________________
૧૦
અઢાર પાપસ્થાનક
તેનું બ્રહ્મદત્ત નામ રાખ્યું. ધીમેધીમે બ્રહ્મદત્ત બાર વર્ષના થયા. તેમના પિતા બ્રહ્મરાજાને જુદા જુદા દેશના ચાર રાજા પ્રિય મિત્રો હતા (૧) કાશી દેશનો રાજા કટક, (૨) હસ્તિનાપુરનો રાજા કણેરૂદત્ત, (૩) કૌશલ દેશનો રાજા દીર્ઘ અને (૪) ચંપા નગરીનો રાજા પુષ્પચૂલ.
બ્રહ્મરાજા માથાની તીવ્રવેદનાથી મૃત્યુ પામ્યો. ચારે મિત્રોએ બાલક એવા બ્રહ્મદત્તની રક્ષા માટે એક એક વર્ષ કપિલ્યનગરમાં રહેવાનું વિચાર્યું. પ્રથમ કૌશલ દેશનો રાજા દીર્ઘ ત્યાં રહ્યો. ત્યાં રહેતાં દીર્ઘ રાજા અને ચુલની રાણી (મિત્રની પત્ની) વચ્ચે પ્રેમ બંધાયો. તેઓ અકાર્ય કરવા લાગ્યા. બ્રહ્મદર રાજાના મંત્રી ધનુને આ બાબતની ખબર પડી ગઈ. તેણે પોતાના પુત્ર “વરધનુને આ વાત કહી અને બ્રહ્મદત્તને વાકેફ કરવા, સજાગ રહેવા જણાવવાનું કહ્યું અને તેની સુરક્ષા કરવાનું કામ પોતાના પુત્ર વરધનુને સોંપ્યું. વરધનુએ બ્રહ્મદત્તને સઘળી વાત જણાવી, સાવધ કર્યો. બ્રહ્મદત્ત પોતાની માતા ચલણી ઉપર અને દીર્ઘરાજા ઉપર કોપાયમાન થયો. તેના વિપરીત વર્તનની ગંધ દીર્ઘરાજાને પણ આવી ગઈ. કામાસક્ત દીર્ઘરાજાએ બ્રહ્મદત્તને મારી નાખવાનો ઘાટ ઘડવાની વિચારણા ચલણી સાથે કરી તે બ્રહ્મદત્તનાં લગ્ન કરવાં, એક લાક્ષાગૃહ બનાવવું, તે લાક્ષાગૃહમાં પતિ-પત્ની શયન કરવા જાય, ત્યારે લાક્ષાગૃહ બાળી નાખવું. જેથી તે બન્ને બળીને મરી જાય, તેવો વિચાર કરી લાક્ષાગૃહ બનાવ્યું. ધનુ નામના મંત્રીને આ લાક્ષાગૃહ જોઈને ગંધ આવી કે આ કામાન્ધ રાજા અને ચલણીરાણી (મિત્રપત્ની) ગમે ત્યારે બ્રહ્મદત્તને આમાં શયન કરાવીને બાળીને મારી નાખશે.
તે મંત્રીએ તે કારણે ગુપ્ત રીતે લાક્ષાગૃહથી ગામ બહાર નીકળી જવાય તેવી સુરંગ બનાવી. પોતાના પુત્ર વરધનુને સઘળી વાત કરી અને બ્રહ્મદત્તની સાથે જ રહેવા સુચના કરી. દીર્ઘરાજાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org