત્યાદિ, પરંતુ મદિરાપાનનો નશો ઉતરતાં રોહિણીયા ચોરને એકદમ ભગવાનની વાણીનું સ્મરણ થયું. દેવો તો અનિમેષનયણી હોય છે. ધરતીથી ચાર આંગલ અધ્ધર ચાલે છે અને આ સ્ત્રીઓમાં તો તેવું દેખાતું નથી માટે જરૂર આ માયાજાળ છે. કંઈ જવાબ ન આપ્યો. એટલે અભયકુમારે છોડી મુક્યો પણ રોહિણીયા ચોરના મનનું પરિવર્તન થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org