________________
હિંસા નામના પ્રથમ પાપસ્થાનકની સઝાય હતી તે ભાગી ગઈ અને તાપસીના આશ્રમે શરણમાં રહી. તાપસીએ તે તારાને ભોંયરામાં રાખી. પૂર્ણ દિવસે તારાએ પુત્રરત્નને જન્મ આપ્યો. તેનું સુભૂમ એવું નામ પાડ્યું.
સુભૂમ મોટો થયો, પરશુરામે પૃથ્વી ઉપર ઘણા ક્ષત્રિયોને હણીને સાત વાર પૃથ્વીને “અક્ષત્રિયા” કરી. અને મારેલા ક્ષત્રિયોની દાઢાઓનો એક થાળ ભર્યો અને ત્યાં એક સિંહાસન ગોઠવ્યું. તેણે પોતાના મોત વિષે એક નિમિત્તિયાને પૂછયું, નિમિત્તિયાએ કહ્યું કે જે પુરુષ આ સિંહાસન ઉપર બેસશે અને જેને જોઈને આ દાઢાઓ ખીર થઈ જશે અને તે ખીરનું જે પુરુષ પાન કરશે તેનાથી તમારૂ મૃત્યુ થશે. પરશુરામે એક દાનશાળા ખોલાવી.
આ બાજુ તાપસીના આશ્રમના ભોંયરામાં ભૂમ મોટા થયા. મેઘનાદ વિદ્યાધરે પોતાની પુત્રી સુભૂમને પરણાવી. ભૂમે પોતાના પિતા કૃતવીર્યને કોણે અને કયારે હયા? તે પૂછતાં તેની માતા તારાએ બધી હકીકત કહી. તે ભોંયરામાંથી બહાર આવ્યો અને પરશુરામની દાનશાળામાં ગયો. ત્યાંના સિંહાસન ઉપર બેઠો. તેને જોતાં જ દાઢાઓ ખીર બની ગઈ. તે ખીરને સુલૂમ પી ગયો, તેથી પરશુરામને ઘણો ગુસ્સો આવ્યો. બન્નેની લડાઈ થઈ અને સુભૂમના હાથે પરશુરામ મરાયા. તેના ઉપરના વૈરના કારણે સુભૂમે ૨૧ વાર પૃથ્વીને બ્રાહ્મણો વિનાની “અબ્રાહ્મણા” કરી. ઘણા બ્રાહ્મણોની હિંસા કરી. છ ખંડ જીતીને ચક્રવર્તી રાજા બન્યા. સાએઠ હજાર વર્ષના આયુષ્યવાળા સુભૂમે અનેક યુદ્ધો કર્યા. ઘણો જ ઘણો નરસંહાર કર્યો. હિંસાના જ પરિણામવાળા તે મૃત્યુ પામીને સાતમી નરકે ગયા.
કાંપિલ્યપુર નગરમાં બ્રહ્મરાજાની “યુલની” રાણીની કુક્ષિએ ચૌદ સ્વપ્નથી સુચિત, પાછલા ભવમાં જે સુભૂતિમુનિ હતા, અને નિયાણું કર્યું હતું તે જીવ ચક્રવર્તી તરીકે ઉત્પન્ન થયા. માતાપિતાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org